(૮)અલ્લાહના દુશ્મનો અલ્લાહના નેક બંદાઓથી વિરૂદ્ધ થઈ જાય

 

 

 

(૮)અલ્લાહના દુશ્મનો અલ્લાહના નેક બંદાઓથી વિરૂદ્ધ થઈ જાય છે. તેમની કાવતરાબાજીઓથી બચવા આ દુઆ પઢો.
(સુરા નં ૨૩ મોઅમેનૂન આયત નં. ૨૬)

رَبِّ ٱنصُرۡنِي بِمَا كَذَّبُونِ

રબ્બીન સુરની બેમા કઝ઼બૂન

“અય મારા પરવરદિગાર! તેઓના જૂઠલાવવા સામે તું મારી મદદ કર”

(સુરા નં ૨૩ મોઅમેનૂન આયત નં. ૨૬)

 

 

 

જ્યારે હઝરત નૂહ (અલ.)ની હિદાયત લોકોએ સાંભળી નહિ અને તેમની મશ્કરી કરવા લાગ્યા. તેમને જુઠલાવ્યા ત્યારે તેમણે આ દુઆ માગી હતી. અલ્લાહના દુશ્મનો અલ્લાહના નેક બંદાઓની ખિલાફ થઈ જાય છે. તેઓની ચાલબાજીઓ, પેતરાબાજીઓ, કાંવતરાંઓથી બચવા આ દુઆ માગવી જોઈએ.