સિપારો ૭

[00:00.01]

 

 

 

સિપારો ૭
النساالمائدة / અલ માએદાહ
સુરા ૫ | આયત-૮૩ થી ૧૨૦
الأنعام / અલ અનઆમ
સુરા-૬ | આયત-૧ થી ૧૧૦
113- ૧/૪ સિપારો પુરું 35- ૧/૨ સિપારો પુરું 73-૩/૪ સિપારો પુરું

[00:00.02]

وَاِذَا سَمِعُوْا مَاۤ اُنْزِلَ اِلَى الرَّسُوْلِ تَرٰٓى اَعْيُنَهُمْ تَفِيْضُ مِنَ الدَّمْعِ مِمَّا عَرَفُوْا مِنَ الْحَقِّ‌ۚ يَقُوْلُوْنَ رَبَّنَاۤ اٰمَنَّا فَاكْتُبْنَا مَعَ الشّٰهِدِيْنَ‏﴿83﴾‏

૮૩.ÔtyuÍt7 ËBtuW2 Btt9 WLÍuÕt yuÕth3 hËqÕtu ítht9 yy14GttuLtnwBt3 ítVeÍt2u BtuLtÆByu2 rBtBBtt y1hVq BtuLtÕt3 n1f14fu2, Gtfq1ÕtqLt hççtLtt9 ytBtLLtt Vf3ítwçLtt Bty1~~ttnuŒeLt

૮૩.અને જ્યારે તેઓ રસૂલની ઉપર જે નાઝિલ કરવામાં આવ્યું છે તે સાંભળશે ત્યારે હક ઓળખવાના કારણે તું તેમની આંખોમાંથી (ખુશીના) આંસુ વહી જતાં જોઇશ, તેઓ કહેશે કે અય અમારા પરવરદિગાર! અમે ઇમાન લાવ્યા છીએ, માટે તું અમને (હકની) ગવાહી આપનારાઓમાં લખી લે.

જારીરાખો સુરે માએદાહ-૮૨

[00:25.00]

وَمَا لَنَا لَا نُؤْمِنُ بِاللّٰهِ وَمَا جَآءَنَا مِنَ الْحَقِّۙ وَنَطْمَعُ اَنْ يُّدْخِلَنَا رَبُّنَا مَعَ الْقَوْمِ الصّٰلِحِيْنَ‏﴿84﴾‏

૮૪.ÔtBttÕtLtt ÕttLtwy3BtuLttu rçtÕÕttnu ÔtBtt ò9yLtt BtuLtÕn1f14fu2 ÔtLtí1Btyt2u ykGGtwŒ3Ïtu2ÕtLtt hççttuLtt Bty1Õt3 f1Ôt3rBtM1Ët1Õtun2eLt

૮૪.અને શા માટે અમે અલ્લાહ પર તથા અમારા પર આવેલા હક ઉપર ઇમાન ન લાવીએ જ્યારે કે અમો ઇચ્છીએ છીએ કે અમને અમારો પરવરદિગાર સાલેહીન લોકોમાં શામીલ કરી લે?

 

[00:44.00]

فَاَثَابَهُمُ اللّٰهُ بِمَا قَالُوْا جَنّٰتٍ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِيْنَ فِيْهَا‌ ؕ وَذٰلِكَ جَزَآءُ الْمُحْسِنِيْنَ‏﴿85﴾‏

૮૫.VyËt7çt ntuBtwÕÕttntu çtuBttf1tÕtq sLLttrítLt3íts3he rBtLítn14ítunÕt3 yLnthtu Ït1tÕtuŒeLt Vent, ÔtÍ7tÕtuf sÍt9WÕt3 Bttun14ËuLteLt

૮૫.આથી અલ્લાહે તેમને તેમના આ કૌલ (અરજ)ના બદલામાં જન્નતો આપશે જેની હેઠળ નદીઓ વહેતી હશે, જેમાં તેઓ હંમેશા રહેશે; અને નેકી કરનારાઓનો આ બદલો છે.

 

[01:25.00]

وَالَّذِيْنَ كَفَرُوْا وَكَذَّبُوْا بِاٰيٰتِنَاۤ اُولٰٓئِكَ اَصْحٰبُ الْجَحِيْمِ۠ ‏﴿86﴾‏

૮૬.ÔtÕÕtÍ8eLt fVY ÔtfÍ08çtq çtuytGttítuLtt9 ytuÕttyuf yM1n1tçtwÕt3 sn2eBt

૮૬.અને જે લોકો ઇમાન નથી લાવ્યા તથા જેઓ અમારી આયતોને જૂઠલાવે છે તેઓજ જહીમ(ની આગ)ના રહેવાસીઓ છે.

 

[01:45.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا لَا تُحَرِّمُوْا طَيِّبٰتِ مَاۤ اَحَلَّ اللّٰهُ لَكُمْ وَلَا تَعْتَدُوْا‌ ؕ اِنَّ اللّٰهَ لَا يُحِبُّ الْمُعْتَدِيْنَ‏﴿87﴾‏

૮૭.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq Õttíttun1h3huBtq ít1GGtuçttítu Btt9 yn1ÕÕtÕÕttntu Õtfw3Bt ÔtÕtt íty14ítŒq, ELLtÕÕttn Õtt Gtturn1ççtwÕt3 Bttuy14ítŒeLt

૮૭.અય ઇમાન લાવનારાઓ ! અલ્લાહે તમારા માટે જે પાકીઝા વસ્તુઓ હલાલ કરી છે, તેને હરામ ન કરો અને હદ બહાર જાઓ નહિ; બેશક અલ્લાહ હદ બહાર જનારાઓને ચાહતો નથી.

 

[02:03.00]

وَكُلُوْا مِمَّا رَزَقَكُمُ اللّٰهُ حَلٰلًا طَيِّبًا‌۪ وَّ اتَّقُوا اللّٰهَ الَّذِىْۤ اَنْتُمْ بِهٖ مُؤْمِنُوْنَ‏﴿88﴾‏

૮૮.ÔtftuÕtq rBtBBtt hÍf1ftuBtwÕÕttntu n1ÕttÕtLt3 ítGGtuçtkÔt3 Ôtíítf1wÕÕttnÕÕtÍe98 yLítwBt3 çtune Bttuy3BtuLtqLt

૮૮.અને જે પાકીઝા હલાલ (વસ્તુઓ) તમને અલ્લાહે આપી છે તેમાંથી ખાઓ પીઓ, અને જેના પર તમે ઇમાન લાવ્યા છો તે અલ્લાહ(ની નાફરમાની)થી બચો.

 

[02:17.00]

لَا يُؤَاخِذُكُمُ اللّٰهُ بِاللَّغْوِ فِیْۤ اَيْمَانِكُمْ وَلٰكِنْ يُّؤَاخِذُكُمْ بِمَا عَقَّدْتُّمُ الْاَيْمَانَ‌ ۚ فَكَفَّارَتُهٗۤ اِطْعَامُ عَشَرَةِ مَسٰكِيْنَ مِنْ اَوْسَطِ مَا تُطْعِمُوْنَ اَهْلِيْكُمْ اَوْ كِسْوَتُهُمْ اَوْ تَحْرِيْرُ رَقَبَةٍ‌ ؕ فَمَنْ لَّمْ يَجِدْ فَصِيَامُ ثَلٰثَةِ اَيَّامٍ‌ ؕ ذٰلِكَ كَفَّارَةُ اَيْمَانِكُمْ اِذَا حَلَفْتُمْ‌ ؕ وَاحْفَظُوْۤا اَيْمَانَكُمْ‌ ؕ كَذٰلِكَ يُبَيِّنُ اللّٰهُ لَكُمْ اٰيٰتِهٖ لَعَلَّكُمْ تَشْكُرُوْنَ‏﴿89﴾‏

૮૯.ÕttGttuytÏt2uÍt8u ftuBtwÕÕttntu rçtÕÕtø14tÔtu Ve9 yGt3BttLtufwBt3 ÔtÕtt®fGGttuytÏtuÍtu8fwBt3 çtuBtt yf10Œ3ííttuBtwÕt3 yGt3BttLt, VfVt0híttunq9 Eí1yt1Bttu y1~thítu BtËtfeLt rBtLyÔt3Ëítu2 Bttítwí1yu2BtqLt yn3ÕtefwBt3 yÔt3rfMÔtíttunwBt3 yÔt3ítn14hehtu hf1çtrítLt3, VBtÕt0Bt3 GtSŒ3 VËu2GttBttu Ë7ÕttË7ítu yGGttrBtLt3, Ít7Õtuf fV0thíttu yGt3BttLtufwBt3 yuÍt7n1ÕtV3ítwBt3, Ôtn14V9Í7q yGt3BttLtfwBt3, fÍt7Õtuf GttuçtGGtuLtwÕÕttntu ÕtfwBt3 ytGttítune Õty1ÕÕtfwBt3 ít~ftuYLt

૮૯.અલ્લાહ તમારી ઇરાદા વગરની કસમ ખાવા બાબતે તમારાથી જવાબ માંગશે નહિ, પરંતુ તે કસમ જે તમે જાણી જોઇને ઇરાદાપૂર્વક ખાધી હોય, તે કસમ (તોડવા)નો કફ્ફારો દસ ગરીબોને મઘ્યમ પ્રકારના ખાણામાંથી કે જે તમે તમારા કુટુંબીઓને ખવડાવો છો તે ખવડાવો અથવા દસ ગરીબોને કપડા પહેરાવો અથવા એક ગુલામ આઝાદ કરો; પણ જેનાથી આ થઇ ન શકે, તે ત્રણ દિવસના રોઝા રાખે; આ કફ્ફારો તમારી (તોડેલ) સોગંદનો છે (માટે) જયારે તમે સોગંદ ખાઓ ત્યારે તમારી સોગંદોની હિફાઝત કરો. આવી રીતે અલ્લાહ પોતાની આયતો તમારા માટે વાઝેહ બયાન કરે છે કે જેથી તમે શુક્રગુઝાર બનો.

 

[03:04.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْۤا اِنَّمَا الْخَمْرُ وَالْمَيْسِرُ وَالْاَنْصَابُ وَالْاَزْلَامُ رِجْسٌ مِّنْ عَمَلِ الشَّيْطٰنِ فَاجْتَنِبُوْهُ لَعَلَّكُمْ تُفْلِحُوْنَ‏﴿90﴾‏

૯૦.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq ELLtBtÕt3 Ït1Bhtu ÔtÕBtGt3Ëuhtu ÔtÕt3 yLË1tçttu ÔtÕyÍ3ÕttBttu rhs3ËwBt3 rBtLt3 y1BtrÕt~t3 ~tGt3ít1tLtu Vs3ítLtuçtwntu Õty1ÕÕtfwBt3 ítwV3Õtun1qLt

૯૦.અય ઇમાન લાવનારાઓ ! શરાબ તથા જુગાર તથા સ્થાપિત કરેલી બૂતો તથા અઝલામ (બાણો વડે કરવામાં આવતી નસીબની વહેંચણી) શેતાનના ગંદા કાર્યોમાંથી છે; માટે તમે તેને ત્યજી દો કે કદાચને તમે કામ્યાબ થઇ જાઓ.

 

[03:32.00]

اِنَّمَا يُرِيْدُ الشَّيْطٰنُ اَنْ يُّوْقِعَ بَيْنَكُمُ الْعَدَاوَةَ وَالْبَغْضَآءَ فِى الْخَمْرِ وَالْمَيْسِرِ وَيَصُدَّكُمْ عَنْ ذِكْرِ اللّٰهِ وَعَنِ الصَّلٰوةِ‌ ۚ فَهَلْ اَنْتُمْ مُّنْتَهُوْنَ‏﴿91﴾‏

૯૧.ELLtBtt GttuheŒw~t3 ~tGt3ít1tLttu ykGGtqfu2y1 çtGt3LtftuBtwÕt3 y1ŒtÔtít ÔtÕçtø1Ít92y rVÕÏt1Bhu ÔtÕBtGt3Ëuhu ÔtGtËw1Œ0fwBt3 y1Lt3rÍ7f3rhÕÕttnu Ôt y1rLtM1Ë1Õttítu, VnÕt3 yLítwBt3 BtwLítnqLt

૯૧.શેતાન ફકત તમારી વચ્ચે શરાબ તથા જુગાર વડે દુશ્મનાવટ અને કિન્નાખોરી નાખવા ઇચ્છે છે અને તમને અલ્લાહની યાદ તથા નમાઝ અદા કરતાં અટકાવે છે; તો શું તમે અટકી જાશો ?

 

[03:56.00]

وَاَطِيْعُوا اللّٰهَ وَاَطِيْعُوا الرَّسُوْلَ وَاحْذَرُوْا‌ ۚ فَاِنْ تَوَلَّيْتُمْ فَاعْلَمُوْۤا اَنَّمَا عَلٰى رَسُوْلِنَا الْبَلٰغُ الْمُبِيْنُ‏﴿92﴾‏

૯૨.Ôt yít2eW2ÕÕttn Ôt yít2eW2h3 hËqÕt Ôtn14Í7Y, VELt3 ítÔtÕÕtGt3ítwBt3 Vy14ÕtBtq9 yLLtBtt y1Õtt hËqÕtuLtÕt3 çtÕttø1twÕt3 BttuçteLt

૯૨.અને અલ્લાહ તથા રસૂલની ઇતાઅત કરતા રહો તથા (નાફરમાનીથી) બચતા રહો; પછી જો તમે મોઢું ફેરવી લેશો તો સમજી લો કે અમારા રસૂલની ઝીમ્મેદારી તો માત્ર વાઝેહ પયગામ પહોંચાડી દેવાની છે.

 

[04:15.00]

لَيْسَ عَلَى الَّذِيْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ جُنَاحٌ فِيْمَا طَعِمُوْۤا اِذَا مَا اتَّقَوا وَّاٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ ثُمَّ اتَّقَوا وَّاٰمَنُوْا ثُمَّ اتَّقَوا وَّاَحْسَنُوْا‌ ؕ وَاللّٰهُ يُحِبُّ الْمُحْسِنِيْنَ۠ ‏﴿93﴾‏

૯૩.ÕtGt3Ë y1ÕtÕÕtÍ8eLt ytBtLtq Ôt y1BtuÕtwM1Ë1tÕtun1títu òuLttn1wLt3 VeBtt ít1yu2Bt9q yuÍt7Btíítf1Ôt3 ÔtytBtLtq Ôty1BtuÕtwM1Ë1tÕtun1títu Ë7wBBtít3 ítf1Ôt3 Ôt ytBtLtq Ëw7BBtít3 ítf1Ôt3 Ôt yn14ËLtq, ÔtÕÕttntu Gtturn1ççtwÕt3 Bttun14ËuLteLt

૯૩.જે લોકો ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા તેમણે (અગાઉ) જે કાંઇ ખાધું છે તે સંબંધી તેમના પર કાંઇ ગુનોહ નથી. જયારે તેઓ પરહેઝગાર બન્યા અને ઇમાન લઇ આવ્યા તથા નેક આમાલ કર્યા અને તે પછી (પણ) તેઓ ડર્યા અને ઇમાન લાવ્યા, ત્યારબાદ પણ તેઓ ડરતા રહ્યા અને નેકી કરતા રહ્યા; અને અલ્લાહ નેકી કરનારાઓને દોસ્ત રાખે છે.

 

[04:48.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا لَيَبْلُوَنَّكُمُ اللّٰهُ بِشَىْءٍ مِّنَ الصَّيْدِ تَنَالُهٗۤ اَيْدِيْكُمْ وَ رِمَاحُكُمْ لِيَعْلَمَ اللّٰهُ مَنْ يَّخَافُهٗ بِالْغَيْبِ‌ ۚ فَمَنِ اعْتَدٰى بَعْدَ ذٰلِكَ فَلَهٗ عَذَابٌ ا لِيْمٌ‏﴿94﴾‏

૯૪.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq ÕtGtçÕttuÔtLLt ftuBtwÕÕttntu çtu~tGt3EBt3 BtuLtM1Ë1Gt3Œu ítLttÕttun9q yGt3ŒefwBt3 ÔthuBttntu2fwBt3 ÕtuGty14ÕtBtÕÕttntu BtkGGtÏt1tVtunq rçtÕø1tGt3çtu, VBtLtuy14ítŒt çty14Œ Ít7Õtuf VÕtnq y1Ít7çtwLt3 yÕteBt

૯૪.અય ઇમાન લાવનારાઓ ! અલ્લાહ તે શિકારના સંબંધમાં કે જેના સુધી તમારા હાથ તથા નૈઝાઓ પહોંચી શકે તેમાં તમારૂં જરૂર ઇમ્તેહાન કરશે કે જેથી તે (જાહેરી નિશાની વડે) જાણી લે કે છૂપી રીતે તેનાથી કોણ ડરે છે; પણ તે પછી જે હદબાર જશે તેના માટે દર્દનાક અઝાબ હશે.

 

[05:14.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا لَا تَقْتُلُوا الصَّيْدَ وَاَنْتُمْ حُرُمٌ‌ ؕ وَمَنْ قَتَلَهٗ مِنْكُمْ مُّتَعَمِّدًا فَجَزَآءٌ مِّثْلُ مَا قَتَلَ مِنَ النَّعَمِ يَحْكُمُ بِهٖ ذَوَا عَدْلٍ مِّنْكُمْ هَدْيًاۢ بٰلِغَ الْكَعْبَةِ اَوْ كَفَّارَةٌ طَعَامُ مَسٰكِيْنَ اَوْ عَدْلُ ذٰلِكَ صِيَامًا لِّيَذُوْقَ وَبَالَ اَمْرِهٖ‌ ؕ عَفَا اللّٰهُ عَمَّا سَلَفَ‌ ؕ وَمَنْ عَادَ فَيَنْتَقِمُ اللّٰهُ مِنْهُ‌ ؕ وَاللّٰهُ عَزِيْزٌ ذُو انْتِقَامٍ‏﴿95﴾‏

૯૫.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq Õttítf14íttuÕtwË14 Ë1Gt3Œ ÔtyLítwBt3 nt2uhtuBtwLt3, ÔtBtLt3 f1ítÕtnq rBtLfwBt3 Bttuíty1BBtuŒLt3 VsÍt9WBt3 rBtM7Õttu Bttf1ítÕt BtuLtLLty1Btu Gtn14ftuBttuçtune Í7Ôtty1Œ3rÕtBt3 rBtLt3fwBt3 nŒ3GtBt3 çttÕtuø1tÕt3 fy14çtítu yÔt3fV0thítwLt3 ít1y1tBttu BtËtfeLt yÔt3 y1Œ3Õttu Ít7Õtuf Ëu2GttBtÕt3 ÕtuGtÍ7qf1 ÔtçttÕt yBhune, y1VÕÕttntu y1BBtt ËÕtV, ÔtBtLt3 y1tŒ VGtLítfu2BtwÕÕttntu rBtLntu, ÔtÕÕttntu y1ÍeÍwLt3 Íw7Lítuf1tBt

૯૫.અય ઇમાન લાવનારાઓ ! જ્યારે તમે એહરામની હાલતમાં હોવ ત્યારે શિકાર કરશો નહિ અને તમારામાંથી જેણે જાણી જોઇને શિકાર કર્યો તો તેની સજા (કફ્ફરો) એ છે કે ચોપગાં જાનવરોમાંથી તેણે જે માર્યું હોય તેવું જ એક કુરબાન કરે કે જેનો ફેસલો તમારામાંથી બે આદીલ વ્યક્તિ કરે, અને એ કુરબાની કાઅબામાં પહોંચાડવામાં આવે; અથવા કફ્ફારો (તેની કિંમતમાંથી જેટલા મિસ્કીનો ખાઇ શકે તેટલા) મિસ્કીનોને ખાવાનું ખવડાવવું અથવા (એટલા મિસ્કીનોની) સંખ્યા પ્રમાણે રોઝા રાખવા કે જેથી પોતાના કાર્યના અંજામની મજા ચાખે; (પરંતુ આ) પહેલાં જે થઇ ચૂક્યું છે તેનાથી અલ્લાહે દરગુજર કરી દીધી છે; અને જે ફરીથી તેમ કરશે, અલ્લાહ તેનાથી બદલો લેશે; અને અલ્લાહ ઇઝ્ઝતવાળો (કુદરતવાળો અને) બદલો લેનાર છે.

 

[06:15.00]

اُحِلَّ لَكُمْ صَيْدُ الْبَحْرِ وَطَعَامُهٗ مَتَاعًا لَّكُمْ وَلِلسَّيَّارَةِ‌ ۚ وَحُرِّمَ عَلَيْكُمْ صَيْدُ الْبَرِّ مَا دُمْتُمْ حُرُمًا‌ ؕ وَاتَّقُوا اللّٰهَ الَّذِىْۤ اِلَيْهِ تُحْشَرُوْنَ‏﴿96﴾‏

૯૬.yturn1ÕÕt ÕtfwBt3 Ë1Gt3ŒwÕt3 çtn14hu Ôtít1y1tBttunq Btítt y1ÕÕtfwBt ÔtrÕtMËGGtthítu, Ôtn1wh3huBt y1ÕtGt3fwBt3 ËGt3ŒwÕt3 çthuo BttŒwBt3ítwBt3 nt2uhtuBtLt3, Ôtít0f1wÕÕttnÕÕtÍ8e yuÕtGt3nu íttun14~tYLt

૯૬.દરિયાઇ શિકાર કરવો અને તે (શિકારો)નું ખાવું તમારા માટે હલાલ કરવામાં આવ્યું છે. તમારા અને તમારા મુસાફર સાથીઓ માટે આ (શિકાર ખોરાક માટે ઉપયોગી) માઘ્યમ છે; અને જ્યાં સુધી તમે અહેરામની હાલતમાં હોવ ત્યાં સુધી તમારા ઉપર ઝમીન પરનો શિકાર હરામ કરવામાં આવ્યો છે; અને અલ્લાહ(ની નાફરમાની)થી બચતા રહો કે જેની હજૂરમાં તમને ભેગાં કરવામાં આવશે.

 

[07:25.00]

جَعَلَ اللّٰهُ الْكَعْبَةَ الْبَيْتَ الْحَرَامَ قِيٰمًا لِّلنَّاسِ وَالشَّهْرَ الْحَرَامَ وَالْهَدْىَ وَالْقَلَاۤئِدَ‌ ؕ ذٰلِكَ لِتَعْلَمُوْۤا اَنَّ اللّٰهَ يَعْلَمُ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الْاَرْضِ وَاَنَّ اللّٰهَ بِكُلِّ شَىْءٍ عَلِيْمٌ‏﴿97﴾‏

૯૭.sy1ÕtÕt0tnwÕt3 fy14çtítÕt3 çtGt3ítÕt3 n1htBt f2uGttBtÕt3 rÕtLLttËu Ôt~0tnhÕt3 n1htBt ÔtÕnŒ3Gt ÔtÕf1Õtt9yuŒ, Ít7Õtuf Õtuíty14ÕtBt9q yLLtÕt0tn Gty14ÕtBttu BttrVMËBttÔttítu ÔtBttrVÕt3 yÍuo2 Ôt yLLtÕt0tn çtufwÕÕtu ~tGt3ELt3 y1ÕteBt

૯૭.અલ્લાહે હુરમત (બુઝુર્ગી) વાળા મકાન (યાને) કાઅબાને લોકોના (દીન દુનિયાની ભલાઇ) કાયમ રહેવાનું સ્થાન બનાવ્યું છે અને એવી જ રીતે હુરમતવાળા મહિના તથા કુરબાનીઓ તથા નિશાનીવાળી કુરબાનીને પણ (હુરમતવાળી બનાવી છે); આ એ માટે કે તમે જાણી લો કે બેશક આકાશો તથા ઝમીનમાં જે કાંઇ છે તે (સઘળું) અલ્લાહ જાણે છે અને એ કે અલ્લાહ દરેક વસ્તુનો જાણકાર છે.

 

[07:55.00]

اِعْلَمُوْۤا اَنَّ اللّٰهَ شَدِيْدُ الْعِقَابِ وَاَنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِيْمٌ ؕ‏﴿98﴾‏

૯૮.yuy14ÕtBtq9 yLLtÕÕt0tn ~tŒeŒwÕt3 yu2f1tçtu Ôt yLLtÕÕttn øtVqÁhon2eBt

૯૮.જાણી લો કે અલ્લાહ સખ્તમાં સખ્ત સજા આપનાર છે તેમજ અલ્લાહ ગફુરૂર રહીમ છે.

 

[08:44.00]

مَا عَلَى الرَّسُوْلِ اِلَّا الْبَلٰغُ‌ ؕ وَاللّٰهُ يَعْلَمُ مَا تُبْدُوْنَ وَمَا تَكْتُمُوْنَ‏﴿99﴾‏

૯૯.Btty1Õth3 hËqÕtu EÕt0Õt3çtÕttøttu2, ÔtÕt0tntu Gty14ÕtBttu BttítwçŒqLt Ôt Bttítf3íttuBtqLt

૯૯.રસૂલના માથે પયગામ પહોંચાડી દેવા સિવાય અન્ય કાંઇ (જવાબદારી) નથી; અને તમે જે કાંઇ જાહેર કરો છો તથા જે કાંઇ સંતાડો છો તે અલ્લાહ જાણે છે.

