1.
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
اَللّٰهُمَّ اِنِّيْ اَسْتَغْفِرُكَ مِنْ كُلِّ ذَنْبٍ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્તગફેરોક મીન કુલ્લે ઝન્બી
અય અલ્લાહ! હું તારી પાસે તે દરેક ગુનાહની માફી માંગુ છું
قَوِيَ عَلَيْهِ بَدَنِيْ بِعَافِيَتِكَ
કવીય અલયહે બદની બે આફેયતીક
કે જેને તારી આફિયતના કારણે મારૂં શરીર બજાવી લાવવા સક્ષમ બન્યું.
اَوْ نَالَتْهُ قُدْرَتِيْ بِفَضْلِ نِعْمَتِكَ
અવ નાલતહુ કુદરતી બે ફઝલે નેઅમતેક
અથવા તારી નેઅમતના ફઝલના કારણે મારી શક્તિ તે (ગુનાહ) ના સુધી પહોંચી.
اَوْ بَسَطْتُ اِلَيْهِ يَدِيْ بِسَابِغِ رِزْقِكَ
અવ બસત્તો અલયહે યદી બેસાબીગી રીઝકેક
અથવા તારા વિષાળ રીઝ્કના કારણે મેં મારા હાથોને તે (ગુનાહ) ના સુધી પહોંચાડ્યા,
اَوِ اتَّكَلَتْ فِيْهِ عِنْدَ خَوْفِيْ مِنْهُ عَلٰي آنَاتِكَ
અવીત તકલત ફીહે ઈન્દ ખવ્ફી મીનહુ આલા અનતેકા
અથવા તે (ગુનાહ) થી મેં ડરવાની બદલે મેં તારી ધીરજ ઉપર ભરોસો કર્યો.
اَوِ احْتَجَبْتُ فِيْهِ مِنَ النَّاسِ بِسِتْرِكَ
અવી તજબતો ફીહે મીન્ન નાસે બે સીતરેક
અથવા તારા છુપાવવાથી હું લોકોથી છુપાઇ ગયો,
اَوْ وَثِقْتُ مِنْ سَطْوَتِكَ عَلَيَّ فِيْهِ بِحِلْمِكَ
અવ વસિકતો મીન સતવાતેકા અલય્ય ફીહે બે હિલમેક
અથવા તે(ગુનાહ કરવા)માં મારા ઉપરની તારી સત્તામાં તારી સહનશીલતાના ઉપર મેં ભરોસો કર્યો.
اَو عَوَّلْتُ فِيْهِ عَلٰى كَرَمِ عَفْوِكَ۔
અવ અવવલતો ફીહે આલા કરમે અફવીક.
અથવા તે(ગુનાહ)ના બારામાં મેં તારી માફીની ઉદારતા ઉપર આધાર રાખ્યો.
2.
اَللّٰهُمَّ انِّيْ اَسْتَغْفِرُكَ مِنْ كُلِّ ذَنْبٍ خُنْتُ فِيْهِ اَمَانَتِيْ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્તગફેરોક મીન કુલ્લે ઝન્બી ખુન્તુ ફીહે અમાનતી
અય અલ્લાહ! બેશક હું તારી બારગાહમાં તે દરેક ગુનાહની માફી માંગુ છું જેમાં મેં મારી અમાનતમાં ખયાનત કરી છે.
اَوْ بَخَّسْتُ بِفِعْلِهٖ نَفْسِيْ
અવ બખસતો બે ફીઅલીહી નફસી
અથવા તો મેં તેને અંજામ આપીને મારી ઝાતનું મહત્તવ ઘટાડી નાંખ્યું.
اَوِ احْتَطَبْتُ بِهٖ عَلٰي بَدَنِيْ
અવી તતબતુ બીહી આલા બદની
અથવા મેં તેના કારણે મારા શરીર માટે બળતણ એકઠુ કર્યું,
اَوْ قَدَّمْتُ فِيْهِ لَذَّتِيْ
અવ કદદમતો ફિહે લઝઝતી
અથવા મેં તેમાં મારી લઝ્ઝતને આગળ કરી.
اَوْ آثَرْتُ فِيْهِ شَهْوَتِيْ
અવ અશરતો ફિહે શહવતી
અથવા તેમાં મેં મારી શહવતને તરજીહ આપી.
اَوْ سَعَيْتُ فِيْهِ لِغَيْرِيْ
અવ સઅયતો ફિહે લે ગયરી
અથવા તેમાં મેં મારા સિવાયનાની માટે કોશીશ કરી.
اَوِ اسْتَغْوَيْتُ اِلَيْهِ مَنْ تَبِعَنِيْ
અવીસ તગવયતો અલયહે મીન તબીઅની
અથવા જે મને અનુસરે છે તેને તેની તરફ મેં ગુમરાહ કર્યો.
اَوْ كَايَدْتُ فِيْهِ مَنْ مَنَعَنِيْ
અવ કયદતુ ફિહે મીન મનઅની
અથવા તેમાં જે મને રોકે છે તેને મેં છેતર્યો.
اَوْ قَهَرْتُ عَلَيْهِ مَنْ عَادَانِيْ
અવ કહરતો અલયહે મીન આદની
અથવા જે કોઇ મારી સાથે દૂશ્મની કરે છે તેની ઉપર મેં જબરદસ્તી કરી.
اَوْ غَلَبْتُ عَلَيْهِ بِفَضْلِ حِيْلَتِيْ
અવ ગલબતું અલયહે બે ફઝલે હિલતી
અથવા હું મારા અસાધારણ કપટથી તેની ઉપર ગાલિબ થઇ ગયો.
اَوْ اَحَلْتُ عَلَيْكَ مَوْلَايَ
અવ અહલતો અલયક મવલાય
અથવા અય મારા મૌલા મેં આપની સામે અવરોધ મૂકી દીધો.
فَلَمْ تَغْلِبْنِيْ عَلٰى فِعْلِيْ اِذْ كُنْتَ كَارِهًا لِمَعْصِيَتِيْ فَحَلُمْتَ عَنِّىْ
ફલમ તગલીબની અલા ફીઅલી ઈઝ કુન્ત કારેહન્ન લે માઅસિયાતી ફહલૂમત અન્ની
પછી તેં મારા અમલમાં મારા ઉપર જબરદસ્તી કરી ન હતી જ્યારે કે તું મારી નાફરમાનીને પસંદ કરતો ન હતો, છતાં પણ તેં મારી ઉપર સંયમ જાળવ્યો.
لٰكِنْ سَبَقَ عِلْمُكَ فِيَّ بِفِعْلِىْ ذٰلِكَ،
લકીન સબક ઇલમૂક ફિયા બે ફીઅલી ઝાલેક
જો કે મારા અમલનું મારા વિષે તારૂ ઇલ્મ પહેલાથીજ હતું.
