(૩૦) મા-બાપના માટે આ દુઆ હંમેશા માંગો

 

 

 

(૩૦) મા-બાપના માટે આ દુઆ હંમેશા માંગો (સુરા નં ૧૪ ઈબ્રાહીમ આયત નં. ૪૧)

رَبَّنَا ٱغْفِرْ لِى وَلِوَٰلِدَىَّ وَلِلْمُؤْمِنِينَ يَوْمَ يَقُومُ ٱلْحِسَابُ

૨બ્બનગ ફિલી વલેવાલેદચ્ય વલિલમોએમેનીન યવમ યકુમુલ હેસાબ

અય અમારા પરવરદિગાર! હિસાબ કાયમ થવાના દિવસે મને તથા મારા વાલેદૈનને તથા મોઅમીનોને માફ કરી દેજે.

(સુરા નં ૧૪ ઈબ્રાહીમ આયત નં. ૪૧)

 

 

 

આ દુઆ હઝરત ઈબ્રાહીમ (અલ.)એ માગી હતી. આપે પોતાની દુઆમાં પોતાના મા-બાપ અને ઈમાનદારોને પણ સામેલ કર્યા.
આપણા ઉપર વાજીબ છે કે આપણે આપણા વાલીદેન (મા-બાપ) સાથે મહબ્બત કરીએ. તેમનો એહતેરામ-ઈઝઝત કરીએ. જે લોકોના ઝરીયાથી અલ્લાહ આપણને આ દુનિયામાં લાવ્યો છે. તેમણે આપણી બધી જ જરૂરતો પૂરી કરી છે. મા-બાપે આપણા માટે બેહિસાબ તકલીફો ઊઠાવી છે. તમામ જાનવરો-પક્ષીઓ, દરીન્દ (ફાડી ખાનારા જાનવર) અહીં સુધી કે કીડી મકોડીઓમાં પણ માની મહબ્બત હોય છે. સાપ પણ પોતાના બચ્ચાંઓને ચાહે છે. જો ચકલીને બચ્ચાં હોય અને આસાનીથી ચણ ન મળે તો પોતાના જીવની પરવા કર્યા સિવાય તમારા દસ્તરખાન ઉપરથી પણ ચણ લઈ જાય છે. તમામ જાનવરોમાં મા-બાપની મહબ્બત હોવી સૃષ્ટિનું અસ્તિત્વ છે. તેથી તો આપણા પ્યારા નબી હઝરત મોહંમદ (સલ.)એ ફરમાવ્યું :
“માના પગ નીચે જન્નત છે.’’
આપણા મા-બાપે આપણા માટે જે કંઈ તકલીફો ઊઠાવી છે. તેનો હક અવલાદથી કદી પણ અદા થઈ શકતો નથી.
તેથી જ અલ્લાહતઆલા કુરઆને પાકમાં ફરમાવે છે કે “અપની ગરદને મા-બાપ કે સામને ઝૂકાએ રખો” જે આપણે નમાઝની કૂનુતમાં ઉપરોક્ત દુઆ હંમેશા કરતાં રહેવું જોઈએ.
જો આપણે મા-બાપની નાફરમાની ભૂલભાલમાં કમઅકલીમાં કે અજ્ઞાનતાના કારણે કરી હોય અને મા-બાપ હયાત હોય તો તેમની માફી માગી લેવી જોઈએ. તેમની ખિદમત કરવી જોઈએ. જેથી ગુનો માફ થઈ જશે. ઈન્શાઅલ્લાહ.
અગર મા-બાપ હયાત નથી અને અવલાદ ઈચ્છે કે મારી નાફરમાનીનો ગુનોહ માફ થાય તો તેમની વતી સદકો આપે, તેમની બખ્શીશ માટે નમાઝ પઢે, રોઝા, રાખે, કીતાબો છપાવી વકફ કરે, મીસ્કીનોને ખાવાનું ખવડાવે, અલ્લાહથી તોબા કરે અને મા-બાપની બખ્શીશ માટે હંમેશા દુઆ કરતા રહે તો જરૂર નાફરમાનીના ગુનાહ ધોવાઈ જશે. ઈન્શાઅલ્લાહ.
મા-બાપ હયાત હોય તો પણ તેમની બખ્શીશ માટે દુઆ કરી શકાય છે.