(૩૩) આ દુઆને નમાઝની કૂનુતમાં વાલેદૈન માટે પઢ્યા કરો
(સુરા નં ૭૧ નૂહ આયત નં. ૨૮)
رَّبِّ ٱغْفِرْ لِى وَلِوَٰلِدَىَّ وَلِمَن دَخَلَ بَيْتِىَ مُؤْمِنًا وَلِلْمُؤْمِنِينَ وَٱلْمُؤْمِنَـٰتِ وَلَا تَزِدِ ٱلظَّـٰلِمِينَ إِلَّا تَبَارًۢا
રબ્બીગ ફિરલી વલવાલેદય્ય વલેમન દખલઅ બયતીય મોઅમેન્ન વલીલ મોઅમેનીન વલમોઅમેનાત, વલા તઝેદીઝ ઝાલેમીનસ ઈલ્લા તબારા.
અય મારા પરવરદિગાર! તું મને માફ કર અને મારા વાલેદૈનને પણ, અને દરેક તે શખ્સને કે જે ઇમાનની હાલતમાં મારા ઘરમાં દાખલ થયો, અને તમામ ઇમાનદાર મરદ તથા તમામ ઇમાનદાર ઔરતોને; અને ઝાલિમો માટે હલાકત સિવાય કાંઇજ ન વધારજે!
(સુરા નં ૭૧ નૂહ આયત નં. ૨૮)
આ દુઆ હઝરત નૂહ (અલ.) એ માગી હતી, જ્યારે લોકોએ આપની વાત ન માની, અને અલ્લાહની બગાવત પર ઊતરી પડ્યા. આ દુઆ વાલીદેન માટે નમાઝના કૂનૂતમાં પઢ્યા કરો.