(૨૯) ખુશહાલી માટે આ દુઆ પઢો
(સુરા નં ૧ ફાતેહા, આયત નં. ૬-૭)
(ا) ٱهْدِنَا ٱلصِّرَٰطَ ٱلْمُسْتَقِيمَ : (۲) صِرَٰطَ ٱلَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ (۳) غَيْرِ ٱلْمَغْضُوبِ عَلَيْهِمْ وَلَا ٱلضَّآلِّينَُ
(૧) એહદીનસ્સ સેરાતલ મુસ્તકીમ, (૨) સેરાતલ્લઝીનએ અનઅમ્ત અલયહીમ, (૩) ગયરીલ મગઝૂબે અલયહીમ, (૪) વલઝઝાલ્લીન,
(૧) તુ અમને સીધા માગૅ* ઉપર કાયમ રાખ (૨) તેઓના માગૅ પર જેને તે નેઅમત આપી છે (૩) ન તેઓ પર (તારો) ગઝબ થયો છે (૪) અને ન તેઓ ગુમરાહ થયા છે
(સુરા નં ૧ ફાતેહા, આયત નં. ૬-૭)
ઉપરોક્ત દુઆ હંમેશા માગ્યા કરો. જેથી અલ્લાહ તમને નેઅમતો મેળવનાર હસ્તીઓના નકશે કદમ ઉપર ચાલતા રહેવાની તૌફીક અતા કરે. અને તે ભટકેલા બેઈમાન શયતાનોના રસ્તે ચાલવાથી બચાવે.
ખાસ નોંધ : આ વાત અનુભવ સિદ્ધ છે કે
(૧) બીમારીઓથી બચવા માટે અને તંદુરસ્તી મેળવવા માટે
(૨) તંગદસ્તી (ગરીબાઈ) દૂર કરવા માટે (૩) ખુશહાલી પ્રાપ્ત કરવા માટે
(૪) અવલાદ પ્રાપ્ત કરવા માટે આ દુઆ ખાસ પઢવામાં આવે.