 

[08:58.00]

قُلْ لَّا يَسْتَوِى الْخَبِيْثُ وَالطَّيِّبُ وَلَوْ اَعْجَبَكَ كَثْرَةُ الْخَبِيْثِ‌ ۚ فَاتَّقُوا اللّٰهَ يٰۤاُولِى الْاَ لْبَابِ لَعَلَّكُمْ تُفْلِحُوْنَ۠ ‏﴿100﴾‏

૧૦૦.fw1ÕÕttGtË3ítrÔtÕt3 Ït1çteËt8u Ôtí1ít1GGtuçttu ÔtÕtÔt3 yy14sçtf fM7hítwÕt3 Ï1tçteËu2, Víítfw1ÕÕttn Gtt9 yturÕtÕt yÕçttçtu Õty1ÕÕtfwBt3 ítwV3Õtunq1Lt

૧૦૦.કહે કે પાકીઝા અને ખબીસ સરખા નથી, ભલે પછી ખબીસનો (સંખ્યામાં) વધારો તમને નવાઈ પમાડે; માટે અય અક્કલમંદો! અલ્લાહ(ની નાફરમાની)થી બચો જેથી તમે કામ્યાબ થાઓ.

 

[09:19.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا لَا تَسْئَلُوْا عَنْ اَشْيَآءَ اِنْ تُبْدَ لَكُمْ تَسُؤْكُمْ‌ۚ وَاِنْ تَسْئَلُوْا عَنْهَا حِيْنَ يُنَزَّلُ الْقُرْاٰنُ تُبْدَ لَكُمْ ؕ عَفَا اللّٰهُ عَنْهَا‌ ؕ وَاللّٰهُ غَفُوْرٌ حَلِيْمٌ‏﴿101﴾‏

૧૦૧.Gtt9 yGGttunÕt3 ÕtÍ8eLt ytBtLtq ÕttítMyÕtq y1Lt3y~Gtt9y ELítwçŒ ÕtfwBt3 ítËtuy3fwBt3, ÔtELt3 ítMyÕtq y1Lnt n2eLt GttuLtÍ3ÍÕtwÕt3 fw1h3ytLttu ítwçŒ ÕtfwBt3, y1VÕtt0ntu y1Lnt, ÔtÕÕttntuø1tVqÁLt3 n1ÕteBt

૧૦૧.અય ઇમાન લાવનારાઓ ! તે વસ્તુઓ સંબંધી સવાલ ન કરો કે જો તે તમારી સામે જાહેર કરવામાં આવે તો તમને ખરાબ લાગશે, અને જો કુરઆન નાઝિલ થવાના સમયે અગર તમે તેના વિશે સવાલ કરશો તો તે તમારા માટે જાહેર કરી દેવામાં આવશે; અલ્લાહે (અગાઊ તમારી આસાની માટે અમુક બાબતો) અણદેખી કરી છે; અને અલ્લાહ માફ કરનાર, સહનશીલ છે.

 

[09:54.00]

قَدْ سَاَ لَهَا قَوْمٌ مِّنْ قَبْلِكُمْ ثُمَّ اَصْبَحُوْا بِهَا كٰفِرِيْنَ‏﴿102﴾‏

૧૦૨.f1Œ3 ËyÕtnt f1Ôt3BtwBt3 rBtLf1çÕtufwBt3 Ëw7BBt yM1çtn1qçtunt ftVuheLt

૧૦૨.ખરેખર એવા સવાલો તમારી પહેલાના લોકોએ પણ પૂછયા હતા, પછી તેઓએ તે (બાબતો)નો ઇન્કાર કર્યો હતો.

 

[10:03.00]

مَا جَعَلَ اللّٰهُ مِنْۢ بَحِيْرَةٍ وَّلَا سَآئِبَةٍ وَّلَا وَصِيْلَةٍ وَّلَا حَامٍ‌ ۙ وَّلٰكِنَّ الَّذِيْنَ كَفَرُوْا يَفْتَرُوْنَ عَلَى اللّٰهِ الْكَذِبَ‌ ؕ وَاَكْثَرُهُمْ لَا يَعْقِلُوْنَ‏﴿103﴾‏

૧૦૩.Bttsy1ÕtÕt0tntu rBtBçtn2ehrítkÔt3 ÔtÕtt Ët9yuçt®ít Ôt0Õtt ÔtË2eÕtítªÔt0Õttn1t®Bt Ôt0ÕttrfLLtÕt0Í8eLt fVY GtV3ítYLt y1ÕtÕt0trnÕt3 fÍu8çt, Ôtyf3Ë7htunwBt3 ÕttGty14fu2ÕtqLt

૧૦૩.અલ્લાહે બહીરા (કાન ચીરેલ ઊંટણી) તથા સાઇબા (અમુક બાળક આપનાર ગર્ભવતી ઊંટણી) તથા વસીલા (જોડીયા બાળકોને જન્મ આપનાર ઘેંટી) તથા હામ (દસ વખત ઊંટણીને ગર્ભવતી કરનાર ઊંટ માટે કોઇ હુકમ) નક્કી કર્યા નથી, બલ્કે નાસ્તિકો અલ્લાહ તરફ ખોટી નિસ્બત આપે છે, અને તેઓમાંથી ઘણાખરા વિચારતા નથી.

 

[10:27.00]

وَاِذَا قِيْلَ لَهُمْ تَعَالَوْا اِلٰى مَاۤ اَنْزَلَ اللّٰهُ وَاِلَى الرَّسُوْلِ قَالُوْا حَسْبُنَا مَا وَجَدْنَا عَلَيْهِ اٰبَآءَنَا‌ ؕ اَوَلَوْ كَانَ اٰبَآؤُهُمْ لَا يَعْلَمُوْنَ شَيْئًا وَّلَا يَهْتَدُوْنَ‏﴿104﴾‏

૧૦૪.ÔtyuÍt7 f2eÕt ÕtnwBt3 íty1tÕtÔt3 yuÕtt Btt9yLÍÕtÕÕttntu ÔtyuÕth0ËqÕtu f1tÕtq n1MçttuLtt BttÔtsŒ3Ltt y1ÕtGt3nu ytçtt9yLtt, yÔtÕtÔt3 ftLt ytçtt9ytunwBt3 ÕttGty14ÕtBtqLt ~tGt3ykÔt3 ÔtÕtt Gtn3ítŒLtq

૧૦૪.અને જયારે તેમને કહેવામાં આવે છે કે અલ્લાહે જે નાઝિલ કર્યુ છે તેની તરફ તથા રસૂલ તરફ આવો. ત્યારે તેઓ કહે છે કે અમોએ જે (દીન) પર અમારા બાપદાદાઓને પામ્યા હતા એ જ અમારા માટે બસ છે; જો તેઓના બાપદાદાઓ કાંઇપણ ન જાણતા હોય અને હિદાયત પામેલા ન હોય તો પણ, (શું તેઓની પૈરવી કરશે?)

 

[10:50.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا عَلَيْكُمْ اَنْفُسَكُمْ‌ۚ لَا يَضُرُّكُمْ مَّنْ ضَلَّ اِذَا اهْتَدَيْتُمْ‌ ؕ اِلَى اللّٰهِ مَرْجِعُكُمْ جَمِيْعًا فَيُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ تَعْمَلُوْنَ‏﴿105﴾‏

૧૦૫.Gtt9 yGGttunÕt3 ÕtÍ8eLt ytBtLtq y1ÕtGt3fwBt3 yLVtuËfwBt3, ÕttGtÍw1htuofwBt3 BtLÍ1ÕÕt yuÍ7n3ítŒGt3ítwBt3, yuÕtÕÕttnu Bth3suytu2fwBt3 sBtey1Lt3 VGttuLtççtuytufwBt3 çtuBtt fwLítwBt3 íty14BtÕtqLt

૧૦૫.અય ઇમાન લાવનારાઓ! તમો તમારી જાતની સંભાળ લ્યો; અગર તમે હિદાયત પામેલા છો તો ગુમરાહોની ગુમરાહી તમને કાંઇ નુકસાન નહિં પહોંચાડે; તમો સર્વેનું પાછું ફરવું અલ્લાહની તરફ છે, પછી જે કાંઇ તમે કર્યા કરતા હતા તે તમને જણાવશે.

 

[11:18.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا شَهَادَةُ بَيْنِكُمْ اِذَا حَضَرَ اَحَدَكُمُ الْمَوْتُ حِيْنَ الْوَصِيَّةِ اثْنٰنِ ذَوَا عَدْلٍ مِّنْكُمْ اَوْ اٰخَرَانِ مِنْ غَيْرِكُمْ اِنْ اَنْتُمْ ضَرَبْتُمْ فِى الْاَرْضِ فَاَصَابَتْكُمْ مُّصِيْبَةُ الْمَوْتِ‌ ؕ تَحْبِسُوْنَهُمَا مِنْۢ بَعْدِ الصَّلٰوةِ فَيُقْسِمٰنِ بِاللّٰهِ اِنِ ارْتَبْتُمْ لَا نَشْتَرِىْ بِهٖ ثَمَنًا وَّلَوْ كَانَ ذَا قُرْبٰى‌ ۙ وَلَا نَكْتُمُ شَهَادَةَ ۙ اللّٰهِ اِنَّاۤ اِذًا لَّمِنَ الْاٰثِمِيْنَ‏﴿106﴾‏

૧૦૬.Gtt9 yGGttunÕt3 ÕtÍ8eLt ytBtLtq ~tntŒíttu çtGt3LtufwBt3 yuÍt7 n1Í1h yn1Œ ftuBtwÕt3 BtÔt3íttu n2eLtÕt3 ÔtË2eGGtrítM7LttLtu Í7Ôtty1Œ3®ÕtBt3 rBtLfwBt3 yÔt3 ytÏ1thtLtu rBtLø1tGt3hufwBt3 ELt3yLítwBt3 Í1hçítwBt3 rVÕyh3Íu2 VyË1tçtífwBt3 BttuË2eçtítwÕt3 BtÔt3ítu, ítn14çtuËqLtntuBtt rBtBçty1rŒM1Ë1Õttítu VGtwf14ËuBttLtu rçtÕÕttnu yurLth3ítçítwBt3 ÕttLt~íthe çtune Ë7BtLtkÔt3 ÔtÕtÔt3ftLt Ít7f1wh3çtt ÔtÕttLtf3íttuBttu ~tntŒítÕÕttnu ELLtt yuÍ7Õt3 ÕtBtuLtÕt3 ytËu8BteLt

૧૦૬.અય ઇમાન લાવનારાઓ! જ્યારે તમારામાંથી કોઇની મૌત સામે આવી જાય ત્યારે વસિયત સમયે તમારામાંથી બે આદિલને ગવાહ રાખો અથવા જો તમે મુસાફરીમાં હોવ અને મોતની મુસીબત આવી પડે તો તમારા સિવાય બીજા બે ગવાહ રાખો, જો (બંને આદિલ ગવાહ બાબતે) તમને શક હોય તો નમાઝ પછી રોકીને અલ્લાહની કસમ ખવરાવો કે ગવાહીને કોઇ કિંમતે વહેંચશુ નહી. ભલે પછી સગાવ્હાલા માટે જ હોય તેમજ અલ્લાહ(ની ખુશી) માટે ગવાહીને છુપાવશું નહિ (જો એમ કરશુ તો) અમે ગુનેહગાર બનશું.

 

[12:13.00]

فَاِنْ عُثِرَ عَلٰٓى اَنَّهُمَا اسْتَحَقَّاۤ اِثْمًا فَاٰخَرٰنِ يَقُوْمٰنِ مَقَامَهُمَا مِنَ الَّذِيْنَ اسْتَحَقَّ عَلَيْهِمُ الْاَوْلَيٰنِ فَيُقْسِمٰنِ بِاللّٰهِ لَشَهَادَتُنَاۤ اَحَقُّ مِنْ شَهَادَتِهِمَا وَ مَا اعْتَدَيْنَاۤ‌ ‌ۖ ؗ اِنَّاۤ‌ اِذًا لَّمِنَ الظّٰلِمِيْنَ‏﴿107﴾‏

૧૦૭.VELt3 ytu8Ëu7h y1Õtt9yLt0ntuBtË3 ítn1f14ft92 EË74BtLt3 VytÏt1htLtu Gtfq1BttLtu Btf1tBtntuBtt BtuLtÕt3ÕtÍ8eLtË3ít n1f14f1 y1ÕtGt3nuBtwÕt3 yÔt3ÕtGttLtu VGtwf14ËuBttLtu rçtÕÕttnu Õt~tntŒíttuLtt9 yn1f14ftu2 rBtLt3 ~tntŒítunuBtt Ôt Bty14ítŒGt3Ltt9 ELLtt9 yuÍ7Õt3 ÕtBtuLtÍ06tÕtuBteLt

૧૦૭.પછી જો આ વાતની ખબર પડી જાય કે તેઓ બંને ગુનેહગાર છે તો તેમના બદલે બીજા બે ગવાહો તે (મય્યતના સગાં વહાલાંઓ)માંના હોવા જોઇએ કે જેમણે પહેલા બે ગવાહોની જગ્યા લીધી હોય અને અલ્લાહની કસમ ખાઇને કહે કે અમારી ગવાહી તે બંને કરતા હકથી વધારે નઝદિક છે અને જો અમે હદપાર કરીએ તો ખરેખર અમે ઝુલમગાર થઇ જશું.

 

[12:49.00]

ذٰلِكَ اَدْنٰٓى اَنْ يَّاْتُوْا بِالشَّهَادَةِ عَلٰى وَجْهِهَاۤ اَوْ يَخَافُوْۤا اَنْ تُرَدَّ اَيْمَانٌۢ بَعْدَ اَيْمَانِهِمْ‌ؕ وَاتَّقُوا اللّٰهَ وَاسْمَعُوْا‌ ؕ وَاللّٰهُ لَا يَهْدِى الْقَوْمَ الْفٰسِقِيْنَ۠ ‏﴿108﴾‏

૧૦૮.Ít7Õtuf yŒ3Ltt9 ykGGty3ítqrçt~t0ntŒítu y1Õtt Ôts3nunt9 yÔt3GtÏt1tVq9 yLt3íttuhŒ0 yGt3BttLtwBt3 çty14Œ yGt3BttLturnBt3, Ôtít0f1wÕÕttn ÔtË3BtW2, ÔtÕÕttntu ÕttGtn3rŒÕt3 f1ÔtBtÕt3 VtËuf2eLt

૧૦૮.આ આસાન રસ્તો છે કે જેથી તેઓ સાચે સાચી ગવાહી આપે અથવા એ (વાત)થી ડરે કે તેઓની કસમ બાદ (બીજી કસમ વડે તેઓની) કસમ રદ કરવામાં આવશે; અને અલ્લાહ(ની નાફરમાની)થી બચે અને (તેના ફરમાનો) સાંભળે; અને અલ્લાહ ફાસિકોની હિદાયત કરતો નથી.

 

[13:18.00]

يَوْمَ يَجْمَعُ اللّٰهُ الرُّسُلَ فَيَقُوْلُ مَاذَاۤ اُجِبْتُمْ‌ ؕ قَالُوْا لَا عِلْمَ لَنَا ؕ اِنَّكَ اَنْتَ عَلَّامُ الْغُيُوْبِ‏﴿109﴾‏

૧૦૯.GtÔt3Bt Gts3BtW2ÕÕttnwh3htuËtuÕt VGtfq1ÕttuBtt7Ít9 ytuSçt3ítwBt3, f1tÕtq ÕttE2ÕBtÕtLtt, ELt0f yLít y1ÕÕttBtwÕt3 øttu2Gtqçt

૧૦૯.જે દિવસે અલ્લાહ રસૂલોને ભેગાં કરીને પૂછશે તમને (તમારી કૌમ તરફથી તબલીગનો) શું જવાબ આપવામાં આવ્યો હતો? ત્યારે તેઓ કહેશે કે (તારી જાણકારીના મુકાબલામાં) અમે કંઇ જાણતા નથી; બેશક તું છુપી વાતોનો જાણનાર છો.

 

[13:36.00]

‌اِذْ قَالَ اللّٰهُ يٰعِيْسَى ابْنَ مَرْيَمَ اذْكُرْ نِعْمَتِىْ عَلَيْكَ وَعَلٰى وَالِدَتِكَ‌ ۘ اِذْ اَيَّدتُّكَ بِرُوْحِ الْقُدُسِ تُكَلِّمُ النَّاسَ فِیْ الْمَهْدِ وَكَهْلًا ‌ ۚوَاِذْ عَلَّمْتُكَ الْكِتٰبَ وَالْحِكْمَةَ وَالتَّوْرٰٮةَ وَالْاِنْجِيْلَ‌ ۚ وَاِذْ تَخْلُقُ مِنَ الطِّيْنِ كَهَيْئَةِ الطَّيْرِ بِاِذْنِىْ فَتَنْفُخُ فِيْهَا فَتَكُوْنُ طَيْرًۢا بِاِذْنِىْ‌ وَ تُبْرِئُ الْاَكْمَهَ وَالْاَبْرَصَ بِاِذْنِىْ‌ ۚ وَاِذْ تُخْرِجُ الْمَوْتٰى بِاِذْنِىْ‌ ۚ وَاِذْ كَفَفْتُ بَنِىْۤ اِسْرَآءِيْلَ عَنْكَ اِذْ جِئْتَهُمْ بِالْبَيِّنٰتِ فَقَالَ الَّذِيْنَ كَفَرُوْا مِنْهُمْ اِنْ هٰذَاۤ اِلَّا سِحْرٌ مُّبِيْنٌ‏﴿110﴾‏

૧૧૦.EÍ74ft1ÕtÕÕttntu GttE2Ëçt3Lt Bth3GtBtÍ3fwh3 Ltuy14Btíte y1ÕtGt3f Ôty1Õtt ÔttÕtuŒítuf,Bt EÍ74 yGGtíttu0f çtuYrn1Õt3 ftu2ŒtuËu, íttufÕÕtuBtwLLttË rVÕt3Btn3Œu Ôt fn3ÕtLt3, Ôt EÍ74 y1ÕÕtBt3íttufÕt3 fuíttçt ÔtÕt3rn1f3Btít ÔtíítÔt3htít ÔtÕt3ELt3SÕt, ÔtEÍ74 ítÏt14Õttuftu8 BtuLtí14tít2eLtu fnGt3 yrítít14ít1Gt3hu çtuEÍ74Lte VítLt3VtuÏttu2 Vent VítfqLttu ít1Gt3hBt3 çtuEÍ74Lte Ôtítwçt3huWÕt3 yf3Btn ÔtÕt3yçt3hË1 çtuEÍ74Lte, ÔtEÍ74ítwÏ14thuòwÕt3 BtÔt3ítt çtuEÍ74Lte, ÔtEÍ74 fVV3íttu çtLte9 EË3ht9EÕt y1Lt3f E8Í3 suy3ítnwBt3 rçtÕt3çtGGtuLttítu Vf1tÕtÕÕtÍ8eLt fVY rBtLt3nwBt3 ELt3ntÍt98 EÕÕttËun14ÁBt3 BttuçteLt

૧૧૦.જે વખતે અલ્લાહ ફરમાવશે કે અય ઇસા ઇબ્ને મરિયમ ! (જરા) મારી તે નેઅમતને યાદ કર કે જે તારા પર તથા તારી વાલેદા પર હતી, જ્યારે મેં રૂહુલ કુદ્દુસ થકી તારી મદદ કરી; તું ગેહવારા તથા બુઢાપામાં પણ લોકોની સાથે વાતો કરતો હતો, અને જ્યારે મેં તને કિતાબ તથા હિકમત તથા તૌરેત અને ઇન્જીલનું ઇલ્મ આપ્યું અને જ્યારે તુ મારી રજાથી માટીમાંથી પરીન્દાના આકાર જેવી વસ્તુ બનાવતો હતો પછી તેમાં (રૂહ) ફૂંકતો હતો ત્યારે તે મારી રજાથી પરીન્દુ બની જતું હતું, અને તું જન્મ જાત આંધળા તથા કોઢીયાઓને મારી રજાથી સાજા કરી દેતો હતો, અને જ્યારે તું મરી ગએલાઓને મારી રજાથી સજીવન કરી દેતો હતો, અને જ્યારે તુ ઇસ્રાઇલ પાસે ખુલ્લી દલીલો (મોઅજિઝા) લઇને આવ્યો ત્યારે તેઓના શરને તારાથી રોક્યો હતો, પછી તેઓમાંથી અમુક નાસ્તિકોએ કહ્યું કે આ તો કાંઇ જ નથી પણ ખુલ્લો જાદુ છે.

 

[14:55.00]

وَ اِذْ اَوْحَيْتُ اِلَى الْحَوَارِيّٖنَ اَنْ اٰمِنُوْا بِىْ وَبِرَسُوْلِىْ‌ۚ قَالُوْۤا اٰمَنَّا وَاشْهَدْ بِاَنَّنَا مُسْلِمُوْنَ‏﴿111﴾‏

૧૧૧.ÔtEÍ74 yÔt3n1Gt3íttu yuÕtÕt3 n1ÔttrhGGteLt yLt3 ytBtuLtq çte ÔtçtuhËqÕte, f1tÕtq ytBtLLtt Ôt~t3nŒ3 çtuyLLtLtt BtwMÕtuBtqLt

૧૧૧.અને (કે) જ્યારે મેં હવારીઓને વહી કરી કે તમે મારા પર તથા મારા રસૂલ (ઇસા અ.સ.) પર ઇમાન લાવો, ત્યારે તેમણે કહ્યું કે અમે ઇમાન લાવ્યા અને તું ગવાહ રહે કે અમે ખરે જ મુસલમાન છીએે.

 

[15:20.00]

اِذْ قَالَ الْحَوَارِيُّوْنَ يٰعِيْسَى ابْنَ مَرْيَمَ هَلْ يَسْتَطِيْعُ رَبُّكَ اَنْ يُّنَزِّلَ عَلَيْنَا مَآئِدَةً مِّنَ السَّمَآءِ‌ ؕ قَالَ اتَّقُوا اللّٰهَ اِنْ كُنْتُمْ مُّؤْمِنِيْنَ‏﴿112﴾‏

૧૧૨.EÍ14f1tÕtÕt3 n1ÔttrhGGtqLt Gtt E2ËçLt Bth3GtBt nÕt3GtË3ítít2eyt2u hççttuf ykGGttuLtÍu0Õt y1ÕtGt3Ltt Btt9yuŒítBt3 rBtLtMËBttyu, f1tÕtít3 ítfw1ÕÕttn ELt3fwLt3ítwBt3 BttuyBtuLteLt

૧૧૨.જ્યારે હવારીઓએ કહ્યું કે અય ઇસા ઇબ્ને મરિયમ ! શું તારો પરવરદિગાર અમારા માટે આસમાનથી સુફરો મોકલી શકે? તેણે ફરમાવ્યું કે જો તમે મોઅમીન હોવ તો અલ્લાહ(ની કુદરત બાબતે શક કરવા)થી બચો.

 

[15:47.00]

قَالُوْا نُرِيْدُ اَنْ نَّاْكُلَ مِنْهَا وَتَطْمَئِنَّ قُلُوْبُنَا وَنَعْلَمَ اَنْ قَدْ صَدَقْتَنَا وَنَكُوْنَ عَلَيْهَا مِنَ الشّٰهِدِيْنَ‏﴿113﴾‏

૧૧૩.f1tÕtq LttuheŒtu yLt3 Lty3ftuÕt rBtLnt Ôtítít14BtELLt ftu2ÕtqçttuLtt ÔtLty14ÕtBt yLt3 f1Œ3 Ë1Œf14ítLtt ÔtLtfqLt y1ÕtGt3nt BtuLt~t0tnuŒeLt

૧૧૩.તેમણે કહ્યું કે અમે તો એ ચાહીએ છીએ કે તેમાંથી કાંઇ ખાઇએ અને અમારા દિલોને ઇત્મીનાન મળે, અને અમે જાણી લઇએ કે ખરેખર તેં અમને સાચું કહ્યું છે અને અમે તે (મોઅજિઝા)ના ગવાહ બની જઇએ.

 

[16:04.00]

قَالَ عِيْسَى ابْنُ مَرْيَمَ اللّٰهُمَّ رَبَّنَاۤ اَنْزِلْ عَلَيْنَا مَآئِدَةً مِّنَ السَّمَآءِ تَكُوْنُ لَنَا عِيْدًا لِّاَوَّلِنَا وَاٰخِرِنَا وَاٰيَةً مِّنْكَ‌ۚ وَارْزُقْنَا وَاَنْتَ خَيْرُ الرّٰزِقِيْنَ‏﴿114﴾‏

૧૧૪.f1tÕt E2ËçLttu Bth3GtBtÕÕttnwBBt hçt0Ltt9 yLt3rÍÕt3 y1ÕtGt3Ltt Btt9yuŒítBt3 BtuLtMËBtt9yu ítfqLttuÕtLtt E2ŒÕt3 ÕtuyÔt0ÕtuLtt Ôt ytÏtu2huLtt ÔtytGtítBt3 rBtLf, Ôth3Íwf14Ltt ÔtyLít Ït1Gt3Áht0Íuf2eLt

૧૧૪.ઇસા ઇબ્ને મરિયમે કહ્યું કે અય અલ્લાહ! મારા પરવરદિગાર અમારા પર આસમાન પરથી સુફરો નાઝિલ કર કે અમારા પહેલાઓ તથા પાછળનાઓ માટે ઇદ બને. તેમજ તારા તરફની એક નિશાની (હોય), અને અમને રોઝી અતા કર અને તું બહેતરીન રોઝીનો આપનાર છે.

