(૨૫) પ્યારા નબી હઝરત મોહંમદ (સલ.) આ દુઆ માંગતા હતા.

 

 

 

(૨૫)પ્યારા નબી હઝરત મોહંમદ (સલ.) આ દુઆ માંગતા હતા.
(સુરા નં ૧૦ તોબા આયત નં. ૧૨૯)

حَسْبِىَ ٱللَّهُ لَآ إِلَـٰهَ إِلَّا هُوَ ۖ عَلَيْهِ تَوَكَّلْتُ ۖ وَهُوَ رَبُّ ٱلْعَرْشِ ٱلْعَظِيمِ

હસ્બીયલ્લાહ લાઈલાહા ઈલ્લા હોવ અલયહે તવક્કલતો વહોવ રબ્બુલ અર્શીલ અઝીમ

મારા માટે અલ્લાહ બસ છે, તેના સિવાય કોઇ માઅબૂદ નથી; હું તેના ઉપર જ આધાર રાખું છું અને એ મહાન અર્શનો માલિક છે

(સુરા નં ૧૦ તોબા આયત નં. ૧૨૯)

 

 

 

જ્યારે અલ્લાહતઆલાએ પોતાના આખરી નબી
ઉપર આ આયતો નાઝિલ કરી, તો મુનાફિકો એક બીજાને કહેતા હતા કે “આ આયતો કેવી રીતે એમના માટે ફાયદામંદ બની શકે છે ?’’
અલ્લાહે ફરમાવ્યું કે મારો નબી પોતાની ઉમ્મત ઉપર ખૂબ જ મહેરબાન છે. તે હંમેશા આ બાબતની કોશીશમાં રહે છે કે પોતાની ઉમ્મત ઉપર વધુ બોજ ન પડે. અને રહેમ તથા એહસાન તેમના ઉપર ચાલુ રહે. છતાંય જ્યારે કાફિરો અને મુનાફિકોએ મો ફેરવી લીધું, ત્યારે અલ્લાહ તઆલાએ પોતાના નબીને ફરમાવ્યું : “આ દુઆ પઢ્યા કરો’
આ દુઆ આપણા પ્યારા નબી પડ્યા કરતા હતા. તેથી આપણે પણ અલ્લાહતઆલા ઉપર ભરોસો કરવો જોઈએ. સાથે આપણી મનોકામનાઓ પૂરી કરવા માટે આ દુઆ પઢવી જોઈએ.
દરરોજ ૬૬ વખત આ દુઆ પઢવાથી ઈઝઝત અને વકાર-વૈભવ-શાનશોકત અને સ્થિરતા પ્રાપ્ત થાય છે.