(૧૮) આ હઝરત નુહ (અલ.)ની દુઆ છે. સીધા રસ્તા ઉપર કાયમ રહેવા આ દુઆ માગો
(સુરા હુદ આયત નં. ૪૭)
رَبِّ إِنِّيٓ أَعُوذُ بِكَ أَنۡ أَسۡـَٔلَكَ مَا لَيۡسَ لِي بِهِۦ عِلۡمٞۖ وَإِلَّا تَغۡفِرۡ لِي وَتَرۡحَمۡنِيٓ أَكُن مِّنَ ٱلۡخَٰسِرِينَ
રબ્બે ઈન્ની અઉઝુબેકએ અન અસઅલક માલયસલી બેહી ઈલ્મુન વ ઈલ્લાતગફિરલી વતરહમની અકુન મેનલ ખાસેરીન.
પરવરદિગાર બેશક હું તારાથી પનાહ માંગું છું કે તારાથી એ વસ્તુનો સવાલ કરૂં કે જેનું મને ઇલ્મ નથી; અને અગર તું મને માફ નહિ કરે અને મારા પર રહેમ નહિ કરે તો હું નુકસાન ભોગવનારાઓમાંથી થઇ જઇશ
(સુરા હુદ આયત નં. ૪૭)
હઝરત નુહ (અલ.)ની કોમ આપની નવસો પચાસ સાલ જેટલી લાંબી મુદતની તબ્લીગ પછી પણ ઈમાન ન લાવી અને લગાતાર નાફરમાનીઓ કરતી રહી. જેથી અલ્લાહતઆલાએ આ બદમાશ કોમ ઉપર પાણીની રેલનો અઝાબ નાઝિલ કર્યો. જે ઘણા થોડા લોકો ઈમાન લાવ્યા હતા તેમને કસ્તીમાં સવાર કરવાનો હુકમ થયો.
આપનો એક બેટો નાફરમાન હતો. તે કસ્તીમાં સવાર ન થયો. કહેવા લાગ્યો કે હું તો પેલી ઊંચી પહાડી ઉપર ચડી જઈશ. પરંતુ પહાડની ઊંચાઈ સુધી અઝાબનું પાણી પહોંચી ગયું. બેટો ડૂબવા લાગ્યો ત્યારે હઝરત નૂહ (અલ.) એ અરજ કરી “અય પાલનેવાલે ! બેશક મેરા બેટા મેરે એહલમે સામિલ હૈ, બેશક તેરા વાઅદા સચ્ચા હે. તે સારે હાકેમોમે સબસે બડા હાકેમ હે. (સુરા હુદ આયત નં. ૪૫)
જ્યારે હઝરત નુહ (અલ.) એ ઉપરની દુઆ આયત નં. ૪૫ પઢી, ત્યારે અલ્લાહતઆલાએ જવાબ આપ્યો કે તમારો બેટો દરહકીકત તમારો બેટો એટલા માટે નથી કે તેણે હુકમે ખુદાને માન્યો નથી. જેથી અઝાબનો મુસ્તહીક છે. આ વાતથી માલુમ પડે છેકે નબી કે રસૂલની અવલાદ પણ જો અલ્લાહતઆલાની ના ફરમાની કરે તો તેમને નબી કે રસૂલની અવલાદ ગણવામાં આવશે નહિ. ત્યારે તરત જ હઝરત નુહ (અલ.) એ ઉપરવાળી દુઆ સુરએ હુદ આયત નંબર ૪૭ વાળી દુઆ માગી. આપણું ઈલ્મ મદુદ છે. (મર્યાદિત ના કાફી છે.) પરિસ્થિતિ સારી હોય કે ખરાબ આપણે અલ્લાહતઆલાથી દુઆ માગતા રહેવું જોઈએ. જેથી ખાલીકે કાએનાત હંમેશા આપણને સીધા રસ્તા ઉપર કાયમ રાખે.