૧.અમારા ઈમામ,ઝમાના ના ઈમામ (અમારી રૂહ તેમના પર કુરબાન થાય) ને ઝિયારતનો સવાબ આપવો

પયગંબર (સ.અ.વ.) અથવા કોઈ પણ ઇમામ (અ.સ.) ને ઝિયારતનો સવાબ આપવો ઉત્તમ છે.
શેખે દાઊદ અસ-સરમીની સાંકળ દ્વારા વર્ણન કર્યું છે, મેં અબૂલ હસન અલ-હાદી (અ.સ.) ને કહ્યું: "મેં તમારા પિતાની ઝિયારત કરી છે અને તેનું સવાબ તમને ભેટ કર્યું છે." તો તેમણે (અ.સ.) કહ્યું: "આના માટે તમારો આભાર, અલ્લાહ તમને સર્વોત્તમ પુરસ્કાર આપે."
આના આધારે, આ સમયે કે જ્યારે અમારા ઈમામે ઝમાના (અમારી રૂહ તેમના પર કુરબાન થાય) ગયબત માં છે અને તેમના ઝોહૂર માટે કોઈ ચોક્કસ સમય નથી, ખાસ કરીને ચાહકો તેમની સાથે જોડાયેલી પાક સ્થળો (જેમ કે સરદાબ, કુફા મસ્જિદ, સહલા મસ્જિદ, જમકરાન મસ્જિદ) ની ઝિયારત કરવામાં અસમર્થ રહ્યા છે, તો તેમની ઝિયારતનું સવાબ અન્ય સ્થળોએ ભેટ કરીને આ મહાન ખોટ પૂરી કરી શકાય છે. અલ્લાહની નજીકી મેળવવા અને ઇમામની દિલચસ્પી મેળવવા માટે સ્થળોએ તેમની ઝિયારત વાંચવી પણ શક્ય છે.
સંભવતઃ તેમની દિલચસ્પી બહુત સારા ઇચ્છુકો તક પહોંચી ચુકી છે, અહલેબૈત (અ.સ.) નાસરદાબ દ્વારા અને તે જ રીતે અન્ય સ્થળો દ્વારા જેનો વિવિધ પુસ્તકોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અમે તેમની (અ.સ.) કેટલીક ઝિયારતો જણાવીશું.
મફાતીહુલ જીનાન , ભાગ ૧, પૃષ્ઠ ૫૩૧.