(૪૪) સામૂહિક આફતો અને બલાઓના સમયમાં જે ગઝબે ઈલાહી આવારા કોમો ઉપર નાઝીલ થાય છે.

 

 

 

(૪૪) સામૂહિક આફતો અને બલાઓના સમયમાં જે ગઝબે ઈલાહી આવારા કોમો ઉપર નાઝીલ થાય છે. તેવા સમયમાં આ દુઆ પોતાની હિફાઝત માટે પઢતા રહો.
(સુરા નં ૨૩ મોઅમેનુન આયત નં ૯૪)

رَبِّ فَلَا تَجۡعَلۡنِي فِي ٱلۡقَوۡمِ ٱلظَّـٰلِمِينَ

રબ્બે ફલા તજઅલની ફીલ કવમીઝ ઝાલેમીન

અય મારા પરવરદિગાર! તું મને (આ અઝાબમાં) ઝાલિમ લોકો સાથે ન રાખજે.

(સુરા નં ૨૩ મોઅમેનુન આયત નં ૯૪)

 

 

 

મોહંમદ (અલ.)ને ફરમાવ્યું કે અય નબી ! તમારો અલ્લાહ મુશ્તીકોની આ બદમાશીઓથી ભરેલી વાતોથી ખૂબ વાકેફ છે સાથે હિદાયત ફરમાવી કે તેઓ (નબી સલ.) આ દુઆ માગે. શકય છે કે ખુદા આપની હાજરીમાં તેઓ ઉપર અઝાબ ઊતારી દે.
સામૂહિક આફતો વખતે આ દુઆ હંમેશાં પઢતા રહો.