(૪૦) અલ્લાહ પોતાના ફ૨માબરદારોને તે બધું જ આપે છે. જે તેઓ માંગે છે.
(સુરા નં ૭ અઅરાફ આયત નં. ૧૫૬)
وَٱكْتُبْ لَنَا فِى هَـٰذِهِ ٱلدُّنْيَا حَسَنَةً وَفِى ٱلْـَٔاخِرَةِ إِنَّا هُدْنَآ إِلَيْكَ
વકતુબલના ફી હાઝેહીદુન્યા હસનતવ વફિલ આખેરતે ઈન્ના હુદના ઈલયક
અને આ દુનિયામાં અને આખેરતમાં અમારા માટે ભલાઇ લખી દે; ખરે જ અમે તારી તરફ રજૂ થઇએ છીએ
(સુરા નં ૭ અઅરાફ આયત નં. ૧૫૬)
આ દુઆ આગળની દુઆની સાથે જ છે. જે હઝરત મુસા (અલ.)એ પોતાના ઈમાન માટે માગી હતી. એટલા માટે કે અલ્લાહતઆલા તેમને અને તેમના માનનારાઓને દુનિયા અને આખેરતની ભલાઈ અતા કરે.
અલ્લાહ પોતાના નેક બંદાઓ સાથે મા-બાપથી પણ વધુ પ્રેમ કરે છે. જે વસ્તુ પોતાના બંદાઓને રાસ ન હોય-તેના માટે બેહતર ન હોય તે માંગવા છતાં નથી આપતો.
બચ્ચું ખાવા-પીવાની વસ્તુઓની જીદ કરતું હોય, પરંતુ મા-બાપ જાણતા હોય છે કે આ વસ્તુ પોતાના બાળક માટે નુકશાનકારક છે. જેથી તેઓ તે વસ્તુ નથી આપતાં.