(૫૩) હઝરત યુનુસ(અલ.)ની દુઆ
(સુરા નં ૨૧ અંબિયા આયત નં. ૮૭)
لَّآ إِلَـٰهَ إِلَّآ أَنتَ سُبْحَـٰنَكَ إِنِّى كُنتُ مِنَ ٱلظَّـٰلِمِينَ
લાએલાહા ઇલ્લા અન્ત સુબ્હાનક ઇન્ની કુન્તો મિનઝ ઝાલેમીન
પરવરદિગારા! તારા સિવાય કોઇ માઅબૂદ નથી, તું પાક છો અને ખરેખર મે મારા નફસ પર ઝુલ્મ કર્યો.
તમામ મોઅમીનોને વિનંતી કરૂં છું કે આફત અને મુસીબતના સમયમાં આ દુઆનો વિર્દ કરતા રહે. કારણકે હઝરત યુનુસ(અલ.) એ આ દુઆ માછલીના પેટમાં અંધકારમાં પઢી હતી. અલ્લાહે તેમને મુસીબતથી છુટકારો આપ્યો. આલિમોનો મત આ પણ છે કે આ દુઆમાં “ઈસ્મે આઝમ” છે.