૩૩. સૂરાએ અહઝાબ

[00:00.00]

 

 

 

الأحزاب
અલ અહઝાબ
આ સૂરો મદીના માં નાઝીલ થયો છે
સુરા-૩૩ | આયત-૭૩

[00:00.01]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[00:00.02]

يٰۤاَيُّهَا النَّبِىُّ اتَّقِ اللّٰهَ وَلَا تُطِعِ الْكٰفِرِيْنَ وَالْمُنٰفِقِيْنَ‌ ؕ اِنَّ اللّٰهَ كَانَ عَلِيْمًا حَكِيْمًا ۙ‏﴿1﴾‏

૧.Gtt9 yGGttunLt3 LtrçtGGtwíítrf2ÕÕttn ÔtÕttíttuít2uE2Õt3 ftVuheLt ÔtÕt3 BttuLttVuf2eLt, ELLtÕÕttn ftLt y1ÕteBtLt3 n1feBtt

૧. અય નબી ! ખુદાથી ડરતા રહો, અને નાસ્તિકો તથા મુનાફીકોનું કહેવું ન માનો; બેશક ખુદા દરેક વસ્તુઓનો જાણનાર અને હિકમતવાળો છે:

 

[00:16.00]

وَّاتَّبِعْ مَا يُوْحٰٓى اِلَيْكَ مِنْ رَّبِّكَ‌ ؕ اِنَّ اللّٰهَ كَانَ بِمَا تَعْمَلُوْنَ خَبِيْرًا ۙ‏﴿2﴾‏

૨.Ôtíítçtuy14 BttGtqnt92 yuÕtGt3f rBth0ççtuf, ELLtÕÕttn ftLt çtuBtt íty14BtÕtqLt Ï1tçteht

૨. અને તારા પરવરદિગાર તરફથી તારી તરફ જે કાંઇ વહી કરવામાં આવે છે તેની તાબેદારી કર; બેશક તમે જે કાર્યો કરો છો તેનાથી અલ્લાહ વાકેફ છે:

 

[00:27.00]

وَّتَوَكَّلْ عَلَى اللّٰهِ‌ ؕ وَكَفٰى بِاللّٰهِ وَكِيْلًا‏﴿3﴾‏

૩.ÔtítÔtf3fÕt3 y1ÕtÕÕttnu, ÔtfVtrçtÕÕttnu ÔtfeÕtt

૩. અને અલ્લાહ ઉપર આધાર રાખ; અને મુહાફીઝ તરીકે અલ્લાહ કાફી છે.

 

[00:35.00]

مَا جَعَلَ اللّٰهُ لِرَجُلٍ مِّنْ قَلْبَيْنِ فِیْ جَوْفِهٖ ۚ وَمَا جَعَلَ اَزْوَاجَكُمُ الّٰٓئِْ تُظٰهِرُوْنَ مِنْهُنَّ اُمَّهٰتِكُمْ ‌ۚ وَمَا جَعَلَ اَدْعِيَآءَكُمْ اَبْنَآءَكُمْ‌ ؕ ذٰ لِكُمْ قَوْلُكُمْ بِاَ فْوَاهِكُمْ‌ ؕ وَاللّٰهُ يَقُوْلُ الْحَقَّ وَهُوَ يَهْدِى السَّبِيْلَ‏﴿4﴾‏

૪.Btt sy1ÕtÕt3ÕÕttntu ÕtuhòurÕtBt3 rBtLt3 f1Õt3çtGt3Ltu VesÔt3Vune, ÔtBtt sy1Õt yÍ3ÔttsftuBtwÕÕtt9E íttuÍ5tnuYLt rBtLt3nwLLt WBBtntítufwBt3, ÔtBtt sy1Õt yŒ3yu2Gtt9 yfwBt3 yçLtt9yfwBt3, Ít7ÕtufwBt3 f1Ôt3ÕttufwBt3 çtuyV3ÔttnufwBt3, ÔtÕÕttntu Gtf1qÕtwÕt3 n1f14f1 ÔtntuÔt Gtn3rŒMËçteÕt

૪. અલ્લાહે કોઇ ઇન્સાનની અંદર બે દિલ નથી રાખ્યા, અને તમારી ઝેહાર કરેલી ઔરતોને તમારી વાલેદા નથી બનાવી, અને ખોળે લીધેલ ઔલાદને તમારી ઔલાદ નથી બનાવી, આ બધી તમારા મોઢાની વાતો છે અલ્લાહ હક કહે છે અને (હક) રસ્તો દેખાડે છે.

 

[01:11.00]

اُدْعُوْهُمْ لِاٰبَآئِهِمْ هُوَ اَقْسَطُ عِنْدَ اللّٰهِ‌ ۚ فَاِنْ لَّمْ تَعْلَمُوْۤا اٰبَآءَهُمْ فَاِخْوَانُكُمْ فِى الدِّيْنِ وَمَوَالِيْكُمْ‌ؕ وَ لَيْسَ عَلَيْكُمْ جُنَاحٌ فِيْمَاۤ اَخْطَاْ تُمْ بِهٖۙ وَلٰكِنْ مَّا تَعَمَّدَتْ قُلُوْبُكُمْ‌ ؕ وَكَانَ اللّٰهُ غَفُوْرًا رَّحِيْمًا‏﴿5﴾‏

૫.WŒ3W2nwBt3 Õtuytçtt9yurnBt3 ntuÔt yf14Ëíttu2 ELŒÕÕttnu, VEÕÕtBt3 íty14ÕtBt9q ytçtt9ynwBt3 VEÏ14tÔttLttufwBt3 rVŒe0Ltu Ôt BtÔttÕtefwBt3, Ôt ÕtGt3Ë y1ÕtGt3fwBt òuLttnw1Lt3 VeBtt9 yÏ1ít1y3ítwBt3 çtune ÔtÕttrfBt3 Bttíty1BBtŒít3 ftu2ÕtqçttufwBt3, ÔtftLtÕÕttntu ø1tVqhh3 hn2eBtt

૫. તેઓને તેમના વાલિદના નામથી બોલાવો કે આ અલ્લાહની નજરમાં ઇન્સાફથી વધારે નજીક છે અને અગર તેમના વાલિદને તમે નથી જાણતા તો તેઓ તમારા દીનીભાઇ અને દોસ્ત છે, અને તમારાથી જે કાંઇ ભૂલ થઇ ગઇ છે તેમાં તમારા ઉપર કોઇ ગુનાહ નથી, પરંતુ જે કાંઇ તમે ઇરાદાપૂર્વક કહો; અને અલ્લાહ ગફુરૂર રહીમ છે.

 

[01:47.00]

اَلنَّبِىُّ اَوْلٰى بِالْمُؤْمِنِيْنَ مِنْ اَنْفُسِهِمْ‌ وَاَزْوَاجُهٗۤ اُمَّهٰتُهُمْ‌ ؕ وَاُولُوا الْاَرْحَامِ بَعْضُهُمْ اَوْلٰى بِبَعْضٍ فِیْ كِتٰبِ اللّٰهِ مِنَ الْمُؤْمِنِيْنَ وَالْمُهٰجِرِيْنَ اِلَّاۤ اَنْ تَفْعَلُوْۤا اِلٰٓى اَوْلِيٰٓئِكُمْ مَّعْرُوْفًا‌ ؕ كَانَ ذٰلِكَ فِى الْكِتٰبِ مَسْطُوْرًا‏﴿6﴾‏

૬.yLLtrçtGGttu yÔt3Õtt rçtÕt3Bttuy3BtuLteLt rBtLt3 yLVtuËurnBt3 ÔtyÍ3Ôttòun9q WBBtntíttunwBt3, ÔtytuÕtqÕt3 yh3n1tBtu çty14Ítu2nwBt3 yÔt3Õtt çtuçty14rÍ1Lt3 VefuíttrçtÕÕttnu BtuLtÕt3 Bttuy3BtuLteLt ÔtÕt3BttuntsuheLt EÕÕtt9 yLt3 ítV3y1Õt9q yuÕtt9 yÔt3ÕtuGtt9yufwBt3 Bty14YVLt3, ftLt Ít7Õtuf rVÕfuíttçtu BtMít1qht

૬. બેશક નબી તમામ મોઅમીનો ઉપર તેમની ઝાત કરતા વધારે હક ધરાવે છે, અને રસૂલની ઔરતો તેઓની વાલેદા છે, અને મોઅમીનો અને મુહાજેરીનમાંથી સગાંવહાલાં બીજા કરતાં વધારે હકદાર છે, સિવાય એ કે તમે તમારા દોસ્તો સાથે નેકી કરો, આ બાબત કિતાબે ખુદામાં લખેલી મૌજૂદ છે.

 

[02:29.00]

وَاِذْ اَخَذْنَا مِنَ النَّبِيّٖنَ مِيْثَاقَهُمْ وَمِنْكَ وَمِنْ نُّوْحٍ وَّاِبْرٰهِيْمَ وَمُوْسٰى وَعِيْسَى ابْنِ مَرْيَمَ۪ وَاَخَذْنَا مِنْهُمْ مِّيْثاقًا غَلِيْظًا ۙ‏﴿7﴾‏

૭.ÔtEÍ74 yÏ1tÍ74Ltt BtuLtLLtrçtÂGGtLt BteËtf1nwBt3 ÔtrBtLf ÔtrBtLt3 Ltqrn1kÔt3 Ôt EçtútneBt Ôt BtqËt Ôt E2Ë7çLt Bth3GtBt, Ôt yÏ1tÍ74Ltt rBtLt3nwBt3 BteËt7f1Lt3 ø1tÕteÍ5t

૭. અને (તે સમયને યાદ કર) જ્યારે અમોએ પયગંબરો પાસેથી તેમના વચન લીધાં હતાં અને તારી પાસેથી તથા નૂહ તથા ઇબ્રાહીમ તથા મૂસા તથા ઇસા ઇબ્ને મરિયમ પાસેથી; તેઓ પાસેથી પાકુ વચન લીધુ હતુ:

 

[02:48.00]

لِّيَسْئَلَ الصّٰدِقِيْنَ عَنْ صِدْقِهِمْ‌ۚ وَاَعَدَّ لِلْكٰفِرِيْنَ عَذَابًا ا لِيْمًا۠ ‏‏﴿8﴾‏

૮.ÕtuGtË3yÕtM1Ë1tŒu2feLt y1Lt3rËŒ14furnBt3, Ôtyy1Œ0 rÕtÕt3ftVuheLt y1Ít7çtLt3 yÕteBtt

૮. જેથી સાચાઓથી તેમની સચ્ચાઇના બારામાં સવાલ કરવામાં આવે, અને નાસ્તિકો માટે દર્દનાક અઝાબ તૈયાર રાખ્યો છે.

 

[02:59.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوا اذْكُرُوْا نِعْمَةَ اللّٰهِ عَلَيْكُمْ اِذْ جَآءَتْكُمْ جُنُوْدٌ فَاَرْسَلْنَا عَلَيْهِمْ رِيْحًا وَّجُنُوْدًا لَّمْ تَرَوْهَا‌ ؕ وَكَانَ اللّٰهُ بِمَا تَعْمَلُوْنَ بَصِيْرًا ۚ‏﴿9﴾‏

૯.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtwÍ74ftuY Ltuy14BtítÕÕttnu y1ÕtGt3fwBt3 EÍ74 ò9yít3fwBt3 òuLtqŒwLt3 Vyh3ËÕLtt y1ÕtGt3rnBt3 hen1Ôt3 ÔtòuLtqŒÕt3 ÕtBíthÔt3nt, ÔtftLtÕÕttntu çtuBtt íty14BtÕtqLt çtË2eht

૯. અય ઇમાન લાવનારાઓ ! અલ્લાહની નેઅમતને યાદ કરો જયારે (નાસ્તિકોનું) લશ્કર તમારી સામે આવ્યુ પરંતુ અમોએ તેમની ઉપર તોફાની પવન અને એવું લશ્કર મોકલ્યુ જેને તમે જોતા ન હતા અને અલ્લાહ તમારા આમાલને જોનાર છે.

