(૨૩) મા-બાપ માટે દુઆ કરવી ગુનાહોનો કફ્ફારો છે

 

 

 

(૨૩) મા-બાપ માટે દુઆ કરવી ગુનાહોનો કફ્ફારો છે
(સુરા નં ૧૭ બની ઈસરાઈલ આયત નં ૨૪)

رَّبِّ ٱرْحَمْهُمَا كَمَا رَبَّيَانِى صَغِيرًا

“રબ્બીર હમહોમા કમા રબ્બયાની સગીરા’

પરવરદિગાર! આ બંને ઉપર એવી જ રહેમ ફરમાવ જેવી આ બંનેએ બચપણના પાલનમાં મારા પર કરી હતી

(સુરા નં ૧૭ બની ઈસરાઈલ આયત નં ૨૪)

 

 

 

આ દુઆ પણ કુનુતમાં પઢતા રહો.
ઈમામ જઅફર સાદિક (અલ.)થી કોઈએ પુછ્યું. જો બાળક પેદા થતાં જ મા મૃત્યુ પામે, પાલનપોષણ કર્યા વગર.
તો ઈમામે જવાબ આપ્યો “રહમમાં (પેટમાં) બચ્ચાની પરવરિશ માના હકને સ્થાપિત કરવા માટે પુરતી છે.
માથી મહબ્બત કરવી, તેમની ઇઝઝત કરવી તેમની સૂચના ઉપર અમલ કરવો, તેમની સાથે બેસવું, વાતચીત કરવી, વૃદ્ધાવસ્થામાં તેમની દેખભાળ કરવી, તેમના માટે દુઆ કરવી, અલ્લાહના હુકમથી અલ્લાહની ઈબાદત છે. માના ચેહરા તરફ જોવું પણ ઈબાદત છે.
નાફરમાન, બાગી, અવલાદની નમાઝ, રોઝા અને નેક આમાલ બરબાદ થઈ જાય છે. અલ્લાહની રહમત તે નવયુવાનો માટે નથી જેઓ પોતાના મા-બાપની ઈતાઅત નથી કરતા.
(જો મા કે બાપ કોઈ એવા કાર્યનો હુકમ આપે જે નાઈન્સાફી ભર્યું, ઝૂલમ પ્રકારનું, શીર્ક થાય એવું વગેરે વગેરે હોય, મતલબ જે કાર્ય કરવામાં અલ્લાહની નાફરમાની થતી હોય તેવી પરિસ્થિતિમાં મા-બાપની ઈતાઅત જાઈઝ નથી.)