ઝિયારતે જનાબે સલમાને ફારસી (અ.સ.)

اَلسَّلَامُ عَلٰى رَسُولِ اللّٰهِ مُحَمَّدِ بْنِ عَبْدِ اللّٰهِ خَاتَمِ النَّبِيِّيْنَ

 

સલામ થાય રસૂલે ખુદા, છેલ્લા નબી મોહમ્મદ ઈબ્ને અબ્દુિલ્લાહ ઉપર

اَلسَّلَامُ عَلٰىۤ اَمِيْرِ الْمُؤْمِنِيْنَ سَيِّدِ الْوَصِيِّيْنَ

 

સલામ થાય અમીરૂલ મોઅમેનીન અને વસીઓના સરદાર પર

اَلسَّلَامُ عَلَى الْاَئِمَّةِ الْمَعْصُوْمِيْنَ الرَّاشِدِيْنَ

 

સલામ થાય માસૂમ ઈમામો પર કે જેઓ રહનુમાઈ કરનાર છે

اَلسَّلَامُ عَلَى الْمَلَاۤئِكَةِ الْمُقَرَّبِيْنَ

 

સલામ થાય અલ્લાહના મુકર્રબ ફરિશ્તાઓ પર

اَلسَّلَامُ عَلَيْكَ يَا صَاحِبَ رَسُوْلِ اللّٰهِ الْاَمِيْنِ [الْاَمِيْنَ‏]

 

સલામ થાય આપ પર અય રસૂલે ખુદા (સ.અ.વ.)ના સહાબી કે જે અમીન છે

اَلسَّلَامُ عَلَيْكَ يَا وَلِيَّ اَمِيْرِ الْمُؤْمِنِيْنَ

 

સલામ થાય આપ પર અય અમીરૂલ

اَلسَّلَامُ عَلَيْكَ يَا مُوْدَعَ اَسْرَارِ السَّادَةِ الْمَيَامِيْنِ

 

સલામ થાય આપ પર અય તે બુઝુર્ગ કે જેને પેશ્વાઓના રાઝ સુપુર્દ કરવામાં આવ્યા

اَلسَّلَامُ عَلَيْكَ يَا بَقِيَّةَ اللّٰهِ مِنَ الْبَرَرَةِ الْمَاضِيْنَ

 

સલામ થાય આપ પર અય અલ્લાહના નેક બંદાઓની યાદગાર

اَلسَّلَامُ عَلَيْكَ يَاۤ اَبَا عَبْدِ اللّٰهِ وَ رَحْمَةُ اللّٰهِ وَ بَرَكَاتُهُ

 

અય અબુ અબ્દુિલ્લાહ આપ પર અલ્લાહની રહેમત અને તેની બરકતો અને સલામતી નાઝીલ થાય