لَمْ تُدْخِلْنِيْ يَا رَبِّ فِيْهِ جَبْرًا،
લમ તુદખીલની યા રબ્બી ફિહે જબરા
અય મારા પાલનહાર! તેં મને તેમાં બળજબરીથી દાખલ કર્યો ન હતો.
وَلَمْ تَحْمِلْنِيْ عَلَيْهِ قَهْرًا،
વ લમ તહમિલની અલયહે કહરા
અને તેં તેને મારી ઉપર બળજબરી થોપી દીધા ન હતા
وَلَمْ تَظْلِمْنِيْ فِيْهٍ شَيْئًا،
વ લમ તઝલીમની ફિહે શયઆ
અને તે બાબતે તેં મારી ઉપર જર્રા પણ ઝુલ્મ કર્યો ન હતો.
فَاَسْتَغْفِرُكَ لَهٗ
ફ અસ્તગફેરોક લહુ
તેથી હું તારી પાસે તેની માફી તલબ કરૂં છું.
وَلِجَمِيْعِ ذُنُوْبِيْ۔
વ લે જમીએ ઝુનુબી
અને મારા બધાજ ગુનાહોની
3
اَللّٰهُمَّ اِنِّيْ اَسْتَغْفِرُكَ مِنْ كُلِّ ذَنْبٍ تُبْتُ اِلَيْكَ مِنْهُ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્તગફેરોક મીન કુલ્લે ઝન્બી તુબતો ઈલય્કા મીનહો
અય અલ્લાહ! બેશક હું તારી પાસે તે દરેક ગુનાહની માફી તલબ કરૂં છું કે જેની તૌબા મેં તારી પાસે કરી છે
وَاَقْدَمْتُ عَلٰي فِعْلِهٖ
વ અકદમતો આલા ફીઅલીહી
અને જેને બજાવી લાવવામાં હું આગળ વધ્યો હતી.
فَاسْتَحْيَيْتُ مِنْكَ وَاَنَا عَلَيْهِ
ફસતહયતો મીનક વ અના અલયહે
તેથી જે(ગુનાહોને)મેં અંજામ આપ્યા છે તેનાથી હું તારાથી શરમીંદા છું.
وَ رَهِبْتُكَ وَاَنَا فِيْهِ تَعَاطَيْتُهٗ وَعُدْتُ اِلَيْهِ۔
વ રહીબતોકા વ અના ફિહે તાઅતોહુ વ ઉદતુ ઈલયહે
જ્યારે કે હું તારા અઝાબથી ડરતો હતો છતાં પણ હું તેમાં (સંપડાયો) અને તેની તરફ વળી પાછો ગયો.
4
اَللّٰهُمَّ اِنِّيْ اَسْتَغْفِرُكَ لِكُلِّ ذَنْبٍ كَتَبْتَهٗ عَلَيَّ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્તગફેરોક લે કુલ્લે ઝન્બી કતબતહુ અલય્યા
અય મારા અલ્લાહ! બેશક હું તારી પાસે તે દરેક ગુનાહની માફી તલબ કરૂં છું કે જેને તેં મારી વિરૂધ્ધ લખી લીધા છે.
بِسَبَبِ خَيْرٍ اَرَدْتُ بِهٖ وَجْهَكَ فَخَالَطَنِيْ فِيْهِ سِوَاكَ
બે સબબી ખ્યરી અરદતુ બીહી વજહકા ફખલતની ફિહે સિવાક
તે દરેક નેકીના કારણે કે જેને મેં નિખાલસતા પૂર્વક તારી માટે અંજામ દેવાનો ઇરાદો કર્યો હતો પછી મેં તેમાં તારી સિવાયનાને શરીક કરી દીધા.
وَشَارَكَ فِعْلِيْ مَالَا يَخْلُصُ لَكَ
વ શારક ફિલિ મા લ યખલૂસુ લક
અને મારા કાર્યનો શરીક બની ગયા પછી જે કાંઇ હતું તે તારા માટે નિખાલસ ન રહ્યું.
اَوْ وَجَبَ عَلَيَّ مَا اَرَدْتَ بِهٖ سِوَاكَ
અવ વજબ અલય્ય મા અરદત બીહી સિવાક
અથવા તેણે મારી ઉપર જરૂરી બનાવ્યું કે તું તેના કારણે તારી સિવાયનાનો ઇરાદો કર
وَكَثِيْرُ مِنْ فِعْلِيْ مَا يَكُوْنُ كَذٰلِكَ۔
વ કશીરો મન ફિલિ મા યકૂનુ કઝાલેક
અને મારા મોટાભાગના અમલો જે કાંઇ છે તે આના જેવાજ છે.
5
اَللّٰهُمَّ اِنِّيْ اَسْتَغْفِرُكَ مِنْ كُلِّ ذَنْبٍ تَوَرَّكَ عَلَيَّ بِسَبَبِ عَهْدٍ عَاهَدْتُكَ عَلَيْهِ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્તગફેરોક મીન કુલ્લે ઝન્બી તવરરક અલય્ય બે સબાબે અહદી અહદતોક અલય્હે
અય મારા અલ્લાહ! બેશક હું તારી પાસે તે દરેક ગુનાથી માફી તલબ કરૂં છું કે એ અહદના કારણે કે જેને મેં તારી સાથે કર્યો હતો.
اَوْ عَقْدٍ عَقَدْتُهٗ لَكَ
અવ અકદી અકદતોહુ લક
અથવા કરાર કે જેને મેં તારી સાથે કર્યો હતો.
اَوْ ذِمَّةٍ وَاثَقْتُ بِهَا مِنْ اَجْلِكَ لِاَحَدٍ مِنْ خَلْقِكَ
અવ ઝિમ્માતી વ શકતો બેહા મીન અજલેક લે અહદી મીન ખલકેક
અથવા તારા તરફથી તારી મમ્બુકમાંથી દરેકની ઝિમ્મેદારી કે જેના ઉપર મેં ભરોસો કર્યો
ثُمَّ نَقَضْتُ ذٰلِكَ مِنْ غَيْرِ ضَرُوْرَةٍ لَزِمْتَنِيْ فِيْهِ
સુમ્મ નકઝતો ઝાલેકા મીન ગ્યરે ઝરૂરતી લે ઝીમતની ફિહે
પછી મેં કોઇપણ જરૂરત વગર તેનો ભંગ કર્યો કે જેને તેં મારા માટે લાઝિમ કર્યું હતું.
بَلِ اسْتَزَلَّنِيْ اِلَيْهِ عَنِ الْوَفَاءِ بِهِ الْاَشَرُ
બ્લીશ તઝલ્લની ઇલયહે અનિલ વ ફાએ બીહીલ અશરો
બલ્કે અહંકારે મને તે (વચન) ને પૂરૂ કરવામાં મને નિષ્ફળ બનાવી દીધો.
وَمَنَعَنِيْ عَنْ رِعَايَتِهِ الْبَصَرُ
વ મનઅની અન રિઆયાતિહીલ બસર
અને ટૂંકી દ્રષ્ટીએ મને તેને પાળવાથી રોક્યો.
