(૨૧) દુઃખ અને બીમારીથી છુટકારો મેળવવા માટે તથા ગરીબાઈ દૂર કરવા માટે આ દુઆ પઢો.
(સુરા નં ૨૧ અંબિયા આયત નં ૮૩)
أَنِّى مَسَّنِىَ ٱلضُّرُّ وَأَنتَ أَرْحَمُ ٱلرَّٰحِمِينَ
“અન્ની મસ્સનિયઝ ઝૂરો વ અન્ત અરહમુર રાહેમીન”
પરવરદિગારને પોકાર્યો કે બેશક મને હાનિ પહોંચી ચૂકી છે અને તું બહેતરીન રહેમ કરનાર છો
(સુરા નં ૨૧ અંબિયા આયત નં ૮૩)
અલ્લાહતઆલાએ હઝરત ઐયુબ (અલ.)ની ઘણી સખત પરીક્ષા લીધી. દવલત, તંદુરસ્તી અને અવલાદ એક પછી એક એમની પાસેથી જતું રહ્યું. છતાંય કદીપણ આપ ગભરાયા નહિ. ન પરેશાન થયા. ન હિદાયતના રસ્તાથી વિમુખ થયા. અહીં સુધી કે “સબ્રે ઐયુબ”હંમેશા માટે એક મુહાવરો બની ગયો. આપની ઝબાન ઉપર હંમેશા આ દુઆ રહેતી હતી. અલ્લાહ કુર્આન પાકમાં ફરમાવે છે કે,
فَٱسْتَجَبْنَا لَهُۥ فَكَشَفْنَا مَا بِهِۦ مِن ضُرٍّ ۖ وَءَاتَيْنَـٰهُ أَهْلَهُۥ وَمِثْلَهُم مَّعَهُمْ رَحْمَةً مِّنْ عِندِنَا وَذِكْرَىٰ لِلْعَـٰبِدِينَ
તો અમોએ તેની દુઆને કબૂલ કરી લીધી, અને તેમની મુશ્કેલી દૂર કરી અને તેમને તેમના બાલ-બચ્ચાં પાછા આપી દીધા અને તેના જેટલા બીજા પણ આપ્યા જેથી અમારા તરફથી રહેમત અને ઇબાદત કરનારાઓ માટે એક યાદદહાની બને
(સુરા નં ૨૧ અંબિયા આયત નં. ૮૪)