 

[03:22.00]

اِذْ جَآءُوْكُمْ مِّنْ فَوْقِكُمْ وَمِنْ اَسْفَلَ مِنْكُمْ وَاِذْ زَاغَتِ الْاَبْصَارُ وَبَلَغَتِ الْقُلُوْبُ الْحَنَاجِرَ وَتَظُنُّوْنَ بِاللّٰهِ الظُّنُوْنَا ؕ‏﴿10﴾‏

૧૦.EÍ74ò9WfwBt3 rBtLt3 VÔt3fu2fwBt3 ÔtrBtLt3 yMVÕt rBtLfwBt3 ÔtEÍ74 Ítø1trítÕt3 yçË1thtu Ôt çtÕtø1trítÕt3 ftu2ÕtqçtwÕt3 n1Lttsuh ÔtítÍw5LLtqLt rçtÕÕttrnÍ54 Ítu6LtqLtt

૧૦. જયારે (નાસ્તિકો) તમારી તરફ ઊંચાણ તથા નીચાણમાંથી આવ્યા ત્યારે ડરથી તમારી આંખો અંજાય ગઇ હતી, અને કાળજા મોંઢે આવી ગયા હતાં, અને તમે અલ્લાહના બારામાં જાતજાતના ગુમાનો કરવા લાગ્યા હતાં.

 

[03:47.00]

هُنَالِكَ ابْتُلِىَ الْمُؤْمِنُوْنَ وَزُلْزِلُوْا زِلْزَالًا شَدِيْدًا‏﴿11﴾‏

૧૧.ntuLtt Õtufçt3 íttuÕtuGtÕt3 Bttuy3BtuLtqLt ÔtÍwÕÍuÕtq rÍÕt3ÍtÕtLt3 ~tŒeŒt

૧૧. ત્યાં મોઅમીનોની અજમાઇશ થઇ અને સખત હચમચી ગયા.

 

[03:55.00]

وَاِذْ يَقُوْلُ الْمُنٰفِقُوْنَ وَالَّذِيْنَ فِیْ قُلُوْبِهِمْ مَّرَضٌ مَّا وَعَدَنَا اللّٰهُ وَرَسُوْلُهٗۤ اِلَّا غُرُوْرًا‏﴿12﴾‏

૧૨.ÔtEÍ38 Gtf1qÕtwÕt3 BttuLttVufq1Lt ÔtÕÕtÍ8eLt Ve ftu2ÕtqçturnBt3 BthÍ1wBt3 BttÔty1ŒLtÕÕttntu ÔthËqÕttun9q EÕÕtt øttu2Yht

૧૨. અને જયારે મુનાફીકો તથા બીમાર દિલોવાળા કહેવા લાગ્યા કે અલ્લાહ તથા તેના રસૂલોએ અમારી સાથે દગા સિવાય કોઇ વાયદો કર્યો નથી.

 

[04;10.00]

وَاِذْ قَالَتْ طَّآئِفَةٌ مِّنْهُمْ يٰۤاَهْلَ يَثْرِبَ لَا مُقَامَ لَكُمْ فَارْجِعُوْا‌ ۚ وَيَسْتَاْذِنُ فَرِيْقٌ مِّنْهُمُ النَّبِىَّ يَقُوْلُوْنَ اِنَّ بُيُوْتَنَا عَوْرَة‌ٌ  ‌ۛؕ وَمَا هِىَ بِعَوْرَةٍ  ۛۚ اِنْ يُّرِيْدُوْنَ اِلَّا فِرَارًا‏﴿13﴾‏

૧૩.ÔtEÍ74 f1tÕtít3 ítt92yuVítwBt3 rBtLnwBt3 Gtt9yn3Õt GtM7huçt ÕttBttuf1tBt ÕtfwBt3 Vh3suW2, ÔtGtMíty3Íu8Lttu Vhef1wBt3 rBtLntuBtwLt3 LtçteGt0 Gtf1qÕtqLt ELLt çttuGtqítLtt y1Ôt3hítwLt3, ÔtBttnuGt çtuy1Ôt3hrítLt3, EkGGttuheŒqLt EÕÕtt Vuhtht

૧૩. અને જયારે તેઓમાંના એક સમૂહે કહ્યું કે અય મદીનાવાળાઓ! તમારા માટે અહીં રોકાવા જેવુ નથી માટે પાછા ફરી જાઓ, અને તેઓમાંનું એક સમૂહ નબી પાસે રજા માંગતો હતો અને કહેતા હતા કે અમારા મકાનો જોખમમાં પડયા છે, જો કે તે જોખમમાં ન હતા પરંતુ તેઓ ફકત (જેહાદથી) ભાગી જવા ચાહતા હતા.

 

[04:38.00]

وَلَوْ دُخِلَتْ عَلَيْهِمْ مِّنْ اَقْطَارِهَا ثُمَّ سُئِلُوا الْفِتْنَةَ لَاٰتَوْهَا وَمَا تَلَبَّثُوْا بِهَاۤ اِلَّا يَسِيْرًا‏﴿14﴾‏

૧૪.ÔtÕtÔt3 ŒtuÏtu2Õtít3 y1ÕtGt3rnBt3 rBtLt3 yf14ít1thunt Ëw7Bt0 ËtuyuÕtqÕt3 rVíLtít ÕtytítÔt3nt ÔtBtt ítÕtçt0Ëq7 çtunt9 EÕÕtt GtËeht

૧૪. અને જો તેમની ઉપર ચારે તરફથી લશ્કર દાખલ કરી દેવામાં આવત અને તેમનાથી ફીત્ના (શિર્ક તરફ પલટવા)નો સવાલ કરવામાં આવતે તો તેઓ તુરંત હાજર થઇ જતા અને (આ પસંદગી માટે) થોડા સમયથી વધારે રોકાત નહિં.

 

[04:52.00]

وَلَقَدْ كَانُوْا عَاهَدُوا اللّٰهَ مِنْ قَبْلُ لَا يُوَلُّوْنَ الْاَدْبَارَ‌ ؕ وَكَانَ عَهْدُ اللّٰهِ مَسْئُوْلًا‏﴿15﴾‏

૧૫.ÔtÕtf1Œ3 ftLtq y1tnŒwÕÕttn rBtLf1çÕttu ÕttGttuÔtÕÕtqLtÕt3 yŒ3çtth,ít ÔtftLt y1n3ŒwÕÕttnu BtMWÕtt

૧૫. અને જો કે અગાઉ તેઓએ અલ્લાહથી પાકો વાયદો કર્યો હતો કે તેઓ કયારે પણ (દુશ્મનો સામે) પીઠ નહિં ફેરવે અને અલ્લાહ સાથે કરેલા વાયદા બારામાં જરૂર સવાલ કરવામાં આવશે.

 

[05:05.00]

قُلْ لَّنْ يَّنْفَعَكُمُ الْفِرَارُ اِنْ فَرَرْتُمْ مِّنَ الْمَوْتِ اَوِ الْقَتْلِ وَاِذًا لَّا تُمَتَّعُوْنَ اِلَّا قَلِيْلًا‏﴿16﴾‏

૧૬.f1wÕÕtkGGtLVy1ftuBtwÕt3 Vuhthtu ELt3Vhh3ítwBt3 BtuLtÕt3BtÔt3ítu yrÔtÕt3f1íÕtu ÔtyuÍ7Õt3 ÕttíttuBtíítW2Lt EÕÕtt f1ÕteÕtt

૧૬. તમે કહો કે અગર તમે કત્લ અથવા મોતના ડરથી ભાગવા ચાહો તો તમને ફાયદો નહિં થાય સિવાય કે થોડોક ફાયદો (દુનિયામાં) ઉપાડી લ્યો.

 

[05:18.00]

قُلْ مَنْ ذَا الَّذِىْ يَعْصِمُكُمْ مِّنَ اللّٰهِ اِنْ اَرَادَ بِكُمْ سُوْٓءًا اَوْ اَرَادَ بِكُمْ رَحْمَةًؕ وَلَا يَجِدُوْنَ لَهُمْ مِّنْ دُوْنِ اللّٰهِ وَلِيًّا وَّلَا نَصِيْرًا‏﴿17﴾‏

૧૭.f1wÕt3 BtLt3Í7ÕÕtÍ8e Gty14Ëu2BttufwBt3 BtuLtÕÕttnu ELt3 yhtŒ çtufwBt3 Ëq9yLt3 yÔt3 yhtŒçtufwBt3 hn14BtítLt3, ÔtÕttGtsuŒqLt ÕtnwBt3 rBtLŒqrLtÕÕttnu ÔtrÕtGGtkÔt3 ÔtÕtt LtË2eht

૧૭. તમે કહો કોણ તમને અલ્લાહના ઇરાદાથી બચાવી શકે જો તે તમારી બૂરાઇ અથવા તમારા ઉપર મહેરબાનીનો ઇરાદો કરે? તેઓ કોઇ સરપરસ્ત કે મદદગાર અલ્લાહ સિવાય પામશે નહીં.

 

[05:39.00]

قَدْ يَعْلَمُ اللّٰهُ الْمُعَوِّقِيْنَ مِنْكُمْ وَالْقَآئِلِيْنَ لِاِخْوَانِهِمْ هَلُمَّ اِلَيْنَا‌ ۚ وَلَا يَاْتُوْنَ الْبَاْسَ اِلَّا قَلِيْلًا ۙ‏﴿18﴾‏

૧૮.f1Œ3 Gty14ÕtBtwÕÕttnwÕt3 Bttuy1ÔÔtuf2eLt rBtLfwBt3 ÔtÕt3ft92yuÕteLt ÕtuEÏ14tÔttLturnBt3 nÕtwBBt yuÕtGt3Ltt, ÔtÕtt Gty3ítqLtÕt3 çty3Ë EÕÕtt f1ÕteÕtt

૧૮. અને અલ્લાહ સારી રીતે ઓળખે છે કે જેઓ (લડાઇથી) રોકે છે, તથા તેમના ભાઇઓને કહે છે કે અમારી તરફ આવી જાઓ. તેઓ પોતે લડાઇમાં ભાગ નથી લેતા સિવાય કે થોડોક:

 

[05:56.00]

اَشِحَّةً عَلَيْكُمْ ‌‌ۖۚ فَاِذَا جَآءَ الْخَوْفُ رَاَيْتَهُمْ يَنْظُرُوْنَ اِلَيْكَ تَدُوْرُ اَعْيُنُهُمْ كَالَّذِىْ يُغْشٰى عَلَيْهِ مِنَ الْمَوْتِ‌ ۚ فَاِذَا ذَهَبَ الْخَوْفُ سَلَقُوْكُمْ بِاَ لْسِنَةٍ حِدَادٍ اَشِحَّةً عَلَى الْخَيْرِ‌ ؕ اُولٰٓئِكَ لَمْ يُؤْمِنُوْا فَاَحْبَطَ اللّٰهُ اَعْمَالَهُمْ‌ ؕ وَكَانَ ذٰلِكَ عَلَى اللّٰهِ يَسِيْرًا‏﴿19﴾‏

૧૯.y~tun14n1ítLt3 y1ÕtGt3fwBt3, VyuÍt7 ò9yÕt3 Ï1tÔt3Vtu hyGt3ítnwBt3 GtLÍtu6YLt yuÕtGt3f ítŒqhtu yy14GttuLttunwBt3 fÕÕtÍ8e Gtwø14t~tt y1ÕtGt3nu BtuLtÕt3 BtÔt3ítu, VyuÍt7 Í7nçtÕt3 Ï1tÔt3Vtu ËÕtf1qfwBt3 çtuyÕËuLtrítLt3 nu2ŒtrŒLt3 y~tun14n1ítLt3 y1ÕtÕt3 Ï1tGt3hu, ytuÕtt9yuf ÕtBGttuy3BtuLtq Vyn14çtít1ÕÕttntu yy14BttÕtnwBt3, ÔtftLt Ít7Õtuf y1ÕtÕÕttnu GtËeht

૧૯. તેઓ (દરેક ચીઝમાં) તમારા પ્રત્યે કંજૂસ છે, પછી જયારે ખોફઝદા (ભયભિત) થાય છે ત્યારે તમે જોશો કે તેઓ તારી તરફ એવી રીતે જૂએ છે તથા તેમની આંખો એવી રીતે ફરતી હોય, જાણે કે તેઓ પર મૌતની બેહોશી છવાઇ ગઇ હોય, પરંતુ જયારે ડર જતો રહે છે ત્યારે તમારા ઉપર તે જ ઝબાનો વડે સખત હુમલો કરે છે. એવી હાલતમાં કે માલે ગનીમતના લાલચુ છે, તેઓ ઇમાન નથી લાવ્યા, માટે અલ્લાહે તેમના આમાલને બરબાદ કરી દીધા, અને અલ્લાહ માટે આ કામ સહેલુ છે.