  ૧/૪ સિપારો પુરું

[16:45.00]

قَالَ اللّٰهُ اِنِّىْ مُنَزِّلُهَا عَلَيْكُمْ‌ۚ فَمَنْ يَّكْفُرْ بَعْدُ مِنْكُمْ فَاِنِّىْۤ اُعَذِّبُهٗ عَذَابًا لَّاۤ اُعَذِّبُهٗۤ اَحَدًا مِّنَ الْعٰلَمِيْنَ۠ ‏﴿115﴾‏

૧૧૫.f1tÕtÕntu ELLte9 BttuLtÍ3ÍuÕttunt y1ÕtGt3fwBt3, VBtkGGtf3Vqh3 çty14Œtu rBtLfwBt3 VELLte9 ytuy1Í74Íu8çttunq y1Ít7çtÕt3 Õtt9ytuy1Í74Íu8çttunq9 yn1ŒBt3 BtuLtÕt3 y1tÕtBteLt

૧૧૫.અલ્લાહે ફરમાવ્યું કે હું તે તમારા પર જરૂર નાઝિલ કરીશ, પરંતુ તમારામાંથી જે કોઇ ઈન્કાર કરશે તો બેશક તેને એવો અઝાબ આપીશ કે દુનિયાઓવાળાઓમાંથી કોઇને પણ એવો અઝાબ નહિ આપ્યો હોય.

 

[17:15.00]

وَاِذْ قَالَ اللّٰهُ يٰعِيْسَى ابْنَ مَرْيَمَ ءَاَنْتَ قُلْتَ لِلنَّاسِ اتَّخِذُوْنِىْ وَاُمِّىَ اِلٰهَيْنِ مِنْ دُوْنِ اللّٰهِ‌ؕ قَالَ سُبْحٰنَكَ مَا يَكُوْنُ لِىْۤ اَنْ اَقُوْلَ مَا لَيْسَ لِىْۗ بِحَقٍّ‌ؕؔ اِنْ كُنْتُ قُلْتُهٗ فَقَدْ عَلِمْتَهٗ‌ؕ تَعْلَمُ مَا فِیْ نَفْسِىْ وَلَاۤ اَعْلَمُ مَا فِیْ نَفْسِكَ‌ؕ اِنَّكَ اَنْتَ عَلَّامُ الْغُيُوْبِ‏﴿116﴾‏

૧૧૬.ÔtEÍ74 f1tÕtÕÕttntu Gtt E2ËçLt Bth3GtBt3 yyLít fw1ÕítrÕtLLttrËíít Ïtu2Íq7Lte ÔtWBBtuGt yuÕttnGt3Ltu rBtLt3ŒqrLtÕÕttn, f1tÕt Ëwçt3n1tLtf BttGtfqLttuÕte9 yLt3 yfq1Õt BttÕtGt3ËÕte çtun1f14rf1Lt3, ELt3fwLíttu fw1Õíttunq Vf1Œ3 y1rÕtBítnq, íty14ÕtBttu BttVeLtV3Ëe ÔtÕtt9 yy14ÕtBttu BttVe LtV3Ëuf, ELLtf yLít y1ÕÕttBtwÕt3 øttu2Gtqçt

૧૧૬.અને (કયામતના દિવસે) જ્યારે અલ્લાહ ફરમાવશે કે અય ઇસા ઇબ્ને મરિયમ! શું તેં લોકોને કહ્યું હતું કે અલ્લાહને મૂકી મને તથા મારી વાલેદા બંનેને ખુદા માની લો ? તે કહેશે કે તારી ઝાત પાક છે, મારા માટે આ યોગ્ય નથી કે હું એવી વાત કરૂ કે જેનો મને કાંઇજ હક નથી; જો મેં એવું કહ્યું હોત તો ખરેખર તું તે જરૂર જાણતે; તું મારા મનની વાત જાણે છે અને હું તારી ઝાતમાં જે કાંઇ છે તેનાથી અજાણ છું; બેશક તું ગૈબનો જાણનાર છો.

 

[18:38.00]

مَا قُلْتُ لَهُمْ اِلَّا مَاۤ اَمَرْتَنِىْ بِهٖۤ اَنِ اعْبُدُوا اللّٰهَ رَبِّىْ وَرَبَّكُمْ‌ۚ وَكُنْتُ عَلَيْهِمْ شَهِيْدًا مَّا دُمْتُ فِيْهِمْ‌ۚ فَلَمَّا تَوَفَّيْتَنِىْ كُنْتَ اَنْتَ الرَّقِيْبَ عَلَيْهِمْ‌ؕ وَاَنْتَ عَلٰى كُلِّ شَىْءٍ شَهِيْدٌ‏﴿117﴾‏

૧૧૭.Btt fw1Õíttu ÕtnwBt3 EÕÕtBtt9 yBth3ítLte çtune9 yLtuy14çttuŒwÕÕttn hççte Ôt hççtfwBt3, Ôt fwLíttu y1ÕtGt3rnBt3 ~tŒeŒBt3 BttŒwBíttuVernBt3, VÕtBtt0 ítÔtV0Gt3ítLte fwLít yLíth3hf2eçt y1ÕtGt3rnBt3, ÔtyLít y1Õtt fwÕÕtu ~tGt3ELt3 ~tneŒ

૧૧૭.મેં તેમને તેં જે હુકમ આપ્યો હતો. તે સિવાય કાંઇ પણ કહ્યું નથી. (અને તે એ) કે અલ્લાહ જે મારો પાલનહાર અને તમારો પણ પાલનહાર છે તેની ઇબાદત કરો; અને જ્યાં સુધી હુ તેઓ દરમ્યાન હતો તેઓ(ના આમાલ) ઉપર ગવાહ હતો. પછી જ્યારે તેં મારી (આ લોકો દરમ્યાન રહેવાની) મુદ્દત પૂરી કરી નાખી પછી તું પોતે તેઓ ઉપર દેખરેખ રાખનાર હતો; અને તું દરેક વસ્તુ પર ગવાહ છો.

 

[19:13.00]

اِنْ تُعَذِّبْهُمْ فَاِنَّهُمْ عِبَادُكَ‌ۚ وَاِنْ تَغْفِرْ لَهُمْ فَاِنَّكَ اَنْتَ الْعَزِيْزُ الْحَكِيْمُ‏﴿118﴾‏

૧૧૮.ELíttu y1Í74rÍ7çt3nwBt3 VELt0nwBt3 yu2çttŒtuf, ÔtELt3 ítø14trVh3ÕtnwBt3 VELt0f yLítÕt3 y1ÍeÍwÕt3 n1feBt

૧૧૮.જો તું તેમને અઝાબ આપે તો બેશક તેઓ તારા બંદા છે, અને જો તું તેમને માફ કરી દે તો બેશક તું ઇઝ્ઝતવાળો (કુદરતવાળો અને) હિકમતવાળો છો.

 

[19:38.00]

قَالَ اللّٰهُ هٰذَا يَوْمُ يَنْفَعُ الصّٰدِقِيْنَ صِدْقُهُمْ‌ؕ لَهُمْ جَنّٰتٌ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِيْنَ فِيْهَاۤ اَبَدًا‌ ؕ رَضِىَ اللّٰهُ عَنْهُمْ وَرَضُوْا عَنْهُ‌ ؕ ذٰلِكَ الْفَوْزُ الْعَظِيْمُ‏﴿119﴾‏

૧૧૯.ft1ÕtÕÕttntu ntÍt7 GtÔt3Bttu GtLt3V W2M1Ë1tŒuf2eLt rË1Œ3ftu2nwBt3, ÕtnwBt3 sLLttítwLt3 íts3he rBtLt3 ítn14ítunÕt3 yLnthtu Ït1tÕtuŒeLt Vent9 yçtŒt, hÍu2GtÕÕttntu y1Lt3nwBt3 ÔthÍq1 y1Lntu, Ít7ÕtufÕt3 VÔt3ÍwÕt3 y1Í6eBt

૧૧૯.અલ્લાહ ફરમાવશે કે આ દિવસ એવો છે કે સાચાઓને તેમની સચ્ચાઇ ફાયદો પહોંચાડશે; તેમના માટે જન્નતો હશે જેની હેઠળ નદીઓ વહેતી હશે, જેમાં તેઓ હંમેશા રહેશે; અલ્લાહ તેમનાથી રાઝી છે અને તેઓ અલ્લાહથી રાઝી છે; એ જ મોટી કામ્યાબી છે.

 

[21:52.00]

لِلّٰهِ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَمَا فِيْهِنَّ‌ ؕ وَهُوَ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرٌ۠ ‏﴿120﴾‏

૧૨૦.rÕtÕÕttnu BtwÕfwË3 ËBttÔttítu ÔtÕt3yh3Íu2 ÔtBttVernLLt, ÔtntuÔt y1ÕttfwÕÕtu ~tGt3ELt3 f1Œeh

૧૨૦.આકાશો તથા ઝમીનનો અને જે કાંઇ તેઓમાં છે તેની હુકૂમત અલ્લાહની જ છે; અને તે દરેક વસ્તુ પર કુદરત રાખે છે.

 

[22:18.00]

 

 

 

સુરા-૬/ الأنعام / અલ અનઆમ

[22:19.00]

أعوذُ بِٱللَّهِ مِنَ ٱلشَّيۡطَٰنِ ٱلرَّجِيمِ

અઉઝુ બિલ્લાહી મીનશ શૈતાનીર રજીમ

હું શાપિત શૈતાનથી અલ્લાહની શરણ માંગું છું

 

[22:25.00]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[22:29.00]

اَلْحَمْدُ لِلّٰهِ الَّذِىْ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ وَجَعَلَ الظُّلُمٰتِ وَالنُّوْرَ۬ ؕ ثُمَّ الَّذِيْنَ كَفَرُوْا بِرَبِّهِمْ يَعْدِلُوْنَ‏﴿1﴾‏

૧.yÕt3n1BŒtu rÕtÕÕttrnÕÕtÍ8e Ït1Õtf1MËBttÔttítu ÔtÕt3yÍo2 Ôt sy1ÕtÍ54Ítu6ÕttuBttítu ÔtLLtqh, Ëw7Bt0ÕÕtÍ8eLt fVY çtuhççturnBt3 Gty14ŒuÕtqLt

૧.સર્વ વખાણ તે અલ્લાહ માટે છે જેણે આકાશો તથા ઝમીનને ખલ્ક કર્યા છે તથા ઝુલમત અને નૂરને રાખ્યા; છતાં (હકીકતનો) ઇન્કાર કરનારાઓએ બીજાઓને પોતાના પરવરદિગારના બરોબરીઆ ઠેરવે છે.

 

[22:52.00]

هُوَ الَّذِىْ خَلَقَكُمْ مِّنْ طِيْنٍ ثُمَّ قَضٰۤى اَجَلًا  ؕ وَاَجَلٌ مُّسَمًّى عِنْدَهٗ‌ ثُمَّ اَنْتُمْ تَمْتَرُوْنَ‏﴿2﴾‏

૨.ntuÔtÕÕtÍ8e Ï1tÕtf1fwBt3 rBtLít2erLtLt3 Ëw7Bt0 f1Ít92 ysÕtLt3, Ôt ys3ÕtwBt3 BttuËBBtLt3 E2LŒnq Ëw7Bt0 yLítwBt3 ítBítYLt

૨.તે એ જ છે જેણે તમને માટીમાંથી પૈદા કર્યા, પછી તેણે (તમારા જીવનની) એક મુદ્દત નક્કી કરી અને એ (જીવનની) ચોક્કસ મુદ્દત(ની જાણકારી) તેની પાસે છે છતાં તમે શક કરો છો ?

 

[23:15.00]

وَهُوَ اللّٰهُ فِى السَّمٰوٰتِ وَفِى الْاَرْضِ‌ؕ يَعْلَمُ سِرَّكُمْ وَ جَهْرَكُمْ وَيَعْلَمُ مَا تَكْسِبُوْنَ‏﴿3﴾‏

૩.Ôt ntuÔtÕÕttnturVË0BttÔttítu ÔtrVÕt3yÍu2o, Gty14ÕtBttu rËh0fwBt3 Ôtsn3hfwBt3 Ôt Gty14ÕtBttu Bttítf3ËuçtqLt

૩.અને આકાશો અને ઝમીનમાં તે (એક) જ અલ્લાહ છે; તમારી છૂપી (વાતો)ને જાણે છે અને તમારી જાહેર (વાતો)ને પણ; અને તમે જે કાંઇ કમાણી કરો છો તે પણ તે જાણે છે.

 

[23:33.00]

وَمَا تَاْتِيْهِمْ مِّنْ اٰيَةٍ مِّنْ اٰيٰتِ رَبِّهِمْ اِلَّا كَانُوْا عَنْهَا مُعْرِضِيْنَ‏﴿4﴾‏

૪.Ôt Bttíty3íternBt3 rBtLytGtrítBt3 rBtLt3 ytGttítu hççturnBt3 EÕÕtt ftLtq y1Lnt Bttuy14huÍ2eLt

૪.અને નિશાનીઓમાંથી તેઓના રબની કોઇ નિશાની તેઓ પાસે નથી આવતી સિવાય કે તેઓ મોઢુ ફેરવતા હોય છે.

 

[23:47.00]

فَقَدْ كَذَّبُوْا بِالْحَقِّ لَمَّا جَآءَهُمْ‌ؕ فَسَوْفَ يَاْتِيْهِمْ اَنْۢبٰٓؤُا مَا كَانُوْا بِهٖ يَسْتَهْزِءُوْنَ‏﴿5﴾‏

૫.Vf1Œ3 fÍ08çtq rçtÕn1f14fu2 ÕtBtt0 ò9ynwBt3, VËÔt3V Gty3íternBt3 yBçtt9ytuBtt ftLtq çtune GtË3ítn3ÍuWLt

૫.પછી જ્યારે પણ હક તેમની પાસે આવ્યું ત્યારે તેને તેમણે જરૂર જૂઠલાવ્યું પછી નઝદિકમાં જ જે (હક)ની તેઓ મજાક ઉડાવ્યા કરતા હતા તે (સજાની ખબર તેમ)ની સામે આવશે.

 

[24:07.00]

اَلَمْ يَرَوْا كَمْ اَهْلَكْنَا مِنْ قَبْلِهِمْ مِّنْ قَرْنٍ مَّكَّنّٰهُمْ فِى الْاَرْضِ مَا لَمْ نُمَكِّنْ لَّكُمْ وَاَرْسَلْنَا السَّمَآءَ عَلَيْهِمْ مِّدْرَارًا۪ وَّجَعَلْنَا الْاَنْهٰرَ تَجْرِىْ مِنْ تَحْتِهِمْ فَاَهْلَكْنٰهُمْ بِذُنُوْبِهِمْ وَاَنْشَاْنَا مِنْۢ بَعْدِهِمْ قَرْنًا اٰخَرِيْنَ‏﴿6﴾‏

૬.yÕtBt3 GthÔt3 fBt3 yn3Õtf3Ltt rBtLf1çÕturnBt3 rBtLf1h3rLtLt3 Btf0LLttnwBt3 rVÕt3yÍu2o BttÕtBt3 LttuBtf3rfÕÕtfwBt3 Ôtyh3ËÕLtMËBtt9y y1ÕtGt3rnBt3 rBtŒ3hthkÔt3 Ôtsy1ÕLtÕt3 yLnth íts3he rBtLítn14íturnBt3 Vyn3Õtf3LttnwBt3 çtuÍtu8LtqçturnBt3 ÔtyL~ty3Ltt rBtBt3çty14ŒurnBt3 f1h3LtLt3 ytÏt1heLt

૬.શું તેઓએ આ નથી જોયું કે અમોએ તેઓની પહેલા અમુક નસ્લોનો નાશ કરી નાખ્યો કે જેમને અમે ઝમીનમાં સગવડતાઓ આપી હતી કે જેવી સગવડતાઓ તમને આપવામાં નથી આવી, અને અમે તેમના પર ભરપૂર વરસાદ વરસાવનાર વાદળો મોકલ્યા, અને તેઓ(ના કદમો)ની હેઠળ નદીઓ વહેતી કરી દીધી; પછી તેઓના ગુનાહોના કારણે અમોએ તેઓને બરબાદ કરી નાખ્યા અને તેમના પછી બીજી નસ્લને પૈદા કરી દીધી.

 

[25:01.00]

وَلَوْ نَزَّلْنَا عَلَيْكَ كِتٰبًا فِیْ قِرْطَاسٍ فَلَمَسُوْهُ بِاَيْدِيْهِمْ لَقَالَ الَّذِيْنَ كَفَرُوْۤا اِنْ هٰذَاۤ اِلَّا سِحْرٌ مُّبِيْنٌ‏﴿7﴾‏

૭.ÔtÕtÔt3 LtÍ3ÍÕLtt y1ÕtGt3f fuíttçtLt3 Verf2h3ít1trËLt3 VÕtBtËqntu çtuyGt3ŒernBt3 Õtf1tÕtÕÕtÍ8eLt fVY9 ELntÍt98 EÕÕtt Ëun14ÁBt3 BttuçteLt

૭.અને જો અમો તારા ઉપર લખેલ કાગળ નાઝિલ કરેત અને તેઓ તેને પોતાના હાથે અડકી શકેત તો પણ નાસ્તિકો ચોક્કસ કહેતે કે આ ખુલ્લા જાદુ સિવાય બીજું કાંઇ નથી.

 

[25:25.00]

وَقَالُوْا لَوْلَاۤ اُنْزِلَ عَلَيْهِ مَلَكٌ‌ ؕ وَلَوْ اَنْزَلْنَا مَلَكًا لَّقُضِىَ الْاَمْرُ ثُمَّ لَا يُنْظَرُوْنَ‏﴿8﴾‏

૮.Ôtf1tÕtq ÕtÔt3Õtt9 WLt3ÍuÕt y1Õt3Gtnu BtÕtfwLt3, ÔtÕtÔt3 yLt3ÍÕLtt BtÕtfÕt3 Õtftu2Íu2GtÕt3 yBhtu Ëw7BBt ÕttGtqLt3Í5YLt

૮.અને તેઓ કહે છે કે તેના પર કોઇ ફરિશ્તો શા માટે નાઝિલ કરવામાં નથી આવ્યો? અને જો અમે કોઇ ફરિશ્તો નાઝિલ કરત તો ખરેખર મામલાનો ફેસલો (ત્યારે જ) થઇ જાત, પછી તેમને મોહલત આપવામાં ન આવેત.

 

[25:44.00]

وَلَوْ جَعَلْنٰهُ مَلَكًا لَّجَعَلْنٰهُ رَجُلًا وَّلَلَبَسْنَا عَلَيْهِمْ مَّا يَلْبِسُوْنَ‏﴿9﴾‏

૯.ÔtÕtÔt3 sy1ÕLttntu BtÕtfÕt3 Õtsy1ÕLttntu hòuÕtkÔt3 ÔtÕt ÕtçtMLtt y1ÕtGt3rnBt3 BttGtÕçtuËqLt

૯.અને અગર અમે તે (રસૂલ)ને ફરિશ્તો બનાવેત તો અમે જરૂર તેને માણસ (જેવોજ) બનાવેત અને ખરેખર અમે (આ મામલાને તેઓના અયોગ્ય વિચાર પ્રમાણે) તેઓ માટે શંકાશીલ બનાવી દેતે જેવી રીતે (અત્યારે) તેઓ શંકા કરી રહ્યા છે.

 

[25:59.00]

وَلَقَدِ اسْتُهْزِئَ بِرُسُلٍ مِّنْ قَبْلِكَ فَحَاقَ بِالَّذِيْنَ سَخِرُوْا مِنْهُمْ مَّا كَانُوْا بِهٖ يَسْتَهْزِءُوْنَ۠ ‏﴿10﴾‏

૧૦.ÔtÕtf1rŒË3 íttun3Íuy çtuhtuËturÕtBt3 rBtLt3f1çÕtuf Vn1tf1 rçtÕÕtÍ8eLt ËÏtu2Y rBtLt3nwBt3 BttftLtq çtune GtMítn3ÍuWLt

૧૦.અને ખરેખર તારી અગાઉના રસૂલોની મજાક ઉડાવવામાં આવી હતી. પરંતુ તેઓમાંથી મજાક ઊડાવનારાઓને જે (અઝાબ)ની મજાક ઊડાવતા હતા તેને જ ઘેરી લીધા.

 

[26:21.00]

قُلْ سِيْرُوْا فِى الْاَرْضِ ثُمَّ انْظُرُوْا كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُكَذِّبِيْنَ‏﴿11﴾‏

૧૧.f1wÕt3ËeY rVÕt3yÍuo2 ËwBt0Lt54ÍtuY fGt3V ftLt y1tfu2çtítwÕt3 BttufÍ74Í8uçteLt

૧૧.તું કહે કે તમે ઝમીનમાં હરો ફરો પછી જૂઓ કે (પયગંબરોને) જૂઠલાવનારાઓનો કેવો અંત હતો.

 

[26:39.00]

قُلْ لِّمَنْ مَّا فِى السَّمٰوٰتِ وَالْاَرْضِ‌ؕ قُلْ لِّلّٰهِ‌ؕ كَتَبَ عَلٰى نَفْسِهِ الرَّحْمَةَ ‌ ؕ لَيَجْمَعَنَّكُمْ اِلٰى يَوْمِ الْقِيٰمَةِ لَا رَيْبَ فِيْهِ‌ ؕ اَلَّذِيْنَ خَسِرُوْۤا اَنْفُسَهُمْ فَهُمْ لَا يُؤْمِنُوْنَ‏﴿12﴾‏

૧૨.f1wÕt3ÕtuBtBt3 BttrVË0BttÔttítu ÔtÕt3yÍuo2, fw1Õt3rÕtÕÕttnu, fítçt y1Õtt LtV3Ëurnh0n14Btít, ÕtGts3 Bty1Lt0fwBt3 yuÕtt GtÔt3rBtÕt3 fu2GttBtítu ÕtthGt3çtVenu, yÕÕtÍ8eLt Ï1tËuY9 yLVtuËnwBt3 VnwBt3 ÕttGttuy3BtuLtqLt

૧૨.તું કહે કે જે કાંઇ આકાશો તથા ઝમીનમાં છે તે કોનું છે? કહે કે તે અલ્લાહનું જ છે; તેણે પોતાની ઝાત પર રહેમતને (વાજિબ કરી) લખી દીધી છે; તે કયામતના દિવસે કે જેમાં કંઇ શંકા નથી તમો સર્વેને ભેગાં કરશે; જે લોકોએ પોતાની જાતને નુકસાન પહોંચાડ્યું છે તેઓ ઇમાન લાવશે નહિ.

 

[27:18.00]

وَلَهٗ مَا سَكَنَ فِى الَّيْلِ وَالنَّهَارِ‌ؕ وَهُوَ السَّمِيْعُ الْعَلِيْمُ‏﴿13﴾‏

૧૩.ÔtÕtnq BttËfLt rVÕÕtGt3Õtu ÔtLLtnthu, ÔtntuÔtË0BteW2Õt3 y1ÕteBt

૧૩.અને રાત્રિ તથા દિવસમાં જે વસ્તુઓ સાબિત (સ્થિર) છે તે તેની જ છે; અને તે સાંભળનાર, જાણનાર છે.

 

[27:36.00]

قُلْ اَغَيْرَ اللّٰهِ اَتَّخِذُ وَلِيًّا فَاطِرِ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَهُوَ يُطْعِمُ وَلَا يُطْعَمُ‌ؕ قُلْ اِنِّىْۤ اُمِرْتُ اَنْ اَكُوْنَ اَوَّلَ مَنْ اَسْلَمَ‌ وَلَا تَكُوْنَنَّ مِنَ الْمُشْرِكِيْنَ‏﴿14﴾‏

૧૪.fw1Õt3 yø1tGt3hÕÕttnu yíítÏt2uÍt8u ÔtrÕtGt0Lt3 Vtít2urhË3 ËBttÔttítu ÔtÕt3yÍu2o ÔtntuÔt Gtwít14yu2Bttu Ôt ÕttGtwít14y1Bttu, fw1Õt3 ELLte9 yturBth3íttu yLt3yfqLt yÔt0Õt BtLt3 yMÕtBt ÔtÕtt ítfwLtLLt BtuLtÕt3 Btw~t3hufeLt

૧૪.કહે કે શું હું અલ્લાહ કે જે આકાશો અને ઝમીનનો ખાલિક છે તેના સિવાય બીજા કોઇને સરપરસ્ત બનાવી લઉં જ્યારે કે તે (બધાને) ખવડાવે છે અને તેને (કંઇપણ) ખવડાવવામાં નથી આવતુ. તું કહે કે મને એવો હુકમ આપવામાં આવ્યો છે કે પહેલો ઇસ્લામ લાવનારો બનું અને (મને હુકમ આપ્યો છે) હરગિઝ મુશરિક ન બન.

