(૩૪) આપણી બક્ષિસ માટે આ દુઆ હંમેશા પઢતા રહો
(સુરા નં ૨૩ મોઅમેનૂન આયત નં. ૧૧૮)
رَّبِّ ٱغۡفِرۡ وَٱرۡحَمۡ وَأَنتَ خَيۡرُ ٱلرَّـٰحِمِين
રબ્બીગ ફિર વરહમ વ અન્ત ખયરૂર રાહેમીન.
અય મારા પરવરદિગાર ! મને માફ કર, અને રહેમ કર, અને તું બહેતરીન રહેમ કરનારો છે
(સુરા નં ૨૩ મોઅમેનૂન આયત નં. ૧૧૮)
અલ્લાહતઆલાએ પોતાના પ્યારા નબી હઝરત મોહંમદ (સલ.)ને ફરમાવ્યું કે આ દુઆ આપની ઉમ્મતની બક્ષિસ માટે માગતા રહો. તેથી આપણી બક્ષિસ માટે પણ આપણે આ દુઆ હંમેશા માંગવી જોઈએ.