 

[06:35.00]

يَحْسَبُوْنَ الْاَحْزَابَ لَمْ يَذْهَبُوْا‌ ۚ وَاِنْ يَّاْتِ الْاَحْزَابُ يَوَدُّوْا لَوْ اَنَّهُمْ بَادُوْنَ فِى الْاَعْرَابِ يَسْاَ لُوْنَ عَنْ اَنْۢبَآئِكُمْ‌ ؕ وَلَوْ كَانُوْا فِيْكُمْ مَّا قٰتَلُوْۤا اِلَّا قَلِيْلًا۠ ‏‏﴿20﴾‏

૨૦.Gtn14ËçtqLtÕt3 yn14Ítçt ÕtBt3 GtÍ74nçtq, ÔtEkGGty3rítÕt3 yn14Ít7çttu GtÔtŒq0 ÕtÔt3 yLLtnwBt3 çttŒqLt rVÕt3yy14htçtu GtMyÕtqLt y1Lt3 yBçtt9yufwBt3, ÔtÕtÔt3 ftLtq VefwBt3 Bttf1títÕt9q EÕtt0 f1ÕteÕtt

૨૦. તેઓ હજુ એમ સમજે છે કે નાસ્તિકોના લશકર હજુ ગયા નથી. અગર ફરી વાર લશકર આવી જાય તો તેઓ એવું ચાહશે કે તેઓ ગામડીયાઓે વચ્ચે છુપા રહીને તમારી ખબર પૂછયા કરે, અને અગર તમારી સાથે રહે તો જેહાદ નહિ કરે સિવાય થોડોક.

 

[07:01.00]

لَقَدْ كَانَ لَكُمْ فِیْ رَسُوْلِ اللّٰهِ اُسْوَةٌ حَسَنَةٌ لِّمَنْ كَانَ يَرْجُوا اللّٰهَ وَالْيَوْمَ الْاٰخِرَ وَذَكَرَ اللّٰهَ كَثِيْرًا ؕ‏﴿21﴾‏

૨૧.Õtf1Œ3ftLt ÕtfwBt3 VehËqrÕtÕÕttnu WMÔtítwLt3 n1ËLtítwÕt3 ÕtuBtLftLt Gth3òqÕÕttn ÔtÕt3GtÔtBtÕt3 ytÏtu2h ÔtÍ7fhÕÕttn fË8eht

૨૧. બેશક તમારામાંથી જે અલ્લાહ(ની રહેમત) તથા કયામત(ના હિસાબ)ની ઉમ્મીદ રાખતો હોય, અલ્લાહને વધારે યાદ કરતો હોય તેના માટે અલ્લાહના રસૂલ (સ.અ.વ.ની ઝિંદગી) બહેતરીન નમૂનો છે.

 

[07:20.00]

وَلَمَّا رَاَ الْمُؤْمِنُوْنَ الْاَحْزَابَ ۙ قَالُوْا هٰذَا مَا وَعَدَنَا اللّٰهُ وَرَسُوْلُهٗ وَ صَدَقَ اللّٰهُ وَرَسُوْلُهٗؗ وَمَا زَادَهُمْ اِلَّاۤ اِيْمَانًا وَّتَسْلِيْمًا ؕ‏﴿22﴾‏

૨૨.ÔtÕtBt0t hyÕt3 Bttuy3BtuLtqLtÕt3 yn14Ít7çt f1tÕtq ntÍt7 Btt Ôty1ŒLtÕÕttntu ÔthËqÕttunq ÔtË1Œf1ÕÕttntu ÔthËqÕttunq ÔtBttÍtŒnwBt3 EÕÕtt EBttLtkÔt3 Ôt ítMÕteBtt

૨૨. અને જયારે મોઅમીનોએ લશ્કરોને જોયા ત્યારે તેઓ પોકારી ઉઠયા કે આ એ જ છે કે જેનો ખુદા અને રસૂલે વાયદો કર્યો હતો, અને ખુદા તથા તેના રસૂલે સાચુ કહ્યુ, અને આ (લશ્કર સામે આવવા)થી તેમના ઇમાન અને ઇતાઅત સિવાય કાંઇ ચીઝમાં વધારો ન થયો.

 

[07:39.00]

مِنَ الْمُؤْمِنِيْنَ رِجَالٌ صَدَقُوْا مَا عَاهَدُوا اللّٰهَ عَلَيْهِ‌ۚ فَمِنْهُمْ مَّنْ قَضٰى نَحْبَهٗ وَمِنْهُمْ مَّنْ يَّنْتَظِرُ‌ ۖ ؗ وَمَا بَدَّلُوْا تَبْدِيْلًا ۙ‏﴿23﴾‏

૨૩.BtuLtÕt3 Bttuy3BtuLteLt huòÕtwLt3 Ë1Œf1q Btty1tnŒqÕÕttn y1ÕtGt3nu, VrBtLt3nwBt3 BtLt3f1Í1t Ltn14çtnq ÔtrBtLt3nwBt3 BtkGGtLt3ítÍ8uhtu ÔtBtt çtŒTÕtq ítçt3ŒeÕtt

૨૩. મોઅમીનોમાંથી અમુક એવા છે કે જેમણે અલ્લાહથી કરેલા વાયદાને સાચો કરી દેખાડયો, એમાંથી અમુકની મુદ્દત પૂરી થઇ ગઇ અને અમુક ઇન્તેઝાર કરી રહ્યા છે અને તેમણે પોતાના વાયદામાં કંઇ ફેરફાર કર્યો નથી.

 

[07:59.00]

لِّيَجْزِىَ اللّٰهُ الصّٰدِقِيْنَ بِصِدْقِهِمْ وَيُعَذِّبَ الْمُنٰفِقِيْنَ اِنْ شَآءَ اَوْ يَتُوْبَ عَلَيْهِمْ‌ ؕ اِنَّ اللّٰهَ كَانَ غَفُوْرًا رَّحِيْمًا ۚ‏﴿24﴾‏

૨૪.ÕtuGts3ÍuGtÕÕttnwË14 Ë1tŒuf2eLt çturË1Œ3f2urnBt3 ÔtGttuy1Í74Íu8çtÕt3 BttuLttVuf2eLt EL~tt9y yÔt3 Gtítqçt y1ÕtGt3rnBt3, ELLtÕÕttn ftLt ø1tVqhh3 hn2eBtt

૨૪. જેથી અલ્લાહ સાચાઓને તેમની સચ્ચાઇનો બદલો આપે, અને મુનાફીકોને ચાહે તો અઝાબ આપે, અથવા તેમની તૌબા કબૂલ કરે કારણકે અલ્લાહ ગફુરૂર રહીમ છે.

 

[08:17.00]

وَرَدَّ اللّٰهُ الَّذِيْنَ كَفَرُوْا بِغَيْظِهِمْ لَمْ يَنَالُوْا خَيْرًا‌ ؕ وَكَفَى اللّٰهُ الْمُؤْمِنِيْنَ الْقِتَالَ‌ ؕ وَكَانَ اللّٰهُ قَوِيًّا عَزِيْزًا ۚ‏﴿25﴾‏

૨૫.ÔthŒ0ÕÕttnwÕÕtÍ8eLt fVY çtuø1tGt3Íu6rnBt3 ÕtBt3 GtLttÕtq Ï1tGt3hLt3, Ôt fVÕÕttnwÕt3 Bttuy3BtuLteLtÕt3 fu2íttÕt, Ôt ftLtÕÕttntu f1rÔtGGtLt3 y1ÍeÍt

૨૫. અને અલ્લાહે નાસ્તિકોને ગનીમત મેળવ્યા વગર ગુસ્સા સહીત પાછા ફેરવી દીધા, અને અલ્લાહે મોઅમીનોને લડાઇથી બેનિયાઝ કરી દીધા; અને અલ્લાહ તાકતવર અને જબરદસ્ત છે.

 

[08:33.00]

وَاَنْزَلَ الَّذِيْنَ ظَاهَرُوْهُمْ مِّنْ اَهْلِ الْكِتٰبِ مِنْ صَيَاصِيْهِمْ وَقَذَفَ فِیْ قُلُوْبِهِمُ الرُّعْبَ فَرِيْقًا تَقْتُلُوْنَ وَتَاْسِرُوْنَ فَرِيْقًا ۚ‏﴿26﴾‏

૨૬.ÔtyLt3ÍÕÕtÍ8eLt Í5tnYnwBt3 rBtLt3yn3rÕtÕt3 fuíttçtu rBtLt3 Ë1GttË2ernBt3 Ôtf1Í7V Veftu2ÕtqçtunuBtwh3 htuy14çt Vhef1Lt3 ítf14íttuÕtqLt Ôtíty3ËuYLt Vhef1t

૨૬. અને તેણે તેઓ (નાસ્તિકો)ની મદદ કરનાર એહલેકિતાબને તેમના કિલ્લાઓ પરથી નીચે ઉતારી મૂકયા અને તેમના દિલોમાં દબદબો નાખી દીધો કે તેમાંથી અમુકને તમે કત્લ કરતા હતા અને અમુકને કેદ કરતા હતા.

 

[08:54.00]

وَاَوْرَثَكُمْ اَرْضَهُمْ وَدِيَارَهُمْ وَ اَمْوَالَهُمْ وَاَرْضًا لَّمْ تَطَئُوْهَا‌ ؕ وَكَانَ اللّٰهُ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرًا۠ ‏‏﴿27﴾‏

૨૭.ÔtyÔt3hË7fwBt3 yÍo2nwBt3 ÔtŒuGtthnwBt3 ÔtyBÔttÕtnwBt3 Ôtyh3Í1Õt3 ÕtBt3 ítít1Wnt, ÔtftLtÕÕttntu y1Õtt f1wÕÕtu ~tGt3ELt3 f1Œeht

૨૭. અને તમને તેમની ઝમીન તથા તેમના ઘરો તથા તેમના માલના વારસદાર બનાવી દીધા અને એવી ઝમીનના કે જેના પર તમોએ હરગિઝ પગ મૂક્યો ન હતો; અને બેશક અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવનારો છે.

