ઝિયારતે જનાબે ઝયનબ (સ.અ.)
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બીસ્મિલ્લાહિર રહમાનીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
السَّلَامُ عَلَيْكِ يَا بِنْتَ رَسُولِ اللَّهِ
અસ્સલામો અલયકિ યા બિન્ત રસૂલિલ્લાહ.
સલામ થાય તમારા ઉપર અય અલ્લાહના રસૂલની દીકરી
السَّلَامُ عَلَيْكِ يَا بِنْتَ نَبِيِّ اللَّهِ
અસ્સલામો અલયકિ યા બિન્ત નબિય્યિલ્લાહ.
સલામ થાય તમારા ઉપર અય અલ્લાહના નબીની દીકરી
السَّلَامُ عَلَيْكِ يَا بِنْتَ مُحَمَّدِ الْمُصْطَفَى
અસ્સલામો અલયકિ યા બિન્ત મુહમ્મદિલ મુસ્તફા.
સલામ થાય તમારા ઉપર અય મોહમ્મદે મુસ્તફાની દીકરી
السَّلَامُ عَلَيْكِ يَا بِنْتَ وَلِيَّ اللهِ
અસ્સલામો અલયકિ યા બિન્ત વલિય્યલ્લાહ.
સલામ થાય તમારા ઉપર અય અલ્લાહના વલીની દીકરી
السَّلَامُ عَلَيْكِ يَا بِنْتَ عِلِي الْمُرْتَضَى سَيْدِ الْأَوْصِيَاء وَالصَّدِّيقِينَ
અસ્સલામો અલયકિ યા બિન્ત અલિય્યલ મુરતઝા સય્યિદિલ અવસિયાઅ વસ્સદ્દીકીન.
સલામ થાય તમારા ઉપર અય વસીઓ અને સિદ્દીકોના સરદાર અલીએ મુર્તુઝાની દીકરી
السَّلَامُ عَلَيْكِ يَا بِنْتَ فَاطِمَةَ الزَّهْرَاءِ سَيْدَةِ نِسَاء الْعَلَمِينَ
અસ્સલામો અલયકિ યા બિન્ત ફાતિમતિઝ ઝહરાઅ સય્યિદતિ નિસાઇલ આલમીન.
સલામ થાય તમારા ઉપર અય તમામ જહાનની ઓરતોની સરદાર જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ની દીકરી
السَّلَامُ عَلَيْكِ يَا أَحَتَ الْحَسَنِ وَالْحُسَيْنِ سَيِّدَى شَبَابِ أَهْلِ الْجَنَّةِ أَجْمَعِينَ
અસ્સલામો અલયકિ યા ઉખ્તલ હસન વલ હુસયન સય્યિદય શબાબિ અહલિલ જન્નતિ અજમઈન.
સલામ થાય તમારા ઉપર અય તમામ જન્નતના જવાનોના સરદાર ઈમામે હસન (અ.સ.)
السَّلَامُ عَلَيْكِ أَيَّتُهَا السَّيِّدَةُ الزَّكِيَّةُ
અસ્સલામો અલયકિ અય્યુહસ સય્યિદતુઝ ઝકિય્ય.
સલામ થાય તમારા ઉપર અય પાકીઝા સૈયદાણી
السَّلَامُ عَلَيْكِ أَيَّتُهَا الدَّاعِيَةُ الْخَفِيَّةُ
અસ્સલામો અલયકિ અય્યુહદ દાઇઅતુલ ખફિય્ય.
સલામ થાય તમારા ઉપર અય છુપી રીતે (અલ્લાહ તરફ) દાવત આપનારી
السَّلَامُ عَلَيْكِ أَيَّتُهَا التَّقِيَّةُ التَّقِيَّةُ
અસ્સલામુ અલયકિ અય્યુહત તકિય્યતુત તકિય્યત.
સલામ થાય તમારા ઉપર અય પાકો-પાકીઝા
السَّلَامُ عَلَيْكِ أَيَّتُهَا الرَّضِيَةُ الْمَرْضِيَّةُ
અસ્સલામો અલયકિ અય્યુહર રઝિયતુલ મરઝિય્યત.
સલામ થાય તમારા ઉપર કે જેનાથી અલ્લાહ રાઝી છે અને જે અલ્લાહથી રાઝી છે
السَّلَامُ عَلَيْكِ أَيَّتُهَا الْعَالِمَةُ غَيْرُ مُعَلَّمَةٍ
અસ્સલામુ અલયકિ અય્યુહલ આલિમતુ ગયર મુઅલ્લમત.
સલામ થાય તમારા ઉપર અય કોઈથી તાલીમ હાંસિલ કર્યા વગરના આલેમા
السَّلَامُ عَلَيْكِ أَيَّتُهَا الْفَهِيْمَةُ غَيْرُ مُفَهَّمَةٍ
અસ્સલામુ અલયકિ અય્યુહલ ફહીમતુ ગયર મુફહ્હમત.
સલામ થાય તમારા ઉપર અય કોઈના સમજાવ્યા વગર સમજદાર
السَّلَامُ عَلَيْكِ أَيَّتُهَا الْمَظْلُومَةُ
અસ્સલામો અલયકિ અય્યુહલ મઝ્લૂમત.
સલામ થાય તમારા ઉપર અય મઝલૂમા
السَّلَامُ عَلَيْكِ أَيَّتُهَا الْمَهُمُوْمَةُ
અસ્સલામો અલયકિ અય્યુહલ મહમુમત.
સલામ થાય તમારા ઉપર અય રંજીદા
السَّلَامُ عَلَيْكِ أَيَّتُهَا الْمَغْمُوْمَةُ
અસ્સલામો અલયકિ અય્યુહલ મગ્મૂમત.
સલામ થાય તમારા ઉપર અય ગમગીન
السَّلَامُ عَلَيْكِ أَيَّتُهَا الصَّدِّيقَةُ
અસ્સલામો અલયકિ અય્યુહસ્સદ્દીકત.
સલામ થાય તમારા ઉપર અય સાચુ બોલનાર
السَّلَامُ عَلَيْكِ أَيَّتُهَا الْمَكْرُوبَةُ
અસ્સલામો અલયકિ અય્યુહલ મક્રૂબત.
સલામ થાય તમારા ઉપર અય ભારે દુઃખદર્દ ઉપાડનારી
السَّلَامُ عَلَيْكِ أَيَّتُهَا الْمَأْسُوْرَةُ
અસ્સલામો અલયકિ અય્યુહલ માસૂર.
સલામ થાય તમારા ઉપર અય બલાઓથી ઘેરાયેલ
السَّلَامُ عَلَيْكِ أَيَّتُهَا صَاحِبَةُ الْمُصِيبَةِ الْعُظمى
અસ્સલામુ અલયકિ અય્યુહ સાહિબતલ મુસીબતિલ ઉઝમા.
સલામ થાય તમારા ઉપર અય મોટી મુસીબતો ઉપાડનાર
السَّلَامُ عَلَيْكِ يَا زَيْنَبُ الْكُبْرَى وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
અસ્સલામો અલયકિ યા ઝયનબલ કુબ્રા વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ.
અલ્લાહની રહેમત બરકત અને સલામતી નાઝિલ થાય તમારા ઉપર અય ઝયનબે કુબરા (સ.અ.)