મુનાજાતે અમીરૂલ મોઅમેનીન અ.સ.

[00:03.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

[00:13.00]

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

શરૂ કરૂ છું અલ્‍લાહના નામથી જે રહમાન અને રહીમ છે

[00:21.00]

اَللّٰهُمَّ اِنِّيْ اَسْاَلُكَ الْاَمَانَ يَوْمَ لَا يَنْفَعُ مَالٌ وَ لَا بَنُوْنَ اِلَّا مَنْ اَتَى اللّٰهَ بِقَلْبٍ سَلِيْمٍ

અલ્‍લાહુમ્‍મ ઈન્‍ની અસઅલોકલ અમાન યવમ લા યનફઓ માલુન વલા બનુન ઈલ્‍લા મન અતલ્‍લાહ બેકલબીન સલીમ

અય અલ્લાહ હું એ દિવસના ડર (ભય)થી તારી પાસે સુરક્ષા ચાહું છું કે જે દિવસે માલ અને ઔલાદ કાંઈ પણ કામ નહીં આવે, સિવાય તેની કે જે દિલને પાક રાખીને અલ્લાહની બરગાહમાં હાજર થાય

[00:36.00]

وَ اَسْاَلُكَ الْاَمَانَ يَوْمَ يَعَضُّ الظَّالِمُ عَلٰى يَدَيْهِ يَقُوْلُ يَا لَيْتَنِيْ اتَّخَذْتُ مَعَ الرَّسُوْلِ سَبِيْلًا

વ અલા યદયહે યકુલો યા લયતનીત તખઝતો મઅર રસુલે સબીલન

અને (અય અલ્લાહ) હું એ દિવસના ડર (ભય)થી તારી પાસે સુરક્ષા ચાહું છું કે જે દિવસે ઝાલિમ પોતાના હાથોને બટકા ભરીને કહી રહ્યો હશે કે અય કાશ કે મેં રસૂલની સાથેનો રસ્તો ગ્રહણ (ઇખ્તેયાર) કર્યો હોત તો કેવું સારું થાત !

[00:54.00]

وَ اَسْاَلُكَ الْاَمَانَ يَوْمَ يُعْرَفُ الْمُجْرِمُوْنَ بِسِيْمَاهُمْ فَيُؤْخَذُ بِالنَّوَاصِيْ وَ الْاَقْدَامِ

વ અસઅલોકલ અમાન યવમ યુઅરફુલ મુજરેમુન બેસીમાહુમ ફયુઅખઝો બીન્‍નવાસી વલઅકદામે

અને (અય અલ્લાહ) હું એ દિવસના ડર (ભય)થી તારી પાસે સુરક્ષા ચાહું છું કે જે દિવસે ગુનાહગારને પોતાની નિશાનીઓથી ઓળખવામાં આવશે અને તેઓને તેમના વાળ અને પગથી પકડી લેવામાં આવશે,

[01:08.00]

وَ اَسْاَلُكَ الْاَمَانَ يَوْمَ لَا يَجْزِيْ وَالِدٌ عَنْ وَلَدِهِ

વ અસઅલોકલ અમાન યવમ લા યજઝી વાલેદુન અન વલદેહ

અને (અય અલ્લાહ) હું એ દિવસના ડર (ભય)થી તારી પાસે સુરક્ષા ચાહું છું કે જે દિવસે કોઈ બાપ પોતાની ઔલાદને કામ નહિ આવે

[01:18.00]

وَ لَا مَوْلُوْدٌ هُوَ جَازٍ عَنْ وَالِدِهِ شَيْئًا اِنَّ وَعْدَ اللّٰهِ حَقٌّ

વલા મવલુદુન હોવ જાઝીન અન વાલેદેહે શયઅન ઈન્‍ન વઅદલ્‍લાહે હકકુન

અને કોઈ પણ રીતે ઔલાદ પોતાના બાપને કામ નહિ આવે, બેશક અલ્લાહનો વાયદો હક (સાચ્ચો) છે.

