(૬૬) બે-દીન દુનિયા પરસ્ત લોકોની વચ્ચે અગર જિદંગી ગુજારવી પડે, ત્યારે આપણા ઈમાનો-યકીનને સલામત રાખવા માટે

 

 

 

(૬૬) બે-દીન દુનિયા પરસ્ત લોકોની વચ્ચે અગર જિદંગી ગુજારવી પડે, ત્યારે આપણા ઈમાનો-યકીનને સલામત રાખવા માટે આ દુઆ માગ્યા કરો
(સુરા નં ૨૬ શોખરા આયત નં. ૧૧૮)

فَٱفْتَحْ بَيْنِى وَبَيْنَهُمْ فَتْحًا وَنَجِّنِى وَمَن مَّعِىَ مِنَ ٱلْمُؤْمِنِينَ

ફફતહ બયની વ બયનહુમ ફતહન વ નજજીની વમમ્મએયએ મિનલમોમેનીન.

હવે તું મારી અને તેમની વચ્ચે ફેંસલો કર (અમને જુદા પાડ) અને તું મને અને જે મોમીનો મારી સાથે છે તેમને (તેઓના શરથી) બચાવ

(સુરા નં ૨૬ શોખરા આયત નં. ૧૧૮)
નમાઝે શબની કુનુતમાં આ દુઆ પઢ્યા કરો.

 

 

 

જ્યારે હઝરત નૂહ (અલ.) એ જોયું કે લોકોએ અલ્લાહતઆલા તરફથી મો ફેરવી લીધું છે અને તેમના ઈમાનની તરફ આવવાની ઉમ્મીદ બાકી ન રહી. ત્યારે તેમણે અલ્લાહતઆલા પાસે દુઆ માગી કે તેઓ અને તેમના ગણતરીના થોડાક સાથીઓ અલ્લાહના અઝાબથી બચી જાય.
બેદીન, દુનિયાપરસ્ત, જાહીલ, લોકો વચ્ચે જીવન જીવવાની પરિસ્થિતિ પેદા થાય, મજબૂર થઈને આવા જ માહોલમાં જીવન વિતાવવું પડે ત્યારે આપણા ઈમાનો યકીનની સલામતી માટે અને અલ્લાહના કહરથી (ગુસ્સાથી) બચવા માટે ઉપરોક્ત દુઆ માગવી જોઈએ.