 

[09:09.00]

يٰۤاَيُّهَا النَّبِىُّ قُلْ لِّاَزْوَاجِكَ اِنْ كُنْتُنَّ تُرِدْنَ الْحَيٰوةَ الدُّنْيَا وَزِيْنَتَهَا فَتَعَالَيْنَ اُمَتِّعْكُنَّ وَاُسَرِّحْكُنَّ سَرَاحًا جَمِيْلًا‏﴿28﴾‏

૨૮.Gtt9 yGGttunLLtrçtGGttu f1wÕÕtu yÍ3Ôttsuf ELt3fwLt3ítwLLt ítturhŒ3LtÕt3 n1GttítŒ3 ŒwLGtt ÔtÍeLtítnt Víty1tÕtGt3Lt ytuBtíítuy14fwLLt ÔtytuËh3hun14fwLLt Ëhtn1Lt3 sBteÕtt

૨૮. અય નબી ! તું તારી ઔરતોને કહે કે જો તમે દુનિયાની ઝિંદગી તથા તેની ઝીનતને ચાહો છો તો આવો હું તમને હદીયો અને ભલાઇને સાથે (શાદીના બંધનમાંથી) આઝાદ કરી દઉં.

 

[09:35.00]

وَاِنْ كُنْتُنَّ تُرِدْنَ اللّٰهَ وَرَسُوْلَهٗ وَالدَّارَ الْاٰخِرَةَ فَاِنَّ اللّٰهَ اَعَدَّ لِلْمُحْسِنٰتِ مِنْكُنَّ اَجْرًا عَظِيْمًا‏﴿29﴾‏

૨૯.ÔtELt3 fwLt3ítwLLt ítturhŒ33LtÕÕttn ÔthËqÕtnq ÔtŒt0hÕt3 ytÏtu2hít VELLtÕÕttn yy1Œ3ŒrÕtÕt3 Bttun14ËuLttítu rBtLt3fwLLt ys3hLt3 y1Í6eBtt

૨૯. અને જો તમે અલ્લાહ તથા તેના રસૂલ તથા આખેરતને ચાહો છો તો બેશક અલ્લાહે તમારામાંથી જે નેક ઓરતો છે તેના માટે ઘણો મોટો બદલો તૈયાર રાખ્યો છે.

 

[09:51.50]

يٰنِسَآءَ النَّبِىِّ مَنْ يَّاْتِ مِنْكُنَّ بِفَاحِشَةٍ مُّبَيِّنَةٍ يُّضٰعَفْ لَهَا الْعَذَابُ ضِعْفَيْنِ ‌ؕ وَكَانَ ذٰلِكَ عَلَى اللّٰهِ يَسِيْرًا‏﴿30﴾‏

૩૦.GttLtuËt9yLt3 LtrçtGGtu BtkGGty3ítu rBtLt3fwLLt çtuVtn2u~trítBt3 BttuçtGGtuLt®ítGt3 GttuÍ1ty1V3 ÕtnÕt3 y1Ít7çttu Í2uy14VGt3Ltu, ÔtftLt Ít7Õtuf y1ÕtÕÕttnu GtËeht

૩૦. અય નબીની ઔરતો! તમારામાંથી જે કોઇ ખુલ્લી રીતે બદકારી કરશે તો તેનો અઝાબ બમણો કરવામાં આવશે અને અલ્લાહ માટે આ સહેલુ છે.

 

[10:12.00]

وَمَنْ يَّقْنُتْ مِنْكُنَّ لِلّٰهِ وَرَسُوْلِهٖ وَتَعْمَلْ صَالِحًا نُّؤْتِهَآ اَجْرَهَا مَرَّتَيْنِۙ وَاَعْتَدْنَا لَهَا رِزْقًا كَرِيْمًا‏﴿31﴾‏

૩૧.ÔtBtkGt3 Gtf14Ltwít3 rBtLt3fwLLt rÕtÕÕttnu ÔthËqÕtune Ôtíty14BtÕt3 Ë1tÕtun1Lt3 Lttuy3ítunt9 ys3hnt Bth0ítGt3Ltu Ôt yy14ítŒ3Ltt Õtnt rhÍ3f1Lt3 fheBtt

૩૧. અને તમારામાંથી જે અલ્લાહ તથા તેના રસૂલની તાબેદારી કરે તથા નેક અમલ કરે તો અમે તેણીને તેનો બમણો બદલો આપીશું, અને અમોએ તેણીને માટે મોહતરમ રોઝી તૈયાર રાખી છે.

 

[10:37.00]

يٰنِسَآءَ النَّبِىِّ لَسْتُنَّ كَاَحَدٍ مِّنَ النِّسَآءِ اِنِ اتَّقَيْتُنَّ فَلَا تَخْضَعْنَ بِالْقَوْلِ فَيَطْمَعَ الَّذِىْ فِیْ قَلْبِهٖ مَرَضٌ وَّقُلْنَ قَوْلًا مَّعْرُوْفًا ۚ‏﴿32﴾‏

૩૨.Gtt LtuËt9yLLtrçtGGtu ÕtMítwLLt fyn1rŒBt3 BtuLtLLtuËt9yu yurLt¥tf1Gt3ítwLLt VÕtt ítÏ14tÍ1y14Lt rçtÕt3 f1Ôt3Õtu VGtí1Bty1Õt3 ÕtÍ8e Vef1Õçtune BthÍw1kÔt3 Ôtf1wÕt3Lt f1Ôt3ÕtBt3 Bty14YVt

૩૨. અય નબીની ઔરતો ! અગર તમે તકવા ઇખ્તેયાર કરો, તો તમારો મરતબો બીજી સામાન્ય ઔરતો જેવો નથી, માટે (નામહેરમ સાથે) માયાળુ પણે વાત કરશો નહિં, કે બીમાર દિલોવાળાને લાલચ પેદા થાય, અને નેક વાતો કરો.

 

[11:01.00]

وَقَرْنَ فِیْ بُيُوْتِكُنَّ وَلَا تَبَرَّجْنَ تَبَرُّجَ الْجَاهِلِيَّةِ الْاُوْلٰى وَاَقِمْنَ الصَّلٰوةَ وَاٰتِيْنَ الزَّكٰوةَ وَاَطِعْنَ اللّٰهَ وَرَسُوْلَهٗ ؕ اِنَّمَا يُرِيْدُ اللّٰهُ لِيُذْهِبَ عَنْكُمُ الرِّجْسَ اَهْلَ الْبَيْتِ وَيُطَهِّرَكُمْ تَطْهِيْرًا ۚ‏﴿33﴾‏

૩૩.Ôtf1h3Lt VeçttuGtqítufwLLt ÔtÕtt ítçth0s3Lt ítçth3htusÕt3 ònurÕtGGtrítÕt3 WÕtt Ôtyrf2Bt3LtË14 Ë1Õttít Ôt ytíteLtÍ3 Íftít Ôtyítu2y14LtÕÕttn ÔthËqÕtnq, ELLtBtt GttuheŒwÕÕttntu ÕtGtwÍ74nuçt y1LftuBtwh3 rhs3Ë yn3ÕtÕt3çtGt3ítu ÔtGttuít1n3nuhfwBt3 ítít14neht

૩૩. અને પોતાના ઘરોમાં બેસી રહો, અને અગાઉની જાહેલિયતના સમયની જેમ (ઝીનત સાથે) જાહેર ન થાવ અને નમાઝને કાયમ કરો તથા ઝકાત આપો અને અલ્લાહ તથા તેના રસૂલની તાબેદારી કરો, અય અહલેબૈત અલ્લાહનો ઇરાદો ફકત એ છે કે દરેક બૂરાઇને તમારાથી દૂર રાખે, અને એવી રીતે તમને પાક રાખે, જેવી રીતે પાક રાખવાનો હક છે.

 

[11:32.00]

وَاذْكُرْنَ مَا يُتْلٰى فِیْ بُيُوْتِكُنَّ مِنْ اٰيٰتِ اللّٰهِ وَالْحِكْمَةِؕ اِنَّ اللّٰهَ كَانَ لَطِيْفًا خَبِيْرًا۠ ‏‏﴿34﴾‏

૩૪.ÔtÍ74fwh3Lt BttGtwíÕtt VeçttuGtqítufwLLt rBtLt3 ytGttrítÕÕttnu ÔtÕt3rn1f3Btítu, ELLtÕÕttn ftLt Õtít2eVLt3 Ï1tçteht

૩૪. અને તમારા ઘરોમાં અલ્લાહની આયતો અને હિકમતની જે વાતો પઢવામાં આવે છે તેને યાદ કરો, બેશક અલ્લાહ ઝીણવટભરી બાબતોનો જાણકાર છે.

 

[11:45.00]

اِنَّ الْمُسْلِمِيْنَ وَالْمُسْلِمٰتِ وَالْمُؤْمِنِيْنَ وَالْمُؤْمِنٰتِ وَالْقٰنِتِيْنَ وَالْقٰنِتٰتِ وَالصّٰدِقِيْنَ وَالصّٰدِقٰتِ وَالصّٰبِرِيْنَ وَالصّٰبِرٰتِ وَالْخٰشِعِيْنَ وَالْخٰشِعٰتِ وَالْمُتَصَدِّقِيْنَ وَ الْمُتَصَدِّقٰتِ وَالصَّآئِمِيْنَ وَالصّٰٓئِمٰتِ وَالْحٰفِظِيْنَ فُرُوْجَهُمْ وَالْحٰفِظٰتِ وَالذّٰكِرِيْنَ اللّٰهَ كَثِيْرًا وَّ الذّٰكِرٰتِ ۙ اَعَدَّ اللّٰهُ لَهُمْ مَّغْفِرَةً وَّاَجْرًا عَظِيْمًا‏﴿35﴾‏

૩૫.ELLtÕt3 BtwMÕtuBteLt ÔtÕt3BtwMÕtuBttítu ÔtÕt3Bttuy3BtuLteLt ÔtÕBttuy3BtuLttítu ÔtÕf1tLtuíteLt ÔtÕf1tLtuíttítu ÔtM1Ë1tŒuf2eLt ÔtM1Ë1tŒuf1títu ÔtM1Ë1tçtuheLt ÔtM1Ë1tçtuhtítu ÔtÕt3 Ït1t~tuE2Lt ÔtÕt3 Ït1t~tuy1títu ÔtÕt3BttuítË1Œu0f2eLt ÔtÕt3BttuítË1Œu0f1títu ÔtM1Ët92yuBteLt ÔtM1Ët92yuBttítu ÔtÕn1tVuÍ6eLt VtuYsnwBt3 ÔtÕn1tVuÍ5títu ÔtÍ74Ít7fuheLtÕÕttn fË8ehkÔt3 ÔtÍ74Ít7fuhtítu yy1Œ0ÕÕttntu ÕtnwBt3 Btø1VuhítkÔt3 Ôtys3hLt3 y1Í6eBtt

૩૫. બેશક મુસલમાન મર્દો તથા મુસલમાન ઔરતો, ઇમાનવાળા મર્દો તથા ઇમાનવાળી ઔરતો, ઇતાઅતગુઝાર મર્દો તથા ઇતાઅતગુઝાર ઔરતો, સાચા મર્દો તથા સાચી ઔરતો, સબ્ર કરનાર મર્દો તથા સબ્ર કરનારી ઔરતો, ખુશુઅ રાખનાર મર્દો તથા ખુશુઅ રાખનારી ઔરતો, સદકો આપનાર મર્દો તથા સદકો આપનારી ઔરતો, રોઝો રાખનાર મર્દો તથા રોઝો રાખનારી ઔરતો, પાકદામન મર્દો તથા પાકદામન ઔરતો, અલ્લાહનો વધુ ઝિક્ર કરનાર મર્દો તથા વધુ ઝિક્ર કરનારી ઔરતો માટે અલ્લાહે મગફેરત અને અજ્રે અઝીમ તૈયાર રાખેલ છે.

