(૬) ઈમાનની મજબૂતી અને દુશ્મનોથી રક્ષણ મેળવવા માટે અલ્લાહતઆલાની મદદ હાસિલ કરવા આ દુઆ દરરોજ માંગો
(સુરા નં ૧૦ યુનુસ આયત નં. ૮૫ અને ૮૬)
رَبَّنَا لَا تَجْعَلْنَا فِتْنَةً لِّلْقَوْمِ ٱلظَّـٰلِمِينَ
રબ્બના લાતજઅલના ફિતનતલ લિલકવમીઝ ઝાલેમીન
અય અમારા પરવરદિગાર! અમને ઝાલિમ લોકો માટે આજમાઇશ(નું સાધન) ન બનાવ
(સુરા નં ૧૦ યુનુસ આયત નં. ૮૫)
وَنَجِّنَا بِرَحْمَتِكَ مِنَ ٱلْقَوْمِ ٱلْكَـٰفِرِينَ
વનજજેના બેરહમતેક મેનલ કવમીલ કાફેરીન
અને અમને નાસ્તિક કોમ(ના શર)થી તારી રહેમત વડે નજાત આપ
(સુરા નં ૧૦ યુનુસ આયત નં: ૮૬)
જ્યારે હઝરત મુસા (અલ.) એ જોયું કે તેમની કોમમાંથી થોડા માણસો સિવાય બીજાઓ એમની વાત સાંભળતા નથી. ફિરઓન અને તેના સરદારોના ડર અને ખોફથી આપના બતાવેલા રસ્તા ઉપર નથી ચાલતી. ત્યારે આ થોડાક સાલેહીન લોકોને આપે હિદાયત ફરમાવી કે તેઓ અલ્લાહતઆલા ઉપર ભરોસો રાખે. જો તેઓ સાચા દીલથી તેના ઉપર ઈમાન લાવેલા છે. ત્યારે તે સાલેહીન જમાત જેઓ ઘણા જ થોડા હતા. આ દુઆ પઢ્યા. ઈમાનની મજબૂતી અને દુશ્મનોથી બચાવને માટે અલ્લાહતઆલાની મદદ હાસિલ કરવા આ દુઆ દરરોજ જ માંગો.