(૩) ઈમાન ઉપર સાબિત કદમ રહેવા માટે આ દુઆ કર્યા કરો
(સુરા નં 3 આલે ઈમરાન, આયત નં. ૧૯૩)
رَّبَّنَآ إِنَّنَا سَمِعْنَا مُنَادِيًا يُنَادِى لِلْإِيمَـٰنِ أَنْ ءَامِنُوا۟ بِرَبِّكُمْ فَـَٔامَنَّا ۚ رَبَّنَا فَٱغْفِرْ لَنَا ذُنُوبَنَا وَكَفِّرْ عَنَّا سَيِّـَٔاتِنَا وَتَوَفَّنَا مَعَ ٱلْأَبْرَارِ
રબ્બના ઈન્નના સમીઅના મુનાદીયય યુનાદી લીલઈમાને અન આમેનુ બેરબેકુમ ફઆમન્ના, રબ્બના ફગફીરલના ઝોનુબના વકફીર અન્ના સય્યીઆતેના વતવફનાના મઅલ અબરાર.
અય અમારા પરવરદિગાર! બેશક અમોએ એક સાદ કરનારનો સાદ સાંભળ્યો કે તમે તમારા પરવરદિગાર પર ઈમાન લાવો જેથી અમે ઈમાન લાવ્યા; અય અમારા પરવરદિગાર! તું અમારા ગુનાહ માફ કરી દે તથા અમારી બૂરાઈઓને ઢાંકી દે અને અમારો અંત નેક બંદાઓ સાથે કર.
(સુરા નં 3 આલે ઈમરાન, આયત નં. ૧૯૩)
અય હમારે પાલનેવાલે ! હમારે ગુનાહ બખ્શ કે, હમારી બુરાઈઓંકો હમસે દૂર કર દે, હમકો નેકોકારો કે સાથ ઊઠા.
દાનિશમંદ લોકો (બુદ્ધિશાળીઓ) અલ્લાહનો પૈગામ સાંભળીને હિદાયત ઉપર આવી જાય છે. કારણ કે તેઓ દુનિયાની ક્ષણભંગુરતાને સમજી ચૂક્યા હોય છે. ઈન્સાનોને દુનિયામાં પેદા કરવાનો મકસદ સમજી ચૂક્યા હોય છે. આવા લોકો મૃત્યુ સુધી પોતાની ઈમાનની સલામતી ઈચ્છતા હોય છે કારણ કે ઇમાનથી વધીને કોઇ દૌલત નથી.