6.
(6) اَللّٰهُمَّ اِنِّيْ اَسْتَغْفِرُكَ لِكُلِّ ذَنْبٍ رَهِبْتُ فِيْهِ مِنْ عِبَادِكَ، وَخِفْتُ فِيْهِ غَيْرَكَ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્તગફેરોક લે કુલ્લે ઝન્બી રહીબતો ફિહે મીન ઈબાદેક વ ખીફતો ફિહે ગ્યરક
અય મારા અલ્લાહ! બેશક હું તારી પાસે તે દરેક ગુનાહની માફી તલબ કરૂં છું કે જેમાં હું તારા બંદાઓથી ડર્યો અને તેમાં તારી સિવાયનાથી ડર્યો.
وَاسْتَحْيَيْتُ فِيْهِ مِنْ خَلْقِكَ
વસ તહય્યતુ ફિહે મીન ખલકેક
અને તેમાં મેં તારી મખ્લૂકની શરમ કરી.
ثُمَّ اَفْضَيْتَ بِهٖ فِعْلِيْ اِلَيْكَ۔
સુમ્મ અફઝયત બીહી ફિલિ ઈલય્ક
છતાં પણ મેં તેના વડે મારા કામને તારી સામે કર્યું.
7.
اَللّٰهُمَّ اِنِّيْ اَسْتَغْفِرُكَ لِكُلِّ ذَنْبٍ اَقْدَمْتُ عَلَيْهِ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્તગફેરોક લે કુલ્લે ઝન્બી અકદમતો અલયહે
અય મારા અલ્લાહ! બેશક હું તારી પાસે તે દરેક ગુનાહની માફી તલબ કરૂં છું કે જેને મેં અંજામ આપ્યા.
وَاَنَا مُسْتَيْقِنٌ اَنَّكَ تُعَاقِبُ عَلَي ارْتِكَابِهٖ فَارْتَكَبْتُهٗ۔
વ અના મુશતયકેનું અન્નક તુઆકેબુ અલારતીક બીહી ફરતકબતુહુ
જ્યારે કે હું યકીન ધારાવું છું કે બેશક તું તેને અંજામ આપવા ઉપર સજા કરનારો છો, છતાં પણ મેં તેને અંજામ આપ્યા.
8.
اَللّٰهُمَّ اِنِّيْ اَسْتَغْفِرُكَ لِكُلِّ ذَنْبٍ قَدَّمْتُ فِيْهِ شَهْوَتِي عَلٰي طَاعَتِكَ
અલ્લાહુમ ઈન્ની અસ્તગફેરોક લે કુલ્લે ઝન્બી કદદમતો ફિહે શહવતી આલા તાએતીક
અય મારા અલ્લાહ! બેશક હું તારી પાસે તે દરેક ગુનાહની માફી તલબ કરૂં છું જેમાં તારી ઇતાઅત ઉપર મેં મારી ખ્વાહિશાતને આગળ કરી.
وَ آثَرْتُ مَحَبَّتِيْ عَلٰي اَمْرِكَ
વ અશરતો મહબ્બતી અલા અમરીક
અને મેં તારા હુક્મ ઉપર મારી ચાહતને તરજીહ આપી.
وَ اَرْضَيْتُ فِيْهِ نَفْسِيْ بٍسَخَطِكَ
વ અરઝયતો ફિહે નફસી બે સખતેક
અને જેમાં તારા ગુસ્સાની સામે મેં મારા નફ્સને રાઝી કર્યો.
وَقَدْ نَهَيْتَنِيْ عَنْهُ بِنَهْيِكَ
વ કદ નહયતની અનહો નહયેક
જ્યારે કે તેં મને તારા મનાઇ હુકમ વડે તેનાથી રોક્યો હતો.
وَتَقَدَّمْتَ اِلَيَّ فِيْهِ بِاِعْذَارِكَ
વ તકદદમત ઇલય્યા ફિહે બે ઈઝારેક
અને તેં મને તેના વિષે તારી ચેતવણી આપી હતી
وَاحْتَجَجْتَ عَلَيَّ فِيْهِ بِوَعِيْدِكَ
વહ તજજતા અલય્યા ફિહે બે વઇદેક
અને તેં તેને અંજામ આપવા ઉપર તારા ધમકી વડે મારા ઉપર હુજ્જત તમામ કરી હતી.
9.
اَللّٰهُمَّ اِنِّيْ اَسْتَغْفِرُكَ مِنْ كُلِّ ذَنْبٍ عَلِمْتُهٗ مِنْ نَفْسِيْ
અલ્લાહુમ ઈન્ની અસ્તગફેરોક મીન કુલ્લે ઝન્બી અલીમતોહુ મીન નફસી
અય મારા અલ્લાહ! બેશક હું તારી પાસે મારા તે બધા ગુનાહોની માફી તલબ કરૂં છું કે જેને હું પોતેજ જાણું છું.
اَوْ ذَهَلْتُهٗ اَوْ نَسَيْتُهٗ
અવ ઝહલતહુ અવ નશયતહુ
અથવા મેં તેનાથી ગફલત કરી અથવા હું તેને ભૂલી ગયો
اَوْ تَعَمَّدْتُهٗ اَوْ اَخْطَاتُهٗ
અવ તઅમદતહુ અવ અખતઅતહુ
અથવા તો મેં તેને ઇરાદાપૂર્વક કર્યા કે મેં તેને ભૂલથી કર્યા
مِمَّا لَا اَشُكُّ اَنَّكَ سَائِلِيْ عَنْهُ
મીમ્મા લા અશુક્કો અન્નકા સાઈલી અનહુ
તેમાંથી કોઇના વિષે શક નથી કે બેશક તું મને તેના વિષે સવાલ કરનારો છો.
وَاَنَّ نَفْسِيْ مُرْتَهَنَةٌ بِهٖ لَدَيْكَ
વ અન્ન નફસી મુરતહનતુ બીહી લદયક
અને એ કે મારી ઝાત તારી પાસે તેના કારણે ગિરવી છે.
وَاِنْ كُنْتُ قَدْ نَسِيْتُهٗ اَوْ غَفَلَتْ نَفْسِيْ عَنْهُ
વ ઈન કુન્તો કદ નસીતૂહુ અવ ગફલત નફસી અનહૂ
ભલે પછી જો હું તેને ભૂલી ગયો હોવ અથવા મારો નફ્સ તેનાથી ગાફિલ હોય.
10.
اَللّٰهُمَّ اِنِّيْ اَسْتَغْفِرُكَ لِكُلِّ ذَنْبٍ وَاجَهْتُكَ بِهٖ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્તગફેરોક લે કુલ્લે ઝન્બી વજાહતોક બીહી
અય મારા અલ્લાહ! બેશક હું તારી પાસે તે દરેક ગુનાહની માફી તલબ કરૂં છું જેને મેં તારી સામે ખુલ્લે આમ કર્યા છે.
