(૨૨) દુશ્મનોની ચાલો-છળકપટ-ધોકા-ફરેબ-ધુર્તતા- આપણને હેરાન કરવાની યુક્તિ પ્રયુક્તિઓ- આંદોલનો વગેરેથી બચવા આ દુઆ હંમેશા માંગો

 

 

 

(૨૨) દુશ્મનોની ચાલો-છળકપટ-ધોકા-ફરેબ-ધુર્તતા- આપણને હેરાન કરવાની યુક્તિ પ્રયુક્તિઓ- આંદોલનો વગેરેથી બચવા આ દુઆ હંમેશા માંગો
(સુરા નં ૧૮ કહફ આયત નં ૧૦)

رَبَّنَآ ءَاتِنَا مِن لَّدُنكَ رَحۡمَةٗ وَهَيِّئۡ لَنَا مِنۡ أَمۡرِنَا رَشَدٗا

રબ્બના આતેના મિલ્લદુનક રહમતુ વહય્યીઅલના મિન અમરેના રશદા

અમારા પરવરદિગાર! અમને તારી પાસેથી રહેમત અતા કર અને અમારા કાર્યોમાં અમને હિદાયત આપ

(સુરા નં ૧૮ કહફ આયત નં ૧૦)

આ દુઆ “અસહાબે કહફે' માંગી હતી. જ્યારે તેઓએ ઝાલીમ બાદશાહના ઘોડેસવારોની ટાંપોની અવાજ સાંભળી, તે વખતે આ લોકો પહાડની ગુફામાં છુપાયેલ હતા.
બાદશાહ એમને એટલા માટે કતલ કરવા ઈચ્છતો હતો કે એમણે મૂર્તિઓની પુજા કરવાથી ઈન્કાર કર્યો હતો. આ છ વ્યક્તિ ‘“અસહાબે કહફ” કહેવાય છે. “ગુફાવાળા”. આ લોકો ફક્ત અલ્લાહતઆલાની ઈબાદત કરતા હતા. જ્યારે એમને ખબર પડી કે ઝાલીમ બાદશાહ એમને કતલ કરવા ઈચ્છે છે. ત્યારે આ લોકો છુપી રીતે શહેરની બહાર નીકળી ગયા અને એક પહાડની ગુફામાં પનાહ લીધી. બાદશાહના સિપાઈ પાછળ દોડયા ત્યારે આ લોકોએ ઉપરોક્ત દુઆ માંગી. આપણે પણ દુશ્મનોની ચાલોથી બચવા માટે આ દુઆ પઢીએ.