 

[12:36.00]

وَمَا كَانَ لِمُؤْمِنٍ وَّلَا مُؤْمِنَةٍ اِذَا قَضَى اللّٰهُ وَرَسُوْلُهٗۤ اَمْرًا اَنْ يَّكُوْنَ لَهُمُ الْخِيَرَةُ مِنْ اَمْرِهِمْ ؕ وَمَنْ يَّعْصِ اللّٰهَ وَرَسُوْلَهٗ فَقَدْ ضَلَّ ضَلٰلًا مُّبِيْنًا‏﴿36﴾‏

૩૬.ÔtBttftLt ÕtuBttuy3BturLtkÔt3 ÔtÕtt Bttuy3BtuLtrítLt3 yuÍt7 f1Í1ÕÕttntu ÔthËqÕttunq9 yBtúLt3 ykGGtfqLt ÕtntuBtwÕt3 Ïtu2Gthíttu rBtLt3 yBhurnBt3, ÔtBtkGGty14rË1ÕÕttn ÔthËqÕttunq Vf1Œ3Í1ÕÕt Í1ÕttÕtBt3 BttuçteLtt

૩૬. અને કોઇ મોઅમીન મર્દ અને ઔરત માટે પોતાની બાબતે ફેંસલો કરવાનો હક નથી કે જયારે અલ્લાહ તથા તેનો રસૂલ; (તે બાબતે કોઇ) ફેંસલો કરી ચૂક્યા હોય અને જે કોઇ અલ્લાહ તથા તેના રસૂલની નાફરમાની કરશે, બેશક તે ખુલ્લી ગુમરાહીમાં છે!

 

[12:59.00]

وَاِذْ تَقُوْلُ لِلَّذِىْۤ اَنْعَمَ اللّٰهُ عَلَيْهِ وَاَنْعَمْتَ عَلَيْهِ اَمْسِكْ عَلَيْكَ زَوْجَكَ وَاتَّقِ اللّٰهَ وَتُخْفِیْ فِیْ نَفْسِكَ مَا اللّٰهُ مُبْدِيْهِ وَتَخْشَى النَّاسَ ‌ۚ وَاللّٰهُ اَحَقُّ اَنْ تَخْشٰٮهُ ؕ فَلَمَّا قَضٰى زَيْدٌ مِّنْهَا وَطَرًا زَوَّجْنٰكَهَا لِكَىْ لَا يَكُوْنَ عَلَى الْمُؤْمِنِيْنَ حَرَجٌ فِیْۤ اَزْوَاجِ اَدْعِيَآئِهِمْ اِذَا قَضَوْا مِنْهُنَّ وَطَرًا ؕ وَكَانَ اَمْرُ اللّٰهِ مَفْعُوْلًا‏﴿37﴾‏

૩૭.Ôt EÍ74ítfq1Õttu rÕtÕÕtÍe98 yLt3y1BtÕÕttntu y1ÕtGt3nu ÔtyLt3y1Bít y1ÕtGt3nu yBtrËf3 y1ÕtGt3f ÍÔt3sf Ôtíítrf2ÕÕttn ÔtítwÏ1Ve VeLtV3Ëuf BtÕÕttntu BtwçŒenu ÔtítÏ1~tLLttË, ÔtÕÕttntu yn1f14ft2u yLítÏ1~ttntu, VÕtBBttfÍ1t ÍGt3ŒwBt3 rBtLt3nt Ôtít1hLt3 ÍÔt0s3Lttfnt ÕtufGt3 ÕttGtfqLt y1ÕtÕt3 Bttuy3BtuLteLt n1hòwLt3 Ve9 yÍ3Ôttsu yŒ3yu2Gtt9yurnBt3 yuÍt7 f1Í1Ôt3 rBtLt3nwLLt Ôtít1hLt3, ÔtftLt yBt3ÁÕÕttnu BtV3W2Õtt

૩૭. અને (યાદ કર), જયારે તું તે વ્યક્તિને કે જેને ખુદાએ નેઅમત અતા કરી હતી તથા તે જેના ઉપર એહસાન કર્યો હતો, કહી રહ્યો હતો કે તારી ઔરતને તારી પાસે રાખ અને અલ્લાહથી ડર, તથા તે એ વાતને દિલમાં છુપાવી રાખી હતી જેને અલ્લાહ જાહેર કરવાનો હતો અને લોકોથી ડરતો હતો જો કે અલ્લાહ વધારે હકદાર છે કે તેનાથી ડરવામાં આવે, ત્યારબાદ જયારે ઝયદે પોતાની હાજત પૂરી કરી લીધી, ત્યારે અમોએ તે ઔરતના નિકાહ તારી સાથે કરી દીધા કે જેથી મોઅમીનો માટે પોતાના પાલક ફરઝંદની ઔરત સાથે નિકાહ કરવામાં કોઇ હરજ ન રહે, જયારે તેઓ પોતાની જરૂરત પૂરી કરી ચૂકયા હોય અને અલ્લાહના હુકમ પર અમલ થઇને જ રહે છે.

 

[14:01.00]

مَا كَانَ عَلَى النَّبِىِّ مِنْ حَرَجٍ فِيْمَا فَرَضَ اللّٰهُ لهٗ ؕ سُنَّةَ اللّٰهِ فِى الَّذِيْنَ خَلَوْا مِنْ قَبْلُ ؕ وَكَانَ اَمْرُ اللّٰهِ قَدَرًا مَّقْدُوْرَا ؗ ۙ‏﴿38﴾‏

૩૮.BttftLt y1ÕtLLtrçtGGtu rBtLt3 n1hrsLt3 VeBtt VhÍ1ÕÕttntu Õtnq, ËwLLtítÕÕttnu rVÕÕtÍe8Lt Ï1tÕtÔt3 rBtLf1çÕttu, ÔtftLt yBt3ÁÕÕttnu f1ŒhBt3 Btf14Œqht

૩૮. નબીના માટે અલ્લાહની વાજિબાતમાં કોઇ નડતર નથી, આ અલ્લાહની સુન્નત છે કે જે અગાઉના નબીઓના ઝમાનાથી ચાલુ હતી; અને અલ્લાહનો હુકમ સહી હિસાબ મુજબ નક્કી થયેલો હોય છે:

 

[14:20.00]

۟الَّذِيْنَ يُبَلِّغُوْنَ رِسٰلٰتِ اللّٰهِ وَيَخْشَوْنَهٗ وَلَا يَخْشَوْنَ اَحَدًا اِلَّا اللّٰهَ ؕ وَكَفٰى بِاللّٰهِ حَسِيْبًا‏﴿39﴾‏

૩૯.rLtÕÕtÍ8eLt GttuçtÕÕtuø1tqLt huËtÕttrítÕÕttnu Ôt GtÏ1t~tÔt3Ltnq Ôt ÕttGtÏ1~tÔt3Lt yn1ŒLt3 EÕÕtÕÕttn, ÔtfVt rçtÕÕttnu n1Ëeçtt

૩૯. જેઓ અલ્લાહના પયગામ પહોંચાડે છે તથા દિલમાં તેનો (અલ્લાહનો) ડર રાખે છે અને અલ્લાહ સિવાય બીજા કોઇથી ડરતા નથી; અને આ જ બસ છે કે અલ્લાહ હિસાબ કરનાર છે.

 

[14:34.00]

مَا كَانَ مُحَمَّدٌ اَبَآ اَحَدٍ مِّنْ رِّجَالِكُمْ وَلٰكِنْ رَّسُوْلَ اللّٰهِ وَخَاتَمَ النَّبِيّٖنَ ؕ وَكَانَ اللّٰهُ بِكُلِّ شَىْءٍ عَلِيْمًا‏﴿40﴾‏

૪૦.Btt ftLt Bttun1BBtŒwLt3 yçtt9 yn1rŒBt3 rBthouòÕtufwBt3 ÔtÕttrf h0ËqÕtÕÕttnu ÔtÏt1títBtLt3 LtrçtGGteLt, ÔtftLtÕÕttntu çtufwÕÕtu ~tGt3ELt3 y1ÕteBtt

૪૦. મોહમ્મદ સ.અ.વ. તમારા મર્દોમાંથી કોઇના વાલિદ નથી પરંતુ અલ્લાહનો રસૂલ છે અને નબીઓમાં છેલ્લો છે; અને અલ્લાહ દરેક વસ્તુનો કામેલન (સંપૂર્ણ) જાણનાર છે.

 

[14:57.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوا اذْكُرُوْا اللّٰهَ ذِكْرًا كَثِيْرًا ۙ‏﴿41﴾‏

૪૧.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtqÍ74ftuÁÕÕttn rÍ7f3hLt3 fË8eht

૪૧. અય ઇમાન લાવનારાઓ ! અલ્લાહની યાદ વધારે પ્રમાણમાં કરતા રહો :

 

[15:06.00]

وَّ سَبِّحُوْهُ بُكْرَةً وَّاَصِيْلًا‏﴿42﴾‏

૪૨.ÔtËççtun1qntu çtwf3hítkÔt3 Ôt yË2eÕtt

૪૨. અને સવાર સાંજ તેની તસ્બીહ કરતા રહો.

 

[15:10.00]

هُوَ الَّذِىْ يُصَلِّىْ عَلَيْكُمْ وَمَلٰٓئِكَتُهٗ لِيُخْرِجَكُمْ مِّنَ الظُّلُمٰتِ اِلَى النُّوْرِ ؕ وَكَانَ بِالْمُؤْمِنِيْنَ رَحِيْمًا‏﴿43﴾‏

૪૩.ntuÔtÕÕtÍ8e GttuË1ÕÕte y1ÕtGt3fwBt3 ÔtBtÕtt9yufíttunq ÕtuGtwÏ14thusfwBt3 BtuLtÍ54Ítu6ÕttuBttítu yuÕtLLtqhu, ÔtftLt rçtÕt3Bttuy3BtuLteLt hn2eBtt

૪૩. તે તમારા ઉપર રહેમત મોકલે છે અને તેના ફરિશ્તાઓ પણ, જેથી તમોને ઝુલમત (અંધકાર)માંથી કાઢી નૂર તરફ લઇ આવે અને હંમેશા તે મોઅમીનો પ્રત્યે મહેરબાન છે.

 

[15:27.00]

تَحِيَّتُهُمْ يَوْمَ يَلْقَوْنَهٗ سَلٰمٌۖۚ وَاَعَدَّ لَهُمْ اَجْرًا كَرِيْمًا‏﴿44﴾‏

૪૪.ítrn1GGtíttunwBt3 GtÔt3Bt GtÕf1Ôt3Ltnq ËÕttBtwLt3, Ôtyy1Œ0ÕtnwBt3 ys3hLt3 fheBtt

૪૪. જે દિવસે તેઓ (પરવરદિગારથી) મુલાકાત કરશે તે દિવસે તેમનું સ્વાગત સલામથી થશે, અને તેમના માટે અલ્લાહે કિંમતી અજ્ર તૈયાર રાખ્યો છે.

 

[15:37.00]

يٰۤاَيُّهَا النَّبِىُّ اِنَّاۤ اَرْسَلْنٰكَ شَاهِدًا وَّمُبَشِّرًا وَّنَذِيْرًا ۙ‏﴿45﴾‏

૪૫.Gtt9 yGGttunLLtrçtGGttu ELLtt9 yh3ËÕLttf ~ttnuŒkÔt3 Ôt Bttuçt~~tuhkÔt3 ÔtLtÍe8hk

૪૫. અય નબી ! બેશક અમોએ તમને ગવાહ તથા ખુશખબરી આપનારા તથા (અલ્લાહના અઝાબથી) ડરાવનાર તરીકે મોકલ્યા છે:

 

[15:50.00]

وَّدَاعِيًا اِلَى اللّٰهِ بِاِذْنِهٖ وَسِرَاجًا مُّنِيْرًا‏﴿46﴾‏

૪૬.Ôt0Œtyu2GtLt3 yuÕtÕÕttnu çtuEÍ74Ltune ÔtËuhtsBt3 BttuLteht

૪૬. અને અલ્લાહની પરવાનગીથી તેની તરફ દાવત આપનાર તથા નૂર આપનાર ચિરાગ (બનાવી મોકલ્યા છે.)