وَقَدْ اَيْقَنْتُ اَنَّكَ تَرَانِيْ
વ કદ અયકનતુ અન્નક તરની
જ્યારે કે મને યકીન હતું કે તું મને જોઇ રહ્યો છો
وَاَغْفَلْتُ اَنْ اَتُوْبَ اِلَيْكَ مِنْهُ
વ અગફલતો અન અતુબ ઈલય્ક મીનહુ
અને હું એ ગફલતમાં રહ્યો કે હું તારી પાસે તેની તૌબા કરી લઇશ.
اَوْ نَسِيْتُ اَتُوْبَ اِلَيْكَ مِنْهُ
અવ નસિતુ અતુબ ઈલય્ક મીનહુ
અથવા હું તારી પાસે તેની તૌબા કરવાનું ભૂલી ગયો.
اَوْ نَسِيْتُ اَنْ اَسْتَغْفِرُكَ لَهٗ۔
અવ નસિતુ અન અસ્તગફેરોક લહુ
અથવા હું ભૂલી ગયો કે હું તારી પાસે તેની માફી માંગી લવ.
11
اَللّٰهُمَّ اِنِّيْ اَسْتَغْفِرُكَ لِكُلِّ ذَنْبٍ دَخَلْتُ فِيْهِ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્તગફેરોક લે કુલ્લે ઝન્બી દખલતુ ફિહે
અય મારા અલ્લાહ! બેશક હું તારી પાસે તે દરેક ગુનાહની માફી તલબ કરૂં છું કે જેમાં હું પડ્યો.
وَاَحْسَنْتُ ظَنِّيْ بِكَ اَنْ لَّا تُعَذِّبْنِيْ عَلَيْهِ
વ અહશનતો ગનની બેકા અલ્લા તોઅઝ્ઝિબની અલયહે
અને મેં તારી પાસે એવું નેક ગુમાન રાખ્યું કે તું મને તેના કારણે મારા ઉપર અઝાબ નહીં કર.
وَاَنَّكَ تَكْفِيْنِيْ مِنْهُ۔
વ અન્નક તકફીની મીનહુ
અને એ કે તું મને તેનાથી બચાવી લઇશ.
12.
اَللّٰهُمَّ اِنِّيْ اَسْتَغْفِرُكَ لِكُلِّ ذَنْبِ نِاسْتَوْجَبْتُ بِهٖ مِنْكَ رَدَّ الدُّعَاءِ، وَحِرْمَانَ الْاِجَابَةِ، وَخَيْبَةَ الطَّمَعِ، وَالنْفِسَاخَ الرَّجَاءِ۔
અલ્લાહુમ્મ ઈન્ની અસ્તગફેરોક લે કુલ્લે ઝન્બી ઈસતવજબતુ બીહી મીનકા રદ્દદ દોઆઈ વ હીરમાનલ ઈજાબતી વ ખ્યબત્તમાઈ વન ફીસાખર રઝાઈ
અય મારા અલ્લાહ! બેશક હું તારી પાસે તે દરેક ગુનાહની માફી તલબ કરૂં છું કે જેના કારણે મારે તારા તરફથી દોઆના રદ્દ થવા, કબુલીય્યતથી મેહરૂમી, ઝંખનાથી નિરાશા અને આશાઓથી નીરાશાનો સામનો કરવો પડ્યો.
13.
اَللّٰهُمَّ اِنِّيْ اَسْتَغْفِرُكَ لِكُلِّ ذَنْبٍ يُعَقِّبُ الْحَسْرَةَ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્તગફેરોક લે કુલ્લે ઝન્બી યોઅકકેબુલ હશરત
અય મારા અલ્લાહ! બેશક હું તારી પાસે તે દરેક ગુનાહની માફી તલબ કરૂં છું કે જે હસરતમાં પરીણમે છે.
وَيُوْرِثُ النَّدَامَةَ
વ યોરેસુન નદામત
અને જે પસ્તાવો છોડીને જાય છે
وَيَحْبِسُ الرِّزْقَ،
વ યહબેસુર રિઝક
અને જે રિઝ્કને તંગ કરી દે છે
وَيَرُدُّ الدُّعَاءِ۔
વ યરૂદદુદ દોઆઈ
અને જે દોઆને રદ્દ કરી દે છે.
14.
اَللّٰهُمَّ اِنِّيْ اَسْتَغْفِرُكَ لِكُلِّ ذَنْبٍ يُوْرِثُ الْاَسْقَامَ،
અલ્લાહુમ્મ ઈન્ની અસ્તગફેરોક લે કુલ્લે ઝન્બી યોરિશુલ અસકમ
અય મારા અલ્લાહ! બેશક હું તારી પાસે તે દરેક ગુનાહની માફી તલબ કરૂં છું કે જે બિમારીઓ છોડીને જાય છે.
وَيُعَقِّبُ الضَّنَاءَ
વ યોઅકકીબોઝ ઝનાઅ
અને પીડામાં પરિણમે છે.
وَيُوْجِبُ النِّقَمَ
વ યોજીબુન નેકમ
અને જે સજાને જરૂરી બનાવે છે.
وَيَكُوْنُ آخِرُهٗ حَسْرَةً وَّنَدَامَةً۔
વ યકૂનુ અખરુહૂ હસરત્વ વ નદામત
અને જેનો અંત હતાશા અને સંતાપ હોય છે.
15.
اَللّٰهُمَّ اِنِّيْ اَسْتَغْفِرُكَ مِنْ كُلِّ ذَنْبٍ مَدَحْتُهٗ بِلِسَانِيْ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્તગફેરોક મીન કુલ્લે ઝન્બી મદહતૂહુ બેલીસાની
અય મારા અલ્લાહ! બેશક હું તારી પાસે તે દરેક ગુનાહની માફી તલબ કરૂં છું કે જેના મેં મારી ઝબાનથી વખાણ કર્યા હતા.
اَوْ هَشَّتْ اِلَيْهِ نَفْسِيْ
અવ હશશત ઇલયહે નફસી
અથવા મારો નફ્સ તેની તરફ આકર્ષાયો,
اَوِ اكْتَسَبْتُهٗ بِيَدِيْ
અવિક તશબતહુ બે યદિ
અથવા તો મેં તેને મારા હાથે અંગીકાર કર્યા.
وَهُوَ عِنْدَكَ قَبِيْحٌ
વ હોવ ઈન્દક કબીહુ
જ્યારે કે તારા નઝદીક ખરાબ હતા.
تُعَاقِبُ عَلٰي مِثْلِهٖ
તોઆકેબુ આલા મિશલેહી
અને તું તેના જેવા અમલ ઉપર સજા કરીશ.
وَتَمْقُتْ مَنْ عَمِلَهٗ۔
વ તમતોક મન અમીલહુ
અને જેણે પણ તેને અંજામ આપ્યા છે તેનાથી તેં ધૃણા કરી છે.
