મૃત્યુ પછીની રસ્મો

                                  

મૃત્યુ પછીની રસ્મો 

વ્યક્તિના મર્યા પછી નીચેની ક્રિયાઓ કરવી મુસ્તહબ છે: 

  1. શરીર સંભાળ: 
  1. મય્યતની આંખો અને મોઢુ બંધ કરવા. 
  1. શક્ય હોય તો, તેના હાથ-પગ સીધા કરવા. 
  1. મય્યત ના  શરીરને કપડાના ચાદરથી ઢાંકી દેવું. 
  1. પોસ્ટ-મોર્ટમ / શરીરની તપાસ: 
  1. મય્યતનું પોસ્ટ-મોર્ટમ (શરીરની ચીરફાડ) ન કરવી, જો તો કે તે પોલીસ અથવા વૈદકીય તપાસનો ભાગ ન હોય. જો તે ફરજિયાત હોય અને કોઈ વિકલ્પ ન હોય, તો પછી મંજૂર છે. 
  1. કાનૂની અને વ્યવહારિક તૈયારી: 
  1. વાલી (જવાબદાર વ્યક્તિ)એ મૃત્યુ પ્રમાણપત્ર પર સંબંધિત ડૉક્ટરની સહી કરાવવી જોઈએ, જેથી ગુસલની વ્યવસ્થા થઈ શકે. 
  1. ગુસલ શક્ય તેટલી જલદી કરવો અને દફનમાં વિલંબ ન કરવો એ ભલું માનવામાં આવે છે. 
  1. વાજિબ: 
  1. ગુસલ-એ-મય્યત (શરીર ધોવું), કફન (શરીર ઢાંકવું) અને દફન  કરવું તે દરેક મુસ્લિમ મય્યત પર સમુદાયની વાજિબ-એ-કિફાઈ છે. જો એક અથવા વધુ લોકો આ કાર્ય કરે, તો બાકીના લોકોની ફરજ પૂરી ગણાય. 
  1. ખર્ચ અને દાન: 
  1. ઇસ્લામી કાયદા મુજબ, મય્યત પાછળ થાતો બધો ખર્ચ મય્યતની સંપત્તિમાંથી વહેંચવો વાજીબ છે. 
  1. મય્યતના સવાબ અને મગફેરત  માટે, દફન પહેલાં તેના પરિવાર દ્વારા સદકા આપવા  ખૂબ જ સારું માનવામાં આવે છે.