 

[15:57.00]

وَبَشِّرِ الْمُؤْمِنِيْنَ بِاَنَّ لَهُمْ مِّنَ اللّٰهِ فَضْلًا كَبِيْرًا‏﴿47﴾‏

૪૭.Ôtçt~~turhÕt3 Bttuy3BtuLteLt çtuyLLt ÕtnwBt3 BtuLtÕÕttnu VÍ14ÕtLt3 fçteht

૪૭. અને મોઅમીનોને ખુશખબરી આપ કે અલ્લાહના તરફથી તેમના પર ઘણો ફઝલ છે.

 

[16:10.00]

وَلَا تُطِعِ الْكٰفِرِيْنَ وَالْمُنٰفِقِيْنَ وَدَعْ اَذٰٮهُمْ وَتَوَكَّلْ عَلَى اللّٰهِ ؕ وَكَفٰى بِاللّٰهِ وَكِيْلًا‏﴿48﴾‏

૪૮.ÔtÕtt íttuítu2E2Õt3 ftVuheLt ÔtÕt3 BttuLttVu2feLt ÔtŒy14 yÍt7nwBt3 ÔtítÔtf3fÕt3 y1ÕtÕÕttnu, ÔtfVtrçtÕÕttnu ÔtfeÕtt

૪૮. અને નાસ્તિકો તથા મુનાફીકોનું કહ્યું ન માન, અને તેમની અઝીય્યતની પરવાહ ન કર, અને અલ્લાહ પર આધાર રાખ; અને હિફાઝત માટે તે કાફી છે.

 

[16:23.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْۤا اِذَا نَكَحْتُمُ الْمُؤْمِنٰتِ ثُمَّ طَلَّقْتُمُوْهُنَّ مِنْ قَبْلِ اَنْ تَمَسُّوْهُنَّ فَمَا لَكُمْ عَلَيْهِنَّ مِنْ عِدَّةٍ تَعْتَدُّوْنَهَا ۚ فَمَتِّعُوْهُنَّ وَسَرِّحُوْهُنَّ سَرَاحًا جَمِيْلًا‏﴿49﴾‏

૪૯.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq9 yuÍt7 Ltfn14íttuBtwÕt3 Bttuy3BtuLttítu Ëw7BBt ít1ÕÕtf14íttuBtq nwLLt rBtLf1çÕtu yLt3 ítBtMËqnwLLt VBttÕtfwBt3 y1ÕtGt3rnLLt rBtLt3 E2Œ0rítLt3 íty14ítŒq0Ltnt, VBtíítuW2nwLLt ÔtËh3hunq1 nwLLt Ëhtn1Lt3 sBteÕtt

૪૯. અય ઇમાનવાળાઓ જયારે તમે ઇમાનદાર ઔરતો સાથે નિકાહ કરો અને તમે સંબંધ બાંઘ્યા વગર તલાક આપી દો પછી તમને કોઇ હક નથી કે તમે ઇદ્દતના હિસાબે રોકી રાખો તેમને યોગ્ય હદિયો આપીને સારી રીતે વિદાય કરો.

 

[17:02.50]

يٰۤاَيُّهَا النَّبِىُّ اِنَّاۤ اَحْلَلْنَا لَكَ اَزْوَاجَكَ الّٰتِىْۤ اٰتَيْتَ اُجُوْرَهُنَّ وَمَا مَلَكَتْ يَمِيْنُكَ مِمَّاۤ اَفَآءَ اللّٰهُ عَلَيْكَ وَبَنٰتِ عَمِّكَ وَبَنٰتِ عَمّٰتِكَ وَبَنٰتِ خَالِكَ وَبَنٰتِ خٰلٰتِكَ الّٰتِىْ هَاجَرْنَ مَعَكَؗ وَامْرَاَةً مُّؤْمِنَةً اِنْ وَّهَبَتْ نَفْسَهَا لِلنَّبِىِّ اِنْ اَرَادَ النَّبِىُّ اَنْ يَّسْتَنْكِحَهَاۗ خَالِصَةً لَّكَ مِنْ دُوْنِ الْمُؤْمِنِيْنَ ؕ قَدْ عَلِمْنَا مَا فَرَضْنَا عَلَيْهِمْ فِیْۤ اَزْوَاجِهِمْ وَمَا مَلَكَتْ اَيْمَانُهُمْ لِكَيْلَا يَكُوْنَ عَلَيْكَ حَرَجٌؕ وَكَانَ اللّٰهُ غَفُوْرًا رَّحِيْمًا‏﴿50﴾‏

૫૦.Gtt9 yGGttunLLtrçtGGttu ELLtt9 yn14ÕtÕt3Ltt Õtf yÍ3ÔttsfÕÕttíte9 ytítGt3ít ytuòqhnwLLt ÔtBtt BtÕtfít3 GtBteLttuf rBtBBtt9 yVt9yÕÕttntu y1ÕtGt3f ÔtçtLttítu y1BBtuf ÔtçtLttítu y1Btt0ítuf ÔtçtLttítu Ït1tÕtuf ÔtçtLttítu Ït1tÕttítufÕÕttíte ntsh3Lt Bty1f ÔtBtúyítBt3 Bttuy3BtuLtítLt3 EkÔt0nçtít3 LtV3Ënt rÕtLLtrçtGGtu ELt3 yhtŒLt3 LtrçtGGttu ykGGtMítLfun1nt Ït1tÕtuË1ítÕÕtf rBtLŒqrLtÕt3 Bttuy3BtuLteLt,ít f1Œ3 y1rÕtBLtt BttVhÍ14Ltt y1ÕtGt3rnBt3 Ve9 yÍ3ÔttsurnBt3 ÔtBtt BtÕtfít3 yGt3BttLttunwBt3 ÕtufGt3Õtt GtfqLt y1ÕtGt3f n1hòqLt, ÔtftLtÕÕttntu ø1tVqhh3 hn2eBtt

૫૦. અય પયગંબર અમોએ તારા માટે -તમારી ઔરતો કે જેની મહેર આપી દીધી છે તેણીને હલાલ કરી તથા તે કનીઝો કે જેને અલ્લાહે તમને ગનીમતરૂપે આપી છે અને તમારા કાકાની દીકરીઓમાંથી અને તમારી ફોઇની દીકરીઓ અને તમારા મામાની દીકરીઓ અને તમારી માસીની દીકરીઓમાંથી જેણીઓ તમારી સાથે હિજરત કરીને આવી છે- અને તે મોઅમેના ઔરતો કે જેણી પોતાની જાતને નબીને બક્ષે અને નબી તેણી સાથે નિકાહ કરવા ચાહે તો (હલાલ કરી છે,) પરંતુ આ ફકત તમારા માટે છે, બીજા મોઅમીનો માટે નથી, અમને ખબર છે કે અમોએ તે લોકો ઉપર તેમની ઔરતો અને કનીઝોની બાબતે શું નક્કી કર્યુ છે (પરંતુ આ ખાસ છુટ તમારા માટે છે) જેથી તારા માટે કોઇ હરજ ન રહે અને અલ્લાહ ગફુરૂર રહીમ છે.

 

[18:22.00]

تُرْجِىْ مَنْ تَشَآءُ مِنْهُنَّ وَتُئْوِىْۤ اِلَيْكَ مَنْ تَشَآءُ ؕ وَمَنِ ابْتَغَيْتَ مِمَّنْ عَزَلْتَ فَلَا جُنَاحَ عَلَيْكَ ؕ ذٰلِكَ اَدْنٰٓى اَنْ تَقَرَّ اَعْيُنُهُنَّ وَلَا يَحْزَنَّ وَيَرْضَيْنَ بِمَاۤ اٰتَيْتَهُنَّ كُلُّهُنَّ ؕ وَاللّٰهُ يَعْلَمُ مَا فِیْ قُلُوْبِكُمْ ؕ وَكَانَ اللّٰهُ عَلِيْمًا حَلِيْمًا‏﴿51﴾‏

૫૧.ítwh3S BtLt3ít~tt9ytu rBtLt3nwLLt Ôtíttuy3Ôte9 yuÕtGt3f BtLt3ít~tt9ytu, ÔtBtrLtçt3ítø1tGt3ít rBtBBtLt3 y1ÍÕít VÕttòuLttn1 y1ÕtGt3f, Ít7Õtuf yŒ3Ltt9 yLítf1h0 yy14GttuLttunwLLt ÔtÕttGtn14ÍLLt ÔtGth3Í1Gt3Lt çtuBtt9 ytítGt3ítnwLLt fwÕÕttunwLLt, ÔtÕÕttntu Gty14ÕtBttu BttVeftu2ÕtqçtufwBt3, ÔtftLtÕÕttntu y1ÕteBtLt3 n1ÕteBtt

૫૧. (સાથે રહેવાના સમયમાં) જેણીના સમયને પાછળ રાખવા ચાહે પાછળ રાખ અને જેણીને ચાહે તારી સાથે રાખ અને જેમને તું અલગ કરી ચૂકયો છે તેમાંથી પણ તું કોઇને ચાહે તો તારા ઉપર કોઇ હરજ નથી; જેથી તેણીઓની આંખો ઠંડી રહે અને ગમગીન ન થાય અને જે કાંઇ આપો તેમાં ખુશ રહે અને અલ્લાહ તમારા દિલોમાં જે કાંઇ છે તે જાણે છે. તે દરેક વસ્તુનો જાણકાર અને હિકમતવાળો છે.

 

[19:03.00]

لَا يَحِلُّ لَكَ النِّسَآءُ مِنْۢ بَعْدُ وَلَاۤ اَنْ تَبَدَّلَ بِهِنَّ مِنْ اَزْوَاجٍ وَّلَوْ اَعْجَبَكَ حُسْنُهُنَّ اِلَّا مَا مَلَكَتْ يَمِيْنُكَ‌ؕ وَكَانَ اللّٰهُ عَلٰى كُلِّ شَىْءٍ رَّقِيْبًا۠ ‏‏﴿52﴾‏

૫૨.ÕttGtrn1ÕÕttu ÕtfLLtuËt9ytu rBtBçty14Œtu ÔtÕtt9 yLítçtŒ0Õt çturnLLt rBtLt3 yÍ3Ôtt®sÔt3 ÔtÕtÔt3 yy14sçtf nw1MLttunwLLt EÕÕtt Btt BtÕtfít3 GtBteLttuf, ÔtftLtÕÕttntu y1Õtt fwÕÕtu ~tGt3Eh3 hf2eçtt

૫૨. ત્યારબાદ તારા માટે બીજી ઔરતો હલાલ નથી અને ન તો તે ઔરતોને બદલવાની રજા છે, ભલે પછી બીજી ઔરતોની ખૂબસૂરતી ગમે તેટલી સારી લાગે, સિવાય કે જે (કનીઝો) તમારી મિલકતમાં આવે અને અલ્લાહ દરેક વસ્તુ પર નજર રાખનારો છે.

