(૩૧) કયામતમાં મોમિનો મોહંમદ અને આલે મોહંમદના નૂરની સાથે ચાલતાં આ દુઆ માંગશે.

 

 

 

(૩૧) કયામતમાં મોમિનો મોહંમદ અને આલે મોહંમદના નૂરની સાથે ચાલતાં આ દુઆ માંગશે.
(સુરા નં ૬૬ તહરીમ આયત નં. ૮)

رَبَّنَآ أَتْمِمْ لَنَا نُورَنَا وَٱغْفِرْ لَنَآ ۖ إِنَّكَ عَلَىٰ كُلِّ شَىْءٍ قَدِيرٌ

રબ્બના અત્મિમ લના નૂરોના, વગફિરલના, ઇન્નક અલા કુલ્લે શયઇન કદીર

અય પરવરદિગાર ! તું અમારા નૂરને અમારા માટે કામીલ કર, અને અમારા ગુનાહ માફ કર; બેશક તું દરેક વસ્તુ પર કુદરત ધરાવે છો

(સુરા નં ૬૬ તહરીમ આયત નં. ૮)

 

 

 

અલ્લાહ તઆલા ફરમાવે છે કે કયામતના દિવસે પ્યારા નબી હઝરત મોહંમદ (સલ.) અને આલે મોહંમદ ઉચ્ચોચ્ચ સ્થાન ઉપર બિરાજમાન હશે. પરંતુ તેઓનું નૂર મોમિનોની આગળ આગળ ચાલતું હશે. તેના પ્રકાશમાં તેમના ચાહવાવાળા મોમિનો આ નૂરની પાછળ પાછળ ચાલશે. સાથે જ હશે. મોમિનો લગાતાર આ દુઆ પઢતા હશે. તો શા માટે આપણે અત્યારે પણ આ દુઆ ન પઢીએ ?