૨.ગુરુવારના બપોરથી શુક્રવારના અંતિમ સમય સુધી તેમના ઝુહુર માટેની દુઆ

 

 

 

શેખ તુસી (અલ્લાહ તેમના પર રહેમ કરે) એ "મિસ્બાહુલ મુજતહિદ"માં લખ્યું છે: ગુરુવારે અસરની નમાઝ પછીથી લઈને શુક્રવારના અંતિમ સમય સુધી પાક પયગંબર (સ.અ.વ.) પર ખૂબ દુરૂદ (સલવાત) પઢવી મુસ્તાહબ છે અને નીચેની દુઆ પઢવી :

بِسْمِ اﷲِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

બિસ્મિલ્લાહિર રહમાનીર રહીમ

 

 

اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَاٰلِ مُحَمَّدٍ، وَعَجِّلْ فَرَجَهُمْ، وَاَهْلِكْ عَدُوَّهُمْ مِنَ الْجِنِّ وَالْاِنْسِ، مِنَ الْاَوَّلِيْنَ وَالْاٰخِرِيْنَ۔

અલ્લાહુમ્મ સલ્લેહ અલા મોહમ્મદિન વ આલેહ મોહમ્મદ વ અજજીલ ફરજહુમ વ અહલેક અદૂવ્વુમ મેનલ જિનનેહ વલ ઇનસ મેનલ અવ્વલીન વલ આખેરીન

 

 

 

 

 

આને (૧૦૦) સો વખત વાંચવાથી વધુ ફાયદો છે.
કફામી (અલ્લાહ તેમના પર રહેમ કરે) એ કહ્યું છે: ગુરુવારે ઉપરોક્ત દુઆ સાથે (૧૦૦૦) એક હજાર સૂરહ અલ-કદ્ર અને (૧૦૦૦) એક હજાર દુરૂદ (પયગંબર પર સલવાત ) પઢવી મુસ્તાહબ છે.