 

[28:21.00]

قُلْ اِنِّىْۤ اَخَافُ اِنْ عَصَيْتُ رَبِّىْ عَذَابَ يَوْمٍ عَظِيْمٍ‏﴿15﴾‏

૧૫.f1wÕt3 ELLte9 yÏt1tVtu ELt3 y1Ë1Gt3íttu hççte y1Ít7çt GtÔt3rBtLt3 y1Í6eBt

૧૫.તું કહે કે અગર હું (પણ) મારા પરવરદિગારની નાફરમાની કરૂં તો (તે) મહાન દિવસના અઝાબથી ડરૂં છું.

 

[28:33.00]

مَنْ يُّصْرَفْ عَنْهُ يَوْمَئِذٍ فَقَدْ رَحِمَهٗ‌ؕ وَ ذٰلِكَ الْفَوْزُ الْمُبِيْنُ‏﴿16﴾‏

૧૬.BtkGt0wË14hV3 yLntu GtÔt3BtyurÍ7Lt3 Vf1Œ3 hnu2Btnq, ÔtÍt7ÕtufÕt3 VÔt3Íw7Õt3 BttuçteLt

૧૬.તે દિવસે જેનાથી તે (અઝાબ) ફેરવી નાખવામાં આવ્યો, તેના ઉપર ખરે જ તેણે રહેમ કર્યો; અને એ જ ખુલ્લી કામ્યાબી છે.

 

[28:58.00]

وَاِنْ يَّمْسَسْكَ اللّٰهُ بِضُرٍّ فَلَا كَاشِفَ لَهٗۤ اِلَّا هُوَ‌ؕ وَاِنْ يَّمْسَسْكَ بِخَيْرٍ فَهُوَ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرٌ‏﴿17﴾‏

૧૭.Ôt EkGt0Bt3ËË3 fÕÕttntu çtuÍ1wh3rhLt3 VÕttft~tuVÕtnq9 EÕÕttntuÔt, Ôt EkGt0Bt3ËË3f çtuÏ1tGt3rhLt3 VntuÔt y1ÕttfwÕÕtu ~tGt3ELt3 f1Œeh

૧૭.જો અલ્લાહ તને કાંઇ નુકસાન પહોંચાડે તો તેના સિવાય તે (નુકસાન)નો ટાળનાર કોઇ નથી; અને જો તે તને કાંઇ ભલાઇ પહોંચાડે તો (અલબત્ત) તે દરેક વસ્તુ પર કાદીર છે.

 

[29:38.00]

وَهُوَ الْقَاهِرُ فَوْقَ عِبَادِهٖ‌ ؕ وَهُوَ الْحَكِيْمُ الْخَبِيْرُ‏﴿18﴾‏

૧૮.ÔtntuÔtÕt3 f1tnuhtu VÔt3f1 y2uçttŒune, ÔtntuÔtÕt3 n1feBtwÕt3 Ït1çteh

૧૮.અને તે પોતાના બંદાઓ પર ગાલીબ (સંપૂર્ણ કાબૂ ધરાવે) છે; અને તે હિકમતવાળો, જાણકાર છે.

 

[29:59.00]

قُلْ اَىُّ شَىْءٍ اَكْبَرُ شَهَادَةً ؕ قُلِ اللّٰهُ ‌ۙ شَهِيْدٌ ۢ بَيْنِىْ وَبَيْنَكُمْ‌ وَاُوْحِىَ اِلَىَّ هٰذَا الْقُرْاٰنُ لِاُنْذِرَكُمْ بِهٖ وَمَنْۢ بَلَغَ‌ ؕ اَئِنَّكُمْ لَتَشْهَدُوْنَ اَنَّ مَعَ اللّٰهِ اٰلِهَةً اُخْرٰى‌ؕ قُلْ لَّاۤ اَشْهَدُ‌ ۚ قُلْ اِنَّمَا هُوَ اِلٰهٌ وَّاحِدٌ وَّاِنَّنِىْ بَرِىْٓءٌ مِّمَّا تُشْرِكُوْنَ‌ۘ‏﴿19﴾‏

૧૯.fw1Õt3 yGGttu~tGt3ELt3 yf3çthtu ~tntŒítLt3, ftu2rÕtÕÕttntu ~tneŒwBt3 çtGt3Lte ÔtçtGt3LtfwBt3 ÔtWnu2Gt yuÕtGGt ntÍ7Õt3 f1wh3ytLttu ÕtuWLt3Íu8hfwBt3 çtune ÔtBtBt3çtÕtø1t, yELLtfwBt3 Õtít~t3nŒqLt yLt0 Bty1ÕÕttnu ytÕtunítLt3 WÏ14tht, fw1ÕÕtt9 y~t3nŒtu, fw1Õt3 ELt0BttntuÔt yuÕttnwkÔt3 Ôttnu2ŒwkÔt3 ÔtELLtLte çthe9WBt3 rBtBt0t ítw~t3hufqLt

૧૯.તું (એ લોકોને) કહે કે ગવાહી માટે સૌથી મહાન વસ્તુ કઇ છે? તું જ કહી દે કે અલ્લાહની (ગવાહી), જે મારી અને તમારી વચ્ચે ગવાહ છે; અને આ કુરઆન મારા પર વહી થકી એ માટે મોકલવામાં આવ્યું છે કે તે વડે હું તમને ડરાવુ અને જેના જેના સુધી આ કુરઆન પહોંચે તેને પણ; શું તમે ખરેખર ગવાહી આપો છો કે અલ્લાહની સાથે બીજા પણ માઅબૂદો છે ? તું કહે કે હું તો (એવી) ગવાહી આપતો નથી. તું કહે કે તે એક જ માઅબૂદ છે અને જે (જે વસ્તુઓ)ને તમે તેની શરીક બનાવો છો તેનાથી હું બેઝાર છું.

 

[30:53.00]

ا لَّذِيْنَ اٰتَيْنٰهُمُ الْكِتٰبَ يَعْرِفُوْنَهٗ كَمَا يَعْرِفُوْنَ اَبْنَآءَهُمُ‌ۘ ا لَّذِيْنَ خَسِرُوْۤا اَنْفُسَهُمْ فَهُمْ لَا يُؤْمِنُوْنَ‏﴿20﴾‏

૨૦.yÕÕtÍ8eLt ytítGt3LttntuBtwÕt3 fuíttçt Gty14huVqLtnq fBttGty14huVqLt yçt3Ltt9ynwBt3, yÕÕtÍ8eLt Ï1tËuY9 yLt3VtuËnwBt3 VnwBt3 ÕttGtwy3BtuLtqLt

૨૦.જે લોકોને અમોએ કિતાબ આપી છે તેઓ તે (પયગંબર)ને એવી રીતે ઓળખે છે કે જેવી રીતે તેઓ પોતાની ઔલાદને ઓળખે છે; જે લોકોએ પોતાના નફસને નુકસાનમાં રાખ્યો છે તેઓ ઇમાન લાવશે નહિ.

 

[31:15.00]

وَمَنْ اَظْلَمُ مِمَّنِ افْتَرٰى عَلَى اللّٰهِ كَذِبًا اَوْ كَذَّبَ بِاٰيٰتِهٖؕ اِنَّهٗ لَا يُفْلِحُ الظّٰلِمُوْنَ‏﴿21﴾‏

૨૧.ÔtBtLt3 yÍ54ÕtBttu rBtBt0rLtV3ítht y1ÕtÕÕttnu fÍu8çtLt3 yÔt3fÍ08çt çtuytGttítune, ELLtnq ÕttGtwV3Õtunw1Í54Ít5ÕtuBtqLt

૨૧.અને તેના કરતાં વધારે ઝૂલમગાર કોણ છે કે જે અલ્લાહ ઉપર જૂઠી તોહમત ચઢાવે અથવા તેની આયતોને જૂઠલાવે; બેશક ઝુલમગારો સફળતા મેળવશે નહિ.

 

[31:31.00]

وَيَوْمَ نَحْشُرُهُمْ جَمِيْعًا ثُمَّ نَقُوْلُ لِلَّذِيْنَ اَشْرَكُوْۤا اَيْنَ شُرَكَآؤُكُمُ الَّذِيْنَ كُنْتُمْ تَزْعُمُوْنَ‏﴿22﴾‏

૨૨.ÔtGtÔt3Bt Ltn14~ttuhtunwBt3 sBtey1Lt3 Ëw7Bt0 Ltfq1ÕtturÕtÕÕtÍ8eLt y~t3hfq9yGt3Lt ~ttuhft9ytuftuBtwÕÕtÍ8eLt fwLt3ítwBt3 ítÍ3ytu2BtqLt

૨૨.અને જે દિવસે અમે તે સર્વેને ભેગાં કરીશું પછી (અલ્લાહના) શરીક બનાવનારાઓને કહીશું કે જેઓ વિશે તમે ગુમાન કરતા હતા તે તમારા (બનાવટી) શરીકો કયાં છે?

 

[31:55.00]

ثُمَّ لَمْ تَكُنْ فِتْنَتُهُمْ اِلَّاۤ اَنْ قَالُوْا وَاللّٰهِ رَبِّنَا مَا كُنَّا مُشْرِكِيْنَ‏﴿23﴾‏

૨૩.Ëw7Bt0 ÕtBt3ítfwLt3 rVít3LtíttunwBt3 EÕÕtt9 yLt3f1tÕtq ÔtÕÕttnu hççtuLtt BttfwLLtt Btw~t3hufeLt

૨૩.પછી તેમની કોઇ ચાલાકી ચાલશે નહિ સિવાય કે તેઓ કહેશે કે અલ્લાહની કસમ કે અમે મુશરિક ન હતા.

 

[32:18.00]

اُنْظُرْ كَيْفَ كَذَبُوْا عَلٰٓى اَنْفُسِهِمْ‌ وَضَلَّ عَنْهُمْ مَّا كَانُوْا يَفْتَرُوْنَ‏﴿24﴾‏

૨૪.WLt3Í5wh3 fGt3V fÍ7çtq y1Õtt9 yLt3VtuËurnBt3 ÔtÍ1ÕÕt y1Lt3nwBt3 BttftLtq GtV3ítYLt

૨૪.જૂઓ, આ (લોકો) પોતાની જ વિરૂઘ્ધ કેવું જૂઠું બોલવા લાગ્યા છે?! અને તેઓના ઉપજાવી કાઢેલ (શરીકો)ને તેઓ ખોઇ બેઠશે.

 

[32:36.00]

وَمِنْهُمْ مَّنْ يَّسْتَمِعُ اِلَيْكَ‌‌ ۚ وَجَعَلْنَا عَلٰى قُلُوْبِهِمْ اَكِنَّةً اَنْ يَّفْقَهُوْهُ وَفِیْۤ اٰذَانِهِمْ وَقْرًا ‌ؕ وَاِنْ يَّرَوْا كُلَّ اٰيَةٍ لَّا يُؤْمِنُوْا بِهَا‌ ؕ حَتّٰۤى اِذَا جَآءُوْكَ يُجَادِلُوْنَكَ يَقُوْلُ الَّذِيْنَ كَفَرُوْۤا اِنْ هٰذَاۤ اِلَّاۤ اَسَاطِيْرُ الْاَوَّلِيْنَ‏﴿25﴾‏

૨૫.ÔtrBtLt3nwBt3 BtkGGtË3ítBtuyt2u yuÕtGt3f, Ôtsy1Õt3Ltt y1Õtt ft2uÕtqçturnBt3 yrfLLtítLt3 ykGGtV3f1nqntu ÔtVe9 ytÍt7LturnBt3 Ôtf14hLt3, Ôt#Gt0hÔt3 fwÕÕt ytGtrítÕt3 ÕttGttuy3BtuLtq çtunt, n1ítt90yuÍt7ò9Wf GttuòŒuÕtqLtf Gtf1qÕtwÕÕtÍ8eLt fVY9 ELt3ntÍt98 EÕÕtt9 yËtít2eÁÕt3 yÔt0ÕteLt

૨૫.(૨૫) અને તેઓમાંથી અમુક એવા પણ છે જે તને કાન દઇ સાંભળે છે, અને અમોએ તેમના દિલો પર પડદાઓ નાખી દીધા છે કે તેઓ તે સમજી ન શકે અને તેમના કાનો ભારી (બહેરા) કરી દીધા છે; અને જો તેઓ દરેક નિશાની જોઇ લેશે તો પણ તેના પર ઇમાન લાવશે નહિ, એટલે સુધી કે તેઓ તારી પાસે આવીને તારી સાથે તકરાર કરશે; જેઓ નાસ્તિકો છે તેઓ એ જ કહે છે કે આ કાંઇ નથી પણ જૂના ઝમાનાની વાર્તાઓ છે.

 

[33:23.00]

وَهُمْ يَنْهَوْنَ عَنْهُ وَيَنْئَوْنَ عَنْهُ‌ۚ وَاِنْ يُّهْلِكُوْنَ اِلَّاۤ اَنْفُسَهُمْ وَمَا يَشْعُرُوْنَ‏﴿26﴾‏

૨૬.ÔtnwBt3 GtLt3nÔt3Lt y1Lntu ÔtGtLt3yÔt3Lt y1Lntu, ÔtEkGGttun3ÕtufqLt EÕÕtt9 yLVtuËnwBt3 ÔtBtt Gt~t3ytu2YLt

૨૬.અને તેઓ બીજાઓને તે (કુરઆન)થી અટકાવે છે અને પોતે પણ તેનાથી દૂર રહે છે, જો કે તેઓ પોતાના જ નફસોને હલાકતમાં નાખે છે અને સમજતા નથી.

 

[33:38.00]

وَلَوْ تَرٰٓى اِذْ وُقِفُوْا عَلَى النَّارِ فَقَالُوْا يٰلَيْتَنَا نُرَدُّ وَلَا نُكَذِّبَ بِاٰيٰتِ رَبِّنَا وَنَكُوْنَ مِنَ الْمُؤْمِنِيْنَ‏﴿27﴾‏

૨૭.ÔtÕtÔt3ítht9 EÍ74Ôttufu2Vq y1ÕtLLtthu Vf1tÕtq GttÕtGt3ítLtt LttuhÆtu ÔtÕtt Lttuf3Íu8Í7çt çtuytGttítu hççtuLtt ÔtLtfqLt BtuLtÕt3 Bttuy3BtuLteLt

૨૭.અને અગર તું જોતે કે જ્યારે તેમને દોઝખની આગ(ના કિનારા) પાસે ઊભા રાખવામાં આવશે, પછી તેઓ કહેવા લાગશે કે કદાચ અમને (દુનિયામાં) પાછા મોકલવામાં આવે! તો અમે અમારા પરવરદીગારની આયતોને ન જૂઠલાવશુ અને ઇમાન લાવનારાઓમાં (શામિલ) થઇ જશું.*

 

[34:02.00]

بَلْ بَدَا لَهُمْ مَّا كَانُوْا يُخْفُوْنَ مِنْ قَبْلُ‌ؕ وَلَوْ رُدُّوْا لَعَادُوْا لِمَا نُهُوْا عَنْهُ وَاِنَّهُمْ لَكٰذِبُوْنَ‏﴿28﴾‏

૨૮.çtÕt3çtŒtÕtnwBt3 BttftLtq GtwÏ14tVqLt rBtLt3f1çÕttu, ÔtÕtÔt3ÁŒq0 Õty1tŒq ÕtuBttLttunq y1Lntu ÔtELLtnwBt3 ÕtftÍu8çtqLt

૨૮.બલ્કે તેઓ પહેલાં જે કાંઇ સંતાડતા હતા તે તેમની સામે વાઝેહ થઇ ગયું; અને અગર તેઓને (દુનિયામાં) પાછા મોકલવામાં આવે તો પણ જે વસ્તુની તેઓને મનાઇ કરવામાં આવી હતી તે તેઓ ખરેખર ફરીથી પણ (નાફરમાની) કરશે, અને બેશક તેઓ જૂઠા છે.

 

[34:21.00]

وَقَالُوْۤا اِنْ هِىَ اِلَّا حَيَاتُنَا الدُّنْيَا وَمَا نَحْنُ بِمَبْعُوْثِيْنَ‏﴿29﴾‏

૨૯.Ôtf1tÕtq9 ELnuGt EÕt0t n1GttíttuLtŒ3ŒwLGtt ÔtBttLtn14Lttu çtuBtçt3W2Ë8eLt

૨૯.અને તેઓ કહે છે કે જે કાંઇ છે તે આ દુનિયાની જ ઝિંદગી છે, અને અમને (પાછા) ઉઠાડવામાં નહીં આવે.

 

[34:34.00]

وَلَوْ تَرٰٓى اِذْ وُقِفُوْا عَلٰى رَبِّهِمْ‌ ؕ قَالَ اَلَيْسَ هٰذَا بِالْحَقِّ‌ ؕ قَالُوْا بَلٰى وَرَبِّنَا‌ ؕ قَالَ فَذُوْقُوا الْعَذَابَ بِمَا كُنْتُمْ تَكْفُرُوْنَ۠ ‏﴿30﴾‏

૩૦.ÔtÕtÔt3ítht9 EÍ74Ôttufu2Vq y1ÕtthççturnBt3, f1tÕt yÕtGt3Ë ntÍt7 rçtÕt3n1f14fu2, f1tÕtq çtÕtt ÔthççtuLtt, f1tÕt VÍ7qf1wÕt3 y1Í7tçt çtuBtt fwLítwBt3 ítf3VtuYLt

૩૦.અને જ્યારે તેઓને તેમના પરવરદિગાર સામે ઊભા કરવામાં આવશે ત્યારે તુ જોઇશ. તે (અલ્લાહ) પૂછશે કે શું આ હક નથી? ત્યારે તેઓ કહેશે કે હા ! અમારા પરવરદિગારની કસમ (આ હક છે) તે (અલ્લાહ) ફરમાવશે કે તમે ઇન્કાર કર્યા કરતા હતા તેના અઝાબની મજા ચાખો.

 

[34:56.00]

قَدْ خَسِرَ الَّذِيْنَ كَذَّبُوْا بِلِقَآءِ اللّٰهِ‌ؕ حَتّٰٓى اِذَا جَآءَتْهُمُ السَّاعَةُ بَغْتَةً قَالُوْا يٰحَسْرَتَنَا عَلٰى مَا فَرَّطْنَا فِيْهَا ۙ وَهُمْ يَحْمِلُوْنَ اَوْزَارَهُمْ عَلٰى ظُهُوْرِهِمْ‌ؕ اَلَا سَآءَ مَا يَزِرُوْنَ‏﴿31﴾‏

૩૧.f1Œ3Ï1tËuhÕt0Í8eLt fÍ08çtq çtuÕtuft92EÕÕttnu, n1íítt9 yuÍt7ò9yít3 ntuBtwMËty1íttu çtø14títítLt3 f1tÕtq Gttn1Ë3hítLtt y1Õtt BttVh3hí14tLtt Vent ÔtnwBt3 Gtn14BtuÕtqLt yÔt3ÍthnwBt3 y1Õtt Ítu6nqhurnBt3, yÕtt Ët9y BttGtÍuYLt

૩૧.ખરેજ તેઓ નુકસાનમાં છે કે જેઓ અલ્લાહની મુલાકાતને જૂઠલાવે છે; ત્યાં સુધી કે જ્યારે તે ઘડી* તેમના ઉપર અચાનક આવી જશે ત્યારે તેઓ કહેશે કે હાય અફસોસ જે (અલ્લાહની મુલાકાત) સંબંધમાં અમોએ કોતાહી કરી! અને તે વેળા તેઓ પોતાની કરણીનો ભાર પોતાની પીઠ ઉપર ઊંચકશે; ખબરદાર થઇ જાઓ કેવો બૂરો હશે તે (ભાર) કે જે તેઓએ ઊંચકેલો હશે!

 

[35:39.00]

وَ مَا الْحَيٰوةُ الدُّنْيَاۤ اِلَّا لَعِبٌ وَّلَهْوٌ‌ ؕ وَلَلدَّارُ الْاٰخِرَةُ خَيْرٌ لِّلَّذِيْنَ يَتَّقُوْنَ‌ؕ اَفَلَا تَعْقِلُوْنَ‏﴿32﴾‏

૩૨.ÔtBtÕt3 n1GttítwŒ0wLGtt9 EÕÕtt Õtyu2çtwkÔt3 ÔtÕtn3ÔtwLt3, ÔtÕtŒt0ÁÕt3 ytÏtu2híttu Ït1GtÁÕt3 rÕtÕÕtÍ8eLt Gtíítf1qLt, yVÕtt íty14fu2ÕtqLt

૩૨.અને આ દુનિયાની ઝિંદગી રમત ગમત સિવાય બીજું કાંઇ નથી; અને ખરેખર આખેરતનું ઘર પરહેઝગારો માટે વધારે સારૂં છે; શું તમે વિચારતા નથી?

 

[36:00.00]

قَدْ نَعْلَمُ اِنَّهٗ لَيَحْزُنُكَ الَّذِىْ يَقُوْلُوْنَ‌ فَاِنَّهُمْ لَا يُكَذِّبُوْنَكَ وَلٰكِنَّ الظّٰلِمِيْنَ بِاٰيٰتِ اللّٰهِ يَجْحَدُوْنَ‏﴿33﴾‏

૩૩.f1Œ3Lty14ÕtBttu ELLtnq ÕtGtn14ÍtuLttufÕt3 ÕtÍ8e Gtfq1ÕtqLt VELLtnwBt3 Õtt GttufÍ74Íu8çtqLtf ÔtÕtt rfLLtÍ54Í5tÕtuBteLt çtu ytGtrítÕÕttnu Gts3n1ŒqLt

૩૩.તેઓ જે કાંઇ કહે છે તેનાથી તને દુ:ખ થાય છે તે અમે ખરેખર જાણીએ છીએ; પરંતુ હકીકતમાં તેઓ તને જૂઠલાવતા નથી પણ એ ઝાલિમો અલ્લાહની આયતોનો ઇન્કાર કરે છે.

 

[36:22.00]

وَلَقَدْ كُذِّبَتْ رُسُلٌ مِّنْ قَبْلِكَ فَصَبَرُوْا عَلٰى مَا كُذِّبُوْا وَاُوْذُوْا حَتّٰٓى اَتٰٮهُمْ نَصْرُنَا‌ ۚ وَلَا مُبَدِّلَ لِكَلِمٰتِ اللّٰهِ‌ ۚ وَلَقَدْ جَآءَكَ مِنْ نَّبَاِى الْمُرْسَلِيْنَ‏﴿34﴾‏

૩૪.ÔtÕtf1Œ3 fwÍ74Íu8çtít3 htuËtuÕtwBt3 rBtLf1çÕtuf VË1çtY y1Õtt BttfwÍ74Íu8çtq ÔtWÍ7q n1íítt9 yíttnwBt3 LtM1htuLtt, ÔtÕtt BttuçtÆuÕt Õtu fÕtuBttrítÕtÕttnu, ÔtÕtf1Œ3 ò9yf rBtLt3 LtçtEÕt3 Btwh3ËÕteLt

૩૪.અને ખરેખર તારી પહેલાં ઘણાંય નબીઓને જૂઠલાવવામાં આવ્યા હતા. પણ તેમણે પોતાને જૂઠલાવવા અને તકલીફ આપવા ઉપર સબ્ર કરી, એટલે સુધી કે અમારી મદદ તેમને આવી પહોંચી; અને (તમારા સાથે પણ એવું જ થશે) જોકે અલ્લાહના કલામ (વાયદા)ને કોઇ બદલનાર નથી; અને ખરેખર તારી પાસે અમુક પયગંબરોનો અહેવાલ આવી ચૂક્યો છે.

 

[36:54.00]

وَاِنْ كَانَ كَبُرَ عَلَيْكَ اِعْرَاضُهُمْ فَاِنِ اسْتَطَعْتَ اَنْ تَبْتَغِىَ نَفَقًا فِى الْاَرْضِ اَوْ سُلَّمًا فِى السَّمَآءِ فَتَاْتِيَهُمْ بِاٰيَةٍ‌ ؕ وَلَوْ شَآءَ اللّٰهُ لَجَمَعَهُمْ عَلَى الْهُدٰى فَلَا تَكُوْنَنَّ مِنَ الْجٰهِلِيْنَ‏﴿35﴾‏

૩૫.ÔtELftLt fçttuh y1ÕtGt3f yuy14htÍtu2nwBt3 VyurLtË3 ítít1y14ít yLítçítøtu2Gt LtVf1Lt3 rVÕyÍu2o yÔt3 ËwÕÕtBtLt3 rVMË9Bttyu Víty3ítuGtnwBt3 çtuytGtrítLt3, ÔtÕtÔt3~tt9 yÕÕttntu ÕtsBty1nwBt3 y1ÕtÕt3 ntuŒt VÕttítfqLtLLt BtuLtÕònuÕteLt

૩૫.અને અગર તેઓનું (હકથી) મોઢું ફેરવવું તને સખત લાગતું હોય તો તું ઝમીનમાં કોઇ એવું કાણું (નીચે જવા માટે) અથવા આસમાન પર (ચઢવા માટે) કોઇ નિસરણી (શોધી શકતો) હોય કે જેથી તેઓને કોઇ નિશાની લાવી આપી શકે (તો તેમ કર); અને અલ્લાહ ચાહતે તો ખરેખર તે સર્વેને (જબરદસ્તી) હિદાયત(ના માર્ગ) પર ભેગા કરી દીધા હોત; માટે તમે નાદાન (લોકો)માંથી ન થઇ જાવ.

