(૪૯) ઇમાનમાં સોદાબાજી ન કરો

 

 

 

(૪૯) ઇમાનમાં સોદાબાજી ન કરો
(સુરા નં ૬૦ મુમતહેના આયત નં. ૪)

رَّبَّنَا عَلَيْكَ تَوَكَّلْنَا وَإِلَيْكَ أَنَبْنَا وَإِلَيْكَ ٱلْمَصِيرُ

રબ્બના અલયક તવક્કલના વ ઈલયક અનબના વ ઇલયકલ મસીરુ

અમારા પરવરદિગાર! અમે તારા પર જ આધાર રાખીએ છીએ અને તારી જ તરફ પાછા ફર્યા અને દરેકનો અંજામ તારી તરફ જ છે

(સુરા નં ૬૦ મુમતહેના આયત નં. ૪)

 

 

 

અલ્લાહતઆલા ફરમાવે છે કે ઇમાનમાં સોદાબાજી નહીં ચાલે ભલે પછી તે મામલો અવલાદનો હોય, પત્નીનો હોય અથવા મા-બાપનો, દષ્ટાંત હઝરત ઇબ્રાહીમ(અલ.)નું છે. જેમણે અલ્લાહના દીનની સાથે લાગી રહેવા માટે પોતાના કુટુંબ સાથે સંબંધ કાપી નાખ્યા હતા અને પોતાની એક પત્નિ, એક ભત્રીજા અને થોડાક ઇમાનદાર સાથીઓ સાથે બધાથી અલગ થઇને આ દુઆ માંગી.