16.
اَللّٰهُمَّ اِنِّيْ اَسْتَغْفِرُكَ لِكُلِّ ذَنْبٍ خَلَوْتُ بِهٖ فِي لَيْلٍ اَوْ نَهَارٍ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્તગફેરોક લે કુલ્લે ઝન્બી ખલવતો બીહી ફી લય અવ નહાર
અય મારા અલ્લાહ! બેશક હું તારી પાસે તે દરેક ગુનાહની માફી તલબ કરૂં છું કે જેને મેં દીવસ અથવા રાતનાં એકાંતમાં અંજામ આપ્યા.
حَيْثُ لَا يَرَانِيْ اَحَدٌ مِنْ خَلْقِكَ
હયસો લા યરની અહદૂ મન ખલકેક
જ્યાં તારી મમ્બૂકમાંથી મને કોઇ જોઇ રહ્યું ન હતું.
فَمِلْتُ فِيْهِ مِنْ تَرْكِهٖ بِخَوْفِكَ، اِلَى ارْتِكَابِهٖ بِحُسْنِ الظَّنِّ بِكَ
ફમિલતો ફિહે મન તરકીહી બે ખવફીક ઇલાર તીકા બીહી બે હુશની ઝન્ની બેક
તારી સાથેના હુસ્નઝનના લીધે તારા ખૌફના કારણે તેને છોડી દેવાના બદલે હું તેને અંજામ આપવા તરફ વળ્યો.
فَسَوَّلَتْ لِيْ نَفْسِيَ الْاِقْدَامَ عَلَيْهِ
ફ સવ્વલત લી નફસીયાલ ઇકદમ અલયહે
પછી તેને અંજામ આપવા મારા નક્કે મને ફોસલાવ્યો.
فَوَاقَعْتُهٗ
ફવ કઅતુહુ
પછી મેં તેને અંજામ આપ્યા,
وَاَنَا عَارِفٌ بِمَعْصِيَتِيْ لَكَ فِيْهِ
વ અના અરેફુન બે માસીયતી લક ફિહે
જ્યારે કે હું તેમાં તારી મારી નાફરમાનીથી માહીતગાર હતો.
17.
اَللّٰهُمَّ اِنِّيْ اَسْتَغْفِرُكَ لِكُلِّ ذَنْبِ نِاسْتَقْلَلْتُهٗ،
અલ્લાહુમ્મ ઈન્ની અસ્તગફેરોક લે કુલ્લે ઝન્બીશ તકલ્લતુહુ
અય મારા અલ્લાહ! બેશક હું તારી પાસે તે દરેક ગુનાહની માફી તલબ કરૂં છું કે જેને મેં થોડા જાણ્યા.
اَوِ اسْتَصْغَرْتُهٗ
અવીશ તસગરતુહુ
અથવા તો મેં તેને નાના સમજ્યા.
اَوِ اسْتَعْظَمْتُهٗ
અવીશ તઅઝમતુહુ
અથવા હું તેને મહાન સમજ્યો
وَتَوَرَّطْتُ فِيْهِ
વ તવ્વરતો ફિહે
અને મેં તેમાં બહુ ઝડપ કરી,
18.
اَللّٰهُمَّ اِنِّيْ اَسْتَغْفِرُكَ لِكُلِّ ذَنْبٍ مَالَئْتُ فِيْهِ عَلٰي اَحَدٍ مِنْ بَرِيَّتِكَ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્તગફેરોક લે કુલ્લે ઝન્બી મા લઅતુ ફિહે અલા અહદી મન બરીય્યાતેક
અય મારા અલ્લાહ! બેશક હું તારી પાસે તે દરેક ગુનાહની માફી તલબ કરૂં છું કે જેમાં મેં તારી મખ્લુકમાંથી કોઇ એકની મદદ કરી.
اَوْ زَيِّنَتُهٗ لِنَفْسِيْ
અવ ઝય્યન્તહુ લે નફસી
અથવા જે (ગુનાહ) ને મેં મારી ઝાતની સામે શણગારીને રજૂ કર્યા.
اَوْ مَاتُ بِهٖ اِلٰي غَيْرِيْ
અવ માઅતુ બીહી ઇલા ગ્યરી
અથવા જેને મેં મારી સિવાયનાને ચિંધ્યા.
وَدَلَلْتُ عَلَيْهِ سِوَايَ
વ દલ્લતો અલયહે સિવાય
અને મારી સિવાયનાને તેનાથી માહિતગાર કર્યા.
اَوْ اَصْرَرْتُ عَلَيْهِ بِعَمَدِيْ
અવ અસરરતો અલયહે બે અમદી
અથવા જેને મેં ઇરાદાપૂર્વક દોહરાવ્યા કર્યા.
اَوْ اَقَمْتُ عَلَيْهِ بِحِيْلَتِيْ
અવ અકમતો અલયહે બે હીલતી
અથવા જેને મેં મારી ઝાતને છેતરીને કર્યા.
19.
اَللّٰهُمَّ اِنِّيْ اَسْتَغْفِرُكَ لِكُلِّ ذَنْبِ نِاسْتَعَنْتُ عَلَيْهِ بِحِيْلَتِيْ بِشَيْءٍ مِمَّا يُرَادُ بِهٖ وَجْهَكَ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્તગફેરોક લે કુલ્લે ઝન્બીશ તઅનતો અલયહે બે હિલતી બે શયઈન મીમ્મા યોરીદો બીહી વજહાક
અય મારા અલ્લાહ! બેશક હું તારી પાસે તે દરેક ગુનાહની માફી તલબ કરૂં છું કે જેને મેં કોઇ ચીઝનું બહાનું કાઢીને કર્યા જેમાં તારી કુરબતનો ઇરાદો કરવામાં આવ્યો હોય.
اَوْ يُسْتَظْهَرُ بِمِثْلِهٖ عَلٰي طَاعَتِكَ
અવ યુશતગહરો બે મિસલેહી અલા તઅતેક
અથવા તેની જેવા થકી તારી ઇતાઅતને ઝાહેર કરવામાં આવે છે.
اَوْ يُتَقَرَّبُ بِمِثْلِهٖ اِلَيْكَ
અવ યોતકરરેબો બે મિશલેહી ઈલય્ક
અથવા તેની જેવા થકી તારાથી નઝદીક થવામાં આવે છે.
وَوَارَيْتُ عَنِ النَّاسِ وَلَبَّسْتُ فِيْهِ، كَاَنِّيْ اَرِيْدُكَ بِحِيْلَتِيْ وَالْمُرَادُ بِهٖ مَعْصِيَتُكَ
વ વરયતો અનીન નાસે વ લબસતો ફિહે કાઅન્ની અરીદોક બે હિલતી વલ મુરાદો બીહી માઝિયતોક
અને મેં લોકોથી છુપાવ્યા અને મેં છળ કપટ થી એવો જામો પહેરાવ્યો જાણે કે મારા ઇરાદો ફક્ત તારા માટેજ છે જ્યારે કે તેનાથી મારી મુરાદ તારી નાફરમાની હતી.
