(૬૧) નીચેના મોકાઓ ઉપર આ દુઆ પઢો

 

 

 

(૬૧) નીચેના મોકાઓ ઉપર આ દુઆ પઢો
(૧) કોઈ કામમા કામ્યાબી નસીબ થાય ત્યારે
(૨) ખુશી અને રાહતના મોકા ઉપર
(૩) અલ્લાહ તરફથી રહમત અને બરકત હાસિલ થાય ત્યારે.
આવા પ્રકારના કોઈપણ મોકા ઉપર તકમ્બુર, ઘમંડગરૂર, અને શૈખી પેદા ન થાય તે માટે આ દુઆ માંગો
(સુરા નં ૨૭ નમ્લ આયત નં. ૧૯)

رَبِّ أَوْزِعْنِىٓ أَنْ أَشْكُرَ نِعْمَتَكَ ٱلَّتِىٓ أَنْعَمْتَ عَلَىَّ وَعَلَىٰ وَٰلِدَىَّ وَأَنْ أَعْمَلَ صَـٰلِحًا تَرْضَىٰهُ وَأَدْخِلْنِى بِرَحْمَتِكَ فِى عِبَادِكَ ٱلصَّـٰلِحِينَ

રબ્બે અવઝીઅની અનઅશકોરએ નેઅમતકલ લતી અનઅમ્ત અલય્ય વ અલા વાલેદય્ય વઅન અમલ સાલેહન તરઝાહો વ અદખિલ્લી બેરહમતેક ફી એબાદેકસ્સાલેહીન

અય મારા પરવરદિગાર! મને તૌફીક (તક) આપ કે જે નેઅમત તે મને અને મારા વાલેદૈનને આપેલ તેનો હું શુક્ર કરૂં તથા એવા નેક અમલ કરૂં કે જેનાથી તું રાજી થઇ જા અને તારી રહેમતથી મને તારા સાલેહ બંદાઓમાં દાખલ કર.

(સુરા નં ૨૭ નમ્લ આયત નં. ૧૯)

 

 

 

હઝરત સુલયમાન (અલ.) પોતાના લશ્કર સાથે જેમા સૈનિક (ઈન્સાન), જિન્નાત અને પક્ષીઓ પણ સામેલ હતા, યુદ્ધના મેદાન તરફ જઈ રહ્યા હતા.
જ્યારે આપ કીડીઓના કીડીયારાઓમાંથી પસાર થયા ત્યારે એક કીડીએ બીજી કીડીઓને કહ્યું કે આપણે આપણા દરોમાં ભરાય જઈએ. એવું ન બને કે સુલેમાન (અલ.) અને તેમનું લશ્કર ઉતાવળ ઉતાવળમાં (ભૂલભાલમાં) આપણને કચડી ન નાખે. કીડીની આ અવાજ હઝરત સુલેમાન (અલ.) એ સાંભળી લીધી તો ચોંકી ઊઠયા. વિચારવા લાગ્યા કે આ કીડીએ જે ગુમાન કર્યું તે સાચું છે. અલ્લાહનો શુક્ર અદા કર્યો. એક નામુનાસિબ કૃત્યથી પોતે બચી ગયા ત્યારે ઉપરોક્ત દુઆ માંગી.