[01:26.00]

وَ اَسْاَلُكَ الْاَمَانَ يَوْمَ لَا يَنْفَعُ الظَّالِمِيْنَ مَعْذِرَتُهُمْ وَ لَهُمُ اللَّعْنَةُ وَ لَهُمْ سُوۤءُ الدَّارِ

વ અસઅલોકલ અમાન યવમ લા યનફઉઝ ઝાલેમીન મઅઝેરતોહુમ વલહોમુલ્‍લઅનતો વલહુમ સુઉદાર

અને (અય અલ્લાહ) હું એ દિવસના ડર (ભય)થી તારી પાસે સુરક્ષા ચાહું છું કે જે દિવસે ઝાલિમ લોકોનું બહાનુ (માફી માગવું) તેઓને જરાય ફાયદો નહિ પહોંચાડે અને તેઓ માટે લઅનત હશે અને તેઓ માટે બહુ જ ખરાબ ઠેકાણું હશે

[01:44.00]

وَ اَسْاَلُكَ الْاَمَانَ يَوْمَ لَا تَمْلِكُ نَفْسٌ لِنَفْسٍ شَيْئًا وَ الْاَمْرُ يَوْمَئِذٍ لِلّٰهِ

વ અસઅલોકલ અમાન યવમ લા તમલેકો નફસુન લેનફસીન શયઅન વલઅમરો યવમએઝીન લીલ્‍લાહે

અને (અય અલ્લાહ) હું એ દિવસના ડર (ભય)થી તારી પાસે સુરક્ષા ચાહું છું કે જે દિવસે કોઈને પણ એક બીજા માટે જરાય અધિકાર નહીં હોય અને તે દિવસે (પણ) દરેક હુકમો અલ્લાહના જ હશે

[02:00.00]

وَ اَسْاَلُكَ الْاَمَانَ يَوْمَ يَفِرُّ الْمَرْءُ مِنْ اَخِيْهِ وَ اُمِّهِ وَ اَبِيْهِ وَ صَاحِبَتِهِ وَ بَنِيْهِ،

વ અસઅલોકલ અમાન યવમ યફિરુલ મરઓ મીન અખીહે વ ઉમ્‍મેહી વ અબીહે વ સાહેબતેહી વ બનીહે

અને (અય અલ્લાહ) હું એ દિવસના ડર (ભય)થી તારી પાસે સુરક્ષા ચાહું છું કે જે દિવસે ઇન્સાન પોતાના ભાઈ, પોતાની માતા, પોતાના પિતા અને પોતાની પત્નિ તેમજ પોતાની ઔલાદથી ભાગશે

[02:15.00]

لِكُلِّ امْرِىۤ‏ءٍ مِنْهُمْ يَوْمَئِذٍ شَأْنٌ يُغْنِيْهِ

લેકુલ્‍લીમ રેઈન મીનહુમ યવમએઝીન શઅનુન યુગનીહે

કારણ કે તે દિવસે દરેક વ્યક્તિ પોતાની ચિંતામાં મશગૂલ હશે, જે (ચિંતા) તેમની માટે કાફી છે

[02:24.00]

وَ اَسْاَلُكَ الْاَمَانَ يَوْمَ يَوَدُّ الْمُجْرِمُ لَوْ يَفْتَدِيْ مِنْ عَذَابِ يَوْمَئِذٍ بِبَنِيْهِ

વ અસઅલોકલ અમાન યવમ યવદદુલ મુજરીમ લવ યફતદી મીન અઝાબે યવમેએઝીન બેબનીહ

અને (અય અલ્લાહ) હું એ દિવસના ડર (ભય)થી તારી પાસે સુરક્ષા ચાહું છું કે જે દિવસે અઝાબથી બચવા માટે ગુનેહગાર (મુજરિમ) એમ ચાહશે કે પોતાની બદલે પોતાના દિકરાને ફિદા કરે (ઢાલ બનાવે)

