(૫૧)રોઝીમાં બરકત તથા આસાની માટે દરરોજ વાજીબ નમાઝો પછી આ દુઆ માંગો.
ઘણા બધા લોકો રોઝી માટે પરેશાન હોય છે. ઘણા બધાને ખૂબ જ મશક્કત પછી રોઝી મળતી હોય છે. રોઝીમાં આસાની-રાહત માટે પાકીઝા ઝિંદગી જીવવી જરૂરી છે. નમાઝ-રોઝાની પાબંદી પણ જરૂરી છે.
જનાબે રસૂલે ખુદા (સલ.) એ ફરમાવ્યું.
જે વ્યક્તિને રોઝીની તંગી હોય, તે ઇચ્છતો હોય કે રોઝી આસાની થી મળે, તો તે આ દુઆને વાજીબ નમાઝો પછી કમ સે કમ ત્રણ વખત પઢે. આગળ પાછળ સલવાત પણ પડે. ધીરજ સાથે આ અમલ કરતો હોય તો ખુદા તેને એવી જગ્યાએથી રોઝી આપે, જ્યાંથી એને ગુમાન પણ નહીં હોય. તે દુઆ આ છે.
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મ્દીવ વ આલે મોહમ્મદ
અય મા’બૂદ ! રહેમત નાઝિલ ફરમા સરકાર મોહમ્મદ સ.અ.વ. ઔર આલે મોહમ્મદ અ.મુ.સ. પર
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
અલ્લાહ(સુ.ત.) કે નામ સે શરુ જો રહમાન ઔર રહીમ હૈ
يَا اَللهُ يَا اللهُ يَا اللهُ يَا رَبِّ يَا رَبِّ يَا رَبِّ يَا حَيُّ يَا قَيُّومُ يَا ذَالْجَلال وَالْإِكْرَامِ اَسْتَلْكَ بِاسْمِكَ الْعَظِيمِ الْأَعْظَمِ اَنْ تَرُزُقْنِى رِزْقًا وَّاسِعًا حَلالاً طَيِّبًا بِرَحْمَتِكَ يَا اَرْحَمَ الرَّاحِمِينَ
યા અલ્લાહો, યા અલ્લાહો, યા અલ્લાહો, યા રબ્બે, યા રબ્બે, યા રબ્બે, યા હય્યો યા કય્યુમો, યા ઝલજલાલે વલ ઇકરામે, અસઅલોક બેઇસ્મેકલ અઝીમિલ આઅઝમે અનતર ઝુકની રિઝર્કવ, વાસેઅન, હલાલન, તૈયેબન બેરહમતેક યા અરહમર રાહેમીન
અય અલ્લાહ! અય અલ્લાહ! અય અલ્લાહ! અય પાલને વાલે ! અય પાલને વાલે ! અય પાલને વાલે! અય ઝિન્દહ ઓર હંમેશા કાયમ રહને વાલે! અય જલાલ વ બુઝુર્ગી વાલે! મેં તેરે બડે ઓર બુઝુર્ગ નામકા વાસ્તા ઠેકર સવાલ કરતા હું કે અય સબસે ઝિયાદહ રહમ કરને વાલે! તુ અપની રહમતસે મુઝે હલાલ વ પાકીઝહ રિઝક વ બરકત અતા ફરમા.
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મ્દીવ વ આલે મોહમ્મદ
અય મા’બૂદ ! રહેમત નાઝિલ ફરમા સરકાર મોહમ્મદ સ.અ.વ. ઔર આલે મોહમ્મદ અ.મુ.સ. પર
નોધ : દરેક વાજીબ નમાઝ પછી દરરોજ ત્રણ વખત આ દુઆ અરબીમાં પઢો, ધ્યાન લગાવીને આગળ પાછળ દુરૂદ શરીફ અચૂક પઢો.
કેટલાક બંદા અલ્લાહના એવા છે કે જેમની પાસે પૈસા તદ્દન ખૂટી જાય, પાંચસો, સાતસો રૂપિયા જેવી નાની રકમ પડી હોય ત્યારે અલ્લાહથી દુઆ કરે છે કે, અલ્લાહ બીમારીથી બચાવજે, અને આ દુઆ માંગતા હોય છે. અલ્લાહ તેમની જરૂરતને પૂરી કરે છે.