(૬૩) કોઈ ગલતી (ભૂલ) થઈ જાય, જાણેઅજાણે કોઈ ગુનોહ થઈ જાય ત્યારે આ દુઆ માંગો

 

 

 

(૬૩) કોઈ ગલતી (ભૂલ) થઈ જાય, જાણેઅજાણે કોઈ ગુનોહ થઈ જાય ત્યારે આ દુઆ માંગો
(સુરા નં ૨૮ કસસ આયત નં ૧૫ અને ૧૬)

رَبِّ إِنِّى ظَلَمْتُ نَفْسِى فَٱغْفِرْ لِى

રબ્બે ઈન્ની ઝલમ્તો નફસી ફગફીરલી

અય મારા પરવરદિગાર ! મેં (મુસીબત ઊભી કરીને) મારા ઉપર ઝુલ્મ કર્યો, માટે તું મને માફ કર,

(સુરા નં ૨૮ કસસ આયત નં. ૧૬)

 

 

 

એક રાતના હઝરત મુસા (અલ.) ફિરઓનના શહેરમાં દાખલ થયા. જોયું કે બે માણસો અંદરઅંદર ઝઘડી રહ્યા છે. તેમાના એક એમનો માણસ હતો. કુર્આનના શબ્દો

هَـٰذَا مِن شِيعَتِهِۦ وَهَـٰذَا مِنْ عَدُوِّهِ

“હાઝા મિનશીઅતેહી વ હાઝા મિન અદુવ્વહી’’

“તેમાનો એક એમનો શીયા હતો અને બીજો એમનો દુશ્મન હતો.’

(સુરા નં ૨૮ કસસ આયત નં. ૧૫)

 

 

 

હઝરત મુસા (અલ.)ના શીયાએ એમની મદદ માંગી. હઝરત મુસા તેની મદદ કરવા આગળ વધ્યા અને દુશ્મનના માણસને મુક્કો માર્યો પેલો ત્યાં જ મૃત્યુ પામ્યો.
હઝરત મુસાએ ફરમાવ્યું કે આ શયતાનનું કારસ્તાન છે. જે ઈન્સાનને બેહકાવવાનું કોઈ બહાનું છોડતો નથી. આપે અલ્લાહતઆલા પાસે આ દુઆના ઝરીયાથી માફી માગી અને મદદ તલબ કરી કે મારી આ ભૂલને કારણ મિસરવાસીઓ કંઈ બદલાની કાર્યવાહી ન કરે. નહીં તો નાહકનું લોહી વહી જશે. મોમીનો હલાક થઈ જશે.
જો કોઈ ભૂલભાલ થઈ જાય તો તેનો ઈકરાર કરી અલ્લાહથી આ દુઆ માંગો. ખૂબ જ મુફીદ દુઆ છે. અલ્લાહ તમને શરથી (દંગા ફસાદ) બચાવી લેશે.