૩. જે પાક રજબ મહિનાના દિવસોમાં પઢાય છે તે દુઆ

 

 

 

મુહમ્મદ બિન અબ્દુર્રહમાન અલ-તસ્તરી કહે છે: હું બની રવાસ પાસેથી પસાર થયો, ત્યારે મારા એક સાથીએ કહ્યું: "મારી સાથે સાસાઆહની મસ્જિદમાં ચાલો, કારણ કે તેપાક સ્થળની ઝિયારત મુસ્તહબ છે જ્યાં આપણા ઈમામોએ પગ મૂક્યા છે." અમે મસ્જિદમાં પ્રવેશ્યા તો એક ઊંટણી દરવાજે બાંધેલી હતી અને અંદર હિજાઝી પોશાક અને પઘડીમાં એક વ્યક્તિને દુઆ કરતા જોયા. અમે તે દુઆ યાદ કરી લીધી.
શેખ તુસી (અ.પ.) જણાવે છે: "પાક રજબ મહિનામાં દરરોજ આ દુઆ વાંચવી મુસ્તહબ છે."

بِسْمِ اﷲِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

બિસ્મિલ્લાહિર રહમાનીર રહીમ

 

 

اَللّٰهُمَّ يَا ذَا الْمِنَنِ السَّابِغَةِ، وَالْاٰلَاۤءِ الْوَازِعَةِ، وَالرَّحْمَةِ الْوَاسِعَةِ، وَالْقُدْرَةِ الْجَامِعَةِ، وَالنِّعَمِ الْجَسِيْمَةِ، وَالْمَوَاهِبِ الْعَظِيْمَةِ، وَالْاَيَادِيْ الْجَمِيْلَةِ، وَالْعَطَايَا الْجَزِيْلَةِ۔

અલ્લાહુમ્મા યા ઝલ મિનનિસ સાબિગા, વલ આલાઇલ વાઝિઆ, વર રહમતિલ વાસિઆ, વલ કુદરતિલ જામિઆ, વન નિઅમિલ જસીમા, વલ મવાહિબિલ અઝીમા, વલ અયાદિલ જમીલા, વલ અતાયાલ જઝીલા

 

 

يَا مَنْ لَايُنْعَتُ بِتَمْثِيْلٍ، وَلَايُمَثَّلُ بِنَظِيْرٍ، وَلَايُغْلَبُ بِظَهِيْرٍ، يَامَنْ خَلَقَ فَرَزَقَ، وَاَلْهَمَ فَاَنْطَقَ، وَابْتَدَعَ فَشَرَعَ، وَعَلَا فَارْتَفَعَ، وَقَدَّرَ فَاَحْسَنَ، وَصَوَّرَ فَاَتْقَنَ، وَاحْتَجَّ فَاَبْلَغَ، وَاَنْعَمَ فَاَسْبَغَ، وَاَعْطٰى فَاَجْزَلَ، وَمَنَحَ فَاَفْضَلَ۔

અલ્લાહુમ્મા યા ઝલ મિનનિસ સાબિગા, વલ આલાઇલ વાઝિઆ, વર રહમતિલ વાસિઆ, વલ કુદરતિલ જામિઆ, વન નિઅમિલ જસીમા, વલ મવાહિબિલ અઝીમા, વલ અયાદિલ જમીલા, વલ અતાયાલ જઝીલા

 

 

يَا مَنْ سَمَا فِي الْعِزِّ فَفَاتَ نَوَاظِرَ الْاَبْصَارِ، وَدَنَا فِي اللُّطْفِ فَجَازَ هَوَاجِسَ الْاَفْكَارِ، يَا مَنْ تَوَحَّدَ بِالْمُلْكِ فَلَا نِدَّ لَهُ فِيْ مَلَكُوْتِ سُلْطَانِهِ، وَتَفَرَّدَ بِالْاٰلَاۤءِ وَالْكِبْرِيَاۤءِ، فَلَا ضِدَّ لَهُ فِيْ جَبَرُوْتِ شَاْنِهِ، يَا مَنْ حَارَتْ فِيْ كِبْرِيَاۤءِ هَيْبَتِهِ دَقَاۤئِقُ لَطَاۤئِفِ الْاَوْهَامِ، وَانْحَسَرَتْ دُوْنَ اِدْرَاكِ عَظَمَتِهِ خَطَاۤئِفُ اَبْصَارِ الْاَنَامِ۔