[02:38.00]

وَ صَاحِبَتِهِ وَ اَخِيْهِ وَ فَصِيْلَتِهِ الَّتِيْ تُؤْوِيْهِ وَ مَنْ فِي الْاَرْضِ جَمِيْعًا

વ સાહેબતેહી વ અખીહે વ ફસીલતેહીલ્‍લતી તુઅવીહે વમન ફીલ અરઝે જમીઅન

અને પોતાની પત્નિને અને પોતાના ભાઈને અને પોતાના નજીકના સગા વ્હાલાઓને (પણ પોતાની બદલે ફિદા કરે) કે જેઓએ તેને આશરો આપ્યો હતો અને (એમ ચાહશે કે) જમીનના દરેક રહેવાવાળાને (પોતાની બદલે ફિદા કરી)

[02:55.00]

ثُمَّ يُنْجِيْهِ كَلَّا اِنَّهَا لَظٰى نَزَّاعَةً لِلشَّوٰى

સુમ્‍મ યુનજીહ કલ્‍લા ઈન્‍નહા લઝા નઝઝાઅતન લીશ્‍શવા

પછી પોતે બચી જાય; પણ હરગીઝ, તેવું શક્ય નથી. બેશક તે જહન્નમની આગ છે જે માથાની ચામડીને ઉતારી લેનાર છે

[03:07.00]

مَوْلَايَ يَا مَوْلَايَ اَنْتَ الْمَوْلٰى وَ اَنَا الْعَبْدُ وَ هَلْ يَرْحَمُ الْعَبْدَ اِلَّا الْمَوْلٰى

મવલાય યા મવલાય અનતલ મવલા વ અનલ અબદો વહલ યરહમુલ અબદ ઈલ્‍લલ મવલા

મારા મૌલા, અય મારા મૌલા, તું મારો મૌલા છે અને હું તારો બંદો છું, તો શું બંદા ઉપર મૌલા સિવાય બીજુ કોઈ રહેમ કરી શકે ?

[03:22.00]

مَوْلَايَ يَا مَوْلَايَ اَنْتَ الْمَالِكُ وَ اَنَا الْمَمْلُوْكُ وَ هَلْ يَرْحَمُ الْمَمْلُوْكَ اِلَّا الْمَالِكُ

મવલાય યા મવલાય અનતલ માલેકો વ અનલ મમલુકો વહલ યરહમુલ મમ્‍લુક ઈલ્‍લલ માલેકો

મારા મૌલા, અય મારા મૌલા, તું માલિક છે અને હું તારો ગુલામ છું, તો શું ગુલામ ઉપર માલિક સિવાય બીજુ કોઈ રહેમ કરી શકે ?

[03:36.00]

مَوْلَايَ يَا مَوْلَايَ اَنْتَ الْعَزِيْزُ وَ اَنَا الذَّلِيْلُ وَ هَلْ يَرْحَمُ الذَّلِيْلَ اِلَّا الْعَزِيْزُ

મવલાય યા મવલાય અનતલ અઝીઝો વ અનઝ ઝલીલો વહલ યરહમુઝ ઝલીલ ઈલ્‍લલ અઝીઝ

મારા મૌલા, અય મારા મૌલા, તું ઇઝ્ઝતનો માલિક છે અને હું ઝલીલ બંદો છું, અને ઝલીલ બંદા ઉપર ઇઝ્ઝતના માલિક સિવાય કોણ રહેમ કરી શકે ?

[03:50.00]

مَوْلَايَ يَا مَوْلَايَ اَنْتَ الْخَالِقُ وَ اَنَا الْمَخْلُوْقُ وَ هَلْ يَرْحَمُ الْمَخْلُوْقَ اِلَّا الْخَالِقُ

મવલાય યા મવલાય અનતલ ખાલેકો વ અનલ મખલુકો વહલ યરહમુલ મખલુક ઈલ્‍લલ ખાલેકો

મારા મૌલા, અય મારા મૌલા, તું પૈદા કરનાર છે અને હું પૈદા થયેલો છું, તો શું પૈદા થયેલા ઉપર પૈદા કરનાર સિવાય બીજુ કોઈ રહેમ કરી શકે ?