 

[37:28.00]

اِنَّمَا يَسْتَجِيْبُ الَّذِيْنَ يَسْمَعُوْنَ‌ ؕؔ وَالْمَوْتٰى يَبْعَثُهُمُ اللّٰهُ ثُمَّ اِلَيْهِ يُرْجَعُوْنَؔ‏﴿36﴾‏

૩૬.ELLtBtt GtMítSçtwÕÕtÍ8eLt GtMBtW2Lt, ÔtÕt3 BtÔt3ítt Gtçy1Ëtu8 ntuBtwÕÕttntu Ëw7Bt0 yuÕtGt3nu Gtwh3sW2Lt

૩૬.ફકત તેઓ જ કબૂલ કરી લે છે કે જેઓ (તવજ્જોથી) સાંભળે છે; અને મરણ પામેલાઓને અલ્લાહ સજીવન કરશે, પછી તેઓને તે (અલ્લાહ)ની જ તરફ પલટાવવામાં આવશે.

૧/૨ સિપારો પુરું

[37:44.00]

وَ قَالُوْا لَوْلَا نُزِّلَ عَلَيْهِ اٰيَةٌ مِّنْ رَّبِّهٖ‌ؕ قُلْ اِنَّ اللّٰهَ قَادِرٌ عَلٰٓى اَنْ يُّنَزِّلَ اٰيَةً وَّلٰكِنَّ اَكْثَرَهُمْ لَا يَعْلَمُوْنَ‏﴿37﴾‏

૩૭.Ôtf1tÕtq ÕtÔt3Õtt LtwÍ3ÍuÕt y1ÕtGtnu ytGtítwBt3 rBth0ççtune, f1wÕt3 ELLtÕÕttn f1tŒuÁLt3 y1Õtt9 ykGGttuLtÍ3ÍuÕt ytGtítkÔt3 ÔtÕttrfLt0 yf3Ë7hnwBt3 ÕttGty14ÕtBtqLt

૩૭.અને તેઓ કહે છે કે તેના પરવરદિગાર તરફથી તેના પર કોઇ નિશાની નાઝિલ કરવામાં કેમ નથી આવી? તું કહે કે બેશક અલ્લાહ એ બાબત ઉપર કાદીર છે કે કોઇ નિશાની નાઝિલ કરે, પણ તેઓમાંના ઘણા જાણતા નથી.

 

[38:05.00]

وَمَا مِنْ دَآبَّةٍ فِى الْاَرْضِ وَلَا طٰۤئِرٍ يَّطِيْرُ بِجَنَاحَيْهِ اِلَّاۤ اُمَمٌ اَمْثَالُكُمْ‌ؕ مَا فَرَّطْنَا فِى الْكِتٰبِ مِنْ شَىْءٍ‌ ثُمَّ اِلٰى رَبِّهِمْ يُحْشَرُوْنَ‏﴿38﴾‏

૩૮.Ôt BttrBtLŒt9çt0rítLt3 rVÕt3yÍu2o ÔtÕttítt92yu®hGt3 Gtít2ehtu çtusLttn1Gt3nu EÕÕtt9 ytuBtBtwLt3 yBËt7ÕttufwBt3, Btt Vh3hít14Ltt rVÕfuíttçtu rBtLt3 ~tGt3ELt3 Ëw7BBt yuÕtt hççturnBt3 Gttun14~tYLt

૩૮.અને ઝમીન પર કોઇ જાનવર તેમજ પોતાની બંને પાંખો વડે ઊડતુ કોઇ પંખી નથી સિવાય કે તેઓ (પણ) તમારા જેવી ઉમ્મતો છે. અમોએ આ કિતાબમાં કોઇ પણ બાબત પડતી મૂકી નથી. પછી તેઓ સર્વે પોતાના પરવરદિગારની બારગાહમાં ભેગાં કરવામાં આવશે.

 

[38:49.00]

وَالَّذِيْنَ كَذَّبُوْا بِاٰيٰتِنَا صُمٌّ وَّبُكْمٌ فِى الظُّلُمٰتِ‌ؕ مَنْ يَّشَاِ اللّٰهُ يُضْلِلْهُ ؕ وَمَنْ يَّشَاْ يَجْعَلْهُ عَلٰى صِرَاطٍ مُّسْتَقِيْمٍ‏﴿39﴾‏

૩૯.ÔtÕÕtÍ8eLt fÍ74Íçtq çtuytGttítuLtt Ëw1Btwk0Ôt3 Ôtçtwf3BtwLt3 rVÍ54Ítu6ÕttuBttítu, BtkGGt~tEÕÕttntu GtwÍ14rÕtÕntu ÔtBtkGt0~ty3 Gts3y1Õntu y1ÕttËu2htrít1Bt3 BtwMítf2eBt

૩૯.અને જે લોકો અમારી આયતોને જૂઠલાવે છે તેઓ બહેરા તથા મૂંગા અંધકારમાં (પડેલા) છે; અલ્લાહ જેને ચાહે છે તેને ગુમરાહ કરે છે અને જેને ચાહે છે તેને સેરાતે મુસ્તકીમ પર રાખે છે.

 

[39:16.00]

قُلْ اَرَءَيْتَكُمْ اِنْ اَتٰٮكُمْ عَذَابُ اللّٰهِ اَوْ ا تَتْكُمُ السَّاعَةُ اَغَيْرَ اللّٰهِ تَدْعُوْنَ‌ۚ اِنْ كُنْتُمْ صٰدِقِيْنَ‏﴿40﴾‏

૪૦.fw1Õt3 yhyGt3ítfwBt3 ELt3yíttfwBt3 y1Ít7çtwÕÕttnu yÔt3yítít3 ftuBtwË0ty1íttu yø1tGt3hÕÕttnu ítŒ3W2Lt, ELfwLítwBt3 Ë1tŒuf2eLt

૪૦.તું કહે કે જો તમે સાચા હોવ તો જયારે અલ્લાહનો અઝાબ તમને પકડી લે અથવા તમારા પર કયામત આવી જાય ત્યારે શું તમે અલ્લાહના સિવાય બીજા કોઇને પોકારશો?

 

[39:47.00]

بَلْ اِيَّاهُ تَدْعُوْنَ فَيَكْشِفُ مَا تَدْعُوْنَ اِلَيْهِ اِنْ شَآءَ وَتَنْسَوْنَ مَا تُشْرِكُوْنَ۠ ‏﴿41﴾‏

૪૧.çtÕt3EGt0tntu ítŒ3W2Lt VGtf3~tuVtu BttítŒ3W2Lt yuÕtGt3nu EL~tt9y ÔtítLËÔt3Lt Bttítw~hufqLt

૪૧.(નહિ) બલ્કે ફકત તે (અલ્લાહ)ને જ તમે પોકારશો, પછી તે ચાહશે તો જે (મુશ્કેલી દૂર કરવા) માટે તમો તેને પોકારો છો તેને દૂર કરી દેશે, અને તમે જેમને શરીક બનાવો છો તેને ભૂલી જશો.

 

[40:18.00]

وَلَقَدْ اَرْسَلْنَاۤ اِلٰٓى اُمَمٍ مِّنْ قَبْلِكَ فَاَخَذْنٰهُمْ بِالْبَاْسَآءِ وَالضَّرَّآءِ لَعَلَّهُمْ يَتَضَرَّعُوْنَ‏﴿42﴾‏

૪૨.ÔtÕtf1Œ3 yh3ËÕLtt9 yuÕtt9 ytuBtrBtBt3 rBtLf1çÕtuf VyÏt1Í74LttnwBt3 rçtÕt3 çty3Ët9yu ÔtÍ02h3ht9yu Õty1ÕÕtnwBt3 GtítÍ1h0W2Lt

૪૨.અને ખરેજ અમોએ તારી પહેલાની ઉમ્મતો તરફ (રસૂલો) મોકલ્યા હતા, પછી અમોએ તેમને સખતી અને તકલીફમાં સપડાવ્યા કે કદાચને તેઓ વિનમ્ર બને.

 

[40:43.00]

فَلَوْلَاۤ اِذْ جَآءَهُمْ بَاْسُنَا تَضَرَّعُوْا وَلٰكِنْ قَسَتْ قُلُوْبُهُمْ وَزَيَّنَ لَهُمُ الشَّيْطٰنُ مَا كَانُوْا يَعْمَلُوْنَ‏﴿43﴾‏

૪૩.VÕtÔt3Õtt9 EÍ74ò9ynwBt3 çty3ËtuLtt ítÍ1h0W2 ÔtÕttrfLt3 f1Ëít3 ftu2ÕtqçttunwBt3 ÔtÍGGtLt ÕtntuBtw~t0Gt3ít1tLttu BttftLtq Gty14BtÕtqLt

૪૩.જયારે અમારો અઝાબ તેમના ઉપર આવી પહોંચ્યો ત્યારે તેઓ શા માટે વિનમ્ર (બની તસ્લીમ) ન થયા? પણ તેમના દિલ સખત થઇ ગયા અને જે આમાલ તેઓ અંજામ આપતા હતા તેને શેતાને (તેમના માટે) સુશોભિત બનાવી દીધા હતા.

 

[41:03.00]

فَلَمَّا نَسُوْا مَا ذُكِّرُوْا بِهٖ فَتَحْنَا عَلَيْهِمْ اَبْوَابَ كُلِّ شَىْءٍ ؕ حَتّٰٓى اِذَا فَرِحُوْا بِمَاۤ اُوْتُوْۤا اَخَذْنٰهُمْ بَغْتَةً فَاِذَا هُمْ مُّبْلِسُوْنَ‏﴿44﴾‏

૪૪.VÕtBBtt LtËq BttÍw7f3fuY çtune Vítn14Ltt y1ÕtGt3rÕtBt3 yçÔttçt fwÕÕtu ~tGt3ELt3, n1íítt9 yuÍt7 Vhunq1 çtuBtt9Wítq9 yÏ1tÍ74LttnwBt3 çtø1ítítLt3 VyuÍt7nwBt3 BtwçÕtuËqLt

૪૪.જ્યારે તેઓ યાદ અપાવેલ (ચીઝો) ભૂલી ગયા ત્યારે અમોએ પણ તેમના ઉપર દરેક (નેઅમતની ચીઝ) વસ્તુઓના દરવાજા ખોલી નાખ્યા, અહીં સુધી કે તેઓ આપેલ ચીઝ-વસ્તુઓથી (સંપૂર્ણ) ખુશ (સંતુષ્ઠ) થઇ ગયા. આ સમયે અમોએ તેઓને અચાનક પકડી લીધા, પછી તેઓ અચાનક જ નાઉમ્મીદ થઇ ગયા.

 

[41:33.00]

فَقُطِعَ دَابِرُ الْقَوْمِ الَّذِيْنَ ظَلَمُوْا‌ ؕ وَالْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعٰلَمِيْنَ‏﴿45﴾‏

૪૫.Vft2uít2uy1 ŒtçtuÁÕt3 fÔtrBtÕt0Í8eLt Í5ÕtBtq, ÔtÕn1Bt3ŒturÕtÕÕttnu hÂççtÕt3 yt1ÕtBteLt

૪૫.પછી ઝુલમગારો(ના સિલસિલા)ને જળમૂળથી કાપી નાખવામાં આવ્યો; અને તમામ વખાણ અલ્લાહને જ માટે છે જે દુનિયાઓનો પાલનહાર છે.

 

[41:44.00]

قُلْ اَرَءَيْتُمْ اِنْ اَخَذَ اللّٰهُ سَمْعَكُمْ وَ اَبْصَارَكُمْ وَخَتَمَ عَلٰى قُلُوْبِكُمْ مَّنْ اِلٰهٌ غَيْرُ اللّٰهِ يَاْتِيْكُمْ بِهٖؕ اُنْظُرْ كَيْفَ نُصَرِّفُ الْاٰيٰتِ ثُمَّ هُمْ يَصْدِفُوْنَ‏﴿46﴾‏

૪૬.f1wÕt3 yhyGt3ítwBt3 ELt3 yÏt1Í7ÕÕttntu ËBy1fwBt3 Ôt yçt3Ë1thfwBt3 Ôt Ït1ítBt y1Õtt ftu2ÕtqçtufwBt3 BtLyuÕttnwLt3 ø1tGt3ÁÕÕttnu Gty3ítefwBt3 çtune, WLt3Íw5h3 fGt3V LttuË1h3huVwÕt3 ytGttítu Ëw7BBtnwBt3 GtM1ŒuVqLt

૪૬.તું કહે! શું તમે વિચાર્યુ છે કે અગર અલ્લાહ તમારી સાંભળવાની શક્તિ તથા તમારી જોવાની શક્તિ લઇ લે અને તમારા દિલો પર મહોર મારી દે તો અલ્લાહ સિવાય એવો કોણ માઅબૂદ છે જે તમને તે વસ્તુઓ પાછી આપી શકે? જોઇ લે! અમે આયતોને કેવી વિવિધ રીતે બયાન કરીએ છીએ પછી પણ તેઓ ફરી જાય છે.

 

[42:25.00]

قُلْ اَرَءَيْتَكُمْ اِنْ اَتٰٮكُمْ عَذَابُ اللّٰهِ بَغْتَةً اَوْ جَهْرَةً هَلْ يُهْلَكُ اِلَّا الْقَوْمُ الظّٰلِمُوْنَ‏﴿47﴾‏

૪૭.fw1Õt3 yhyGt3ítfwBt3 ELt3 yíttfwBt3 y1Ít7çtwÕÕttnu çtø14títítLt3 yÔt3sn3hítLt3 nÕt3Gttun3Õtftu EÕÕtÕt3 f1Ôt3BtwÍ06tÕtuBtqLt

૪૭.કહે! તમારા મત મુજબ જો અલ્લાહનો અઝાબ તમારા પર ઓચિંતો અથવા ખુલ્લી રીતે આવી પડે તો શું ઝુલમગારો સિવાય બીજા કોઇ હલાક થશે ?

 

[42:41.00]

وَمَا نُرْسِلُ الْمُرْسَلِيْنَ اِلَّا مُبَشِّرِيْنَ وَمُنْذِرِيْنَ‌ۚ فَمَنْ اٰمَنَ وَاَصْلَحَ فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُوْنَ‏﴿48﴾‏

૪૮.ÔtBttLtwh3ËuÕtwÕt Btwh3ËÕteLt EÕÕtt Bttuçt~t3~tuheLt ÔtBtwLtÍu8heLt, VBtLt3 ytBtLt ÔtyË14Õtn1 VÕtt Ï1tÔtVwLt3 y1ÕtGt3rnBt3 ÔtÕttnwBt3 Gtn14ÍLtqLt

૪૮.અને અમે રસૂલોને નથી મોકલ્યા પણ લોકોને ખુશખબર આપનારા તથા ડરાવનારા તરીકે, પછી જેઓ ઇમાન લાવે તથા નેક આમાલ કરે, ન તેમને કોઇ ડર રહેશે અને ન તેઓ ગમગીન થશે.

 

[43:00.00]

وَالَّذِيْنَ كَذَّبُوْا بِاٰيٰتِنَا يَمَسُّهُمُ الْعَذَابُ بِمَا كَانُوْا يَفْسُقُوْنَ‏﴿49﴾‏

૪૯.ÔtÕÕtÍ8eLt fÍ74Í7çtq çtuytGttítuLtt GtBtËt0untuBtwÕt3 y1Ít7çttu çtuBttftLtq GtV3Ëtuf1qLt

૪૯.અને જેઓએ અમારી આયતોને જૂઠલાવી, તેમની નાફરમાનીના કારણે અઝાબ તેઓ સુધી પહોંચશે.

 

[43:16.00]

قُلْ لَّاۤ اَقُوْلُ لَكُمْ عِنْدِىْ خَزَآئِنُ اللّٰهِ وَلَاۤ اَعْلَمُ الْغَيْبَ وَلَاۤ اَقُوْلُ لَكُمْ اِنِّىْ مَلَكٌ‌ ۚ اِنْ اَتَّبِعُ اِلَّا مَا يُوْحٰٓى اِلَىَّ‌ ؕ قُلْ هَلْ يَسْتَوِى الْاَعْمٰى وَالْبَصِيْرُ‌ ؕ اَفَلَا تَتَفَكَّرُوْنَ۠ ‏﴿50﴾‏

૫૦.fw1ÕÕtt9 yfq1Õttu ÕtfwBt3 E2LŒe Ï1tÍt9yuLtwÕÕttnu ÔtÕtt9 yy14ÕtBtwÕt3 ø1tGt3çt ÔtÕtt9 yfq1Õttu ÕtfwBt3 ELLte BtÕtfwLt3, ELt3 yíítçtuytu2 EÕÕtt BttGtqnt92 yuÕtGGt, fw1Õt3nÕt3 GtË3ítrÔtÕt3 yy14Btt ÔtÕt3çtË2ehtu, yVÕtt ítítVf0YLt

૫૦.તું કહે કે હું તમારા સામે એવો દાવો નથી કરતો કે મારી પાસે અલ્લાહના ખજાનાઓ છે, અને ન હું ગૈબનું ઇલ્મ જાણું છું, ન તમને કહું છું કે બેશક હું એક ફરિશ્તો છું, હું માત્ર જે મારી તરફ વહી કરવામાં આવે છે તેની જ પૈરવી કરૂં છું, તું કહે કે શું આંધળો અને દેખતો સમાન હોય છે ? શું તમે (એટલુંયે) વિચારતા નથી?

 

[43:55.00]

وَاَنْذِرْ بِهِ الَّذِيْنَ يَخَافُوْنَ اَنْ يُّحْشَرُوْۤا اِلٰى رَبِّهِمْ‌ لَيْسَ لَهُمْ مِّنْ دُوْنِهٖ وَلِىٌّ وَّلَا شَفِيْعٌ لَّعَلَّهُمْ يَتَّقُوْنَ‏﴿51﴾‏

૫૧.ÔtyLt3rÍ7h3 çturnÕt3 ÕtÍ8eLt GtÏt1tVqLt ykGGttun14~tY yuÕtthççturnBt3 ÕtGt3ËÕtnwBt3 rBtLŒqLtune ÔtrÕtGGtwkÔt3 ÔtÕtt ~tVeW2Õt3 Õty1ÕÕtnwBt3 Gtíítfq1Lt

૫૧.અને જે લોકો પોતાના પરવરદિગારની હજુરમાં મહેસૂર થવાનો ડર રાખે છે તેમને આ (કિતાબ) વડે (નાફરમાનીથી) ડરાવ (કે) તેમના માટે તે (અલ્લાહ)ની સિવાય ન કોઇ વલી (સરપરસ્ત) છે, ન કોઇ સિફારીશ કરનાર. કદાચને તેઓ પરહેઝગાર બને.

 

[44:15.00]

وَلَا تَطْرُدِ الَّذِيْنَ يَدْعُوْنَ رَبَّهُمْ بِالْغَدٰوةِ وَالْعَشِىِّ يُرِيْدُوْنَ وَجْهَهٗ‌ ؕ مَا عَلَيْكَ مِنْ حِسَابِهِمْ مِّنْ شَىْءٍ وَّمَا مِنْ حِسَابِكَ عَلَيْهِمْ مِّنْ شَىْءٍ فَتَطْرُدَهُمْ فَتَكُوْنَ مِنَ الظّٰلِمِيْنَ‏﴿52﴾‏

૫૨.ÔtÕtt ítí1hturŒÕÕtÍ8eLt GtŒ3W2Lt hç0tnwBt3 rçtÕt3 ø1tŒtÔtítu ÔtÕt3y1r~tGGtu GttuheŒqLt Ôts3nnq, Btty1ÕtGt3f rBtLt3nu2ËtçturnBt3 rBtL~tGtEkÔt3 ÔtBtt rBtLnu8Ëtçtuf y1ÕtGt3rnBt3 rBtLt3 ~tGt3ELt3 Vítí1htuŒnwBt3 VítfqLt BtuLtÍ54Í5tÕtuBteLt

૫૨.અને જેઓ સવાર સાંજ પોતાના પરવરદિગારને પુકારે છે અને તેને જ પોતાનો મકસદ બનાવેલ છે તેમને તારાથી દૂર ન કર, ન તેમના હિસાબ(ની જવાબદારી) તારા માથે છે, અને ન તારા હિસાબ(ની જવાબદારી) તેઓ માથે છે, છતાંપણ જો તુ તેઓને (તારાથી) દૂર કરીશ તો ઝાલિમોમાંથી થઇ જઇશ.

 

[44:45.00]

وَكَذٰلِكَ فَتَنَّا بَعْضَهُمْ بِبَعْضٍ لِّيَقُوْلُوْۤا اَهٰٓؤُلَآءِ مَنَّ اللّٰهُ عَلَيْهِمْ مِّنْۢ بَيْنِنَا ؕ اَلَيْسَ اللّٰهُ بِاَعْلَمَ بِالشّٰكِرِيْنَ‏﴿53﴾‏

૫૩.ÔtfÍt7Õtuf VítLLtt çty14Í1nwBt3 çtuçty14rÍ1Õt3 ÕtuGtf1qÕtq9 ynt9ytuÕttyu9 BtLLtÕt0tntu y1ÕtGt3rnBt3 rBtBt3çtGt3LtuLtt, yÕtGt3ËÕÕttntu çtuyy14ÕtBt rçt~t0tfuheLt

૫૩.અને આ જ પ્રમાણે અમે અમુકને અમુકથી અજમાવીએ છીએ કે બોલી ઉઠે છે શું અમારામાંના આ એ જ લોકો છે કે જેમના પર અલ્લાહે અહેસાન કર્યો છે ? શું અલ્લાહ શુક્ર ગુઝારોને (તેઓ કરતા) વધારે નથી જાણતો ?

 

[45:16.00]

وَاِذَا جَآءَكَ الَّذِيْنَ يُؤْمِنُوْنَ بِاٰيٰتِنَا فَقُلْ سَلٰمٌ عَلَيْكُمْ‌ كَتَبَ رَبُّكُمْ عَلٰى نَفْسِهِ الرَّحْمَةَ‌ ۙ اَنَّهٗ مَنْ عَمِلَ مِنْكُمْ سُوْٓءًۢا بِجَهَالَةٍ ثُمَّ تَابَ مِنْۢ بَعْدِهٖ وَاَصْلَحَۙ فَاَنَّهٗ غَفُوْرٌ رَّحِيْمٌ‏﴿54﴾‏

૫૪.ÔtyuÍt7 ò9yfÕt3 ÕtÍ8eLt Gttuy3BtuLtqLt çtuytGttítuLtt Vf1wÕt3 ËÕttBtwLt3 y1ÕtGt3fwBt3 fítçt hççttufwBt3 y1ÕttLtV3Ëurnh3 hn14Btít yLLtnq BtLt3y1BtuÕt rBtLt3fwBt3 Ëq9yBt3 çtusntÕtrítLt3 Ë7wBt0 íttçt rBtBt3 çty14Œune Ôt yË14Õtn1 VyLLtnq ø1tVqÁh hn2eBt

૫૪.અને જેઓ અમારી આયતો ઉપર ઇમાન રાખે છે તેઓ જ્યારે તારી પાસે આવે ત્યારે તું તેમને કહે કે તમારા ઉપર સલામ થાય; તમારા પરવરદિગારે પોતાની જાત પર રહેમત લખી લીધી (વાજિબ કરી દીધી) છે કે તમારામાંથી જે કોઇ નાદાનીમાં કાંઇ બદી કરી બેસે અને તે બાદ તૌબા કરી લે તથા સુધરી જાય, ત્યારબાદ તે (અલ્લાહ) ગફુરૂર રહીમ છે.

 

[46:50.00]

وَكَذٰلِكَ نُفَصِّلُ الْاٰيٰتِ وَلِتَسْتَبِيْنَ سَبِيْلُ الْمُجْرِمِيْنَ۠ ‏﴿55﴾‏

૫૫.ÔtfÍ7tÕtuf LttuVM1Ëu8ÕtwÕt3 ytGttítu ÔtÕtuítË3ítçteLt ËçteÕtwÕt3 Btws3huBteLt

૫૫.અને આ રીતે અમે આયતોને વિગતવાર બયાન કરીએ છીએ અને તે એટલા માટે કે ગુનેહગારોનો રસ્તો રોશન થઇ (અલગ પડી) જાય.