وَالْهَوٰي فِيْهِ مُتَصَرِّفٌ عَلٰي غَيْرِ طَاعَتِكَ۔
વલ હવા ફિહે મુતસરરેફુન અલા ગ્યરી તાઅતેક
અને તેમાં મારી ખ્વાહિશ તારી ઇતાઅત સિવાયની હતી.
20.
اَللّٰهُمَّ اِنِّيْ اَسْتَغْفِرُكَ لِكُلِّ ذَنْبٍ كَتَبْتَهٗ عَلَيَّ بِسَبَبِ عُجْبٍ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્તગફેરોક લે કુલ્લે ઝન્બી કતબતહુ અલય્યા બે શબાબે ઉજબિન
અય મારા અલ્લાહ! બેશક હું તારી પાસે તે તમામ ગુનાહની માફી માંગુ છું કે જેને તેં ઉજબના કારણે મારી વિરૂધ્ધ લખ્યા હતા.
كَانَ بِنَفْسِيْ اَوْ رِيَاءٍ اَوْ سُمْعَةٍ
કાન બે નફસી અવ રીયાઈન અવ શુમઆતીન
જે મારા નફ્સના લીધે હતા અથવા રિયાકારી ના લીધે હતા અથવા ખ્યાતિના હિસાબે હતા
اَوْ خُيَلَاءَ اَوْ فَرَحٍ
અવ ખુયલાઅ અવ ફરહ
અથવા દંભના લીધે હતા, અથવા હરખના કારણે હતા
اَوْ اَشَرٍ اَوْ بَطَرٍ
અવ અશરીન અવ બતરી
અથવા ઉધ્ધતાઇ લીધે હતા અથવા અહંકારના કારણે હતા
اَوْ حِقْدٍ اَوْ حَمِيَّةٍ
અવ હિકદિન અવ હમીય્યતન
અથવા ધિક્કારના લીધે હતા અથવા હિમાયતના લીધે હતા
اَوْ غَضَبٍ اَوْ رِضًي
અવ ગઝબિન અવ રિઝા
અથવા ગુસ્સાના લીઘે હતા અથવા ખુશીના લીધે હતા
اَوْ شُحٍّ اَوْ بُخْلٍ
અવ શૂહિન અવ બુખલે
અથવા લાલસાના લીધે હતા અથવા કંજૂસીના લીધે હતા
اَوْ ظُلْمٍ، اَوْ خِيَانَةٍ اَوْ سِرْقَةٍ
અવ ઝુલ્મીન અવ ખિયાનતીન અવ શીરકતીન
અથવા ઝુલ્મના લીધે હતા અથવા ખયાનતના કારણે હતા અથવા ચોરીના લીધે હતા
اَوْ نَوْعٍ مِنْ اَنْوَاعِ مَا يُكْتَسَبُ بِمِثْلِهِ الذُّنُوْبُ
અવ નવઈન મન અનવાઈ મા યુકતશબુ બે મિશલેહી ઝુનુબ
અથવા વિવિધ પ્રકારમાંથી કોઇ એક પ્રકારનો હતો જેના થકી તેના જેવો ગુનોહ આચરવામાં આવે છે.
وَيَكُوْنُ بِاجْتِرَاحِهِ الْعَطْبُ
વ યકૂનુ બીજ તેરા હીહિલ અતબુ
અને તે ગુનોહ કરવાથી સત્યનાશ થઇ જાય છે.
21.
اَللّٰهُمَّ اِنِّيْ اَسْتَغْفِرُكَ لِكُلِّ ذَنْبٍ سَبَقَ فِي عِلْمِكَ اَنِّيْ فَاعِلُهٗ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્તગફેરોક લે કુલ્લે ઝન્બી સબક ફી ઇલમેક અન્ની ફઈલહુ
અય અલ્લાહ! ખરેખર હું તારી પાસે તે તમામ ગુનાહોની માફી તલબ કરું છું કે જેને તું પહેલાથીજ જાણતો હતો કે હું જરૂર તેને અંજામ આપનારો છું.
فَدَخَلْتُ فِيْهِ بِشَهْوَتِي
ફદખલતો ફિહે બે શહવતી
પછી મેં મારી ખ્વાહીશના કારણે તેને અંજામ આપ્યા.
وَاجْتَرَحْتُهٗ بِاِرِادَتِي
વજ તરહતહુ બે ઈરીદતી
અને મેં મારા ઇરાદાથી એ ગુનાહ કર્યા.
وَقَارَفْتُهٗ بِمَحَبَّتِيْ وَلَذَّتِيْ وَمَشِيَّتِيْ
વ કારફતહુ બેમહબ્બતી વ લઝ્ઝતી વ મશીયતી
અને હું મારી ચાહત, મારી લઝ્ઝત અને મારી ઇચ્છાથી તેમા સંડોવાયો
وَشِئْتُهٗ اِذْ شِئْتَ اَنْ اَشَائَهٗ
વ શીઅતહુ ઈઝ શીઅત અન અશઅહુ
અને હું ત્યારે તેની ઇચ્છા કરી શક્યો જ્યારે તેં છૂટ આપી કે હું તેવી ઇચ્છા કરી શકું.
وَاَرَدْتُهٗ اِذْ اَرَدْتَ اَنْ اُرِيْدَهٗ
વ અરદતહુ ઈઝ અરદત અન ઓરીદહુ
અને હું ત્યારે તેનો ઇરાદો કરી શક્યો કે જ્યારે તે ઇરાદો કર્યો કે હું ઇરાદો કરી શકું.
فَعَمِلْتُهٗ اِذْ كَانَ فِيْ قَدِيْمِ تَقْدِيْرِكَ وَنَافِظِ عِلْمِكَ اَنِّيْ فَاعِلُهٗ
ફ અમિલતોહુ ઈઝ કના ફી કદીમે તકદીરેક વ નફીઝી ઇલમેક અન્ની ફઈલોહુ
પછી મેં તેને અંજામ આપ્યું જ્યારે કે એ તારી અગાવની તકદીરમાં હતું અને તારા ઇલ્મમાં હતું કે બેશક હું તેને અંજામ આપીશ.
لَمْ تُدْخِلْنِيْ فِيْهِ جَبْرًا
લમ તુદ ખીલની ફિહે જબરાન
તેં મને તેમાં જબરદસ્તીથી સંડોવ્યો ન હતો.
وَلَمْ تَحْمِلْنِيْ عَلَيْهِ قَهْرًا
વ લમ તહમિલની અલયહે કહરન
અને તેં તેને મારા ઉપર બળજબરીથી થોપ્યા ન હતા.
وَلَمْ تَظْلِمْنِيْ فِيْهِ شَيْئًا
વ લમ તગલીમની ફિહે શયઅન
અને તેમાં તેં મારા ઉપર ઝર્રા પણ ઝુલ્મ કર્યો ન હતો.