યા મન સમા ફીલ ઇઝ્ઝિ ફ-ફાત નવાઝિરલ અબ્સાર, વ દના ફીલ લુત્ફિ ફ જાઝ હવાજિસલ અફ્કાર, યા મન તવહ્હદ બિલ મુલ્કિ ફ લા નિદ્દ લહુ ફી મલકૂતિ સુલ્તાનિહી, વ તફર્રદ બિલ આલાઇ વલ કિબ્રિયાઇ, ફ લા દિદ્દ લહુ ફી જબરૂતિ શાનિહી, યા મન હારત ફી કિબ્રિયાઇ હયબતિહી દકાઇકુ લતાઇફિલ અવહામ, વન-હસરત દૂના ઇદ્રાકિ અઝમતિહી ખતાઇફુ અબ્સારિલ અનામ

 

 

يَا مَنْ عَنَتِ الْوُجُوْهُ لِهَيْبَتِهِ، وَخَضَعَتِ الرِّقَابُ لِعَظَمَتِهِ، وَوَجِلَتِ الْقُلُوْبُ مِنْ خِيْفَتِهِ، اَسْاَلُكَ بِهٰذِهِ الْمِدْحَةِ الَّتِيْ لَاتَنْبَغِيْ اِلَّا لَكَ، وَبِمَا وَاَيْتَ بِهِ عَلٰى نَفْسِكَ لِدَاعِيْكَ مِنَ الْمُؤْمِنِيْنَ، وَبِمَا ضَمِنْتَ الْاِجَابَةَ فِيْهِ عَلٰى نَفْسِكَ لِلدَّاعِيْنَ۔

યા મન અનતિલ વુજૂહુ લિ હયબતિહી, વ ખદઅતિર રિકાબુ લિ અઝમતિહી, વ વજિલતિલ કુલૂબુ મિન ખીફતિહી, અસ્અલુકા બિ હાઝિહિલ મિદહતિલ્લતી લા તન્બગી ઇલ્લા લક, વ બિ મા વાસયત બિહી અલા નફ્સિક લિ દાઇક મિનલ મુમિનીન, વ બિ મા દમિન્તલ ઇજાબત ફીહી અલા નફ્સિક લિદ દાઇન

 

 

يَا اَسْمَعَ السَّامِعِيْنَ، وَاَبْصَرَ النَّاظِرِيْنَ، وَاَسْرَعَ الْحَاسِبِيْنَ، يَاذَا الْقُوَّةِ الْمَتِيْنِ، صَلِّ عَلٰى مُحَمَّدٍ خَاتَمِ النَّبِيِّيْنَ، وَعَلٰى اَهْلِ بَيْتِهِ [الْاَئِمَّةِ الصَّادِقِيْنَ]، وَاقْسِمْ لِيْ فِيْ شَهْرِنَا هٰذَا خَيْرَ مَا قَسَمْتَ، وَاحْتِمْ لِيْ فِيْ قَضَاۤئِكَ خَيْرَ مَا حَتَمْتَ۔ وَاخْتِمْ لِيْ بِالسَّعَادَةِ فِيْمَنْ خَتَمْتَ، وَاَحْيِنِيْ مَا اَحْيَيْتَنِيْ مَوْفُوْرًا، وَاَمِتْنِيْ مَسْرُوْرًا وَمَغْفُوْرًا، وَتَوَلَّ اَنْتَ نَجَاتِيْ مِنْ مُسَاۤئَلَةِ الْبَرْزَخِ، وَادْرَاْ عَنِّي مُنْكَرًا وَنَكِيْرًا، وَاَرِ عَيْنِيْ مُبَشِّرًا وَبَشِيْرًا، وَاجْعَلْ لِيْ اِلٰى رِضْوَانِكَ وَجِنَانِكَ مَصِيْرًا وَعَيْشًا قَرِيْرًا، وَمُلْكًا كَبِيْرًا، وَصَلِّ عَلٰى مُحَمَّدٍ وَاٰلِهِ كَثِيْرًا

