(૨) જ્યારે કોઈ મુસીબત આવી પડે ત્યારે આ દુઆ

 

 

 

(૨)જ્યારે કોઈ મુસીબત આવી પડે ત્યારે આ દુઆ
ખાસ માંગો (સુરા નં ૭ અઅરાફ આયત નં. ૧૨૬)

رَبَّنَآ أَفْرِغْ عَلَيْنَا صَبْرًا وَتَوَفَّنَا مُسْلِمِينَ

રબ્બના અફરીગ અલયના સબર વતવના મુસ્લેમીન.

(સુરા નં ૭ અઅરાફ આયત નં. ૧૨૬)

 

 

 

 

અય અમારા પરવરદિગાર! તું અમને સબ્ર અતા કર, અને અમારી મૌત મુસલમાન હોવાની હાલતમાં લાવજે
જો ગરીબાઈ અને નાદારી આવી પડે, કોઈ
તકલીફમાં ફસાઈ જવાય, આવી પરિસ્થિતિમાં હિંદાયતથી ભટકી ન જવાય, માયુસ ન થઈ જવાય, તેનાથી બચવા માટે અલ્લાહતઆલા પાસે ઉપરોક્ત દુઆ માગવામાં આવે.
ફિરઓનના જાદુગરોએ ફિરઓનથી બચવા આ દુઆ માગી હતી.
ફિરઓનના હુકમ ઉપર જાદુગરોનું એક ટોળું આવ્યું. એટલા માટે કે તેઓ મુસાને પછાડી નાખે- હરાવે. કારણ કે ફિરઓન પોતાની જહાલતના કારણે એમ સમજતો હતો કે મુસા ઘણો મોટો જાદુગર છે.
જ્યારે ફિરઓનના હુકમથી જાદુગરોએ એક સાથે પોતપોતાના હાથમાની રસ્સીઓ મેદાનમાં છોડી દીધી. આ બધી રસ્સીઓએ સાપોની શકલ ઈખ઼િતયાર કરી લીધી.
અલ્લાહે મુસા (અલ.)ને હુકમ આપ્યો કે તમારા હાથમાંની લાકડી (અસો) વચ્ચે ફેંકી દો. તેમ કરતાં
હઝરત મુસા (અલ.)નો અસા એક મોટો અજગર બની બધા જ સાપોને ગળી ગયો.
ફિરઓને ગુસ્સે થઈને બધા જ જાદુગરોને કતલ કરી નાખવાની ધમકી આપી. આ તરફ જાદુગરો બાકમાલ લોકો હતા, સમજી ગયા કે મુસા ખરેખર પેગંબર છે. જાદુગર નથી અને આ અલ્લાહ તરફથી મોઅજેઝો છે. તેથી બધા જ જાદુગરોએ ફિરઓનની ધમકીને મજાકમાં ઊડાવી દીધી. તે બધા જ ઈમાનથી વધીને કોઈ દવલત નથી. સિજદામાં પડી ગયા. સિજદામાં ખુદા પાસે ફિરઓના જુલમથી બચવા ઉપરોક્ત દુઆ માગી. આપણે પણ આવા પ્રકારના સંજોગોમાં આ દુઆ માગવી જોઈએ.