 

[47:00.00]

قُلْ اِنِّىْ نُهِيْتُ اَنْ اَعْبُدَ الَّذِيْنَ تَدْعُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ‌ؕ قُلْ لَّاۤ ا تَّبِعُ اَهْوَآءَكُمْ‌ۙ قَدْ ضَلَلْتُ اِذًا وَّمَاۤ اَنَا مِنَ الْمُهْتَدِيْنَ‏﴿56﴾‏

૫૬.f1wÕt3 ELLte Lttuneíttu yLt3 yy14çttuŒÕÕtÍ8eLt ítŒ3W2Lt rBtLŒqrLtÕÕttnu, f1wÕÕtt9 yíítçtuytu2 yn3Ôtt9yfwBt3 f1Œ3 Í1ÕtÕt3íttu yuÍ7Ôt3 ÔtBtt9 yLtt BtuLtÕt3 Bttun3ítŒeLt

૫૬.કહે કે જેમને તમે અલ્લાહના સિવાય પોકારો છો તેમની ઇબાદત કરવાની મને મનાઇ કરવામાં આવી છે. કહે કે હું તમારી ઇચ્છાઓની પૈરવી કરીશ નહિ. (જો એમ કરૂં તો) ખરેખર હું ગુમરાહ થઇ જાઉં અને હિદાયત પામેલાઓમાં નહિ રહુ.

 

[47:23.00]

قُلْ اِنِّىْ عَلٰى بَيِّنَةٍ مِّنْ رَّبِّىْ وَكَذَّبْتُمْ بِهٖ‌ؕ مَا عِنْدِىْ مَا تَسْتَعْجِلُوْنَ بِهٖؕ اِنِ الْحُكْمُ اِلَّا لِلّٰهِ‌ؕ يَقُصُّ الْحَقَّ‌ وَهُوَ خَيْرُ الْفٰصِلِيْنَ‏﴿57﴾‏

૫૭.f1wÕt3 ELLte y1Õtt çtGGtuLtrítBt3 rBth0ççte Ôt fÍ08çt3ítwBt3 çtune, BttE2LŒe BttítË3íty14suÕtqLt çtune, yurLtÕt3n1wf3Bttu EÕt0trÕtÕÕttnu, Gtfw1M1Ëw1Õt3 n1f14f1 ÔtntuÔt Ï1tGt3ÁÕt VtËu2ÕteLt

૫૭.તું કહે કે બેશક મારી પાસે મારા પરવરદિગાર તરફથી રોશન દલીલ છે અને તમે તેને જૂઠલાવો છો; જેની તમે ઉતાવળ કરો છો તે (અઝાબ કરવાનું) મારા હાથમાં નથી; ચૂકાદો ફકત અલ્લાહના હાથમાં જ છે; તે હક બયાન કરે છે અને એજ સૌથી સારો ફેસલો કરનાર છે.

 

[47:50.00]

قُلْ لَّوْ اَنَّ عِنْدِىْ مَا تَسْتَعْجِلُوْنَ بِهٖ لَقُضِىَ الْاَمْرُ بَيْنِىْ وَبَيْنَكُمْ‌ؕ وَاللّٰهُ اَعْلَمُ بِالظّٰلِمِيْنَ‏﴿58﴾‏

૫૮.fw1Õt3 ÕtÔt3 yLLt E2LŒe BttítË3íty14suÕtqLt çtune Õtft2uÍ2uGtÕt3 yBhtu çtGt3Lte ÔtçtGt3LtfwBt3, ÔtÕÕttntu yy14ÕtBttu rçtÍ54Í5tÕtuBteLt

૫૮.કહે કે જેની તમે ઉતાવળ કરો છો તે જો મારી પાસે હોત તો ખરેખર મારા અને તમારા વચ્ચેના મામલાઓનો (ક્યારનોય) ફેસલો આવી ગયો હોત; અને અલ્લાહ ઝાલિમોથી સારી રીતે વાકેફ છે.

 

[48:09.00]

وَعِنْدَهٗ مَفَاتِحُ الْغَيْبِ لَا يَعْلَمُهَاۤ اِلَّا هُوَ‌ؕ وَيَعْلَمُ مَا فِى الْبَرِّ وَالْبَحْرِ‌ؕ وَمَا تَسْقُطُ مِنْ وَّرَقَةٍ اِلَّا يَعْلَمُهَا وَلَا حَبَّةٍ فِیْ ظُلُمٰتِ الْاَرْضِ وَلَا رَطْبٍ وَّلَا يَابِسٍ اِلَّا فِیْ كِتٰبٍ مُّبِيْنٍ‏﴿59﴾‏

૫૯.ÔtE2LŒnq BtVtítun1wÕt3 ø1tGt3çtu ÕttGty14ÕtBttunt9 EÕÕttntuÔt, Ôt Gty14ÕtBttu BttrVÕt3çth3hu ÔtÕt3çtn14hu, ÔtBttítË3ft2uítt2u rBtkÔt3Ôthf1rítLt3 EÕÕttGty14ÕtBttunt ÔtÕtt n1çt0rítLt3 VeÍt6uÕttuBttrítÕt3 yh3Íu2 ÔtÕtthít14®çtÔt3 ÔtÕttGttçturËLt3 EÕÕtt VefuíttrçtBBttuçteLt

૫૯.અને ગયબના ખઝાનાઓની ચાવીઓ તેની જ પાસે છે કે તેના સિવાય અન્ય કોઇ જાણતું નથી; અને તે ખુશ્કી તથા દરિયાઓમાં જે કાંઇ છે તે જાણે છે અને એક પાંદડું (પણ એવું) નથી પડતું કે જેને તે જાણતો ન હોય, અને ઝમીનના અંધકારમાં એવો કોઇ દાણો અને એવી કંઇ લીલી કે સૂકી (ચીઝ) નથી કે જેનુ બયાન કિતાબે મુબીનમાં ન હોય.

 

[49:56.00]

وَهُوَ الَّذِىْ يَتَوَفّٰٮكُمْ بِالَّيْلِ وَ يَعْلَمُ مَا جَرَحْتُمْ بِالنَّهَارِ ثُمَّ يَبْعَثُكُمْ فِيْهِ لِيُقْضٰٓى اَجَلٌ مُّسَمًّى‌ۚ ثُمَّ اِلَيْهِ مَرْجِعُكُمْ ثُمَّ يُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ تَعْمَلُوْنَ۠ ‏﴿60﴾‏

૬૦.Ôt ntuÔtÕÕtÍ8e GtítÔtV0tfwBt3 rçtÕÕtGt3Õtu Ôt Gty14ÕtBttu Bttshn14ítwBt3 rçtLt0nthu Ëw7BBt Gtçy1ËtufwBt3 Venu ÕtuGtwf14Ít92 ysÕtwBt3 BttuËBt0Lt, Ëw7BBt yuÕtGt3nu Bth3suytu2fwBt3 Ëw7BBt GttuLtççtuytufwBt3 çtuBttfwLítwBt3 íty14BtÕtqLt

૬૦.અને તે અલ્લાહ એ જ છે જે તમને રાત્રે એક પ્રકારની મૌત આપે છે (સૂવરાવે છે), અને દિવસે જે કાંઇ તમે હાંસિલ કરો છો તે પણ જાણે છે, પછી તે તમને તે (દિવસ)માં ઉઠાડી ઊભા કરે છે કે જેથી મુકર્રર કરવામાં આવેલ (હયાતનો) સમય પૂરો કરી શકો, પછી તેની જ હજૂરમાં તમારૂં પાછું ફરવાનુ છે, પછી તમને તમારા આમાલથી વાકેફ કરી દેશે.

 

[50:21.00]

وَهُوَ الْقَاهِرُ فَوْقَ عِبَادِهٖ‌ وَيُرْسِلُ عَلَيْكُمْ حَفَظَةً ؕ حَتّٰٓى اِذَا جَآءَ اَحَدَكُمُ الْمَوْتُ تَوَفَّتْهُ رُسُلُنَا وَهُمْ لَا يُفَرِّطُوْنَ‏﴿61﴾‏

૬૧.ÔtntuÔtÕt3 f1tnuhtu VÔt3f1 yu2çttŒune ÔtGtwh3ËuÕttu y1ÕtGt3fwBt3 n1VÍ5ítLt3, n1íítt9 yuÍt7ò9y yn1ŒftuBtwÕt3 BtÔt3íttu ítÔtV3Vít3ntu htuËtuÕttuLtt ÔtnwBt3 ÕttGttuVhuoítq1Lt

૬૧.અને તે પોતાના બંદાઓ પર ગાલીબ છે અને તમારા પર મુહાફીઝ મોકલે છે, ત્યાં સુધી કે જ્યારે તમારામાંથી કોઇની મૌત આવે છે ત્યારે અમારા ફરિશ્તાઓ તેની રૂહ કબ્ઝ કરે છે અને તેઓ (પોતાના કામમાં) કોતાહી કરતા નથી.

 

[51:34.00]

ثُمَّ رُدُّوْۤا اِلَى اللّٰهِ مَوْلٰٮهُمُ الْحَقِّ‌ؕ اَلَا لَهُ الْحُكْمُ وَهُوَ اَسْرَعُ الْحَاسِبِيْنَ‏﴿62﴾‏

૬૨.Ëw7Bt0 ÁŒq90 yuÕtÕÕttnu BtÔt3ÕttntuBtwÕt3 n1f14fu2, yÕttÕtnwÕt3 n1wf3Bttu ÔtntuÔt yË3hW2Õt3 n1tËuçteLt

૬૨.પછી તેમને હકીકી સરપરસ્ત અલ્લાહ તરફ પલટાવવામાં આવે છે; જાણી લો કે બધા ફેસલાનો હક તેનો જ છે, અને તે ઝડપી હિસાબ લેનારો છે.

 

[51:51.00]

قُلْ مَنْ يُّنَجِّيْكُمْ مِّنْ ظُلُمٰتِ الْبَرِّ وَالْبَحْرِ تَدْعُوْنَهٗ تَضَرُّعًا وَّخُفْيَةًۚ لَئِنْ اَنْجٰٮنَا مِنْ هٰذِهٖ لَنَكُوْنَنَّ مِنَ الشّٰكِرِيْنَ‏﴿63﴾‏

૬૩.fw1Õt3BtkGGttuLts3SfwBt3 rBtLt3Ítu6ÕttuBttrítÕt3 çthuo ÔtÕt3çtn14hu ítŒ3W2Ltnq ítÍ1htuo y1Ôt3 Ôt Ït1wV3GtítLt3, ÕtELt3 yLt3òLtt rBtLt3 ntÍu8ne ÕtLtfqLtLLt BtuLt~t3 ~ttfuheLt

૬૩.તું કહે કે ખુશ્કી તથા દરિયાના અંધકારમાંથી તમને કોણ છુટકારો આપે છે ? જ્યારે કે તમે કરગરીને અને છાનામાનાં એવી દુઆ માંગો છો કે જો તે અમને આ (આફત)માંથી પાર ઉતારી દે તો ખરેખર અમે શુક્રગુઝાર બની જઇશું.

 

[52:54.00]

قُلِ اللّٰهُ يُنَجِّيْكُمْ مِّنْهَا وَمِنْ كُلِّ كَرْبٍ ثُمَّ اَنْتُمْ تُشْرِكُوْنَ‏﴿64﴾‏

૬૪.ft2urÕtÕÕttntu GttuLts3SfwBt3 rBtLntu ÔtrBtLt3fwÕÕtu fh3rçtLt3 Ëw7BBt yLítwBt3 ítw~hufqLt

૬૪.તું કહે કે અલ્લાહ જ તમને તેમાંથી તથા દરેક બેચેનીમાંથી છુટકારો આપે છે, તેમ છતાં તમે (બીજાને તેના) શરીક બનાવો છો.

 

[53:26.00]

قُلْ هُوَ الْقَادِرُ عَلٰٓى اَنْ يَّبْعَثَ عَلَيْكُمْ عَذَابًا مِّنْ فَوْقِكُمْ اَوْ مِنْ تَحْتِ اَرْجُلِكُمْ اَوْ يَلْبِسَكُمْ شِيَعًا وَّيُذِيْقَ بَعْضَكُمْ بَاْسَ بَعْضٍ‌ؕ اُنْظُرْ كَيْفَ نُصَرِّفُ الْاٰيٰتِ لَعَلَّهُمْ يَفْقَهُوْنَ‏﴿65﴾‏

૬૫.f1wÕntuÔtÕt3 f1tŒuhtu y1Õtt9 ykGt0çt3y1Ë7 y1ÕtGt3fwBt3 y1Ít7çtBt3 rBtLVÔt3fu2fwBt3 yÔt3 rBtLítn14ítu yh3òuÕtufwBt3 yÔt3 GtÕçtuËfwBt3 ~tuGty1Ôt4k ÔtGttuÍ8ef1 çty14Í1fwBt3 çty3Ë çty14rÍ1Lt3, WLÍ5wh3fGt3V LttuË1huoVwÕt ytGttítu Õty1ÕÕtnwBt3 GtV3f1nqLt

૬૫.કહે કે તે તમારી ઉપરથી અથવા તમારા પગો હેઠળથી અઝાબ મોકલવાને શકિતમાન છે, અથવા તમારા (જુદા જુદા) ભાગલા પાડી સામ સામે લડાવી દે અને તમારામાંથી અમુક (બીજા) અમુકને લડાઇની મજા ચખાડે; તું જો, અમે આયતોને કેવી જુદી જુદી રીતે બયાન કરીએ છીએ કે કદાચને તેઓ સમજી શકે.

 

[54:02.00]

وَكَذَّبَ بِهٖ قَوْمُكَ وَهُوَ الْحَقُّ‌ ؕ قُلْ لَّسْتُ عَلَيْكُمْ بِوَكِيْلٍؕ‏﴿66﴾‏

૬૬.ÔtfÍ08çt çtune f1Ôt3Bttuf ÔtntuÔtÕt3 n1f14ft2u, f1wÕt0Míttu y1ÕtGt3fwBt3 çtuÔtfeÕt

૬૬.અને તારી કૌમ તે (કુરઆન)ને જૂઠલાવે છે, જો કે તે હક છે; તું કહે કે હું તમારો વકીલ (જવાબદાર) નથી.

 

[54:13.00]

لِّكُلِّ نَبَاٍ مُّسْتَقَرٌّ‌ؗ وَّسَوْفَ تَعْلَمُوْنَ‏﴿67﴾‏

૬૭.ÕtufwÕÕtu LtçtEBt3 BtwMítf1hoÔt4k ÔtËÔt3V íty14ÕtBtqLt

૬૭.દરેક આગાહીનો (એક નક્કી કરેલો) સમય છે, અને (તે) તમે નઝદીકમાં જાણી લેશો.

 

[54:32.00]

وَاِذَا رَاَيْتَ الَّذِيْنَ يَخُوْضُوْنَ فِیْۤ اٰيٰتِنَا فَاَعْرِضْ عَنْهُمْ حَتّٰى يَخُوْضُوْا فِیْ حَدِيْثٍ غَيْرِهٖ‌ ؕ وَاِمَّا يُنْسِيَنَّكَ الشَّيْطٰنُ فَلَا تَقْعُدْ بَعْدَ الذِّكْرٰى مَعَ الْقَوْمِ الظّٰلِمِيْنَ‏﴿68﴾‏

૬૮.ÔtyuÍt7 hyGt3ítÕÕtÍ8eLt GtÏt1qÍ1qLt Ve9ytGttítuLtt Vyy14rh2Í3 y1LnwBt3 n1íítt GtÏt1qÍq1Ve n1ŒerË7Lt3 ø1tGt3hune, ÔtEBt0t GtwLËuGtLLtf ~~tGt3ít1tLttu VÕttítf14W2Œ3 çty14ŒÍ74 rÍ7f3ht Bty1Õt3 f1Ôt3rBtÍ06tÕtuBteLt

૬૮.અને જે વખતે તું તે લોકોને અમારી આયતો(ના સંબંધે ખોટા વાદવિવાદ)માં ડુબેલા જો ત્યારે તું તેમના તરફથી મોઢું ફેરવી લે, જ્યાં સુધી કે તેઓ બીજી કોઇ વાતચીતમાં મશગૂલ ન થાય; અને અગર શૈતાન તને ભૂલાવી દે તો યાદ આવ્યા બાદ ઝાલિમ લોકો સાથે બેસ નહિ.

 

[55:00.00]

وَمَا عَلَى الَّذِيْنَ يَتَّقُوْنَ مِنْ حِسَابِهِمْ مِّنْ شَىْءٍ وَّلٰكِنْ ذِكْرٰى لَعَلَّهُمْ يَتَّقُوْنَ‏﴿69﴾‏

૬૯.ÔtBtt y1ÕtÕÕtÍ8eLt Gtíítfq1Lt rBtLn8uËtçturnBt3 rBtL~tGt3ELt3 ÔtÕttrfLt3 rÍ7f3ht Õty1ÕÕtnwBt3 Gtíítf1qLt

૬૯.અને જે લોકો પરહેઝગાર છે તેમના માથે તેઓના હિસાબની કાંઇ પણ જવાબદારી નથી. પણ એટલી જ (જવાબદારી છે) કે (તેમને) યાદ દેવડાવતા રહે કે કદાચને તેઓ પરહેઝગાર બને.

 

[55:18.00]

وَذَرِ الَّذِيْنَ اتَّخَذُوْا دِيْنَهُمْ لَعِبًا وَّلَهْوًا وَّغَرَّتْهُمُ الْحَيٰوةُ الدُّنْيَا‌ وَ ذَكِّرْ بِهٖۤ اَنْ تُبْسَلَ نَفْسٌ ۢ بِمَا كَسَبَتْ‌ۖۗ لَيْسَ لَهَا مِنْ دُوْنِ اللّٰهِ وَلِىٌّ وَّلَا شَفِيْعٌ‌ ۚ وَاِنْ تَعْدِلْ كُلَّ عَدْلٍ لَّا يُؤْخَذْ مِنْهَا‌ ؕ اُولٰٓئِكَ الَّذِيْنَ اُبْسِلُوْا بِمَا كَسَبُوْا‌ ۚ لَهُمْ شَرَابٌ مِّنْ حَمِيْمٍ وَّعَذَابٌ ا لِيْمٌۢ بِمَا كَانُوْا يَكْفُرُوْنَ۠ ‏﴿70﴾‏

૭૦.ÔtÍ7rhÕÕtÍ8eLtít3 ítÏt1Í7q ŒeLtnqBt3 Õty2uçtkÔt3 ÔtÕtn3ÔtkÔt3 Ôtø1th0íntuBtwÕt3 n1GttítwŒ0wLGtt ÔtÍ7f3rfh3 çtune9 yLítwçËÕt LtV3ËwBt3 çtuBttfËçtít3, ÕtGt3ËÕtnt rBtLŒqrLtÕÕttnu ÔtrÕtGGtwkÔt3 ÔtÕtt~tVeW2Lt3, ÔtELt3 íty14rŒÕt3 fwÕt0 y1Œ3rÕtÕt3 ÕttGttuy3Ï1tÍ74 rBtLnt, ytuÕtt9yufÕt3 ÕtÍ8eLt WçËuÕtq çtuBttfËçtq, ÕtnwBt3 ~thtçtwBt3 rBtLn1BterBtkÔt3 Ôt y1Ít7çtwLt3 yÕteBtwBt3 çtuBttftLtq Gtf3VtuYLt

૭૦.અને તે લોકો કે જેમણે પોતાના દીનને રમત ગમત બનાવી રાખ્યું છે, અને દુન્યવી ઝિંદગીએ તેમને ધોકો આપ્યો છે તેમને આ (કુરઆન) વડે યાદ દેવરાવો, જેથી પોતાની કરેલી કમાણીઓના કારણે (અઝાબમાં) ફસાઇ ન જાય; (તે વખતે) અલ્લાહના સિવાય તે (વ્યક્તિ)નો વાલી કે શફાઅત કરનારો કોઇ પણ હશે નહિ અને અગર તે ગમે તેવો બદલો આપવા ચાહશે તો તે પણ તેના તરફથી કબૂલવામાં આવશે નહિ; અને તેઓ એ જ છે કે જેઓ પોતાના આમાલના કારણે (અઝાબમાં) મુશ્કેલીઓમાં ફસાયેલ હશે, અને જેનો તેઓ ઇન્કાર કરતા હતા તે કારણે તેમના માટે ઉકળતા પાણીનું પીણું અને દર્દનાક અઝાબ હશે.

 

[56:09.00]

قُلْ اَنَدْعُوْا مِنْ دُوْنِ اللّٰهِ مَا لَا يَنْفَعُنَا وَلَا يَضُرُّنَا وَنُرَدُّ عَلٰٓى اَعْقَابِنَا بَعْدَ اِذْ هَدٰٮنَا اللّٰهُ كَالَّذِى اسْتَهْوَتْهُ الشَّيٰطِيْنُ فِى الْاَرْضِ حَيْرَانَ۪ لَهٗۤ اَصْحٰبٌ يَّدْعُوْنَهٗۤ اِلَى الْهُدَى ائْتِنَا ‌ؕ قُلْ اِنَّ هُدَى اللّٰهِ هُوَ الْهُدٰى‌ؕ وَاُمِرْنَا لِنُسْلِمَ لِرَبِّ الْعٰلَمِيْنَۙ‏﴿71﴾‏

૭૧.fw1Õt3 yLtŒ3W2 rBtLŒqrLtÕÕttnu BttÕtt GtLt3 Vytu2Ltt ÔtÕttGtÍw1htuoLtt ÔtLttuhÆtu y1Õtt9 yy14f1tçtuLtt çty14Œ E8Í3 nŒtLtÕÕttntu fÕÕtrÍ7Ë3 ítn3Ôtínw~t3 ~tGttít2eLttu VeÕyÍuo2 n1Gt3htLt, Õtn9q yM1n1tçtwkGt3 GtŒ3W2Ltnq9 yuÕtÕt3 ntuŒy3ítuLtt, fw1Õt3 ELLt ntuŒÕÕttnu ntuÔtÕt3ntuŒt, ÔtyturBth3Ltt ÕtuLtwMÕtuBt ÕtuhÂççtÕt3 y1tÕtBteLt

૭૧.તું કહે કે શું અમે અલ્લાહને મૂકી તેઓને પોકારીએ જે અમને ન ફાયદો પહોંચાડે છે ન નુકસાન, અને (વળી) અલ્લાહ અમારી હિદાયત કરી ચૂક્યો છે તે પછી પણ તે શખ્સની જેમ પાછલા પગોએ ફરી જઇએ કે જેને શૈતાનોએ ઝમીનમાં (વસવસા કરી) મૂંઝવણમાં નાખી દીધો હોય ? અને તેના સાથીઓ તેને હિદાયત તરફ એમ કહેતા બોલાવતા હોય કે અમારી પાસે આવ, તું કહે કે બેશક અલ્લાહની હિદાયત એ જ (ખરી) હિદાયત છે; અને અમને ફરમાન આપવામાં આવ્યું છે કે અમે દુનિયાના પરવરદિગારને જ તસ્લીમ થઇએ:

 

[56:52.00]

وَاَنْ اَقِيْمُوا الصَّلٰوةَ وَ اتَّقُوْهُ‌ ؕ وَهُوَ الَّذِىْۤ اِلَيْهِ تُحْشَرُوْنَ‏﴿72﴾‏

૭૨.Ôt yLt3 yf2eBtwM1Ë1Õttít Ôtíítf1qntu, ÔtntuÔtÕÕtÍe98 yuÕtGt3nu íttun14~tYLt

૭૨.અને તમે નમાઝ પઢતા રહો તથા તેની (નાફરમાની)થી બચો; અને તે એજ છે કે જેની હજૂરમાં તમે મહેસૂર કરવામાં આવશો.

 

[57:03.00]

وَهُوَ الَّذِىْ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ بِالْحَقِّ‌ؕ وَيَوْمَ يَقُوْلُ كُنْ فَيَكُوْنُ۬ ؕ قَوْلُهُ الْحَقُّ‌ ؕ وَلَهُ الْمُلْكُ يَوْمَ يُنْفَخُ فِى الصُّوْرِ‌ ؕ عٰلِمُ الْغَيْبِ وَ الشَّهَادَةِ‌ ؕ وَهُوَ الْحَكِيْمُ الْخَبِيْرُ‏﴿73﴾‏

૭૩.ÔtntuÔtÕÕtÍ8e Ït1Õtf1MËBttÔttítu ÔtÕyh3Íu2 rçtÕn1f14fu2, ÔtGtÔt3Bt Gtfq1Õttu fwLVGtfqLt f1Ôt3ÕttunwÕt3 n1f14ft2u, ÔtÕtnwÕt3 BtwÕftu GtÔt3Bt GtwLVÏtt2u VeM1Ë1qhu, y1tÕtuBtwÕt3 ø1tGt3çtu Ôt~t0ntŒítu, ÔtntuÔtÕt3 n1feBtwÕt3 Ï1tçteh

૭૩.અને તે એજ છે જેણે આકાશો તથા ઝમીનને હક સાથે પૈદા કર્યા છે; અને જે દિવસે તે ફરમાવશે “થઇ જા” અને તે થઇ જશે. તેનું ફરમાન હક છે; અને જે દિવસે સૂર ફૂંકવામાં આવશે, બાદશાહત તેની જ હશે; છુપી તથા જાહેર બાબતનો જાણનાર છે; અને તે હિકમતવાળો, જાણકાર છે.

