(૧) દરેક કામની શરૂઆત આ દુઆથી કરો

 

 

 

(૧)દરેક કામની શરૂઆત આ દુઆથી કરો. જેથી કામ્યાબી નસીબ થાય.
(સુરા નં ૨૦ તા-હા આયત નં ૨૫ અને ૨૬)

رَبِّ ٱشْرَحْ لِى صَدْرِى

રબ્બીશરહલી સદરી

અય મારા પરવરદિગાર! મારી છાતી મારા માટે વિશાળ કરી દે: (મન મોટું કર)

(સુરા નં ૨૦ તા-હા આયત નં. ૨૫)

وَيَسِّرْ لِىٓ أَمْرِى

વયસ્સીરલી અમરી

અને મારા કાર્યને મારા માટે સરળ કરી દે

(સુરા નં ૨૦ તા-હા આયત નં.૨૬)

 

 

 

જ્યારે અલ્લાહતઆલાએ હઝરત મુસા (અલ.) ને હુકમ કર્યો કે તેઓ ફિરઓનની પાસે જઈને તેને તેના દરબારીઓ અને લશ્કરની સામે અલ્લાહની કુદરતનું પ્રદર્શન કરે. તે બે મોઅજેઝા દ્વારા જે અલ્લાહે તેમને આપ્યા હતા. અલ્લાહની ઓળખ આપે. ત્યારે અલ્લાહના આ જલીલુકદ્ર નબીએ ઉપરોક્ત દુઆ માગી. આ વાત સ્પષ્ટ છે કે હઝરત મુસા (અલ.) જેવા મહાન પેગંબર પણ અલ્લાહતઆલા પાસે કામ્યાબીની દુઆ માંગે છે. જો કે તેઓ અલ્લાહના હુકમથી જ આ કામે જઈ રહ્યા હતા. છતાંય કામ્યાબી માટે દુઆ માગે છે. આપણે પણ કોઈપણ કામની શરૂઆત આ દુઆથી કરવી જોઈએ. જેથી કામ્યાબી નસીબ થાય.