(૧૯) હેતુઓ માટે આ દુઆ ખૂબ જ મકબૂલ છે.
(૧) કોઈક જગ્યાએ ગભરાહટ-ખોફથી બચવા માટે (૨) કોઈ ખાસ વ્યક્તિની મુલાકાત વખતે (૩) કર્ઝની અદાયગી માટે.
(સુરા નં 3 આલે ઈમરાન, આયત નં. ૨૬)
قُلِ ٱللَّهُمَّ مَـٰلِكَ ٱلْمُلْكِ تُؤْتِى ٱلْمُلْكَ مَن تَشَآءُ وَتَنزِعُ ٱلْمُلْكَ مِمَّن تَشَآءُ وَتُعِزُّ مَن تَشَآءُ وَتُذِلُّ مَن تَشَآءُ ۖ بِيَدِكَ ٱلْخَيْرُ ۖ إِنَّكَ عَلَىٰ كُلِّ شَىْءٍ قَدِيرٌ
કોલીલ્લા હુમ્મ માલેકલ મુલ્કે, તુઅતીલ મુલ્કઅ મન તશાઓ, વ તન્ઝેઉલ મુલ્કઅ મિમ્મન તશાઓ, વતોઇઝઝો મન તશાઓ, વ તોઝિલ્લો મન તશાઓ, બેયદેકલ ખયર, ઈન્નક અલા કુલ્લે શયઈન કદીર કેહ દીજીએ ! (અય રસૂલ)
અય અલ્લાહ! અય સલ્તનતના માલિક! તું જેને ચાહે છો તેને સલ્તનત આપે છો, જેની ચાહે છો તેની સલ્તનત છીનવી લે છો, અને તું જેને ચાહે છે તેને ઈઝ્ઝત આપે છે અને જેને ચાહે છે તેને તું ઝલીલ કરે છે; તારા હાથમાં ભલાઇ છે; બેશક તું દરેક વસ્તુ પર કુદરત ધરાવનાર છો.
(સુરા નં 3 આલે ઈમરાન, આયત નં. ૨૬ અને ૨૭)
تُولِجُ ٱلَّيْلَ فِى ٱلنَّهَارِ وَتُولِجُ ٱلنَّهَارَ فِى ٱلَّيْلِ ۖ وَتُخْرِجُ ٱلْحَىَّ مِنَ ٱلْمَيِّتِ وَتُخْرِجُ ٱلْمَيِّتَ مِنَ ٱلْحَىِّ ۖ وَتَرْزُقُ مَن تَشَآءُ بِغَيْرِ حِسَابٍ
તૂલેજુલ્લયલ ફિન્નહારે વતૂલેજુન્નહાર ફિલ્લયલે, વ તુખ્રેજુલ હય્ય મિનલ મય્યતેઅ વ તુખ્રેજુલ મય્યેત મિનલ હય્યે, વતરઝોકો મન તશાઓ બેગયરે હેસાબ.
તું રાત્રિને દિવસમાં દાખલ કરે છે અને દિવસને રાત્રિમાં, તું નિર્જીવમાંથી જીવંતને કાઢી લાવે છે અને જીવંતમાંથી નિર્જીવને કાઢે છે, અને જેને ચાહે છે બેહિસાબ રોઝી આપે છે
(સુરએ નં 3 ઈમરાન, આયત નં. ૨૭)
અલ્લાહ તમામ વિશ્વનો પાલનહાર આપણને બધું જ આપે છે. સર્વશક્તિમાન તેની જ ઝાતેપાક છે.
ઈબ્ને અબ્બાસથી રિવાયત છે કે આ આયતોમાં “ઈસ્મ આઝમ” છુપાયેલું છે. જો કોઈ વ્યક્તિ સંપૂર્ણ ઈબ્લાસ અને નેક નિય્યતથી આ આયતની હકકાનિયતને સમજીને-મતલબ પૂરા યકીનની સાથે કે ખુદાની મહબ્બત અને તેની રૂબુબીય્યત ઉપર ભરોસો કરી ઉપરોક્ત આયતો પઢ્યા પછી જે પણ દુઆ કરશે તે જરૂરથી કબૂલ થશે.
રસૂલુલ્લાહ (સલ.)એ ફરમાવ્યું :
“જે કોઈ નમાઝે ફઝર પછી દરરોજ આ દુઆ પઢશે, તેને અલ્લાહતઆલા બેહીસાબ રોઝી આપશે. કોઈપણ કામમાં કામ્યાબી માટે પ્રથમ ઉપરોક્ત કલિમા પઢયા પછી દુઆ કરવામાં આવે.