 

[19:28.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا لَا تَدْخُلُوْا بُيُوْتَ النَّبِىِّ اِلَّاۤ اَنْ يُّؤْذَنَ لَكُمْ اِلٰى طَعَامٍ غَيْرَ نٰظِرِيْنَ اِنٰٮهُ وَلٰكِنْ اِذَا دُعِيْتُمْ فَادْخُلُوْا فَاِذَا طَعِمْتُمْ فَانْتَشِرُوْا وَلَا مُسْتَاْنِسِيْنَ لِحَدِيْثٍ ؕ اِنَّ ذٰلِكُمْ كَانَ يُؤْذِى النَّبِىَّ فَيَسْتَحْىٖ مِنْكُمْؗ وَاللّٰهُ لَا يَسْتَحْىٖ مِنَ الْحَقِّ ؕ وَاِذَا سَاَ لْتُمُوْهُنَّ مَتَاعًا فَسْئَلُوْهُنَّ مِنْ وَّرَآءِ حِجَابٍ ؕ ذٰ لِكُمْ اَطْهَرُ لِقُلُوْبِكُمْ وَقُلُوْبِهِنَّ ؕ وَمَا كَانَ لَكُمْ اَنْ تُؤْذُوْا رَسُوْلَ اللّٰهِ وَلَاۤ اَنْ تَنْكِحُوْۤا اَزْوَاجَهٗ مِنْۢ بَعْدِهٖۤ اَبَدًا ؕ اِنَّ ذٰ لِكُمْ كَانَ عِنْدَ اللّٰهِ عَظِيْمًا‏﴿53﴾‏

૫૩.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq ÕttítŒ3Ïttu2Õtq çttuGtqítLLtrçtGGtu EÕÕtt9 ykGGttuy3Í7Lt ÕtfwBt3 yuÕttít1y1trBtLt3 ø1tGt3h LttÍu8heLt yuLttntu ÔtÕttrfLt3 yuÍt7ŒtuE2ítwBt3 VŒ3Ïttu2Õtq VyuÍt7 ít1E2BítwBt3 VLít~tuY ÔtÕtt BtwË3íty3LtuËeLt Õtun1ŒerË7Lt3, ELLt Ít7ÕtufwBt3 ftLt Gttuy3rÍ7Lt3 LtrçtGGt VGtMítn14Gte rBtLfwBt3 ÔtÕÕttntu ÕttGtMítn14Gte BtuLtÕtn1f14fu2, ÔtyuÍt7 ËyÕíttuBtqnwLLt Btítty1Lt3 VMyÕtq nwLLt ®BtÔÔtht9yu nu2òrçtLt3, Ít7ÕtufwBt3 yí1nhtu Õtuftu2ÕtqçtufwBt3 Ôtftu2Õtqçtu rnLLt, ÔtBttftLt ÕtfwBt3 yLíttuy3Íq7 hËqÕtÕÕttnu ÔtÕtt9 yLítLfunq92 yÍ3Ôttsnq rBtBt3 çty14Œune9 yçtŒLt3, ELLt Ít7ÕtufwBt3 ftLt E2LŒÕttnu y1Í6eBtt

૫૩. અય ઇમાન લાવનારાઓ ! પયગંબરના ઘરોમાં દાખલ ન થાવ સિવાય કે તમને જમવાની દાવત આપવામાં આવે, એ શર્તે કે (સમય પહેલા) જમવાની રાહ જોઇ બેસી ન રહો, પરંતુ જયારે બોલાવવામાં આવે ત્યારે દાખલ થાવ, અને જયારે જમી ત્યારે વિખેરાઇ જાવ અને વાતોમાં ન લાગી જાવ, કારણ કે આ બાબત પયગંબરને તકલીફ પહોંચાડે છે, અને તે તમારાથી શરમાય છે, પરંતુ અલ્લાહ હક (કહેવા)થી શરમાતો નથી, અને જયારે નબીની ઔરતો પાસે કંઇપણ વસ્તુ માંગો ત્યારે પડદાની પાછળથી માંગો; આ તમારા અને તેણીઓના દિલની પાકીઝગી માટે બહેતર છે. તમને આ વાતનો હક નથી કે અલ્લાહના રસૂલને તકલીફ પહોંચાડો, અને (હક) ન(થી કે) તેમના બાદ તેની ઔરતો સાથે નિકાહ કરો; બેશક આ બાબત અલ્લાહની નજરમાં બહુ મોટી છે.

 

[20:50.00]

اِنْ تُبْدُوْا شَيْئًا اَوْ تُخْفُوْهُ فَاِنَّ اللّٰهَ كَانَ بِكُلِّ شَىْءٍ عَلِيْمًا‏﴿54﴾‏

૫૪.ELt3ítwçŒq ~tGt3yLt3 yÔt3ítwÏ1Vqntu VELLtÕÕttn ftLt ~tGt3ELt3 y1ÕteBtt

૫૪. તમે કોઇ પણ વાત જાહેર કરો યા તેને છુપાવો, બેશક અલ્લાહ દરેક વસ્તુનો જાણનારો છે.

 

[20:59.00]

لَا جُنَاحَ عَلَيْهِنَّ فِیْۤ اٰبَآئِهِنَّ وَلَاۤ اَبْنَآئِهِنَّ وَلَاۤ اِخْوَانِهِنَّ وَلَاۤ اَبْنَآءِ اِخْوَانِهِنَّ وَلَاۤ اَبْنَآءِ اَخَوٰتِهِنَّ وَلَا نِسَآئِهِنَّ وَلَا مَا مَلَكَتْ اَيْمَانُهُنَّ ۚ وَاتَّقِيْنَ اللّٰهَ ؕ اِنَّ اللّٰهَ كَانَ عَلٰى كُلِّ شَىْءٍ شَهِيْدًا‏﴿55﴾‏

૫૫.ÕttòuLttn1 y1ÕtGt3rnLLt Ve9 ytçtt9yurnLLt ÔtÕtt9 yçLtt9yurnLLt ÔtÕtt9 EÏ1ÔttLturnLLt ÔtÕtt9 yçLtt9yu EÏ1ÔttLturnLLt ÔtÕtt9 yçLtt9yu yÏ1tÔttíturnLLt ÔtÕtt9 LtuËt9yu rnLLt ÔtÕttBtt BtÕtfít3 yGt3BttLttunwLLt Ôtíítf2eLtÕÕttn, ELLtÕÕttn ftLt y1Õtt fwÕÕtu ~tGt3ELt3 ~tneŒt

૫૫. અને ઔરતો પર કોઇ હરજ નથી અગર પોતાના વાલિદ, દાદા, પોતાના ફરઝંદો, પોતાના ભાઇઓ, પોતાના ભત્રીજાઓ, પોતાના ભાણેજો અથવા પોતાના જેવી ઔરતો અને પોતાના ગુલામોની સામે બેપરદા આવે, પરંતુ તમો સહુ અલ્લાહથી ડરતી રહો કે અલ્લાહ દરેક વસ્તુનો ગવાહ છે.

 

[21:50.00]

اِنَّ اللّٰهَ وَمَلٰٓئِكَتَهٗ يُصَلُّوْنَ عَلَى النَّبِىِّ ؕ يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا صَلُّوْا عَلَيْهِ وَسَلِّمُوْا تَسْلِيْمًا‏﴿56﴾‏

૫૬.ELLtÕÕttn ÔtBtÕtt9yufítnq GttuË1ÕÕtqLt y1ÕtLLtrçtGGtu, Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq Ë1ÕÕtq y1ÕtGt3nu ÔtËÕÕtuBtq ítMÕteBtt

૫૬. બેશક અલ્લાહ તથા તેના ફરિશ્તા નબી પર દુરૂદ મોકલે છે; માટે અય ઇમાનવાળાઓ! તેના પર દુરૂદ મોકલતા રહો અને સલામ કરતા રહો તથા સંપૂર્ણપણે સમર્પિત રહો.

 

[22:08.00]

اِنَّ الَّذِيْنَ يُؤْذُوْنَ اللّٰهَ وَرَسُوْلَهٗ لَعَنَهُمُ اللّٰهُ فِى الدُّنْيَا وَالْاٰخِرَةِ وَاَعَدَّ لَهُمْ عَذَابًا مُّهِيْنًا‏﴿57﴾‏

૫૭.ELLtÕÕtÍ8eLt Gttuy3Í7qLtÕÕttn ÔthËqÕtnq Õty1LtntuBtwÕÕttntu rVŒw0LGtt ÔtÕt3ytÏtu2hítu Ôt yy1Œ0ÕtnwBt3 y1Ít7çtBBttun2eLtt

૫૭. બેશક જે લોકો અલ્લાહ તથા તેના રસૂલને ઇજા પહોંચાડે છે તેમને દુનિયા તથા આખેરતમાં અલ્લાહે રહમતથી દૂર રાખ્યા છે, અને અલ્લાહે તેમના માટે ઝલીલ કરનારો અઝાબ તૈયાર રાખ્યો છે.

 

[22:23.00]

وَالَّذِيْنَ يُؤْذُوْنَ الْمُؤْمِنِيْنَ وَالْمُؤْمِنٰتِ بِغَيْرِ مَا اكْتَسَبُوْا فَقَدِ احْتَمَلُوْا بُهْتَانًا وَّاِثْمًا مُّبِيْنًا۠ ‏‏﴿58﴾‏

૫૮.ÔtÕÕtÍ8eLt Gttuy3Íq7LtÕt3 Bttuy3BtuLteLt ÔtÕt3Bttuy3BtuLttítu çtuø1tGt3hu Btf3ítËçtq Vf1Œun14ítBtÕtq çttun3íttLtkÔt3 ÔtEM7BtBt3 BttuçteLtt

૫૮. અને જે લોકો ઇમાનદાર મર્દો તથા ઇમાનદાર ઔરતોને તેમના કાંઇ કસૂર વિના ઇજા પહોંચાડે છે, તેઓ ખરેખર તોહમત અને ખુલ્લા ગુનાહોનો બોજો પોતાના માથે ઉપાડેલો છે.

 

[22:39.00]

يٰۤاَيُّهَا النَّبِىُّ قُلْ لِّاَزْوَاجِكَ وَبَنٰتِكَ وَنِسَآءِ الْمُؤْمِنِيْنَ يُدْنِيْنَ عَلَيْهِنَّ مِنْ جَلَابِيْبِهِنَّ ؕ ذٰلِكَ اَدْنٰٓى اَنْ يُّعْرَفْنَ فَلَا يُؤْذَيْنَ ؕ وَكَانَ اللّٰهُ غَفُوْرًا رَّحِيْمًا‏﴿59﴾‏

૫૯.Gtt9 yGGttunLLtrçtGGttu fw1Õt3 ÕtuyÍ3Ôttsuf ÔtçtLttítuf ÔtLtuËt9EÕt3 Bttuy3BtuLteLt GtwŒ3LteLt y1ÕtGt3rnLLt rBtLt3sÕttrçtçturnLLt, Ít7Õtuf yŒ3Ltt9 ykGGttuy14hV3Lt VÕttGttuy3Í7Gt3Lt, ÔtftLtÕÕttntu ø1tVqhh3 hn2eBtt

૫૯. અય નબી ! તું તારી ઔરતો તથા તારી દુખ્તરો અને મોઅમીન ઔરતોને કહે કે પોતાની ચાદરને પોતાના ઉપર ઢાંકી રાખે; આનાથી તેણીઓની ઓળખાણ આસાન થશે અને તેણીઓ અઝીય્યતથી બચશે અને અલ્લાહ હંમેશાથી ગફુરૂર રહીમ છે.