[04:04.00]

مَوْلَايَ يَا مَوْلَايَ اَنْتَ الْعَظِيْمُ وَ اَنَا الْحَقِيْرُ وَ هَلْ يَرْحَمُ الْحَقِيْرَ اِلَّا الْعَظِيْمُ

મવલાય યા મવલાય અનતલ અઝીમો વ અનલ હકીર વહલ યરહમુલ હકીર ઈલ્‍લલ અઝીમ

મારા મૌલા, અય મારા મૌલા, તું મહાન છે અને હું તુચ્છ, તો શું તુચ્છ ઉપર મહાન સિવાય બીજુ કોઈ રહેમ કરી શકે ?

[04:18.00]

مَوْلَايَ يَا مَوْلَايَ اَنْتَ الْقَوِيُّ وَ اَنَا الضَّعِيْفُ وَ هَلْ يَرْحَمُ الضَّعِيْفَ اِلَّا الْقَوِيُّ

મવલાય યા મવલાય અનતલ કવીય્‍યો વ અનઝ ઝઈફ વહલ યરહમુઝ ઝઈફ ઈલ્‍લલ કવીય્‍યો

મારા મૌલા, અય મારા મૌલા, તું શક્તિશાળી છે અને હું નબળો છું, તો શું નબળા ઉપર શક્તિશાળી સિવાય બીજુ કોઈ રહેમ કરી શકે ?

[04:32.00]

مَوْلَايَ يَا مَوْلَايَ اَنْتَ الْغَنِيُّ وَ اَنَا الْفَقِيْرُ وَ هَلْ يَرْحَمُ الْفَقِيْرَ اِلَّا الْغَنِيُّ،

મવલાય યા મવલાય અનતલ ગનીય્‍યો વ અનલ ફકીર વહલ યરહમુલ ફકીર ઈલ્‍લલ ગનીય્‍યો

મારા મૌલા, અય મારા મૌલા, તું સખી છે અને હું ફકીર છું, તો શું ફકીર ઉપર સખી સિવાય બીજુ કોઈ રહેમ કરી શકે ?

[04:45.00]

مَوْلَايَ يَا مَوْلَايَ اَنْتَ الْمُعْطِيْ وَ اَنَا السَّاۤئِلُ وَ هَلْ يَرْحَمُ السَّاۤئِلَ اِلَّا الْمُعْطِيْ

મવલાય યા મવલાય અનતલ મોઅતી વ અનસસાએલો વહલ યરહમુસસાએલ ઈલ્‍લલ મોઅતી

મારા મૌલા, અય મારા મૌલા, તું અતા કરવાવાળો છે અને હું માંગવાવાળો છું, તો શું માંગવાવાળો ઉપર અતા કરવાવાળા સિવાય બીજુ કોઈ રહેમ કરી શકે ?

[05:00.00]

مَوْلَايَ يَا مَوْلَايَ اَنْتَ الْحَيُّ وَ اَنَا الْمَيِّتُ وَ هَلْ يَرْحَمُ الْمَيِّتَ اِلَّا الْحَيُّ

મવલાય યા મવલાય અનતલ હય્‍યો વ અનલ મય્‍યેતો વહલ યરહમુલ મય્‍યેત ઈલ્‍લલ હય્‍યો

મારા મૌલા, અય મારા મૌલા, તું હંમેશા જીવિત છે અને હું મરવાવાળો છું, તો શુ મરવાવાળા ઉપર હંમેશા જીવિત સિવાય બીજુ કોઈ રહેમ કરી શકે ?

