(૩૫) નમાઝમાં કૂનુતમાં આ દુઆ માંગો

 

 

 

(૩૫) નમાઝમાં કૂનુતમાં આ દુઆ માંગો
(સુરા નં ૨ બકરહ આયત નં. ૨૫૦)

رَبَّنَآ أَفْرِغْ عَلَيْنَا صَبْرًا وَثَبِّتْ أَقْدَامَنَا وَٱنصُرْنَا عَلَى ٱلْقَوْمِ ٱلْكَـٰفِرِينَ

રબ્બના અફરીગ અલયના સબરઉ વ સબ્બીત અકદામના વન્સુરના અલલ કવમીલ કાફેરીન.

અય અમારા પરવરદિગાર! અમારા ઉપર સબ્રને વરસાવ અને અમને સાબિત કદમ રાખ અને તે નાસ્તિક કોમની વિરૂદ્ઘ અમારી મદદ કર.

(સુરા નં ૨ બકરહ આયત નં. ૨૫૦)

 

 

 

આ દુઆના ઝરીયાથી આપણે અલ્લાહ પાસે સબર અને સાબિત કદમી (અડગતા) માગીએ છીએ. જેથી દુનિયાની ખરાબ પરિસ્થિતિઓમાં અમારા કદમ ડગમગી ન જાય અને આપણે અલ્લાહની સાથે સંકલિત રહીએ. અલ્લાહના દીનની રસ્સીને મજબૂતીથી પકડીને હિદાયત ઉપર ચાલતા રહીએ. દુનિયાના દુઃખદર્દો, મુસીબતો, ઝાલીમોનો જુલ્મ વગેરેની સામે ધીરજ ન ગુમાવી બેસીએ. જેથી આ દુઆમાં અલ્લાહના દુશ્મનો-તેના ઇન્કારીઓના મુકાબલામાં મદદ માગવામાં આવી છે. હઝરત મોહંમદુરસુલુલ્લાહ, હઝરત અલી મુરતઝા અને તેમની અવલાદની જિંદગીઓ આ આયતની સાચી તફસીર છે.
દુશ્મનોનું જોર તોડવા, તેમની ચાલબાજીઓ તથા મુખાલેફતો સામે અડગ રહેવા, તેમના કારસ્તાનોથી મહફૂઝ રહેવા આ દુઆ હંમેશા માગ્યા કરો.