فَاسْتَغْفِرُكَ لَهٗ وَلِكُلِّ ذَنْبٍ جَرٰي بِهٖ عِلْمُكَ عَلَيَّ وَفِيَّ اِلٰي آخِرِ عُمْرِيْ
ફસ્તગફેરોક લહુ વ લે કુલ્લે ઝન્બીજરા બીહી ઇલમોક અલય્ય વ ફીય્ય ઈલ્લા અજીરી ઉમરી
તેથી હું તારી પાસે તેની અને તે દરેક ગુનાહ માટે માફી તલબ કરૂં છું જે મારી ઉમરના અંત સુધી તારૂં ઇલ્મ મારી વિરૂધ્ધ મારા વિષે લઇ આવેલ છે .
22.
اَللّٰهُمَّ اِنِّيْ اَسْتَغْفِرُكَ لِكُلِّ ذَنْبٍ مَالَ بِسَخَطِيْ فِيْهِ عَنْ رِضَاكَ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્તગફેરોક લે કુલ્લે ઝન્બી મલા બે શખતી ફિહે અન રિઝાક
અય મારા અલ્લાહ! બેશક હું તારી પાસે તે દરેક ગુનાહની માફી તલબ કરૂં છું કે જેમાં મેં તારી ખુશ્રુદી ઉપર મારા અણગમાને તરજીહ આપી.
وَمَالَتْ نَفْسِيْ اِلٰي رِضَاكَ فَسَخِطْتُهٗ
વ માલત નફસી ઇલા રિઝકા ફસાખીતોહુ
જ્યારે કે મારો નફ્સ તારી ખુશ્રુદી તરફ ઢળેલો હતો પરંતુ હું તેનાથી ફરી ગયો.
اَوْ رَهِبْتُ فِيْهِ سِوَاكَ
અવ રહીબતો ફિહે સિવાક
અથવા હું તેમાં તારી સિવાયનાથી ડરતો હતો.
اَوْ عَادَيْتُ فِيْهِ اَوْلِيَائَكَ
અવ અદયતો ફિહે અવલીયાઅક
અથવા મેં તેમાં તારા દોસ્તોની દુશ્મની કરી.
اَوْ وَالَيْتُ فِيْهِ اَعْدَائَكَ
અવ વલયતો ફિહે અઅદાઅક
અથવા મેં તેમાં તારા દુશ્મનોની સાથે દોસ્તી કરી.
اَوِ اخْتَرْتُهُمْ عَلٰي اَصْفِيَائِكَ
અવિખ તરતૂહુમ અલા અસફિયાએક
અથવા તારા ચુંટાએલા બંદાઓ ઉપર તેઓને પસંદ કર્યા.
اَوْ خَذَلْتُ فِيْهِ اَحِبَّائَكَ
અવ ખઝલતો ફિહે અહીબ્બાઅક
અથવા તો મેં તેમાં તારા ચાહનારાઓને છેતર્યા.
اَوْ قَصَّرْتُ فِيْهِ عَنْ رِضَاكَ
અવ કસસરતો ફિહે અન રિઝાક
અથવા તો હું તેમાં તારી ખુશુદી મળવવામાં ટુંકો પડ્યો.
يَا خَيْرَ الْغَافِرِيْنَ۔
યા ખયરલ ગાફેરિન
અય માફ કરનારાઓમાં સૌથી વધારે માફ કરનાર.
23.
اَللّٰهُمَّ اِنِّيْ اَسْتَغْفِرُكَ لِكُلِّ ذَنْبٍ تُبْتُ اِلَيْكَ مِنْهُ ثُمَّ عُدْتُ فِيْهِ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્તગફેરોક લે કુલ્લે ઝન્બી તુબતુ ઈલય્ક મીનહૂ સુમમા ઉદતુ ફિહે
અય મારા અલ્લાહ! બેશક હું તારી પાસે તે દરેક ગુનાહની માફી તલબ કરૂં છું કે જેની મેં તારી પાસે તૌબા કરી હતી વળી પાછો હું તેની તરફ પાછો ફર્યો.
24.
وَاَسْتَغْفِرُكَ لِمَا اَعْطَيْتُكَ مِنْ نَفْسِيْ
વ અસ્તગફેરોક લેમા આતયતોક મીન નફસી
અને હું તારી પાસે એ વાયદાની માફી તલબ કરૂં છું જેને મેં ! હું તારી બારગાહમાં કર્યો હતો,
ثُمَّ لَمْ اَفِ بِهٖ۔
સુમ્મ લમ અફી બીહી
પછી મેં તેને પૂરો કર્યો ન હતો.
25.
وَاَسْتَغْفِرُكَ لِلنَّعْمَةِ الَّتِيْ اَنْعَمْتَ بِهَا عَلَيَّ
વ અસ્તગફેરોક લીલ નેઅમતીલ લતી અનઅમત બીહા અલય્ય
અય મારા અલ્લાહ! હું તારી પાસે તે નેઅમતના બદલામાં માફી તલબ કરૂં છું કે જેનાથી તેં મને નવાજ્યો હતો
فَقَوَيْتُ بِهَا عَلٰي مَعْصِيَتِكَ۔
ફકવયતો બીહા આલા મસિયતેક
પછી તેના વડે હું તારી નાફરમાની કરવા સક્ષમ બન્યો.
26.
وَاَسْتَغْفِرُكَ لِكُلِّ خَيْرٍ اَرَدْتُ بِهٖ وَجْهَكَ
વ અસ્તગફેરોક લે કુલ્લે ખય્રિન અરદતુ બીહી વજહક
અય મારા અલ્લાહ! બેશક હું તારી પાસે તે દરેક નેકી ના માટે તારી માફી તલબ કરૂં છું કે જેમાં મેં ફકત તારોજ ઇરાદો કર્યો હતો
فَخَالَطَنِيْ مَا لَيْسَ لَكَ۔
ફખાલતની મા લય્સ લક
પછી મેં તેમાં તેને ભેળવી દીધું કે જે તારા માટે ન હતું.
27.
وَاَسْتَغْفِرُكَ لِمَا دَعَانِيْ اِلَيْهِ الرُّخَصَ فِيْمَا اشْتَبَهٗ عَلَيَّ مِمَّا هُوَ عِنْدَكَ حَرَامٌ
વ અસ્તગફેરોક લેમા દાઅની ઇલયહે અરરૂખસા ફીમશતબહુ અલય્ય મિમ્મા હોવા ઈન્દકા હરામુ
અને હું તારા પાસે એની માફી માંગુ છું કે જે કાંઇ મારી સમક્ષ શંકાસ્પદ હતું તેને મેં મારી જાતે જાએઝ ગણ્યું જ્યારે કે એ તારી નઝદીક હરામ હતું.
28.