[05:15.00]

اَنْتَ الْبَاقِيْ وَ اَنَا الْفَانِيْ وَ هَلْ يَرْحَمُ الْفَانِيَ اِلَّا الْبَاقِيْ مَوْلَايَ يَا مَوْلَايَ

મવલાય યા મવલાય અનતલ બાકી વ અનલ ફાની વહલ યરહમુલ ફાનેય ઈલ્‍લલ બાકી

મારા મૌલા, અય મારા મૌલા, તું હંમેશા રહેવાવાળો છે અને હું નાબૂદ થનાર છું. તો શુ નાબૂદ થનાર ઉપર હંમેશા રહેવાવાળા સિવાય બીજુ કોઈ રહેમ કરી શકે ?

[05:32.00]

مَوْلَايَ يَا مَوْلَايَ اَنْتَ الدَّاۤئِمُ وَ اَنَا الزَّاۤئِلُ وَ هَلْ يَرْحَمُ الزَّاۤئِلَ اِلَّا الدَّاۤئِمُ

મવલાય યા મવલાય અનતદ દાએમો વ અનઝઝાએલો વહલ યરહમુઝ ઝાએલ ઈલ્‍લદ દાએમ

મારા મૌલા, અય મારા મૌલા, તું સદા રહેવાવાળો છે અને હું ખત્મ થનાર છું, તો શું ખત્મ થનાર ઉપર સદા રહેવાવાળા સિવાય બીજુ કોઈ રહેમ કરી શકે ?

[05:47.00]

مَوْلَايَ يَا مَوْلَايَ اَنْتَ الرَّازِقُ وَ اَنَا الْمَرْزُوْقُ وَ هَلْ يَرْحَمُ الْمَرْزُوْقَ اِلَّا الرَّازِقُ

મવલાય યા મવલાય અનતલ રાઝેકો વ અનલ મરઝુકો વહલ યરહમુલ મરઝુક ઈલ્‍લર રાઝેક

મારા મૌલા, અય મારા મૌલા, તું રોઝી આપનાર છે અને હું રોઝી લેનાર છું, તો શું રોઝી લેનાર ઉપર રોઝી આપનાર સિવાય બીજુ કોઈ રહેમ કરી શકે ?

[06:03.00]

مَوْلَايَ يَا مَوْلَايَ اَنْتَ الْجَوَادُ وَ اَنَا الْبَخِيْلُ وَ هَلْ يَرْحَمُ الْبَخِيْلَ اِلَّا الْجَوَادُ

મવલાય યા મવલાય અનતલ જવાદો વ અનલ બખીલો વહલ યરહમુલ બખીલ ઈલ્‍લલ જવાદ

મારા મૌલા અય મારા મૌલા, તું ઉદાર (સખી) છે અને હું કંજુસ છું, તો શું કંજૂસ ઉપર ઉદાર સિવાય બીજુ કોઈ રહેમ કરી શકે ?

[06:16.00]

مَوْلَايَ يَا مَوْلَايَ اَنْتَ الْمُعَافِيْ وَ اَنَا الْمُبْتَلٰى وَ هَلْ يَرْحَمُ الْمُبْتَلٰى اِلَّا الْمُعَافِيْ

મવલાય યા મવલાય અનતલ મોઆફી વ અનલ મુબતલા વહલ યરહમુલ મુબતલા ઈલ્‍લલ મોઆફી

મારા મૌલા, અય મારા મૌલા, તું સલામતી આપવાવાળો છે અને હું બલામાં ફસાએલો છું, તો શું જે બલામાં ફસાએલો હોય તેની ઉપર સલામતી આપવાવાળા સિવાય બીજુ કોઈ રહેમ કરી શકે ?

[06:33.00]

مَوْلَايَ يَا مَوْلَايَ اَنْتَ الْكَبِيْرُ وَ اَنَا الصَّغِيْرُ وَ هَلْ يَرْحَمُ الصَّغِيْرَ اِلَّا الْكَبِيْرُ

મવલાય યા મવલાય અનતલ કબીરો વ અનસ્‍સગીરો વહલ યરહમુસ્‍સગીર ઈલ્‍લલ કબીર

મારા મૌલા, અય મારા મૌલા, તું ખુબજ મહાન છે અને હું અત્યંત નાનો બંદો છું, તો શું અત્યંત નાના બંદા ઉપર ખુબજ મહાન સિવાય બીજુ કોઈ રહેમ કરી શકે ?

