(૬૯) મોહંમદ અને આલે મોહંમદ માટે દુઆ

 

 

 

(૬૯) મોહંમદ અને આલે મોહંમદ માટે દુઆ
(સુરા નં ૪૦ મોઅમીન આયત નં ૮ અને ૯)

رَبَّنَا وَأَدْخِلْهُمْ جَنَّـٰتِ عَدْنٍ ٱلَّتِى وَعَدتَّهُمْ وَمَن صَلَحَ مِنْ ءَابَآئِهِمْ وَأَزْوَٰجِهِمْ وَذُرِّيَّـٰتِهِمْ ۚ إِنَّكَ أَنتَ ٱلْعَزِيزُ ٱلْحَكِيمُ

રબ્બના વ અદખિલહુમ જન્નાતે અદને નિલ્લતી વઅત્તહુમ વ મનસલહ મિન આબાએહિમ વ અઝવાજેહિમ વ ઝુરીયાતેહિમ, ઇનક અન્તલ અઝીઝુલ હકીમ

પરવરદિગાર તેમને તથા તેમના બાપદાદાઓને અને તેમની ઔરતોને અને તેમની ઓલાદમાંથી જેઓ નેક બંદાઓ છે તેઓને હંમેશા બાકી રહેવાવાળી જન્નતોમાં દાખલ કર, જેનો તું એ વાયદો કર્યો છે, બેશક તું જબરદસ્ત અને હિકમતવાળો છો

(સુરા નં ૪૦ મોઅમીન આયત નં ૮)

وَقِهِمُ ٱلسَّيِّـَٔاتِ ۚ وَمَن تَقِ ٱلسَّيِّـَٔاتِ يَوْمَئِذٍ فَقَدْ رَحِمْتَهُۥ ۚ وَذَٰلِكَ هُوَ ٱلْفَوْزُ ٱلْعَظِيمُ.

વકેહેમુસ્સય્યઆતે, વ મન તકિસ્સય્યઆતે યવમએઝીન, ફકદ રહિમ્તહૂ વ ઝાલેક વ હોવલ ફવઝૂલ અઝીમ

અને તેમને બૂરાઇઓથી બચાવ; અને તે દિવસે જેમને બૂરાઇઓથી બચાવ્યા તેમના ઉપર રહેમ કર્યો, અને આ જ તે મોટી કામ્યાબી છે.

(સુરા નં ૪૦ મોઅમીન આયત નં ૯)

 

 

 

આ દુઆઓ સુરએ મોઅમીન આયત નં. ૭,૮,૯ લગાતાર છે. એક બીજા સાથે સંલગ્ન અને જોઇન્ટ છે. તફસીરે કુમ્મી માં છે કે
“અલ્લજીનઅ યહમેનુલ અર્શ’
અર્થ કે ઉઠાને વાલે થી મતલબ
મોહંમદ અને આલે મોહંમદ છે. કારણકે આ જ લોકો ઇલ્મે ઇલાહીને ઉઠાવનારા છે. બીજા કોઇ છે જ નહીં જેઓ ઇલ્મે ઇલાહીને ઉઠાવી શકે.
“વ મન હવલહુ” થી મતલબ મલાએકા છે. અને “લિલ્લઝીનએ આમનુ”
“એ લોકો જેઓ ઇમાન લાવ્યા છે.’’ થી મતલબ આલે મોહમદની તાબેદારી કરનારા છે. આલે મોહંમદથી સાચી મોહબ્બત રાખનારા છે.