મેં તેમને (ઇમામ મૂસા કાઝિમ અ.સ.ને) પૂછ્યું: "તમે કોના માટે દુઆ કરી?"
તો ઇમામ (અ.સ.) એ જવાબ આપ્યો: "પયગંબર (સ.અ.વ.)ના પરિવારના અલ-મહદી (અ.સ.) માટે."
ઇમામ (અ.સ.) આગળ કહેવા લાગ્યા:
"મારા પિતા તેમના પર કુરબાન! તેમનું પેટ મોટું છે, તેમની ભમ્મર ખૂબ જ નજીક છે, તેમના પગ ખૂબ શક્તિશાળી છે, તેમનો ખભો પહોળો છે, રંગ ભૂરો અને પીળાશ પડતો છે. મારા પિતા તેમના પર કુરબાન! તેમની રાતો અલ્લાહ સમક્ષ રુકૂ અને સજદામાં ગુજરે છે. મારા પિતા તેમના પર કુરબાન! અલ્લાહ સમક્ષ આક્ષેપકોના આક્ષેપો તેમને અસર નહીં કરી શકે. તે પ્રકાશમાન દીવો છે. મારા પિતા તેમના પર કુરબાન! તેઓ અલ્લાહના આદેશથી ઝુહુર થશે."
મેં પૂછ્યું: "તેઓ ક્યારે ઝુહુર થશે?"
ઇમામ (અ.સ.) એ જવાબ આપ્યો:
"જ્યારે તમે ઇરાકના અનબાર શહેરથી ફુરાત અને દજલા નદીના કિનારે સૈન્યો જોશો, અને કુફાનો પુલ નષ્ટ થઈ જશે, અને કુફાના કેટલાક ઘરોમાં આગ લાગી હશે. જ્યારે તમે આ બધું જોશો, તો નિઃશંક અલ્લાહ પોતાની ઇચ્છા અનુસાર કાર્ય કરશે. અલ્લાહના આદેશને કોઈ રોકી શકશે નહીં અને તેના નિર્ણયમાં કોઈ ફેરફાર કરી શકશે નહીં."
[1] સંદર્ભ: ફલાહિસ સાઈલ, અલ-મહજ્જતુલ બયદા, બિહારુલ અનવાર વગેરે કિતાબો આ હદીસ વિગતે દર્જ છે.
بِسْمِ اﷲِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બિસ્મિલ્લાહિર રહમાનીર રહીમ
يَا رَبَّ مُحَمَّدٍ عَجِّلْ فَرَجَ اٰلِ مُحَمَّدٍ، يَا رَبَّ مُحَمَّدٍ اِحْفَظْ غَيْبَةَ مُحَمَّدٍ، يَا رَبَّ مُحَمَّدٍ اِنْتَقِمْ لِابْنَةِ مُحَمَّدٍ عَلَيْهِمَا السَّلَامُ۔
યા રબ્બ મોહમ્મદિન અજજીલ ફરજ આલી મુહમ્મદીન યા રબ્બ મુહમ્મદીન ઈહફઝ ગયબત યા રબ્બ મુહમ્મદીન ઈનતકીમ લી બનતી મુહમ્મદીન અલયહિમ સલામ