[06:49.00]

مَوْلَايَ يَا مَوْلَايَ اَنْتَ الْهَادِيْ وَ اَنَا الضَّآلُّ وَ هَلْ يَرْحَمُ الضَّآلَّ اِلَّا الْهَادِيْ

મવલાય યા મવલાય અનતલ હાદી વ અનઝ ઝાલ્‍લો વહલ યરહમુલ ઝાલ્‍લ ઈલ્‍લલ હાદી

મારા મૌલા, અય મારા મૌલા, તું હિદાયત કરનાર છે અને હું હિદાયતથી દૂર (ગુમરાહ) થનાર છું, તો શું જે હિદાયતથી દૂર થનાર હોય તેની ઉપર હિદાયત કરનાર સિવાય બીજું કોઈ રહેમ કરી શકે ?

[07:07.00]

مَوْلَايَ يَا مَوْلَايَ اَنْتَ الرَّحْمَنُ وَ اَنَا الْمَرْحُوْمُ وَ هَلْ يَرْحَمُ الْمَرْحُوْمَ اِلَّا الرَّحْمٰنُ

મવલાય યા મવલાય અનતર રહમાનો વ અનલ મરહુમો વહલ યરહમુલ મરહુમ ઈલ્‍લર રહમાન

મારા મૌલા અય મારા મૌલા, તું ખુબજ રહેમ કરવાવાળો છે અને હું રહમતનો તલબગાર છું, તો શું રહમતના તલબગાર ઉપર ખુબજ રહેમ કરવાવાળા સિવાય બીજુ કોઈ રહેમ કરી શકે ?

[07:25.00]

مَوْلَايَ يَا مَوْلَايَ اَنْتَ السُّلْطَانُ، وَ اَنَا الْمُمْتَحَنُ وَ هَلْ يَرْحَمُ الْمُمْتَحَنَ اِلَّا السُّلْطَانُ

મવલાય યા મવલાય અનતસ સુલતાનો વ અનલ મુમતહનો વહલ યરહમુલ મુમતહન ઈલ્‍લસ સુલતાન

મારા મૌલા, અય મારા મૌલા, તું બાદશાહ છે અને હું ઇમ્તેહાન (પરીક્ષા)માં ઘેરાએલો છું, તો શું ઇમ્તેહાનમાં ઘેરાએલા ઉપર બાદશાહ સિવાય બીજુ કોઈ રહેમ કરી શકે ?

[07:40.00]

مَوْلَايَ يَا مَوْلَايَ اَنْتَ الدَّلِيْلُ وَ اَنَا الْمُتَحَيِّرُ وَ هَلْ يَرْحَمُ الْمُتَحَيِّرَ اِلَّا الدَّلِيْلُ

મવલાય યા મવલાય અનતદ દલીલો વ અનલ મુતહય્‍યેરો વહલ યરહમુલ મુતહય્‍યેરો ઈલ્‍લદ દલીલ

મારા મૌલા, અય મારા મૌલા, તું માર્ગદર્શક છે અને હું બેચેન છું, તો શું બેચેન ઉપર માર્ગદર્શક સિવાય બીજુ કોઈ રહેમ કરી શકે ?

[07:54.00]

مَوْلَايَ يَا مَوْلَايَ اَنْتَ الْغَفُوْرُ وَ اَنَا الْمُذْنِبُ وَ هَلْ يَرْحَمُ الْمُذْنِبَ اِلَّا الْغَفُوْرُ

મવલાય યા મવલાય અનતલ ગફુરો વ અનલ મુઝનેબો વહલ યરહમુલ મુઝનેબો ઈલ્‍લલ ગફુરો

મારા મૌલા, અય મારા મૌલા, તું ખુબજ માફ કરવાવાળો છે અને હું ગુનેહગાર છું, તો શું ગુનેહગાર ઉપર ખુબજ માફ કરવાવાળા સિવાય બીજુ કોઈ રહેમ કરી શકે ?