 

[23:08.00]

لَئِنْ لَّمْ يَنْتَهِ الْمُنٰفِقُوْنَ وَ الَّذِيْنَ فِى قُلُوْبِهِمْ مَّرَضٌ وَّالْمُرْجِفُوْنَ فِى الْمَدِيْنَةِ لَنُغْرِيَنَّكَ بِهِمْ ثُمَّ لَا يُجَاوِرُوْنَكَ فِيْهَاۤ اِلَّا قَلِيْلًا ۛۚ  ۖ‏﴿60﴾‏

૬૦.ÕtEÕÕtBt3 GtLítrnÕt3 BttuLttVuf1qLt ÔtÕÕtÍ8eLt Ve ftu2ÕtqçturnBt3 BthÍw1kÔt3 ÔtÕBtwh3suVqLt rVÕBtŒeLtítu ÕtuLtwø1huGtLLtf çturnBt3 Ë7wBt0 ÕttGttuòÔtuYLtf Vent9 EÕÕtt f1ÕteÕtt

૬૦. પછી અગર મુનાફીકો તથા જેમના દિલમાં બીમારી છે અને મદીનામાં અફવા ફેલાવવાવાળા જો પોતાના કાર્યોથી નહિ અટકશે તો અમે તને તેના મુકાબલા માટે ઊભા કરી દેશું, પછી તેઓ તારા પાડોશમાં આ (શહેર)માં ફકત થોડા દિવસોથી વધારે નહી રહી શકે:

 

[23:32.00]

مَّلْعُوْنِيْنَ ‌ۛۚ اَيْنَمَا ثُقِفُوْۤا اُخِذُوْا وَقُتِّلُوْا تَقْتِيْلًا‏﴿61﴾‏

૬૧.BtÕt3W2LteLt, yGt3LtBtt Ëtu8fu2Vq ytuÏtu2Íq7 Ôtf1wíítuÕtq ítf14íteÕtt

૬૧. દરેક જગ્યાએથી હાંકી કાઢવામાં આવશે અને જ્યાં પણ મળશે પકડી લેવામાં આવશે અને તેઓને સખ્તીપૂર્વક મારી નાખવામાં આવશે.

 

[23:42.00]

سُنَّةَ اللّٰهِ فِى الَّذِيْنَ خَلَوْا مِنْ قَبْلُۚ وَلَنْ تَجِدَ لِسُنَّةِ اللّٰهِ تَبْدِيْلًا‏﴿62﴾‏

૬૨.ËwLLtítÕÕttnu rVÕÕtÍ8eLt Ï1tÕtÔt3 rBtLt3f1çÕttu, ÔtÕtLt3 ítsuŒ ÕtuËwLLtrítÕÕttnu ítçŒeÕtt

૬૨. આ અલ્લાહની સુન્નત અગાઉના લોકોમાં રહી ચૂકી છે અને હરગિઝ અલ્લાહની સુન્નતમાં ફેરફાર પામશો નહિ.

 

[23:53.00]

يَسْئَلُكَ النَّاسُ عَنِ السَّاعَةِؕ قُلْ اِنَّمَا عِلْمُهَا عِنْدَ اللّٰهِؕ وَمَا يُدْرِيْكَ لَعَلَّ السَّاعَةَ تَكُوْنُ قَرِيْبًا‏﴿63﴾‏

૬૩.GtË3yÕttufLLttËtu y1rLtMËty1ítu, f1wÕt3 ELt0Btt E2Õt3Bttunt E2Lt3ŒÕÕttnu, ÔtBttGtwŒ3hef Õty1ÕÕtMËty1ít ítfqLttu f1heçtt

૬૩. (અય પયગંબર) આ લોકો તને (કયામતની) ઘડીના બારામાં સવાલ કરે છે, કહે કે તેનું ઇલ્મ અલ્લાહ પાસે છે અને તમે શું જાણો કદાચને નજીક હોય.

 

[24:10.00]

اِنَّ اللّٰهَ لَعَنَ الْكٰفِرِيْنَ وَاَعَدَّ لَهُمْ سَعِيْرًا ۙ‏﴿64﴾‏

૬૪.ELLtÕÕttn Õty1LtÕt3 ftVuheLt Ôtyy1Œ0 ÕtnwBt3 ËE2ht

૬૪. બેશક અલ્લાહે નાસ્તિકો પર લાનત કરી છે અને તેમના માટે બાળનારી આગ તૈયાર રાખી છે.

 

[24:17.00]

خٰلِدِيْنَ فِيْهَاۤ اَبَدًا ۚ لَا يَجِدُوْنَ وَلِيًّا وَّلَا نَصِيْرًا ۚ‏﴿65﴾‏

૬૫.Ït1tÕtuŒeLt Vent9 yçtŒLt3, ÕttGtsuŒqLt ÔtrÕtGGtkÔt3 ÔtÕttLtË2eht

૬૫. જેમાં તેઓ હંમેશને માટે રહેશે તથા તેમને કોઇ વલી અને મદદગાર નહિં પામે.

 

[24:26.00]

يَوْمَ تُقَلَّبُ وُجُوْهُهُمْ فِى النَّارِ يَقُوْلُوْنَ يٰلَيْتَنَاۤ اَطَعْنَا اللّٰهَ وَاَطَعْنَا الرَّسُوْلَا‏﴿66﴾‏

૬૬.GtÔt3Bt íttuf1ÕÕtçttu ÔttuòqntunwBt3 rVLLtthu Gtfq1ÕtqLt GttÕtGt3ítLtt9 yít1y14LtÕÕttn Ôtyít1y14Lth3 hËqÕtt

૬૬. જે દિવસે તેમના મોઢાં આગમાં બદલાઇ / બગડી જશે અને તેઓ કહેતા હશે અય કાશ અમોએ અલ્લાહ તથા તેના રસૂલની ઇતાઅત કરી હોત !

 

[24:39.00]

وَقَالُوْا رَبَّنَاۤ اِنَّاۤ اَطَعْنَا سَادَتَنَا وَكُبَرَآءَنَا فَاَضَلُّوْنَا السَّبِيْلَا‏﴿67﴾‏

૬૭.Ôtf1tÕtq hççtLtt9 ELLtt9 yít1y14Ltt ËtŒítLtt Ôtftuçtht9yLtt Vy1ÍÕÕtqLtMËçteÕtt

૬૭. અને તેઓ કહેશે કે અય અમારા પરવરદિગાર ! બેશક અમોએ અમારા સરદારો અને બુઝુર્ગોની પેરવી કરી, અને તેમણે અમોને (સીધા) રસ્તાથી ગુમરાહ કરી દીધા.

 

[24:53.00]

رَبَّنَاۤ اٰتِهِمْ ضِعْفَيْنِ مِنَ الْعَذَابِ وَالْعَنْهُمْ لَعْنًا كَبِيْرًا۠ ‏‏﴿68﴾‏

૬૮.hççtLtt9 ytíturnBt3 Íu8y14VGt3Ltu BtuLtÕt3y1Ít7çtu ÔtÕt3y1Lt3nwBt3 Õty14LtLt3 fçteht

૬૮. અય અમારા પરવરદિગાર ! તેમના ઉપર બમણો અઝાબ ઉતાર અને તેમના પર મોટી લાનત કર.

 

[25:08.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا لَا تَكُوْنُوْا كَالَّذِيْنَ اٰذَوْا مُوْسٰى فَبَرَّاَهُ اللّٰهُ مِمَّا قَالُوْا ؕ وَكَانَ عِنْدَ اللّٰهِ وَجِيْهًا ؕ‏﴿69﴾‏

૬૯.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq ÕttítfqLtq fÕÕtÍ8eLt ytÍ7Ôt3 BtqËt Vçth0ynwÕÕttntu rBtBBtt f1tÕtq, ÔtftLt E2LŒÕÕttnu ÔtSnt

૬૯. અય ઇમાન લાવનારાઓ ! તમે તેમના જેવા ન બનો કે જેમણે મૂસાને ઇજા પહોંચાડી. અલ્લાહે તેમના કહેવા (આક્ષેપ)થી નિર્દોષ સાબિત કરી દીધા, અને તે અલ્લાહની પાસે મોહતરમ હતા.

 

[25:25.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوا اتَّقُوا اللّٰهَ وَقُوْلُوْا قَوْلًا سَدِيْدًا ۙ‏﴿70﴾‏

૭૦.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtqíítítfq1ÕÕttn Ôtfq1Õtq f1Ôt3ÕtLt3 ËŒeŒt

૭૦. અય ઇમાન લાવનારાઓ ! અલ્લાહથી ડરો અને હક વાત કરો :

 

[25:35.00]

يُّصْلِحْ لَكُمْ اَعْمَالَكُمْ وَيَغْفِرْ لَكُمْ ذُنُوْبَكُمْؕ وَمَنْ يُّطِعِ اللّٰهَ وَرَسُوْلَهٗ فَقَدْ فَازَ فَوْزًا عَظِيْمًا‏﴿71﴾‏

૭૧.GtqM1Õtun14 ÕtfwBt3 yy14Btt ÕtfwBt3 ÔtGtø14trVh3 ÕtfwBt3 Ít8uLtqçtfwBt3, ÔtBtkGGttuítu2E2ÕÕttn ÔthËqÕtnq Vf1Œ3 VtÍ VÔt3ÍLt3 y1Í6eBtt

૭૧. જેથી તે તમારા આમાલની ઇસ્લાહ કરે, તથા તમારા ગુનાહોને માફ કરે, અને જે કોઇ અલ્લાહ તથા તેના રસૂલની ઇતાઅત કરે, હકીકતમાં તેને મોટી કામ્યાબી હાંસિલ કરેલ છે.

 

[25:48.00]

اِنَّا عَرَضْنَا الْاَمَانَةَ عَلَى السَّمٰوٰتِ وَالْاَرْضِ وَالْجِبَالِ فَاَبَيْنَ اَنْ يَّحْمِلْنَهَا وَاَشْفَقْنَ مِنْهَا وَ حَمَلَهَا الْاِنْسَانُؕ اِنَّهٗ كَانَ ظَلُوْمًا جَهُوْلًا ۙ‏﴿72﴾‏

૭૨.ELLtt y1hÍ14LtÕt3 yBttLtít y1ÕtË0BttÔttítu ÔtÕyÍu2o ÔtÕt3suçttÕtu VyçtGt3Lt ykGGtn14rBtÕLtnt Ôty~t3Vf14Lt rBtLnt Ôtn1BtÕtnÕt3 ELËtLttu, ELLtnq ftLt Í5ÕtqBtLt3 snqÕtt

૭૨. બેશક અમોએ આસમાનો, ઝમીન તથા પહાડો સામે અમાનત રજૂ કરી, અને સર્વોએ તેને ઊંચકવાનો ઇન્કાર કર્યો અને તેનાથી ડરી ગયા, પરંતુ ઇન્સાને આ ભાર ઊંચકી લીધો હકીકતમાં ઇન્સાન (પોતાના હકમાં) ઝાલિમ અને નાદાન હતો:

 

[26:15.00]

لِّيُعَذِّبَ اللّٰهُ الْمُنٰفِقِيْنَ وَالْمُنٰفِقٰتِ وَالْمُشْرِكِيْنَ وَالْمُشْرِكٰتِ وَيَتُوْبَ اللّٰهُ عَلَى الْمُؤْمِنِيْنَ وَالْمُؤْمِنٰتِؕ وَكَانَ اللّٰهُ غَفُوْرًا رَّحِيْمًا۠ ‏‏﴿73﴾‏

૭૩.ÕtuGttuy1Í74Íu8çtÕÕttnwÕt3 BttuLttVuf2eLt ÔtÕBttuLttVuf1títu ÔtÕt3Btw~hufeLt ÔtÕt3Btw~huftítu ÔtGtítqçtÕÕttntu y1ÕtÕt3 Bttuy3BtuLteLt ÔtÕt3BttuyBtuLttítu, ÔtftLtÕÕttntu ø1tVqhh0n2eBtt

૭૩. જેથી અલ્લાહ મુનાફીક મર્દો તથા મુનાફીક ઔરતો અને મુશરિક મર્દો અને મુશરિક ઔરતો ઉપર અઝાબ ઉતારે; અને ઇમાનવાળા મર્દો તથા ઇમાનવાળી ઔરતોની તૌબાને કબૂલ કરે; અને અલ્લાહ હંમેશાથી ગફુરૂર રહીમ છે.