 

[57:42.00]

وَاِذْ قَالَ اِبْرٰهِيْمُ لِاَبِيْهِ اٰزَرَ اَتَتَّخِذُ اَصْنَامًا اٰلِهَةً ‌ ۚ اِنِّىْۤ اَرٰٮكَ وَقَوْمَكَ فِیْ ضَلٰلٍ مُّبِيْنٍ‏﴿74﴾‏

૭૪.ÔtEÍ74 f1tÕt EçtútneBttu Õtuyçtenu ytÍ7h yítíítÏtu2Ít8u yM1LttBtLt3 ytÕtunítLt3, ELLte9 yhtf Ôt f1Ôt3Btf Ve Í1ÕttrÕtBt3 BttuçteLt

૭૪.અને જ્યારે ઇબ્રાહીમે પોતાના (પાલક) બાપ આઝરને કહ્યું કે શું તું બૂતોને માઅબૂદ તરીકે પસંદ કરેલ છે ? ખરેજ હું તને તથા તારી કૌમને ખુલ્લી ગુમરાહીમાં જોઉં છું.

  ૩/૪ સિપારો પુરું;

[58:02.00]

وَكَذٰلِكَ نُرِىْۤ اِبْرٰهِيْمَ مَلَكُوْتَ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَلِيَكُوْنَ مِنَ الْمُوْقِنِيْنَ‏﴿75﴾‏

૭૫.Ôt fÍ7tÕtuf Lttuhe9 EçtútneBt BtÕtfqítMËBttÔttítu ÔtÕyh3Íu2 ÔtÕtuGtfqLt BtuLtÕt3 Btqfu2LteLt

૭૫.અને આ રીતે અમે ઇબ્રાહીમને આકાશો તથા ઝમીનની સલ્તનત દેખાડી કે જેથી તે યકીન રાખનારાઓમાં(નો એક) થઇ જાય.

 

[58:18.00]

فَلَمَّا جَنَّ عَلَيْهِ الَّيْلُ رَاٰ كَوْكَبًا ‌ۚ قَالَ هٰذَا رَبِّىْ‌ ۚ فَلَمَّاۤ اَفَلَ قَالَ لَاۤ اُحِبُّ الْاٰفِلِيْنَ‏﴿76﴾‏

૭૬.VÕtBBtt sLLt y1ÕtGt3rnÕt3 ÕtGt3Õttu hyt fÔt3fçtLt3, f1tÕt ntÍ7t hççte, VÕtBBtt9 yVÕt f1tÕt Õtt9yturn1ççtwÕt3 ytVuÕteLt

૭૬.પછી જ્યારે તેના પર રાતનું અંધારૂ છવાઇ ગયું ત્યારે તેણે એક તારો જોયો. તેણે કહ્યું કે શું આ મારો પરવરદિગાર છે ? પણ પછી જ્યારે તે આથમી ગયો ત્યારે તેણે કહ્યું કે હું આથમી જનારાઓને દોસ્ત રાખતો નથી.

 

[58:42.00]

فَلَمَّا رَاَالْقَمَرَ بَازِغًا قَالَ هٰذَا رَبِّىْ ‌ۚ فَلَمَّاۤ اَفَلَ قَالَ لَئِنْ لَّمْ يَهْدِنِىْ رَبِّىْ لَاَ كُوْنَنَّ مِنَ الْقَوْمِ الضَّآ لِّيْنَ‏﴿77﴾‏

૭૭.VÕtBBtt hyÕt3 f1Bth çttÍuø1tLt3 f1tÕt ntÍ7t hççte, VÕtBBtt yVÕt f1tÕt ÕtEÕÕtBt3 Gtn3ŒuLte hççte ÕtyfqLtLLt BtuLtÕt3 f1Ôt3rBtÍ14Ít92ÕÕteLt

૭૭.પછી જ્યારે તેણે ચંદ્રને ઊગતો જોયો ત્યારે તેણે કહ્યું શું આ મારો પરવરદિગાર છે? પછી જ્યારે તે પણ આથમી ગયો ત્યારે કહ્યું કે જો મારો પરવરદિગાર મારી હિદાયત નહિં કરે તો ખરેખર હું પણ ગુમરાહ લોકોમાંનો (એક) થઇ જઇશ.

 

[59:14.00]

فَلَمَّا رَاٰ الشَّمْسَ بَازِغَةً قَالَ هٰذَا رَبِّىْ هٰذَاۤ اَكْبَرُ‌ۚ فَلَمَّاۤ اَفَلَتْ قَالَ يٰقَوْمِ اِنِّىْ بَرِىْٓءٌ مِّمَّا تُشْرِكُوْنَ‏﴿78﴾‏

૭૮.VÕtBBtt hy~t0BË çttÍuø1títLt3 f1tÕt ntÍ7t hççte ntÍt98 yf3çthtu, VÕtBBtt9 yVÕtít3 f1tÕt Gttf1Ôt3Btu ELLte çthe9 WBt3rBtBt0t ít~hufqLt

૭૮.પછી જ્યારે તેણે સૂર્યને ઊગતો જોયો ત્યારે કહ્યું કે શું આ મારો પરવરદિગાર છે શું આ (સૌ કરતાં) મોટો છે? પણ જ્યારે તે આથમી ગયો ત્યારે તેણે કહ્યું કે અય મારી કોમ ! ખરેખર તમે જેમને (અલ્લાહના) શરીક બનાવો છો તેનાથી હું બેઝાર છું.

 

[59:42.00]

اِنِّىْ وَجَّهْتُ وَجْهِىَ لِلَّذِىْ فَطَرَ السَّمٰوٰتِ وَالْاَرْضَ حَنِيْفًا‌ وَّمَاۤ اَنَا مِنَ الْمُشْرِكِيْنَ‌ۚ‏﴿79﴾‏

૭૯.ELLte Ôts0n3íttu Ôts3nuGt rÕtÕÕtÍ8e Vít1hË0BttÔttítu ÔtÕt3yh3Íu2 n1LteVkÔt3 ÔtBtt yLtt BtuLtÕt3 Btq~hufeLt

૭૯.બેશક મેં તો ખાલીસ દિલથી તેની જ તરફ મોઢું ફેરવ્યું છે કે જેણે આકાશો તથા ઝમીનને પૈદા કર્યા છે અને હું મુશરિકોમાંથી નથી.

 

[60:00.00]

وَحَآجَّهٗ قَوْمُهٗ ‌ؕ قَالَ اَتُحَآجُّٓونِّىْ فِى اللّٰهِ وَقَدْ هَدٰٮنِ‌ؕ وَلَاۤ اَخَافُ مَا تُشْرِكُوْنَ بِهٖۤ اِلَّاۤ اَنْ يَّشَآءَ رَبِّىْ شَيْئًا ‌ؕ وَسِعَ رَبِّىْ كُلَّ شَىْءٍ عِلْمًا‌ؕ اَفَلَا تَتَذَكَّرُوْنَ‏﴿80﴾‏

૮૦.Ôtnt92s0nq f1Ôt3Bttunq, f1tÕt yíttunt92s3òwLLte9 rVÕÕttnu Ôtf1Œ3nŒtLtu, ÔtÕttyÏt1tVtu Bttítw~hufqLt çtune9 EÕÕtt9 ykGt0~tt9y hççte ~tGt3yLt3, ÔtËuy1 hççte fwÕÕt ~tGt3E2Lt3 E2ÕBtt, yVÕtt ítítÍ7f0YLt

૮૦.અને તેની કૌમે તેની સાથે વાદવિવાદ કર્યો; ત્યારે તેણે કહ્યું શું તમે મારી સાથે અલ્લાહના સંબંધમાં તકરાર કરો છો ? જેણે ખરેખર મને સીધો રસ્તો દેખાડયો છે; અને જેમને તેના શરીક બનાવો છો તેમનાથી હું હરગિઝ ડરતો નથી, સિવાય કે મારો પરવરદિગાર પોતે જ કાંઇ ચાહે; મારા પરવરદિગારના ઇલ્મમાં દરેક વસ્તુ સમાએલી છે; છતાં પણ તમારૂ ઘ્યાન ખેંચાતુ નથી ?

 

[60:41.00]

وَكَيْفَ اَخَافُ مَاۤ اَشْرَكْتُمْ وَلَا تَخَافُوْنَ اَنَّكُمْ اَشْرَكْتُمْ بِاللّٰهِ مَا لَمْ يُنَزِّلْ بِهٖ عَلَيْكُمْ سُلْطٰنًا ‌ؕ فَاَىُّ الْفَرِيْقَيْنِ اَحَقُّ بِالْاَمْنِ‌ۚ اِنْ كُنْتُمْ تَعْلَمُوْنَ‌ۘ‏﴿81﴾‏

૮૧.ÔtfGt3V yÏt1tVtu Btt9y~t3hf3ítwBt3 ÔtÕttítÏt1tVqLt yLLtfwBt3 y~hf3ítwBt3 rçtÕÕttnu BttÕtBt3 GttuLtÍrÍÕt3 çtune y1ÕtGtfwBt3 ËwÕt3ít1tLtLt3, VyGtw0Õt3 Vhef1Gt3Ltu yn1f14ft2u rçtÕyBLtu ELfwLítwBt3 íty14ÕtBtqLt

૮૧.અને જે વસ્તુઓને તમે (તેની) શરીક બનાવો છો તેનાથી હું કેવી રીતે ડરૂં? જ્યારે તમે એ વાતથી નથી ડરતા કે અલ્લાહનો શરીક (એવાને) બનાવો છો કે જેના વિશે તમારા પર કોઇ દલીલ નાઝિલ થઇ નથી; પછી જો તમે જાણતા હોવ તો કહો કે બંને ફીરકામાંથી ક્યો ફીરકો સલામતી બાબતે વધારે હકદાર છે?

 

[61:13.00]

اَلَّذِيْنَ اٰمَنُوْا وَلَمْ يَلْبِسُوْۤا اِيْمَانَهُمْ بِظُلْمٍ اُولٰۤئِكَ لَهُمُ الْاَمْنُ وَهُمْ مُّهْتَدُوْنَ۠ ‏﴿82﴾‏

૮૨.yÕÕtÍe8Lt ytBtLtq ÔtÕtBt3 GtÕt3çtuËq9 EBttLtnwBt3 çtu Íw5Õt3rBtLt3 ytuÕtt9yuf ÕtntuBtwÕt3 yBLttu ÔtnwBt3 Bttun3ítŒqLt

૮૨.જેઓ ઇમાન લાવ્યા અને પોતાના ઇમાનને ઝુલ્મ વડે ખરાબ નથી કર્યુ તેમના જ માટે સલામતી છે અને તેઓજ હિદાયત પામેલા છે.

 

[61:32.00]

وَتِلْكَ حُجَّتُنَاۤ اٰتَيْنٰهَاۤ اِبْرٰهِيْمَ عَلٰى قَوْمِهٖ‌ؕ نَرْفَعُ دَرَجٰتٍ مَّنْ نَّشَآءُ ‌ؕ اِنَّ رَبَّكَ حَكِيْمٌ عَلِيْمٌ‏﴿83﴾‏

૮૩.ÔtrítÕfnw1s0íttuLtt9 ytítGt3Lttnt9 EçtútneBt y1Õtt f1Ôt3Btune, Lth3Vytu2 ŒhòrítBt3 BtLLt~tt9ytu, ELLt hçt0f n1feBtwLt3 y1ÕteBt

૮૩.અને આ અમારી દલીલ હતી જે અમોએ ઇબ્રાહીમને તેની કૌમના મુકાબલામાં અતા કરી હતી; અમે ચાહીએ તેના દરજ્જા બુલંદ કરી દઇએ છીએ; બેશક તારો પરવરદિગાર હિકમતવાળો, જાણકાર છે.

 

[61:57.00]

وَوَهَبْنَا لَهٗۤ اِسْحٰقَ وَيَعْقُوْبَ‌ؕ كُلًّا هَدَيْنَا ‌ۚ وَنُوْحًا هَدَيْنَا مِنْ قَبْلُ‌ وَمِنْ ذُرِّيَّتِهٖ دَاوٗدَ وَسُلَيْمٰنَ وَاَيُّوْبَ وَيُوْسُفَ وَمُوْسٰى وَ هٰرُوْنَ‌ؕ وَكَذٰلِكَ نَجْزِى الْمُحْسِنِيْنَۙ‏﴿84﴾‏

૮૪.Ôt Ôtnçt3Ltt Õtnq9 EË3n1tf1 Ôt Gty14f1qçt, fwÕÕtLt3 nŒGt3Ltt, ÔtLtqn1Lt3 nŒGt3Ltt rBtLf1çt3Õttu ÔtrBtLt3 Í7wh3rhGt0ítune ŒtÔtqŒ Ôt ËtuÕtGt3BttLt Ôt yGGtqçt Ôt GtqËtuV Ôt BtqËt Ôt ntYLt, Ôt fÍt7Õtuf Lts3rÍÕt3 Bttun14ËuLteLt

૮૪.અને અમોએ તેને (ઇબ્રાહીમ અ.સ.ને) ઇસ્હાક અને યાકૂબ અતા કર્યા; દરેકને હિદાયત આપી, અને નૂહને પણ તે પહેલા હિદાયત આપી હતી અને તેની ઔલાદમાંથી દાવૂદ તથા સુલયમાન તથા ઐયુબ તથા યૂસુફ તથા મૂસા અને હારૂનને પણ (હિદાયત આપી); અને અમે નેકી કરનારાઓને એવી જ રીતે (સારો) બદલો આપીએ છીએ:

 

[62:31.00]

وَزَكَرِيَّا وَيَحْيٰى وَعِيْسٰى وَاِلْيَاسَ‌ؕ كُلٌّ مِّنَ الصّٰلِحِيْنَۙ‏﴿85﴾‏

૮૫.Ôt ÍfrhGGtt Ôt Gtn14Gtt Ôt E2Ët Ôt EÕt3GttË, fwÕÕtwBt3 BtuLtMË1tÕtun2eLt

૮૫.અને ઝકરીયા તથા યહ્યા તથા ઇસા તથા ઇલીયાસને; દરેક સાલેહીનમાંથી હતા:

 

[62:41.00]

وَاِسْمٰعِيْلَ وَالْيَسَعَ وَيُوْنُسَ وَلُوْطًا‌ ؕ وَكُلًّا فَضَّلْنَا عَلَى الْعٰلَمِيْنَۙ‏﴿86﴾‏

૮૬.Ôt EË3BttE2Õt ÔtÕt3 GtËy1 Ôt GtqLttuË Ôt Õtqít1Lt3, Ôt fwÕÕtLt3 VÍ14Í1Õt3Ltt y1ÕtÕt3 y1tÕtBteLt

૮૬.અને ઇસ્માઇલ તથા યસઅ તથા યૂનુસ તથા લૂતને; અને દરેકને દુનિયાવાળાઓ પર ફઝીલત આપી.

 

[62:54.00]

وَمِنْ اٰبَآئِهِمْ وَذُرِّيّٰتِهِمْ وَاِخْوَانِهِمْ‌ۚ وَاجْتَبَيْنٰهُمْ وَهَدَيْنٰهُمْ اِلٰى صِرَاطٍ مُّسْتَقِيْمٍ‏﴿87﴾‏

૮૭.Ôt rBtLt3 ytçtt9yurnBt3 Ôt Í7wh3rhGtt0íturnBt3, Ôt EÏt14ÔttLturnBt3 Ôts3ítçtGt3LttnwBt3 Ôt nŒGt3LttnwBt3 yuÕttËu8htrít2Bt BtwMítf2eBt

૮૭.અને તેમના બાપ દાદાઓ તથા તેમની ઔલાદ તથા તેમના ભાઇઓમાંથી પણ (ફઝીલત આપી); અને અમોએ તેમને ચૂંટી કાઢ્યા અને સેરાતે મુસ્તકીમની હિદાયત કરી.

 

[63:15.00]

ذٰلِكَ هُدَى اللّٰهِ يَهْدِىْ بِهٖ مَنْ يَّشَآءُ مِنْ عِبَادِهٖ‌ؕ وَلَوْ اَشْرَكُوْا لَحَبِطَ عَنْهُمْ مَّا كَانُوْا يَعْمَلُوْنَ‏﴿88﴾‏

૮૮.Ít7Õtuf ntuŒÕÕttnu Gtn3Œeçtune BtkGt0~tt9ytu rBtLt3yu2çttŒune, ÔtÕtÔt3 y~t3hfq Õtn1çtuít1 y1LnwBt3 BttftLtq Gty14BtÕtqLt

૮૮.આ અલ્લાહની હિદાયત છે; જેના વડે પોતાના બંદાઓમાંથી જેની ચાહે છે હિદાયત કરે છે; અને જો તેમણે (કોઇને અલ્લાહનો) શરીક કર્યો હોત તો ખરેજ તેઓના (નેક) આમાલ બરબાદ થઇ જતે.

 

[63:32.00]

اُولٰٓئِكَ الَّذِيْنَ اٰتَيْنٰهُمُ الْكِتٰبَ وَالْحُكْمَ وَالنُّبُوَّةَ‌ ؕ فَاِنْ يَّكْفُرْ بِهَا هٰٓؤُلَۤاءِ فَقَدْ وَكَّلْنَا بِهَا قَوْمًا لَّيْسُوْا بِهَا بِكٰفِرِيْنَ‏﴿89﴾‏

૮૯.ytuÕtt9yufÕÕtÍ8eLt ytítGt3Ltt ntuBtwÕt3 fuíttçt ÔtÕnw1fBt3 ÔtLLttuçtwÔÔtít, VEkGtf3Vwh3 çtunt nt9ytuÕtt9yu Vf1Œ3 Ôt¬Õt3Ltt çtunt f1Ôt3BtÕt0Gt3Ëw çtunt çtuftVuheLt

૮૯.તેઓ એ જ છે કે જેમને અમોએ કિતાબ તથા હુકમ તથા નબુવ્વત અતા કરી. પછી જો અગર તેઓ (કૌમના લોકો) તેનો ઇન્કાર કરે તો અમો એવી કોમને* આ (જવાબદારી) સોંપી દઇશુ કે જે તેનો ઇન્કાર નહિં કરે.

 

[64:03.00]

اُولٰٓئِكَ الَّذِيْنَ هَدَى اللّٰهُ‌ فَبِهُدٰٮهُمُ اقْتَدِهْ ‌ؕ قُلْ لَّاۤ اَسْئَلُكُمْ عَلَيْهِ اَجْرًا‌ ؕ اِنْ هُوَ اِلَّا ذِكْرٰى لِلْعٰلَمِيْنَ۠ ‏﴿90﴾‏

૯૦.ytuÕtt9yufÕÕtÍ8eLt nŒÕÕttntu VçtuntuŒtntu Btwf14ítŒun3, f1wÕÕtt9 yË3yÕttufwBt3 y1ÕtGt3nu ys3hLt3, ELt3ntuÔt EÕÕtt rÍ7fht rÕtÕt3y1tÕtBteLt

૯૦.તેઓ એ જ છે કે જેમની અલ્લાહે હિદાયત કરી છે; માટે તેમની હિદાયતની જ પૈરવી કર; તું કહે કે હું તમારી પાસે તે (તબલીગ) માટે કાંઇ બદલો માંગતો નથી; એ (તબલીગ) તો બીજું કાંઇ નથી પણ દુનિયાવાળાઓ માટે એક યાદદહાની છે.

 

[64:24.00]

وَمَا قَدَرُوا اللّٰهَ حَقَّ قَدْرِهٖۤ اِذْ قَالُوْا مَاۤ اَنْزَلَ اللّٰهُ عَلٰى بَشَرٍ مِّنْ شَىْءٍ ؕ قُلْ مَنْ اَنْزَلَ الْكِتٰبَ الَّذِىْ جَآءَ بِهٖ مُوْسٰى نُوْرًا وَّ هُدًى لِّلنَّاسِ‌ تَجْعَلُوْنَهٗ قَرَاطِيْسَ تُبْدُوْنَهَا وَتُخْفُوْنَ كَثِيْرًا‌ ۚ وَعُلِّمْتُمْ مَّا لَمْ تَعْلَمُوْۤا اَنْتُمْ وَلَاۤ اٰبَآؤُكُمْ‌ؕ قُلِ اللّٰهُ‌ۙ ثُمَّ ذَرْهُمْ فِیْ خَوْضِهِمْ يَلْعَبُوْنَ‏﴿91﴾‏

૯૧.ÔtBttf1ŒÁÕÕttn n1f14f f1Œ3hune9 EÍ74f1tÕtq Btt9yLt3ÍÕtÕÕttntu y1Õttçt~trhBt3 rBtLt3~tGt3ELt3, f1wÕt3BtLt3 yLt3ÍÕtÕt3 fuíttçtÕt0Í8e ò9yçtune BtqËt LtqhkÔt3 ÔtntuŒÕt3rÕtLLttËu íts3y1ÕtqLtnq f1htít2eË ítwçŒqLtnt ÔtítwÏ14tVqLt fË8ehLt3, ÔtW2Õt3rÕtBt3ítwBt3 BttÕtBt3 íty14ÕtBtq yLítwBt3 ÔtÕtt9 ytçtt9ytufwBt3, ftu2rÕtÕÕttntu Ë7wBt0 Í7h3nwBt3 Ve Ït1Ôt3Íu8rnBt3 GtÕt3y1çtqLt

૯૧.અને તે લોકોએ અલ્લાહની કરવા જોગ કદર કરી નહિ (બરાબર માઅરેફત હાંસિલ કરી નહી), જ્યારે તેમણે કહ્યું કે અલ્લાહે કોઇ ઇન્સાન ઉપર કાંઇ વસ્તુ નાઝિલ કરી નથી. તું કહે કે તે કિતાબ જે મૂસા લાવ્યા હતા તે કોણે નાઝિલ કરી હતી? જે લોકો માટે નૂર અને હિદાયત હતી, જેને તમોએ વેર વિખેર કરીને (તેમાંથી) અમુક ભાગને જાહેર કરો છો અને ઘણાખરાં ભાગને સંતાડો છો. જ્યારે કે તેના થકી તમને તે બધું બતાવી દેવામાં આવ્યું હતું જે તમે અને તમારા બાપદાદા પણ જાણતા ન હતા. કહે કે ‘અલ્લાહ'; પછી તેમને છોડી દે કે તેઓ પોતાની રમતગમતમાં ડૂબ્યા રહે.

 

[65:29.00]

وَهٰذَا كِتٰبٌ اَنْزَلْنٰهُ مُبٰرَكٌ مُّصَدِّقُ الَّذِىْ بَيْنَ يَدَيْهِ وَلِتُنْذِرَ اُمَّ الْقُرٰى وَمَنْ حَوْلَهَا‌ ؕ وَالَّذِيْنَ يُؤْمِنُوْنَ بِالْاٰخِرَةِ يُؤْمِنُوْنَ بِهٖ‌ وَهُمْ عَلٰى صَلَاتِهِمْ يُحَافِظُوْنَ‏﴿92﴾‏

૯૨.Ôt ntÍ7t fuíttçtwLt3 yLt3ÍÕt3Lttntu BttuçtthfwBt3 BttuË1Æuf1wÕÕtÍ8e çtGt3Lt GtŒGt3nu ÔtÕtuítwLt3Íu8h WBt0Õt3ft2uht ÔtBtLt3 n1Ôt3Õtnt, ÔtÕÕtÍ8eLt Gtwy3BtuLtqLt rçtÕt3 ytÏtu2hítu Gttuy3BtuLtqLt çtune ÔtnwBt3 y1Õtt Ë1ÕttíturnBt3 Gttun1tVuÍq5Lt

૯૨.અને આ તે કિતાબ છે કે જેને અમોએ નાઝિલ કરી છે, તે બરકતવાળી છે, મોજૂદા કિતાબની સચ્ચાઇ બયાન કરે છે, અને એટલા માટે કે તું મક્કાવાળા તથા તેની અતરાફમાં રહેનારાઓને ડરાવે; અને જેઓ આખેરત પર ઇમાન રાખે છે તેઓ તેના પર (કુરઆન પર) પણ ઇમાન રાખે છે અને પોતાની નમાઝોની હિફાઝત કરે છે.

