[00:07.00]
સહેનના ફાટક ઉપર પહોંચે તો પઢે
[00:11.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[00:17.00]
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[00:26.00]
اَللّٰهُمَّ اِنَّ هٰذَا الْحَرَمَ حَرَمُكَ وَ الْمَقَامَ مَقَامُكَ
અલ્લાહુમ્મ ઈન્ન હાઝલ હરમ હરમોક વલ મકામ મકામોક
યા અલ્લાહ ! ખરેખર આ હરમ તારૂં હરમ છે અને આ સ્થળ તારૂં સ્થળ છે
[00:34.00]
وَ اَنَا اَدْخُلُ اِلَيْهِ اُنَاجِيْكَ بِمَا اَنْتَ اَعْلَمُ بِهِ مِنِّيْ
વ અના અદખોલો ઈલયહે ઓનાજીક બેમા અનત અઅલમો બેહી મિન્ની
અને હું તેમાં મુનાજાત કરતો દાખલ થઇ રહ્યો છું એ ભાન સાથે કે તું મારા દિલની છુપી વાતોને મારાથી વધારે જાણે છે.
[00:44.00]
وَ مِنْ سِرِّيْ وَ نَجْوَايَ اَلْحَمْدُ لِلّٰهِ الْحَنَّانِ الْمَنَّانِ الْمُتَطَوِّلِ
વ મિન સિરરી વ નવાય અલ હમ્દો લિલ્લાહિલ હન્નાનિલ મન્નાનિલ મતતવ્વેલિલ
તમામ વખાણ તે ખુદાને લાયક છે જે મહેરબાની કરવાવાળો, ઉપકાર કરવાવાળો અને માફ કરવાવાળો છે.
[00:53.00]
الَّذِيْ مِنْ تَطَوُّلِهِ سَهَّلَ لِيْ زِيَارَةَ مَوْلَايَ بِاِحْسَانِهِ
લઝી મિન તતવ્વોલેહી સહહલ લી ઝિયારત મવલાય બે એહસાનેહી
તેણે પોતાની મહેરબાનીથી મારા મૌલાની ઝિયારત મારા માટે આસાન કરી દીધી
[01:00.00]
وَ لَمْ يَجْعَلْنِيْ عَنْ زِيَارَتِهِ مَمْنُوْعًا وَ لَا عَنْ وِلَايَتِهِ مَدْفُوْعًا بَلْ تَطَوَّلَ وَ مَنَحَ
વ લમ યજઅલની અન ઝિયારતેહી મમનૂઅન વ લા અન વિલાયતેહી મદફુઅન બલ તતવ્વલ વ મનહ
તેણે મને તે જનાબની ઝિયારતથી વંચિત અને તેમની મહોબ્બતથી દૂર ન રાખ્યો બલકે મારા પર મહેરબાની કરી અને મને ઝિયારત નસીબ કરી.
[01:11.00]
اَللّٰهُمَّ كَمَا مَنَنْتَ عَلَيَّ بِمَعْرِفَتِهِ فَاجْعَلْنِيْ مِنْ شِيْعَتِهِ
અલ્લાહુમ્મ કમા મનનત અલય્ય બે મઅરેફતેહી ફજઅલની મિન શીઅતેહી
અય ખુદાવંદા ! જેમ તેં મને તેમની માઅરેફતથી નવાજયો છે તેવી રીતે મારો શુમાર તેઓના માનવાવાળાઓમાં કર
[01:21.00]
وَ اَدْخِلْنِي الْجَنَّةَ بِشَفَاعَتِهِ يَاۤ اَرْحَمَ الرَّاحِمِيْنَ۔
વ અદખિલનિલ જન્નત બે શિફાઅતેહી યા અરહમર રાહેમીન.
અને તેમના વસીલાથી મને જન્નતમાં દાખલ કર, અય સૌથી વધારે રહેમ કરવાવાળા.