(૬૨) જ્યારે કોઈ મુસીબત આવી પડે ત્યારે આ દુઆ ખાસ માંગો

 

 

 

(૬૨) જ્યારે કોઈ મુસીબત આવી પડે ત્યારે આ દુઆ ખાસ માંગો

رَبَّنَآ أَفْرِغْ عَلَيْنَا صَبْرًا وَتَوَفَّنَا مُسْلِمِينَ

રબ્બના અફરીગ અલયના સબ્રન વતવફફના મુસ્લેમીન

અય અમારા પરવરદિગાર! તું અમને સબ્ર અતા કર, અને અમારી મૌત મુસલમાન હોવાની હાલતમાં લાવજે

(સુરા નં ૭ આઅરાફ આયત નં. ૧૨૬)

 

 

 

જો ગરીબાઈ અને નાદારી આવી પડે, કોઈ તકલીફમાં ફસાઈ જવાય, આવી પરિસ્થિતિમાં હિદાયતથી ભટકી ન જવાય, માયુસ ન થઈ જવાય, તેનાથી બચવા માટે અલ્લાહતઆલા પાસે ઉપરોક્ત દુઆ માગવામાં આવે.
ફિરઓનના જાદુગરોએ ફિરઓનથી બચવા આ દુઆ માગી હતી.
ફિરઓનના હુકમ ઉપર જાદુગરોનું એક ટોળું આવ્યું. એટલા માટે કે તેઓ મુસાને પછાડી નાખે- હરાવે. કારણ કે ફિરઓન પોતાની જહાલતના કારણે એમ સમજતો હતો કે મુસા ઘણો મોટો જાદુગર છે. જયારે ફિરઓનના હુકમથી જાદુગરોએ એક સાથે પોતપોતાના હાથમાંની રસ્સીઓ મેદાનમાં છોડી દીધી. આ બધી રસ્સીઓએ સાપોની શકલ ઈખિતયાર કરી લીધી.
અલ્લાહે મુસા (અલ.)ને હુકમ આપ્યો કે તમારા હાથમાંની લાકડી (અસો) વચ્ચે ફેંકી દો. તેમ કરતાં હઝરત મુસા (અલ.)નો અસા એક મોટો અજગર બની બધા જ સાપોને ગળી ગયો.
ફિરઓને ગુસ્સે થઈને બધા જ જાદુગરોને કતલ કરી નાખવાની ધમકી આપી. આ તરફ જાદુગરો બાકમાલ લોકો હતા, સમજી ગયા કે મુસા ખરેખર પેગંબર છે. જાદુગર નથી અને આ અલ્લાહ તરફથી મોઅજેઝો છે. તેથી બધા જ જાદુગરોએ ફિરઓનની ધમકીને મજાકમાં ઊડાવી દીધી. તે બધા જ સિજદામાં પડી ગયા. સિજદામાં ખુદા પાસે ફિરઓનના ઝુલમથી બચવા ઉપરોક્ત દુઆ માગી. આપણે પણ આવા પ્રકારના સંજોગોમાં આ દુઆ માગવી જોઈએ.