 

[65:58.00]

وَمَنْ اَظْلَمُ مِمَّنِ افْتَرٰى عَلَى اللّٰهِ كَذِبًا اَوْ قَالَ اُوْحِىَ اِلَىَّ وَلَمْ يُوْحَ اِلَيْهِ شَىْءٌ وَّمَنْ قَالَ سَاُنْزِلُ مِثْلَ مَاۤ اَنْزَلَ اللّٰهُ‌ؕ وَلَوْ تَرٰٓى اِذِ الظّٰلِمُوْنَ فِیْ غَمَرٰتِ الْمَوْتِ وَالْمَلٰٓئِكَةُ بَاسِطُوْۤا اَيْدِيْهِمْ‌ۚ اَخْرِجُوْۤا اَنْفُسَكُمُ‌ؕ اَلْيَوْمَ تُجْزَوْنَ عَذَابَ الْهُوْنِ بِمَا كُنْتُمْ تَقُوْلُوْنَ عَلَى اللّٰهِ غَيْرَ الْحَقِّ وَكُنْتُمْ عَنْ اٰيٰتِهٖ تَسْتَكْبِرُوْنَ‏﴿93﴾‏

૯૩.Ôt BtLt3 yÍ54ÕtBttu rBtB0trLtV3ítht y1ÕtÕÕttnu fÍu8çtLt3 yÔt3f1tÕt Wnu2Gt yuÕtGGt ÔtÕtBt3 Gtqn1 yuÕtGt3nu ~tGt3ôÔt3 ÔtBtLt3 f1tÕt ËWLt3ÍuÕttu rBtM7Õt Btt9yLÍÕÕtÕt0tntu, ÔtÕtÔt3 ítht9 yurÍ7Í54 Ít5ÕtuBtqLt Ve øt1BthtrítÕt3 BtÔt3ítu ÔtÕBtÕtt9yufíttu çttËuít92q yGt3ŒernBt3, yÏ1huòq9 yLVtuËfwBt3, yÕGtÔt3Bt ítws3ÍÔt3Lt y1Ít7çtÕnqLtu çtuBttfwLítwBt3 ítf1qÕtqLt y1ÕtÕÕttnu ø1tGt3hÕt3 n1f14f2u Ôt fwLítwBt3 y1LytGttítune ítMítfçtuYLt

૯૩.અને તેના કરતાં વધારે મોટો ઝાલિમ કોણ છે કે જે અલ્લાહ ઉપર જૂઠો આરોપ મૂકે! અથવા એમ કહે કે મારી ઉપર વહી કરવામાં આવી છે. જો કે તેના ઉપર કોઇ વહી મોકલવામાં આવી ન હોય; અને જે એમ કહે કે જે અલ્લાહે નાઝિલ કર્યુ છે તેવું હું પણ નાઝિલ કરીશ; અને કદાચને તું જોતે કે જ્યારે તે ઝાલિમો મૌતની મુસીબતમાં તરફડતા હશે અને હાથ ફેલાવીને ફરિશ્તાઓ (કહેતા) હશે કે તમારા જીવ સોંપી દો; આજે તમને નામોશી ભરેલો અઝાબ બદલા તરીકે આપવામાં આવશે, કારણ કે તમે અલ્લાહની ખિલાફ નાહક વાતો કહેતા હતા અને તેની આયતોની સામે તકબ્બૂર કરતા હતા.

 

[67:02.00]

وَلَقَدْ جِئْتُمُوْنَا فُرَادٰى كَمَا خَلَقْنٰكُمْ اَوَّلَ مَرَّةٍ وَّتَرَكْتُمْ مَّا خَوَّلْنٰكُمْ وَرَآءَ ظُهُوْرِكُمْ‌ۚ وَمَا نَرٰى مَعَكُمْ شُفَعَآءَكُمُ الَّذِيْنَ زَعَمْتُمْ اَنَّهُمْ فِيْكُمْ شُرَكٰٓؤُا‌ ؕ لَقَدْ تَّقَطَّعَ بَيْنَكُمْ وَضَلَّ عَنْكُمْ مَّا كُنْتُمْ تَزْعُمُوْنَ۠ ‏﴿94﴾‏

૯૪.Ôt Õtf1Œ3 suy3íttuBtqLtt VtuhtŒt fBtt Ï1tÕtf14LttfwBt3 yÔÔtÕt Bth3h®ítÔt3 Ôt íthf3ítwBt3 Btt Ï1tÔt0Õt3LttfwBt3 Ôtht9y Ítu6nqhufwBt3, Ôt Btt Ltht Bty1fwBt3 ~ttuVyt92yftuBtwÕÕtÍ8eLt Íy1BítwBt3 yLLtnwBt3 VefwBt ~ttuhft9ytu, Õtf1ít3 ítf1í2ít1y1 çtGt3LtfwBt3 ÔtÍ1ÕÕt y1LfwBt3 BttfwLt3ítwBt3 ítÍ3ytu2BtqLt

૯૪.અને બેશક તમે અમારી પાસે એકલા આવ્યા છો જેવી રીતે અમોએ તમને પ્રથમવાર ખલ્ક કર્યા હતા, અને જે કાંઇ અમોએ તમને આપ્યું હતું તે તમે તમારી પાછળ મૂકી આવ્યા છો; અને અમે તમારા તે ભલામણ કરનારાઓને તમારી સાથે નથી જોતા કે જેમના વિશે તમે ગુમાન કરતા હતા કે જેઓ તમારી (શફાઅત) બાબતે (અમારા) શરીક છે; (હવે) તમારી અને તેમની વચ્ચેનો સંબંધ ખરે જ કપાઇ ગયો છે અને જે કાંઇ તમે ગુમાન કરતા હતા તે તમારાથી દૂર થઇ ગયું છે.

 

[67:52.00]

اِنَّ اللّٰهَ فَالِقُ الْحَبِّ وَالنَّوٰى‌ؕ يُخْرِجُ الْحَىَّ مِنَ الْمَيِّتِ وَمُخْرِجُ الْمَيِّتِ مِنَ الْحَىِّ ‌ؕ ذٰ لِكُمُ اللّٰهُ‌ فَاَنّٰى تُؤْفَكُوْنَ‏﴿95﴾‏

૯૫.ELLtÕÕttn VtÕtufwÕn1ççtu ÔtLLtÔtt, GtwÏ1huòwÕt3 n1GGt BtuLtÕt BtGGtuítu ÔtBtwÏ1huòwÕt3 BtGGtuítu BtuLtÕt3 n1GGtu, Ít7ÕtuftuBtwÕÕttntu VyLLtt íttuy3VfqLt

૯૫.ેશક અલ્લાહ દાણા તથા ઠળીયાને ફાડી (ઝાડ) ઊગાડે છે; નિર્જીવમાંથી સજીવને અને સજીવમાંથી નિર્જીવને બહાર કાઢે છે; એ જ તમારો અલ્લાહ છે! તો પછી તમે કયાં બહેકી રહ્યા છો?

 

[68:15.00]

فَالِقُ الْاِصْبَاحِ‌ۚ وَ جَعَلَ الَّيْلَ سَكَنًا وَّالشَّمْسَ وَالْقَمَرَ حُسْبَانًا‌ ؕ ذٰلِكَ تَقْدِيْرُ الْعَزِيْزِ الْعَلِيْمِ‏﴿96﴾‏

૯૬.VtÕtuf1wÕt3 EM1çttnu2, Ôt sy1ÕtÕt3 ÕtGt3Õt ËfLtÔt3 Ôt~~tBË ÔtÕf1Bth nw1MçttLtLt3, Ít7Õtuf ítf14ŒeÁÕt3 y1ÍerÍÕt3 y1ÕteBt

૯૬.જે રાત્રિના અંધકારને ચીરી સુબ્હને રોશન કરનાર છે; અને રાતને તેણે આરામ માટે બનાવી છે, અને સૂરજ તથા ચંદ્રને હિસાબ માટે પેદા કર્યા છે; આ ઇઝ્ઝતવાળા (કુદરતવાળા અને) જાણકાર (ખુદા)ની તકદીર છે.

 

[68:31.00]

وَهُوَ الَّذِىْ جَعَلَ لَكُمُ النُّجُوْمَ لِتَهْتَدُوْا بِهَا فِیْ ظُلُمٰتِ الْبَرِّ وَالْبَحْرِ‌ؕ قَدْ فَصَّلْنَا الْاٰيٰتِ لِقَوْمٍ يَّعْلَمُوْنَ‏﴿97﴾‏

૯૭.ÔtntuÔtÕÕtÍ8e sy1Õt ÕtftuBtwLLttuòqBt Õtuítn3ítŒq çtunt Ve Ítu2ÕttuBttrítÕt3 çthuo ÔtÕçtn14hu, f1Œ3 VMË1ÕLtÕt3 ytGttítu Õtuf1Ôt3rBtkGt3 Gty14ÕtBtqLt

૯૭.અને તે એ જ છે કે જેણે તમારા માટે સિતારા બનાવ્યા, જેથી તમે તેમના વડે ખુશ્કી તથા દરિયાના અંધકારમાં રસ્તો મેળવી શકો; ખરેખર અમોએ જાણકાર લોકો માટે વિગતવાર આયતોને બયાન કરી દીધી છે.

 

[68:57.00]

وَ هُوَ الَّذِىْۤ اَنْشَاَكُمْ مِّنْ نَّفْسٍ وَّاحِدَةٍ فَمُسْتَقَرٌّ وَّمُسْتَوْدَعٌ‌ ؕ قَدْ فَصَّلْنَا الْاٰيٰتِ لِقَوْمٍ يَّفْقَهُوْنَ‏﴿98﴾‏

૯૮.ÔtntuÔtÕÕtÍe98 yL~tyfwBt3 rBtLLtV3®ËÔt3 Ôttnu2ŒrítLt3 VBtwË3ítf1h3ÁkÔt3 Ôt BtwMítÔt3ŒW2Lt3, f1Œ3 VË02Õt3LtÕt3 ytGttítu Õtuf1Ôt3rBtGt0V3f1nqLt

૯૮.અને તેણે તમને એક નફસમાંથી બનાવ્યા છે, પછી બધા માટે કાયમી રહેવાની જગ્યા તથા તેમાંથી અમુકની સમય રહેવાની જગ્યા પણ નક્કી કરી છે; ખરે જ સમજુ લોકો માટે અમોએ અમારી આયતોને વિગતવાર બયાન કરી દીધી છે.

 

[69:20.00]

وَهُوَ الَّذِىْۤ اَنْزَلَ مِنَ السَّمَآءِ مَآءً‌ ۚ فَاَخْرَجْنَا بِهٖ نَبَاتَ كُلِّ شَىْءٍ فَاَخْرَجْنَا مِنْهُ خَضِرًا نُّخْرِجُ مِنْهُ حَبًّا مُّتَرَاكِبًا‌ ۚ وَمِنَ النَّخْلِ مِنْ طَلْعِهَا قِنْوَانٌ دَانِيَةٌ وَّجَنّٰتٍ مِّنْ اَعْنَابٍ وَّالزَّيْتُوْنَ وَالرُّمَّانَ مُشْتَبِهًا وَّغَيْرَ مُتَشَابِهٍ‌ ؕ اُنْظُرُوْۤا اِلٰى ثَمَرِهٖۤ اِذَاۤ اَثْمَرَ وَيَنْعِهٖ ؕ اِنَّ فِیْ ذٰ لِكُمْ لَاٰيٰتٍ لِّقَوْمٍ يُّؤْمِنُوْنَ‏﴿99﴾‏

૯૯.ÔtntuÔtÕÕtÍe98 yLt3ÍÕt BtuLtMËBtt9yu Btt9yLt3, VyÏt14hs3Ltt çtune Ltçttít fwÕÕtu ~tGt3ELt3 VyÏt14hs3Ltt rBtLntu Ï1tÍu2hLt3 LtwÏ14thuòu rBtLntu n1ççtBt3 BttuíthtfuçtLt3, Ôt BtuLtLLtÏ14tÕtu rBtLt3ít1Õyu2nt rf2LÔttLtwLt3 ŒtLtuGtítwkÔt3 Ôt sLLttrítBt3 rBtLt3 yy14LttrçtkÔt3 ÔtÍ0Gt3ítqLt Ôth3ÁBt0tLt Btw~ítçtunkÔt3 Ôtø1tGt3h Bttuít~ttçturnLt3, WLt3Ít6uY9 yuÕtt Ë7Bthune9 yuÍt98 yË74Bth ÔtGtLyu2ne, ELLt Ve Ít7ÕtufwBt3 ÕtytGttítu Õtuf1Ôt3rBtkGt3 Gttuy3BtuLtqLt

૯૯.અને તે એ જ છે જેણે આસમાનમાંથી પાણી વરસાવ્યું, અને તે પાણીથી અમોએ દરેક પ્રકારની વનસ્પતિના અંકુર કાઢ્યા જેમાંથી હરિયાળી પૈદા કરી, સંકળાયેલા દાણાઓ કાઢીએ છીએ, ખજૂરની ડાળીઓમાંથી લટકતા ગુચ્છાઓ, દ્રાક્ષ, ઝયતુન તથા દાડમના બગીચાઓ પૈદા કર્યા, અમુક મળતા-હળતા અને અમુક બિલ્કુલ જુદાજ. તમે તેનાં ફળો તરફ જૂઓ, જ્યારે તે ફળ આપે છે અને જ્યારે પાકી જાય છે. બેશક તેમાં ઈમાન રાખનારાઓ માટે નિશાનીઓ છે.

 

[70:34.00]

وَجَعَلُوْا لِلّٰهِ شُرَكَآءَ الْجِنَّ وَخَلَقَهُمْ‌ وَخَرَقُوْا لَهٗ بَنِيْنَ وَبَنٰتٍۢ بِغَيْرِ عِلْمٍ‌ؕ سُبْحٰنَهٗ وَتَعٰلٰى عَمَّا يَصِفُوْنَ۠ ‏﴿100﴾‏

૧૦૦.Ôtsy1Õtq rÕtÕÕttnu ~ttuhft9yÕt SLLt ÔtÏ1tÕtf1nwBt3 Ôt Ït1hf1q Õtnq çtLteLt Ôt çtLttrítBt3 çtuø1tGt3hu E2ÂÕBtLt3, Ëwçn1tLtnq Ôtíty1tÕtt y1Bt0t GtËu2VqLt

૧૦૦.અને તેમણે જિન્નાતોને અલ્લાહના શરીક બનાવ્યા જયારે કે અલ્લાહે તેઓ (જિન્નાતો)ને પૈદા કર્યા છે અને તેના માટે વગર ઇલ્મે ફરઝંદો અને દુખ્તરો નક્કી કરી નાખ્યા. જે કાંઇ તેઓ (અલ્લાહ વિશે) બયાન કરે છે તેના કરતા બુલંદ મરતબા અને પાક છે.

 

[71:12.00]

بَدِيْعُ السَّمٰوٰتِ وَالْاَرْضِ‌ؕ اَنّٰى يَكُوْنُ لَهٗ وَلَدٌ وَّلَمْ تَكُنْ لَّهٗ صَاحِبَةٌ‌ ؕ وَخَلَقَ كُلَّ شَىْءٍ‌ ۚ وَهُوَ بِكُلِّ شَىْءٍ عَلِيْمٌ‏﴿101﴾‏

૧૦૧.çtŒeW2Ë0BttÔttítu ÔtÕyh3Íu2, yLLtt GtfqLttu Õtnq ÔtÕtŒwkÔt3 ÔtÕtBt3 ítfwÕÕtnq Ë1tnu2çtítwLt3, ÔtÏ1tÕtf1 fwÕÕt ~tGt3ELt3, ÔtntuÔt çtufwÕÕtu ~tGt3ELt3 y1ÕteBt

૧૦૧.આસમાનો તથા ઝમીનનો પૈદા કરનાર! તેને ફરઝંદ ક્યાંથી હોય જ્યારે કે તેને કોઇ ઔરત જ નથી, અને જ્યારે તેણે જ દરેક વસ્તુને પેદા કરી છે, અને તે દરેક વસ્તુનો જાણકાર છે.

 

[71:36.00]

ذٰ لِكُمُ اللّٰهُ رَبُّكُمْ‌ۚ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ‌ۚ خَالِقُ كُلِّ شَىْءٍ فَاعْبُدُوْهُ‌ۚ وَهُوَ عَلٰى كُلِّ شَىْءٍ وَّكِيْلٌ‏﴿102﴾‏

૧૦૨.Ít7ÕtuftuBtwÕÕttntu hççttufwBt3, ÕttyuÕttn EÕÕttntuÔt, Ït1tÕtuft2u fwÕÕtu ~tGt3ELt3 Vy14çttuŒqntu, ÔtntuÔt y1Õtt fwÕÕtu ~tGt3EkÔt3 ÔtfeÕt

૧૦૨. એ જ અલ્લાહ તમારો પરવરદિગાર છે, તેના સિવાય બીજો કોઇ માઅબૂદ નથી; (તે) દરેક વસ્તુનો ખાલિક છે, માટે તમે તેની જ ઈબાદત કરો, અને તે જ સર્વ વસ્તુઓનો ઘ્યાન રાખનાર છે.

 

[72:33.00]

لَا تُدْرِكُهُ الْاَبْصَارُؗ وَهُوَ يُدْرِكُ الْاَبْصَارَ‌ۚ وَهُوَ اللَّطِيْفُ الْخَبِيْرُ‏﴿103﴾‏

૧૦૩.ÕttítwŒ3huftunwÕt3 yçË1thtu, ÔtntuÔt GtwŒ3hufwÕt3 yçË1th ÔtntuÔtÕt3 Õtít2eVwÕt3 Ï1tçteh

૧૦૩.(માણસોની) નિગાહો તેને પામી શકતી નથી, જ્યારે તે (પ્રત્યેક) નિગાહોને નિહાળે છે; તે બારીકબીન (સૂક્ષ્મદર્શી) અને બાખબર છે.

 

[73:36.00]

قَدْ جَآءَكُمْ بَصَآئِرُ مِنْ رَّبِّكُمْ‌ۚ فَمَنْ اَبْصَرَ فَلِنَفْسِهٖ‌ ۚ وَمَنْ عَمِىَ فَعَلَيْهَا‌ ؕ وَمَاۤ اَنَا عَلَيْكُمْ بِحَفِيْظٍ‏﴿104﴾‏

૧૦૪.f1Œ3 ò9yfwBt3 çtË1tyuhtu rBth0ççtufwBt3, VBtLt3 yçË1h VÕtu LtV3Ëune, ÔtBtLt3 y1BtuGt Vy1ÕtGt3nt, ÔtBtt9 yLtt y1ÕtGt3fwBt3 çtun1VeÍ5

૧૦૪.બેશક તમારી પાસે તમારા પરવરદિગાર તરફથી ખુલ્લી દલીલો આવી ચૂકી છે; પછી જે ઘ્યાનથી જોશે તો તે તેના પોતાના (ફાયદા) માટે છે; અને જે આંખો મીંચી લેશે તો તેનાથી તેને પોતાને જ નુકસાન છે; અને હું કાંઇ તમારો નિગેહબાન નથી.

 

[74:01.00]

وَكَذٰلِكَ نُصَرِّفُ الْاٰيٰتِ وَلِيَقُوْلُوْا دَرَسْتَ وَلِنُبَيِّنَهٗ لِقَوْمٍ يَّعْلَمُوْنَ‏﴿105﴾‏

૧૦૫.ÔtfÍt7Õtuf LttuË1huoVwÕt3 ytGttítu ÔtÕtuGtfq1Õtq ŒhMít ÔtÕtuLttuçtGGtuLtnq Õtuf1Ôt3rBtkGt3 Gty14ÕtBtqLt

૧૦૫.અને અમે આ રીતે આયતોને વારંવાર બયાન કરીએ છીએ જેથી તેઓ કહે કે તેં વાંચી સંભળાવ્યું અને અમે જાણવાવાળાઓ માટે તેને વાઝેહ કરીને બયાન કરી દઇએ.

 

[74:12.00]

اِتَّبِعْ مَاۤ اُوْحِىَ اِلَيْكَ مِنْ رَّبِّكَ‌‌ۚ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ‌ۚ وَاَعْرِضْ عَنِ الْمُشْرِكِيْنَ‏﴿106﴾‏

૧૦૬.Eíítçtuy14 Btt9Wnu2Gt yuÕtGt3f rBth0ççtuf, Õtt9yuÕttn EÕÕttnq, Ôt yy14rhÍ14 y1rLtÕt3 Btw~hufeLt

૧૦૬.જે વહી તને તારા પરવરદિગાર તરફથી કરવામાં આવી છે તેની પૈરવી કર; તેના સિવાય બીજો કોઇ માઅબૂદ નથી; અને મુશરિકોથી મોઢું ફેરવી લે.

 

[74:25.00]

وَلَوْ شَآءَ اللّٰهُ مَاۤ اَشْرَكُوْا ‌ؕ وَمَا جَعَلْنٰكَ عَلَيْهِمْ حَفِيْظًا‌ ۚ وَمَاۤ اَنْتَ عَلَيْهِمْ بِوَكِيْلٍ‏﴿107﴾‏

૧૦૭.Ôt ÕtÔt3 ~tt9 yÕÕttntu Btt9y~hfq, ÔtBttsy1ÕLttf y1ÕtGt3rnBt3 n1VeÍ5Lt3, ÔtBtt9 yLít y1ÕtGt3rnBt3 çtuÔtfeÕt

૧૦૭.અને અગર અલ્લાહ ચાહતે તો તેઓ કોઇને (તેનો) શરીક બનાવતે નહિ; અને અમોએ તને તેમનો નિગેહબાન (જવાબદાર) નથી બનાવ્યો, અને ન તું તેમનું ઘ્યાન રાખનાર છો.

 

[74:44.00]

وَلَا تَسُبُّوا الَّذِيْنَ يَدْعُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ فَيَسُبُّوا اللّٰهَ عَدْوًاۢ بِغَيْرِ عِلْمٍ ‌ؕ كَذٰلِكَ زَيَّنَّا لِكُلِّ اُمَّةٍ عَمَلَهُمْ۪ ثُمَّ اِلٰى رَبِّهِمْ مَّرْجِعُهُمْ فَيُنَبِّئُهُمْ بِمَا كَانُوْا يَعْمَلُوْنَ‏﴿108﴾‏

૧૦૮.ÔtÕtt ítËwçtw0Õt3 ÕtÍ8eLt GtŒ3W2Lt rBtLŒwrLtÕÕttnu VGtËwçtw0ÕÕttn y1Œ3ÔtLt3 çtuø1tGt3hu E2ÂÕBtLt3, fÍt7Õtuf ÍGt0Lt0t ÕtufwÕÕtu WB0trítLt3 y1BtÕtnwBt3, Ëw7Bt0 yuÕtthççturnBt3 Bth3suytu2nwBt3 VGttuLtççtuytunwBt3 çtuBttftLtq Gty14BtÕtqLt

૧૦૮.અને જેમને તેઓ અલ્લાહ સિવાય પોકારે છે તેમને પણ અપશબ્દો કહો નહિ, કે તેઓ પણ સમજ્યા વગર દુશ્મનીમાં અલ્લાહને અપશબ્દો કહેવા લાગશે. આ રીતે અમોએ દરેક ઉમ્મતની નજરમાં તેમના કાર્યોને સુશોભિત બનાવી દીધા છે; પછી તેમનું પાછું ફરવું તેમના પરવરદિગાર તરફ છે, પછી જે કાંઇ તેઓ કર્યા કરતા હતા તેનાથી તેમને વાકેફ કરી દેશે.

 

[75:14.00]

وَاَقْسَمُوْا بِاللّٰهِ جَهْدَ اَيْمَانِهِمْ لَئِنْ جَآءَتْهُمْ اٰيَةٌ لَّيُؤْمِنُنَّ بِهَا‌ ؕ قُلْ اِنَّمَا الْاٰيٰتُ عِنْدَ اللّٰهِ‌ وَمَا يُشْعِرُكُمْۙ اَنَّهَاۤ اِذَا جَآءَتْ لَا يُؤْمِنُوْنَ‏﴿109﴾‏

૧૦૯.Ôtyf14ËBtq rçtÕÕttnu sn3Œ yGt3BttLturnBt3 ÕtELtò9yínwBt3 ytGtítwÕt3 ÕtGttuy3BtuLtwLLtçtunt, f1wÕt3 ELLtBtÕt3 ytGttíttu E2LŒÕÕttnu ÔtBtt Gtw~yu2htufwBt3 yLt0nt9 yuÍt7 ò9yít3 ÕttGttuy3BtuLtqLt

૧૦૯.અને તેઓ અલ્લાહની આકરામાં આકરી કસમ ખાઇ છે કે જો તેમની પાસે અલ્લાહની કોઇ નિશાની (મોઅજિઝો) આવે તો તેઓ તેના પર જરૂર ઇમાન લાવશે; તું કહે નિશાનીઓ માત્ર અલ્લાહ પાસે છે, અને તમને શું ખબર કે જયારે તે (નિશાનીઓ) આવશે ત્યારે પણ તેઓ ઇમાન લાવશે નહિ?

 

[75:46.00]

وَنُقَلِّبُ اَفْئِدَتَهُمْ وَاَبْصَارَهُمْ كَمَا لَمْ يُؤْمِنُوْا بِهٖۤ اَوَّلَ مَرَّةٍ وَّنَذَرُهُمْ فِیْ طُغْيَانِهِمْ يَعْمَهُوْنَ۠ ‏﴿110﴾‏

૧૧૦.ÔtLttuf1ÕÕtuçttu yV3yuŒítnwBt3 ÔtyçË1thnwBt3 fBtt ÕtBt3 Gttuy3BtuLtq çtune9 yÔt0ÕtBth0®ítÔt3 ÔtLtÍ7htunwBt3 Ve ít1wø14tGttLturnBt3 Gty14BtnqLt

૧૧૦.અને અમે તેમના દિલો તથા તેમની નજરોને પલટાવી દઇશું, એવી જ રીતે કે જેમ પહેલી વખત પણ તેઓ ઇમાન લાવ્યા ન હતા, અને અમે તેમને તેમની સરકશીમાં છુટ્ટા મૂકી દેશુ જેથી ભટકતા ફરે.

 

[76:06.01]

 

 

 

સિપારો ૭ પૂરો