(૩૮) નેક અને ફરમાબરદાર બેટાની પયદાઇશ માટે આ દુઆ પઢો

 

 

 

(૩૮) નેક અને ફરમાબરદાર બેટાની પયદાઇશ માટે આ દુઆ પઢો
(સુરા નં 3 આલે ઈમરાન આયત નં. ૩૮)

رَبِّ هَبْ لِى مِن لَّدُنكَ ذُرِّيَّةً طَيِّبَةً ۖ إِنَّكَ سَمِيعُ ٱلدُّعَآءِ

રબ્બેહબ્લી મિલ્લદુનકઅ ઝૂર્રીય્યતન તય્યેબતન, ઈન્નક સમીઉદ દોઆઅ

અય મારા પરવરદિગાર ! મને પણ તારી પાસેથી પાકીઝા નસ્લ અતા કર, બેશક તું દુઆનો સાંભળનાર છે.

(સુરા નં 3 આલે ઈમરાન આયત નં. ૩૮)

 

 

 

ઉપરોક્ત શબ્દો અલ્લાહના નબી હઝરત ઝકરીયા (અલ.)ના છે. આ દુઆ હઝરત ઝકરીયાએ અલ્લાહ પાસે માગી હતી કે અલ્લાહ મને ફરમાંબરદાર બેટો અતા કર.
નેક અને અલ્લાહના ફરમાંબરદાર બેટાની પયદાઈશ માટે આ દુઆ વારંવાર પઢવી જોઈએ.
દરેક વાજીબ નમાઝ પછી આ દુઆને સાત વખત પઢો. અવલાદ અગર છે તો તે નેક બની રહેશે. અને નહીં હોય તો અલ્લાહ જરૂરથી આપશે. ઈન્શાઅલ્લાહ.