(૫૫) ફીતના અને ફસાદના સમયમાં, જંગની હાલતમાં, અથવા ઈન્સાનોએ પેદા કરેલ ઈન્તેશારની (અસ્તવ્યસ્તતા, વ્યગ્રતા, પરેશાનીઓ) હાલતમાં આ દુઆ પઢવી જોઈએ
(સુરા નં ૧૪ ઈબ્રાહીમ આયત નં. ૩૫)
رَبِّ ٱجْعَلْ هَـٰذَا ٱلْبَلَدَ ءَامِنًا وَٱجْنُبْنِى وَبَنِىَّ أَن نَّعْبُدَ ٱلْأَصْنَامَ
રબ્બીજઅલ હાઝલ બલદ આમેનંવ વજનુબ્ની વ બનીય્ય અન નઅબોદલ અસનામ
અય મારા પરવરદિગાર! આ શહેરને મહેફૂઝ બનાવ, અને મને તથા મારી ઔલાદને બૂત પરસ્તીથી બચાવ
(સુરા નં ૧૪ ઈબ્રાહીમ આયત નં. ૩૫)
હઝરત ઈબ્રાહીમ (અલ.) એ દુઆ માગી કે અય અલ્લાહ તુ શહેર મક્કામાં અમન અને અમાન કાયમ રાખ. તેમને અને તેમની અવલાદને શીર્કથી મહફ્ઝ રાખ.
શીર્ક ફિતના અને ફસાદની જડછે. ઈસ્લામ એક નેઅમત છે. ઈસ્લામની બહાર ફીતના-ફસાદ ઝુલ્મ, અંધકાર, અફરા-તફરી, ઈન્તેશાર, ખુરાફાત બધું જ છે.
ફીન્ના-ફસાદના સમયમાં, યુદ્ધની પરિસ્થિતિમાં અને ઈન્સાનોએ પેદા કરેલ ઈન્વેશારના સમયમાં આ દુઆ પઢવી જોઈએ.