યા અસ્મઅસ સામિઈન, વ અબ્સરન નાઝિરીન, વ અસ્રઅલ હાસિબીન, યા ઝલ કુવ્વતિલ મતીન, સલ્લિ અલા મુહમ્મદિન ખાતમિન નબિય્યીન, વ અલા અહલી બયતિહી [અલ આઇમ્મતિસ સાદિકીન], વક્સિમ લી ફી શહ્રિના હાઝા ખયર મા કસમત, વહ્તિમ લી ફી કઝાઇક ખયર મા હતમત, વખ્તિમ લી બિસ સઆદત ફીમન ખતમત, વ અહ્યિની મા અહયતની મવફૂરા, વ અમિતની મસરૂરા વ મગફૂરા, વ તવલ્લ અન્ત નજાતી મિન મુસાઇલતિલ બર્ઝખ, વદ્રિ અન્ની મુન્કરા વ નકીરા, વ અરિ અય્ની મુબશ્શિરા વ બશીરા, વજઅલ લી ઇલા રિઝવાનિક વ જિનાનિક મસીરા વ અયશન કરીરા, વ મુલ્કન કબીરા, વ સલ્લિ અલા મુહમ્મદિવ વ આલિહી કસીરા

 

 

 

 

 

તેઓણે ખૂબ લાંબો સજદો કર્યો, પછી ઊભા થઈને તેમના માર્ગે ચાલ્યા ગયા.
મારા સાથીએ મને કહ્યું: "આપણે તેમને ખિદર (અ.સ.) સમજ્યા, પણ તેમની સાથે વાત કરી શક્યા નહીં, જાણે અમારી જીભ જ થંભાઈ ગઈ હોય!"
અમે બહાર આવ્યા અને ઇબ્ને અબી રવાદ અલ-રવાસીને મળ્યા. તેમણે પૂછ્યું: "તમે (બન્ને) ક્યાંથી આવો છો?" અમે જવાબ આપ્યો: "સાસાઆહ મસ્જિદમાંથી" અને તેમને ઘટના વિશે જણાવી.
તેઓ બોલ્યા: "આ વ્યક્તિ દર બે-ત્રણ દિવસે સાસાઆહ મસ્જિદમાં આવે છે, પરંતુ કદી બોલતા નથી."
અમે પૂછ્યું: "તે કોણ છે?"
તેઓએ પૂછ્યું: "તમે શું વિચારો છો?"
અમે કહ્યું: "અમે તેમને ખિદર (અ.સ.) માનીએ છીએ."
તેઓ બોલ્યા: "અલ્લાહની કસમ મેં પણ તેમને ખિદર (અ.સ.) જ માન્યા છે."
પછીથી મારા સાથીએ મને કહ્યું: "અલ્લાહની કસમ તે વ્યક્તિ ઝમાના ના ઈમામ (અમારી જાન તેમના પર કુરબાન થાય) હતા!"
મારી ટિપ્પણી: સૈયદ અલી બિન તાવુસ કહે છે: આ દુઆ અમીરુલ મોમિનીન (અ.સ.) પાસેથી વર્ણવાઈ છે, પરંતુ કારણ કે તે પાક રજબ મહિનાના દિવસોમાં પઢવામાં આવે છે, અમે તેને માસિક દુઆઓના અધ્યાય હેઠળ લાવવાનું નક્કી કર્યું છે.