(૫૯) દરેક મોમીનો આ દુઆ પઢતા રહે (સુરા નં ૨૩ મોઅમેનુન આયત નં. ૧૦૯)
رَبَّنَآ ءَامَنَّا فَٱغۡفِرۡ لَنَا وَٱرۡحَمۡنَا وَأَنتَ خَيۡرُ ٱلرَّـٰحِمِينَ
રબ્બના આમન્ના ફગફિરલના વરહમ્ના વઅન્ત ખયરૂર રાહેમીન
અય અમારા પરવરદિગાર! અમે ઇમાન લાવ્યા, માટે તું અમને માફ કર, અને અમારા પર રહેમ કર, અને તું બહેતરીન રહેમ કરનારો છો
(સુરા નં ૨૩ મોઅમેનુન આયત નં. ૧૦૯)
કયામતના દિવસે અલ્લાહતઆલા મુશરીકો, મુનાફિકો, અને કાફિરોને યાદ અપાવશે કે જ્યારે તમે (આ ત્રણેય ટોળાઓ) દુનિયામાં ઈમાન લાવનારાઓની મજાક ઊડાવતા રહેતા હતા. ત્યારે મારા મોમીન બંદા આ દુઆ માગતા હતા. ચોક્કસ હવે હું મારા આ બંદાઓને મારી પનાહમાં રાખીશ, એમના ગુનાહ બખ્શી આપીશ અને એમના ઉપર રહેમ કરીશ.
અહાદીસમાં છે કે હઝરત બીલાલ (રઝિ.) હઝરત અમ્માર (રઝિ.) હઝરત સોહયબ (રઝિ.) મતલબ ઈમામ અલી (અલ.) ના ચાહક સહાબા આ દુઆ માગતા હતા.