(૩૨)દુશ્મનોના શરથી બચવા માટે ડર-ખોફના સમયમાં આ દુઆ વારંવાર માંગો
(સુરા ૫૪ કમર આયત નં. ૧૦)
أَنِّى مَغْلُوبٌ فَٱنتَصِرْ
અન્ની મગલુબુન ફન્તસીર
પરવરદિગારથી દુઆ કરી કે ખરેખર હું હારી ગયો છું માટે મારો બદલો લે!
(સુરા ૫૪ કમર આયત નં. ૧૦)
હઝરત નુહ (અલ.)ની કૌમ તેમની દુશ્મન બની ગઈ. વારંવાર હુમલા કરવા લાગી, આપને દીવાના કહ્યા. જુઠલાવ્યા, પકડીને ઝંઝોળ્યા. ત્યારે હઝરત નૂહ (અલ.) એ આંખોમાં આંસુ સાથે આ દુઆ માગી કે અલ્લાહ હું તો દબાઈ ગયો, મને તો આ લોકોએ દબાવી દીધો. તું જ મારી મદદે આવ.
જ્યારે તમો દુશ્મનોમાં ઘેરાઈ ગયા હોવ, હાલત બહુ જ ખરાબ હોય, બેબસ અને મજબુર થઈ ગયા હોવ, તો આ દુઆ માગો. ગમે ત્યારે પણ માંગો, રાત-દિવસ માંગો, ઊઠતા-બેસતાં માંગો. એક જુમેરાતથી શરૂ કરી બીજી જુમેરાત સુધી. એક હજાર વખત માંગો.
દરેક વાજીબ નમાઝ પછી ૧૦૦ વખત પઢો. ઈન્શાઅલ્લાહ આપ દુશ્મનોના શરથી અને ખરાબ હાલતથી છુટકારો પામશો.
આ દુઆ મારા પોતાના અનુભવની છે. નાચીઝ આ દુઆ હંમેશા માગતો રહ્યો છે. ખૌફઝદહ પરિસ્થિતિમાંથી અલ્લાહે મને નજાત આપી છે.