(૫૨)કોઈ મુસીબતથી છૂટકારો થઈ જાય ત્યારે અથવા આપણી ઇચ્છીત વસ્તુ આપણને પ્રાપ્ત થઈ જાય ત્યારે આ દુઆ માંગો
(સુરા નં ૧૨ યુસુફ આયત નં. ૧૦૧)
تَوَفَّنِى مُسْلِمًا وَأَلْحِقْنِى بِٱلصَّـٰلِحِينَ
તવફફની મુસ્લેમન વ અલહિકની બિસ્સાલેહીન
મને ફરમાબરદારીની હાલતમાં (મુસ્લીમ સ્થિતિમાં) દુનિયાથી ઉઠાવજે અને મને સાલેહીન બંદાઓ સાથે મેળવી દે
(સુરા નં ૧૨ યુસુફ આયત નં. ૧૦૧)
અલ્લાહતઆલાએ હઝરત યુસુફ (અલ.)ને તેમના ભાઈઓના શરથી (દુષ્ટતાથી, નીચતાથી, ફસાદથી) બચાવ્યા. કયદખાનામાંથી છુટકારો અપાવ્યો. વિખુટા પડી ગયેલા મા-બાપથી (હઝરત યાકુબ અલ. થી)
મુલાકાત કરાવી. બુદ્ધિચાતુર્ય અને સ્વપ્નોના રહસ્યો બતાવનારું ઈલ્મ આપ્યું. હુકુમત આપી. ત્યારે હઝરત યુસુફ (અલ.)એ આ દુઆ પઢી.
જે આપણે ઈચ્છીએ છીએ તે મેહનત અને કોશીશ કર્યા પછી મળી જાય, અથવા કોઈ મુસીબતમાં ફસાયેલા હોય અને તેમાથી છૂટકારો નસીબ થઈ જાય, તો ઉપરોક્ત દુઆ અવશ્ય પઢો. અલ્લાહ ખુબ ખુશ થાય છે.