(૫૦) બેટાની પેદાઇશ માટે આ દુઆ પઢો
(સુરા નં ૩૭ સાફફાત આયત નં. ૧૦૦)
رَبِّ هَبۡ لِي مِنَ ٱلصَّـٰلِحِينَ
રબ્બે હબ્લી મિનસ્સાલેહીન
અય મારા પરવરદિગાર મને નેક લોકોમાંથી (એક ફરઝંદની) અતા કર
(સુરા નં ૩૭ સાફફાત આયત નં. ૧૦૦)
બીબી સારા હઝરત ઇબ્રાહીમ (અલ.)ના પ્રથમ પત્નિ હતાં. જેમને અવલાદ ન હતી. તેમણે હઝરત ઇબ્રાહીમ(અલ.)ને બીબી હાજરા સાથે શાદી કરવાનો મઢેરો આપ્યો. ત્યારે હઝરત ઇબ્રાહીમ (અલ.)એ બીબી હાજરા સાથે શાદી કરી. પછી આ દુઆ માંગી. બીબી હાજરાએ હઝરત ઇસ્માઇલને જન્મ આપ્યો. પછી તો અલ્લાહતઆલાએ બીબી સારાને પણ ફરઝંદ આપ્યો. જેમનું નામ ઇસ્સાક (અલ.) હતું.