(૨૮) કયામતના દિવસની ઝિલ્લતથી બચવા મોમીનો આ દુઆ પઢ્યા કરે

 

 

 

(૨૮) કયામતના દિવસની ઝિલ્લતથી બચવા મોમીનો આ દુઆ પઢ્યા કરે
(સુરા નં 3 આલે ઈમરાન આયત નં. ૧૯૪)

رَبَّنَا وَءَاتِنَا مَا وَعَدتَّنَا عَلَىٰ رُسُلِكَ وَلَا تُخْزِنَا يَوْمَ ٱلْقِيَـٰمَةِ ۗ إِنَّكَ لَا تُخْلِفُ ٱلْمِيعَادَ

રબ્બના વ આતેના મા વઅત્તના અલા રોસુલેક વલા તુખઝેના યવમલ કેયામહ, ઈબ્નક લાતુખલેફૂલ મીઆદ

અય અમારા પરવરદિગાર! જેનો તેં તારા રસૂલો મારફત અમને વાયદો કર્યો છે તે અમને અતા કર અને અમને કયામતના દિવસે ઝલીલ કરજે નહિ; બેશક તું વાયદા ખિલાફી કરતો નથી

(સુરા નં 3 આલે ઈમરાન આયત નં. ૧૯૪)

 

 

 

મોમીનોએ રસુલોએ લાવેલા સાચા દીનને તો અપનાવી લીધો છે. હવે તેઓ અલ્લાહથી ઈલતેજા કરે છે કે અલ્લાહ તેમને કયામતના દિવસની ઝિલ્લતથી બચાવે. જે કાફિરો અને મુનાફિકોનું મુકદ્દર બની ચૂકી હોય છે.
હદીસે પાકમાં છે કે કયામતના દિવસે મેદાને મેહશરમાં અલ્લાહ કેટલાક બંદાઓથી એટલો ખુશ હશે. તેમના અમૂક ખાસ અમલોના કારણે કે તેઓનો હિસાબ લેતી વખતે તેમના ઉપર પોતાની રહમતનો પડદો નાખી દેશે. જેથી તેમણે કરેલા ગુનાહોની જાણ કોઈને થાય નહિ. પછી તેઓને તેમણે કરેલા ગુનાહોની કબૂલાત કરાવી કહેશે કે જા બંદા, મેં તારા ફલાણા અમલના બદલામાં તારા આ ગુનાહ મુઆફ કરી દીધા. જયારે અન્ય બંદાઓનો હિસાબ તેના સગાંવહાલાં તથા પેહચાન કર્તાઓની સમક્ષ તેમની હાજરીમાં લેવામાં આવશે.