وَاَسْتَغْفِرُكَ لِلذُّنُوْبِ الَّتِيْ لَا يَعْلَمُهَا غَيْرُكَ
વ અસ્તગફેરોક લીઝઝુનુબીલ લતી લા યાઅલમુહા ગ્યરોક
અને હું તારી પાસે તે દરેક ગુનાહની માફી તલબ કરૂં છું જેને તારા સિવાય બીજુ કોઇ જાણતું નથી.
وَلَا يَطَّلِعُ عَلَيْهَا سِوَاكَ
વ લા યત્તલેઉ અલયહા સિવાક
અને તારા સિવાય બીજા કોઇને તેની માહિતી નથી.
وَلَا يَحْتَمِلُهَا اِلَّا حِلْمُكَ
વલા યહતમેલુહા ઈલ્લા હિલમૂક
અને તેને તારા હિલ્મ સિવાય કોઇ સહન કરી શકતું નથી.
وَلَا يَسَعُهَا اِلَّا عَفْوُكَ۔
વ લા યશઓહા ઈલ્લા અફવોક
અને તેને તારી માફી સિવાય કોઇ સમાવી શકતું નથી.
29.
وَاَسْتَغْفِرُكَ وَاَتُوْبُ اِلَيْكَ مِنْ مَظَالِمِ كَثِيْرَةٍ لِعِبَادِكَ قِبَلِيْ
વ અસ્તગફેરોક વ અતુબો ઈલય્ક મન મઝાલેમે કસીરતીન લે ઈબાદેક કબલી
અને મારા તરફથી તારા બંદાઓ ઉપરના ઘણા બધા ગુનાહોના કારણે હું તારી માફી માંગુ છું અને તૌબા કરૂં છું.
يَا رَبِّ فَلَمْ اَسْتَطِعْ رَدَّهَا عَلَيْهِمْ وَتَحْلِيْلَهَا مِنْهُمْ
યા રબ્બી ફલમ અસતતી રદદહા અલયહિમ વ તહલીલહા મીનહૂમ
અય મારા રબ! પછી ન તો હું તેઓની સામે માફી માંગી શકું તેમ હતો અને ન તેનો છુટકારો માંગી શકું તેમ હતો.
اَوْ شَهِدُوْا فَاسْتَحْيَيْتُ مِنِ اسْتِحْلَالِهِمْ وَالطَّلَبِ اِلَيْهِمْ وَاِعْلاَمِهِمْ ذٰلِكَ
અવ શહીદો ફસતહય્યતો મિનિસ તિહઆલીહીમ વત્તલબી ઇલયહિમ વ ઇલાહિમ ઝાલેક
અથવા તો તેઓ સામે આવતા તો હું તેઓની પાસે અને તેઓમાંના પ્રતિષ્ઠિતોની સામે છુટકારો તલબ કરવામાં શરમાણો.
وَاَنْتَ الْقَادِرُ عَلٰي اَنْ تَسْتَوْهِبَنِيْ مِنْهُمْ وَتُرْضِيَهُمْ عَنِّيْ كَيْفَ شِئْتَ وَبِمَا شِئْتَ
વ અન્તલ કદિરો અલા અન તશતવ હિબની મીનહુમ વ તુરઝિયાહુમ અન્ની કયફ શીઅત વ બેમા શીઅતા
જ્યારે કે તું એ કુદરત ધરાવનારો છો કે, તું જેવી રીતે પણ ચાહ અને જે કંઇ ચાહ, તું મને તેઓની પાસેથી બક્ષીશ અપાવી શકો છો અને તું તેઓને મારાથી રાજી કરી શકો છો.
يَا اَرْحَمَ الرَّاحِمِيْنَ
યા અરહમર રાહેમીન
અય રહેમ કરનારાઓમાં સૌથી વધારે રહેમ કરનાર.
وَاَحْكَمَ الْحَاكِمِيْنَ
વ અહકમલ હાકેમીન
અને ફેસલો કરનારાઓમાં સૌથી શ્રેષ્ઠ ફેસલો કરનાર.
وَخَيْرَ الْغَافِرِيْنَ
વ ખયરલ ગાફેરીન
અને માફ કરનારાઓમાં સૌથી બધારે માફ કરનાર.
30.
اَللّٰهُمَّ اِنِّيْ اِسْتَغْفَارِيْ اِيَّاكَ مَعَ الْاِصْرَارِ لُؤْمٌ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્તગફારી ઈય્યાક મઅલ ઈસરારે લુમૂન
અય મારા અલ્લાહ! બેશક મારૂં તારી પાસે માફી માંગવું મારી અધમતાની સાથે છે.
وَتَرْكِيَ الْاِسْتِغْفَارَ مَعَ مَعْرِفَتِيْ بِسِعَةِ جُوْدِكَ وَرَحْمَتِكَ عَجْزٌ
વ તરકીયલ ઈસતીગફાર મઆ મઅરી ફતી બે સિઆતે જુદેક વ રેહમતેક અજ્ર
અને તારા અતા કરવાની ઉદારતા અને તારી રહેમત અંગે મારી મઅરેફતની સાથે મારૂં માફીને તર્ક કરવું નબળાઇ છે.
فَكَمْ تَتَحَبَّبُ اِلَيَّ يَا رَبِّ وَاَنْتَ الْغَنِيُّ عَنِّيْ
ફકમ ત્તહબ્બબો ઈલય્ય યા રબ્બી વ અન્તલ ગનીય્યો ગની
અય મારા રબ! તેં કેટલી વાર મને લાડ લડાવ્યા જ્યારે કે તું મારાથી બેનિયાઝ છો.
وَكَمْ اَتَبَغَّضُ اِلَيْكَ وَاَنَا الْفَقِيْرُ اِلَيْكَ وَاِلٰي رَحْمَتَكَ
વ કમ અતબગ્ગાઝુ ઈલય્કા વ અનલ ફકીરો ઈલય્ક વ ઈલા રેહમતેક
અને મે કેટલી વાર તારી સામે અણગમો પ્રગટ કર્યો જ્યારે કે હું તારો અને તારી રહમતનો મોહતાજ છું.
فَيَا مَنْ وَعَدَ فَوَفَا
ફયા મન વઅદ ફવફા
પછી અય તે કે જે વાયદો કરે છે તો પછી પૂરો કરે છે.
وَاَوْعَدَ فَعَفَا
વ અવ અદ ફઅફા
અને ધમકી આપે છે અને પછી બક્ષી દે છે.
اِغْفِرْلِيْ خَطَاياَيَ وَاعْفُ وَارْحَمْ
ઈગફીર લી ખતાયાય વઅફુ વરહમ
તું મારી ખતાઓને માફ કરી દે માફ કર અને રહેમ કર.
وَاَنْتَ خَيْرُ الرَّاحِمِيْنَ
વ અન્ત ખયરૂર રહેમીન
અને તું રહેમ કરનારાઓમાં સૌથી શ્રેષ્ઠ રહેમ કરનાર છો.