(૪૮) નમાઝની કુનૂતમાં પઢવાની દુઆ
(સુરા નં ૨ બકરહ આયત ૨૦૧)
رَبَّنَآ ءَاتِنَا فِى ٱلدُّنْيَا حَسَنَةً وَفِى ٱلْـَٔاخِرَةِ حَسَنَةً وَقِنَا عَذَابَ ٱلنَّارِ
રબ્બના આતેના ફિદુન્યા હસનતંવ વ ફીલ આખેરતે હસનતંવ વકેના અઝાબન્નાર
અય અમારા પરવરદિગાર! દુનિયામાં અમને નેકી અતા કર તથા આખેરતમાં પણ અમને નેકી અતા કર અને અમને જહન્નમની આગના અઝાબથી બચાવ.
(સુરા નં ૨ બકરહ આયત ૨૦૧)
જિંદગી દુનિયાની હોય કે આખેરતની ભલાઈ અને ખુશહાલી બંને જગ્યાએ માગવી જોઈએ. ભલે એક સાચો મુસલમાન દુનિયાની જિદંગી કરતાં આખેરતની જિંદગીને વધુ મહત્ત્વ આપે છે. પરંતુ આપણે આ દુનિયામાં પણ રહેવાનું છે. અલ્લાહના કાયદા-કાનૂન મુજબ જીવન ગુજારવાનું છે. જે કાનૂનો આપણી જ ભલાઈ માટે બનાવવામાં આવ્યા છે. તેથી બંને જહાંનની ભલાઈ માટે હંમેશા દુઆ કરતા રહેવું જોઈએ.
નમાઝની દરેક કુનુતમાં તથા કાબતુલ્લાહુનો તવાફ કરતાં કરતાં પણ આ દુઆ પઢવી જોઈએ.