(૬૮) અલ્લાહની રહમત અને બખ્શીશ માટે આ દુઆ પઢો

 

 

 

(૬૮) અલ્લાહની રહમત અને બખ્શીશ માટે આ દુઆ પઢો
(સૂરા નં ૪૦ મોઅમીન આયત નં.૭)

رَبَّنَا وَسِعْتَ كُلَّ شَىْءٍ رَّحْمَةً وَعِلْمًا فَٱغْفِرْ لِلَّذِينَ تَابُوا۟ وَٱتَّبَعُوا۟ سَبِيلَكَ وَقِهِمْ عَذَابَ ٱلْجَحِيمِ

રબ્બના વસિઅત કુલ્લ શયઇન રહમતન વ ઇલ્મન ફગફિર લિલ્લઝીન તાબુ વત્તબઉ સબીલક વકેહિમ અઝાબલ જહીમ

“અય પરવરદિગાર ! તારી રહેમત અને ઇલ્મે દરેક વસ્તુને ઘેરી લીધેલ છે; માટે જેઓ તૌબા કરી અને તારો રસ્તો અપનાવે છે તેમના ગુનાહ માફ કર, અને તેમને જહન્નમના અઝાબથી બચાવ”

(સૂરા નં ૪૦ મોઅમીન આયત નં.૭)

 

 

 

અલ્લાહ તઆલા કુર્આન મજીદમાં ફરમાવે છે કે અર્શને થામનારા અને બીજા અતિ બુઝુર્ગ ફરિશ્તાઓ રાત-દિવસ અલ્લાહની હમ્દોસના કરતા રહે છે. સાથે નેકી કરનારા બન્દાઓ માટે ઉપરોક્ત દુઆ પઢતા રહે છે.
આપણે ગુનેહગાર બંદા છીએ. જેથી આપણને અલ્લાહની રહમત તેની બખ્શીશની હંમેશા જરૂરત છે. માટે આપણે પણ ઉપરોક્ત દુઆ પઢતા રહેવું જોઇએ.