(૪૩) નીચેના હેતુઓ માટે આ દુઆ ખાસ પઢો.

 

 

 

(૪૩) નીચેના હેતુઓ માટે આ દુઆ ખાસ પઢો.
(૧) કોઈ કાર્યની સફળતા માટે, પછી તે કામ બુધ્ધિને લગતું હોય કે શારિરીક, માદી હોય કે રૂહાની,
(૨) કોઈ વસ્તુથી, કે કોઈ ઘટના બનવાથી અથવા કોઈ વ્યક્તિથી નુકશાન પહોંચવાનો ડર હોય,
(૩) કોઈ ખતરનાક મુહિમ ઉપર જવાનું હોય ત્યારે (મુહિમ = યુદ્ધ, જંગ, અથવા એવી પરિસ્થિતિ હોય, કોઈ જટિલ સમસ્યા જેનો ઉકેલ ન થતો હોય, કોઈ સખ઼ મસઅલો (કાર્ય) જે ઉકેલવાનું હોય)

رَّبِّ أَدْخِلْنِى مُدْخَلَ صِدْقٍ وَأَخْرِجْنِى مُخْرَجَ صِدْقٍ وَٱجْعَل لِّى مِن لَّدُنكَ سُلْطَـٰنًا نَّصِيرًا

રબ્બે અદખિલની મુદખલન્ સિદકીંવ વ અખરિજની મુખરજઝ સિદકીવ વજઅલ્લી મિલ્લદુક સુલતાનન નસીરા.

અય મારા પરવરદિગાર મને (દરેક કામમાં) સચ્ચાઇની સાથે દાખલ કર, અને સચ્ચાઇની સાથે બહાર કાઢ, અને મને તારા પાસેથી મદદ કરનારી તાકત આપ

(સુરા નં ૧૭ બની ઈસરાઈલ આયત નં. ૮૦)

 

 

 

અહીં સુલતાનન નસીરા શબ્દ પ્રયોગ થયો છે. એવો સુલતાન (મદદગાર) જે નસીરા હોય, મદદ કરવામાં પાછો ના પડે, એવો શક્તિશાળી હોય લગાતાર મદદ કરે.
આ દુઆ મારા અનુભવની છે. જ્યારે જ્યારે મને જે જે પ્રકારની મુશ્કેલીઓ પેશ આવી છે. મેં નમાઝે શબના કુતૂતમાં વારંવાર આ દુઆ પઢી છે. આ અનુભવસિદ્ધ વાત છે. શરત છે કે આ દુઆ સાથે અલ્લાહના અહકામાતની પાબંદી પણ હોય. તમારા પોતાના જીવનમાં, તમારા પોતાના પરિવારમાં, જેના ઉપર તમારું પ્રભુત્ત્વ છે. મતલબ રોકી શકો છો ત્યાં ત્યાં બધે જ તમો પ્રમાણિક અને આદિલ તરીકે વર્તતા હોય. પછી આ દુઆની અસર જુઓ. મેં અમૂક મિત્રોની મુસીબત ઉપર ખાસ તેમને પણ આ દુઆ બતાવી છે. તેમની મુશ્કેલીઓ પણ દૂર થઈ ગઈ છે.