[08:11.00]

مَوْلَايَ يَا مَوْلَايَ اَنْتَ الْغَالِبُ وَ اَنَا الْمَغْلُوْبُ وَ هَلْ يَرْحَمُ الْمَغْلُوْبَ اِلَّا الْغَالِبُ

મવલાય યા મવલાય અનતલ ગાલેબો વ અનલ મગ્‍લુબો વહલ યરહમુલ મગ્‍લુબ ઈલ્‍લલ ગાલેબ

મારા મૌલા, અય મારા મૌલા, તું ગાલિબ (કુદરત ધરાવનાર) છે અને હું પરાજિત થનાર છું, તો શું પરાજિત થનાર ઉપર ગાલિબ સિવાય બીજુ કોઈ રહેમ કરી શકે ?

[08:26.00]

مَوْلَايَ يَا مَوْلَايَ اَنْتَ الرَّبُّ وَ اَنَا الْمَرْبُوْبُ وَ هَلْ يَرْحَمُ الْمَرْبُوْبَ اِلَّا الرَّبُّ

મવલાય યા મવલાય અનતર રબ્‍બો વ અનલ મરબુબો વહલ યરહમુલ મરબુબ ઈલ્‍લર રબ્‍બ

મારા મૌલા, અય મારા મૌલા, તું પાલનહાર છે અને હું પાળવામાં આવ્યો છું, તો શું પાળવામાં આવેલા ઉપર પાલનહાર સિવાય બીજુ કોઈ રહેમ કરી શકે ?

[08:42.00]

مَوْلَايَ يَا مَوْلَايَ اَنْتَ الْمُتَكَبِّرُ وَ اَنَا الْخَاشِعُ وَ هَلْ يَرْحَمُ الْخَاشِعَ اِلَّا الْمُتَكَبِّرُ

મવલાય યા મવલાય અનતલ મોતકબ્‍બેરો વ અનલ ખોશઓ વહલ યરહમુલ ખાશેઅ ઈલ્‍લલ મુતકબ્‍બીર

મારા મૌલા, અય મારા મૌલા, તું મહાનતાનો માલિક છે હું વિનમ્ર છું, તો શું વિનમ્ર ઉપર મહાનતાના માલિક સિવાય બીજુ કોઈ રહેમ કરી શકે ?

[08:57.00]

مَوْلَايَ يَا مَوْلَايَ اِرْحَمْنِيْ بِرَحْمَتِكَ وَ ارْضَ عَنِّيْ بِجُوْدِكَ وَ كَرَمِكَ وَ فَضْلِكَ

મવલાય યા મવલાય અરહમની બેરહમતેક વરઝ અન્‍ની બેજુદેક વકરમેક વ ફઝલેક

મારા મૌલા, અય મારા મૌલા, તને તારી રહમતનો વાસ્તો છે કે મારા પર રહેમ કર અને તારી ઉદારતા, તારી રહમત અને તારા ફઝલના વાસ્તાથી મારાથી રાઝી થઇ જા

[09:14.00]

يَا ذَا الْجُوْدِ وَ الْاِحْسَانِ وَ الطَّوْلِ وَ الْاِمْتِنَانِ بِرَحْمَتِكَ يَاۤ اَرْحَمَ الرَّاحِمِيْنَ ۔

યા ઝલજુદે વલએહસાન વત્‍તવલે વલઈમતેનાને બેરહમતેક યા અરહમર રાહેમીન

અય ઉદારતા, એહસાન, અતા અને મહેરબાનીના માલિક, તને તારી રહમતનો વાસ્તો છે, અય રહેમ કરવા વાળાઓમાં સૌથી વધારે રહેમ કરનાર.

[09:27.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,