(૩૭) જાઈઝ ઈચ્છા પૂરી કરવા માટે અથવા કોઈ પણ મુસીબતના સમયે આ દુઆ પઢો

 

 

 

(૩૭) જાઈઝ ઈચ્છા પૂરી કરવા માટે અથવા કોઈ પણ મુસીબતના સમયે આ દુઆ પઢો
(સુરા નં ૨૧ અંબિયા આયત-૮૭)

لَّآ إِلَـٰهَ إِلَّآ أَنتَ سُبْحَـٰنَكَ إِنِّى كُنتُ مِنَ ٱلظَّـٰلِمِينَ

લા ઈલાહા ઈલ્લા અન્ત સુબ્હાનક ઈન્ની કુન્તો મેનઝઝાલેમીન

પરવરદિગારા! તારા સિવાય કોઇ માઅબૂદ નથી, તું પાક છો અને ખરેખર મે મારા નફસ પર ઝુલ્મ કર્યો.

(સુરા નં ૨૧ અંબિયા આયત-૮૭)

 

 

 

આ દુઆ “આયએ કરીમા’' કહેવાય. છે.
આ દુઆ હઝરત યુનુસ (અલ.) એ માંગી હતી. જ્યારે તેમને માછલી ગળી ગઈ હતી અને તેઓ માછલીના પેટમાં ભયંકર અંધકારમાં એકલા હતા. અલ્લાહતઆલાએ હઝરત યુનુસ (અલ.)ની દુઆ કબૂલ કરી અને આપને છૂટકારો મળ્યો. આ તે દુઆ છે.
જ્યારે બંદો પોતાને કુસુરવાર સમજે ને અલ્લાહની પાકી બયાન કરે ત્યારે તેની રહમત જોશમાં આવે છે. અમલ : પોતાની જાઈઝ ઈચ્છાઓ પરિપૂર્ણ કરવા અથવા કોઈ મુસીબતથી છૂટકારા માટે બે રકઅત નમાઝ પઢીને ૧૦૦ વખત આ દુઆ પઢો.
અમલઃ બીમારીથી છૂટકારો મેળવવા માટે, અથવા કોઈ કામ પાર પાડવા માટે, નેક ઉમ્મીદ માટે જો કોઈ વ્યક્તિ એક બેઠકમાં એક લાખ પચ્ચાસ હજાર વખત આ દુઆ પઢે તો કામ્યાબી નસીબ થશે ઈન્શાઅલ્લાહ. જ્યારે પણ કંઈ આફત, બલા, મુસીબત,વાવાઝોડું, ધરતીકંપ જેવું લાગે ત્યારે આ દુઆ સતત પઢયા કરો